રુદ્રની રુહી... - ભાગ-121 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-121


રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -121

અભિષેકની બોડીને ફરીથી હોસ્પિટલ લઇ આવવામાં આવી.રુદ્ર ખુબજ ઉતાવળો થયો હતો.તે નિશ્ચિત કરવા માંગતો હતો કે આ બોડી અભિષેકનું નથી.

રુદ્રએ ઉતાવળા થતાં પુછ્યું ,"એ.સી.પી આશુ અમે હવે અા ડેડબોડી જોઇ શકીએ છીએ?"

એ.સી.પી.આશુ રુદ્રની પાસે આવતા બોલ્યા,"રુદ્રજી બસ થોડીક વાર.આ બોડીને અંદર લઇ જાય પછી તમને બોલાવશે.ત્યાં સુધી તમે ત્યાં બેસો હું ડો.નિર્વાનાની પુછપરછ કરું છું."

રુહી આગળ આવી અને બોલી,"આશુ તને વાંધો ના હોય તો હું અને રુદ્ર પણ આવી શકીએ છે તારી સાથે?"

આશુએ હકારમાં માથું હલાવ્યું.અહીં ડો.નિર્વાના સાઇકાઇટ્રીક ડિપાર્ટમેન્ટના હેડ હતા.તે અભિષેકને સારી રીતે ઓળખતા હતાં.તે ખુબજ બેચેન અને ગુસ્સામાં બેસેલા હતાં.એક હવાલદાર તેમને ક્યાંય જવા નહતો દેતો
" અરે મને જવા દો.મારે એક પેશન્ટને ચેક કરવાના છે.હું તમારા એ.સી.પીને પછી મળી લઇશ."

તેટલાંમાં આશુ,રુદ્ર અને રુહી ત્યાં પ્રવેશ્યાં.અંદર આવતા અાશુએ કહ્યું,"સોરી ડોક્ટર,તમને રાહ જોવી પડી પણ તમે વાંકમાં છો.આ જુવો આ લેટર તમારા જ સિગ્નેચર અને સિક્કો છે.આમા લખેલું છે કે આ બોડી તમે ક્લેઇમ કરો છો કારણ કે અભિષેકના પરિવારનો સંપર્ક નથી  થતો.

આ રહ્યો અભિષેકનો પરિવાર.તમને ખબર છે તમારી એક ભુલના કારણે આજે તેઓ તેમના અભિષેકની બોડીના અંતિમ દર્શન પણ ના કરી શકત."

ડો.નિર્વાનાએ તે પેપર જોયું અને બોલ્યા,"આ સાઇન અને સ્ટેમ્પ મારા જ છે પણ મે આ સાઇન અને સ્ટેમ્પ નથી કર્ય‍ા."તેમની વાતથી બધાં આઘાત પામ્યાં.

"આ શું કહો છો તમે?તો કોણ હોઇ શકે?" રુહી બોલી

ડો.નિર્વાનાએ યાદ કર્યું અને બોલ્યા,"હા મારો કમ્પાઉન્ડર તે આવ્યો  હતો બહુ બધાં કાગળમાં સહી અને સ્ટેમ્પ કરાવવા પણ મે જ્યારથી આ અભિષેકના સમાચાર સાંભળ્યા છે ત્યારથી હું અપસેટ છું.તો જોયા વગર સાઇન કરી દીધી.બની શકે કે તે કમ્પાઉન્ડરે જ બોડીની કસ્ટડી ખોટા લોકોને આપવા પૈસા લીધાં હોય.રીસેપ્શનીસ્ટ તો ખાલી પેપર જ જોવે."

આશુએ કહ્યું,"રુદ્ર રુહી તમે અહીં રાહ જુવો.હું તે કમ્પાઉન્ડરને પકડું."
રુદ્ર અને રુહી ડો.નિર્વાનાની સામે બેસ્યાં.
રુદ્ર તેમની સામે જોઇને બોલ્યો,"ડોક્ટર, શું તમને પણ લાગે છે કે મારા અભિષેકે આત્મહત્યા કરી છે?"

ડો.નિર્વાના ઊંડો શ્વાસ લઇને બોલ્યા,"આત્મહત્યા તો દુરની વાત છે.ડો.અભિષેક મરી ગયાં  કે તેમનો અકસ્માત થયો તે વાત પણ હું નથી માનતો.અા વાત હું ભાવનામાં આવીને નથી કહેતો.આ વાત હું એટલા માટે કહું છું કેમ કે આ અકસ્માત થયો તે દિવસે સવારે દસ વાગ્યા પછી તેમને મે જોયા નથી.

તમના રીસર્ચ વિશે જે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે.તે પણ ખોટી છે.અફસોસ કે મારી પાસે કોઇ સાબિતી નથી.મે ડો.અભિષેકને કહ્યું  હતું કે આ રીસર્ચ તમને એક દિવસ મુશ્કેલીમાં મુકશે."

"સાચી વાત છે તમારી ડો.નિર્વાના.મે પણ અભિષેકને કહ્યું  હતું કે આ રીસર્ચ તને એક દિવસ તકલીફમાં મુકશે અને તેવું  જ થયું."ડો.શ્યામ ત્રિવેદી અંદર પ્રવેશતાં બોલ્યા.

"પપ્પા?"રુહી આશ્ચર્ય સાથે બોલી અને દોડીને પોતાના પિતાને ગળે લાગી ગઇ.

શ્યામ ત્રિવેદીએ પોતાની દિકરીને  માથે હાથ ફેરવતા કહ્યું,"હા રુહી,મારે અહીં આવવું જ પડે.મે અભિષેકને મારા દિકરાની જેમ માન્યો છે.તેના પર લાગેલા આટલા ગંદા આરોપ હટાવવા તમને મારી મદદ જોઇશે."

રુદ્રએ પુછ્યું,"પપ્પા,તમે અભિષેકને એવું કેમ કહ્યું  હતું કે તે મુશ્કેલીમાં મુકાશે? તમને એવું કેમ લાગ્યું?"

તેનો જવાબ ડો.શ્યામ ત્રિવેદીની જગ્યાએ  ડો.નિર્વાનાએ આપ્યો," ડો.અભિષેકએ એક એવી દવા અને ટ્રીટમેન્ટની પધ્ધતિ શોધી હતી કે જેનાથી ડિપ્રેશનના દર્દીઓને ખુબજ ફાયદો થાય.તે પણ એવું કે તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ ના થાય.તે સિવાય અન્ય ઘણાબધા માનસિક રોગ માટે તે ટ્રીટમેન્ટ અને મેડીસીન ખુબજ ઉપયોગી હતી.

અા દવા જેનીરીક હતી.એટલે સામાન્ય લોકોને તે સરળતાથી પરવડે તેમ હતી.આ વાત મેડિકલ માફિયાઓને ના ગમી.મુંબઇની મોટી ફાર્મસી કંપનીના ઓનર તે મેડિકલ માફિયાની ગેંગમાં છે.

આ વાત કદાચ અભિષેકે કોઇને જણાવી નહીં  હોય કેમકે તેને આદત છે પોતાના પર આવેલી તકલીફને પોતાના સુધી રાખવું.અભિષેકને છેલ્લા કેટલાય દિવસોથી ધમકી મળી  રહી હતી કે રૂપિયા લઇને તેનું રીસર્ચ તેમના નામ કરી દે."

ડો.નિર્વાનાએ નિસાસો નાખ્યો.અહીં રુદ્ર અને રુહી આઘાત પામ્યાં.
આગળની વાત ડો.શ્યામ ત્રિવેદીએ કહી,"આ વાત અભિષેકે ડો.નિર્વાનાને કરી હતી.ડો.નિર્વાના મારા સારા મિત્ર છે.તેમણે મને કહ્યું.મે અભિષેકને કહ્યું  હતું કે તે આની વિશે એફ.આઇ.આર નોંધાવે.

તેણે કહ્યું હતું મને કે તે મેડિકલ માફિયા ખુબજ પાવરફુલ છે.તેમના ખરીદાયેલા પોલીસ અને પોલીટીશીયન તેવું નહીં  થવા દે.એટલે તેણે એફ.અાઇ.આર ના નોંધાવી.કાશ કે તેણ એફ.આઇ.આર નોંધાવી દીધી હોત."

ડો.નિવાર્નાએ કહ્યું,"તમે લોકો તેમની સાથે રીસર્ચ પર કામ કરી રહેલા ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષને શોધો આ બધાંમાં તે લોકો જ સંડોવાયેલા છે."

તેટલાંમાં એ.સી.પી આશુ અંદર આવ્યાં અને બોલ્યા,
"રુદ્રજી,ચલો તમે અભિષેકની બોડીને જોઇ શકો છો."

રુદ્ર ગુસ્સામાં ઊભો થયો અને બોલ્યો,"તે બોડી અભિષેકની નથી અને આ વાત હું માત્ર બે મીનીટમાં સાબિત કરી દઈશ."

બધાં ઊભા થયા.
કમ્પાઉન્ડર બોલ્યો,"અંદર માત્ર બે જણા જઇ શકશે."

આશુની  સાથે રુદ્ર અને રુહી અંદર ગયા.ત્યાં હાજર વોર્ડબોયે સ્ટ્રેચર પર સુવાડેલા બોડી તરફ ઇશારો કર્યો.રુદ્ર તેના ઉપરથી કપડું હટાવવા જતો હતો.ત્યાં તે કમ્પાઉન્ડર બોલ્યો,"સર,બોડીનો ચહેરો છુંદાવાને કારણે ખુબજ વિકૃત થઇ ગયો છે.".

રુદ્રની હિંમતે જવાબ આપી દીધો હતો પણ તેને તેજપ્રકાશજીના શબ્દો યાદ આવ્યાં.તેણે રુહીને પોતાની પાસે બોલાવીને તેનો હાથ પકડી લીધો.
"રુદ્ર,આ આપણો અભિષેક નથી.મને અભિષેક પાસે જવુંને ત્યારે એક અનોખી લાગણી થતી હંમેશાં.તે અહીં નથી અનુભવાઇ રહી."રુહીએ રુદ્રને હિંમત આપવા કહ્યું.

રુદ્રમાં ઊર્જાનો સંચાર થયો તેણે કમ્પાઉન્ડરને કહ્યું,"મારે બોડીનો ચહેરો જોવાની જરૂર નથી."આટલું કહી તેણે તે બોડીના જમણા ઢિંચણે અને પછી  જમણી બાજુ કોણીની નીચે કઇંક જોયું.તેણે આ બધાં ફોટોગ્રાફ્સ લીધાં પોતાના મોબાઇલમાં.

ત્યારબાદ તેણે તેના પેટ પર ડુંટી પાસે કઇંક જોયું અને તે બોડીને કપડું પાછું ઓઢાળી દીધું.તે બે ડગલા પાછળ ખસી ગયો.તેની આંખો બંધ હતી રુહીના હાથ પરની પકડ એકદમ મજબુત કરી દીધી.
રુહીને  તેણે પોતાની પાસે ખેંચી તેને ગળે લગાવી દીધી.

તે નાના બાળકની જેમ રડવા લાગ્યો.રુહીએ તેના માથે હાથ ફેરવ્યો.તે રુહીનો હાથ પકડીને ફરીથી ડો.નિર્વાનાની કેબિનમાં ગયો.જ્યાં શ્યામ ત્રિવેદી પણ બેસેલા હતા.
"પપ્પ‍ા,તે અભિષેક નથી.મારો અભિષેક જીવે છે.આ રહી તેની સાબિતી."એમ કહી રુદ્રએ તે ફોટોગ્રાફ્સ દેખાડ્યાં.


"અમે પહેલીવાર જ્યારે બાઇક ચલાવતા શીખતા હતાને ત્યારે તેનો અકસ્માત થયો હતો.જેમા તેના જમણા ઢીંચણ અને કોણીની નીચે ટાંકા આવ્યાં  હતા.તે સિવાય પેટ પર એક લાલ તલ હતો બર્થ માર્ક.અા અભિષેક નથી."


"હે ભગવાન તારો લાખ લાખ ઉપકાર."ડો.શ્યામ ત્રિવેદી તેને ગળે લાગી ગયાં.ખુશીની  અને આશાની લહેર ફરીથી છવાઇ ગઇ.


"રુહી બેટા,આ વાત ઘરે જણાવી દે.તેમને કહી દે કે આ સમાચાર રિતુને પણ જણાવે.તેને રાહત થાય."ડો.શ્યામ ત્રિવેદીએ કહ્યું.


"પપ્પા,તેજપ્રકાશજીએ કહ્યું છે કે રિતુને ફોન કરીને કે મળવા જઇને ખલેલ ના પહોંચાડવી.મને વિશ્વાસ છે કે તેઓને આ વાત પહેલેથી જ ખબર હશે.તે રિતુને સંભાળી લેશે."રુહી ફોન કરવા બહાર જતી રહી.

આશુ અંદર આવ્યો અને બોલ્યો,"રુદ્રજી,આ કેસમાં બહુ મોટા માથા સંડોવાયેલા છે.મને આ કેસમાં દખલના દેવા માટે વોર્નિંગ આપવામાં આવી છે પણ હું  સત્ય માટે અને મારી મિત્ર માટે આઉટ ઓફ વે જઇને તમારી મદદ કરીશ.મે મેડિકલ લીવ લઇ લીધી છે.હું પોલીસ ઓફિસર બન્યો ત્યારે જ મે નિયમ લીધો હતો કે હું સત્યનો સાથ આપીને નિર્દોષની મદદ કરીશ."

"વોટ નેક્સ્ટ ?આ અભિષેક નથી તો અભિષેક ક્યાં છે?"રુદ્રએ પુછ્યું

" ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ.તે જ આગળ તમને મદદ કરી શકશે.તેમણે પોલીસ પ્રોટેક્શન લીધેલું છે અને તેમને મળવું અઘરું થઇ જશે પણ સત્ય તે બંને જ જણાવી શકશે?"ડો.નિર્વાનાએ કહ્યું.

"ચલો અત્યારે પહેલા ઘરે જઇએ અને ફ્રેશ થઇને જમી લઇએ.રુદ્રબેટા,અભિષેક જીવે છે અને તેને શોધવા માટે પણ આપણને શક્તિ જોઇશે.મારા ઘરે ચલો."શ્યામ ત્રિવેદીએ કહ્યું.

*******

અનંતપ્રકાશ આશ્રમ હરિદ્વારમાં ગંગા નદીના કિનારે વિશાળ વૃક્ષોની વચ્ચે આવેલું હતું.આશ્રમનું વાતાવરણ એકદમ શુદ્ધ અને મનને શાંતિ આપનાર હતું.રિતુ માટે તેજપ્રકાશજીએ ગાડીની વ્યવસ્થા કરી હતી.તેઓ પોતે ચાલીને આવ્યાં  હતા અહીં સુધી.

રિતુ રડીરડીને બેહાલ હતી.તે હિંમત હારી ગઇ હતી.આશ્રમમાં આવતા જ તે બેભાન થઇ ગઇ.તેની મમ્મીએ ચિસ પાડી.તેજપ્રકાશજી ત્યાં આવ્યાં.તેમણે ગંભીર વદને રિતુ સામે જોયું.તેમણે ત્યાં હાજર સેવિકાને કહ્યું રિતુને અંદર રૂમમાં સુવાડવા.બે ત્રણ સેવિકા આવીને રિતુને એક સાવ સાદી ઓરડીમાં સુવાડી.
"સ્વામીજી,મારી દિકરી બેજીવી છે.તેને અને તેના બાળકને બચાવી લો."રિતુના મમ્મી બે હાથ જોડીને બોલ્યા.

શું  ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ રુદ્ર,અાશુ અને રુહીને મળશે?
માસ્ટરમાઇન્ડ કોણ છે આ બધાં પાછળ?હેત ગજરાલ,આદિત્ય કે કોઇ બીજું ?
અભિષેક ક્યાં છે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Rajnikant Bhatia

Rajnikant Bhatia 6 માસ પહેલા

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 6 માસ પહેલા

Asha Patel

Asha Patel 6 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 7 માસ પહેલા

rasilapatel

rasilapatel 7 માસ પહેલા