Ek Pooonamni Raat - 14 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-14

એક પૂનમની રાત
પ્રકરણ-14
અચાનક થયેલા મીલીંદનાં અપમૃત્યુથી બધાંજ ડઘાઇ ગયેલાં જ્યાં ખુશીનો માહોલ હતો ત્યાં આતંક અને આક્રંદનો માહોલ બની ગયો. કોઇ આ આધાત પચાવી શકે એમ નહોતાં. બધાને ખૂબજ ઝટકો લાગેલો. આવું થવાનું કારણ સમજાતું નહોતું. અકળગતિ થઇ ગઇ હતી. દેવાંશ હજી સાચુંજ નહોતો માની રહ્યો કે આવું થાયજ કેવી રીતે ? એનો ખાસ મિત્ર આમ એની રાહ જોતો અચાનક દુનિયા છોડીને જતો રહ્યો.
દેવાંશ એની વંદના દીદીને વળગીને ખૂબ રડી રહેલો દીદી આવું કેવી રીતે થયું મારું મન માનવાજ તૈયાર નથી ત્યાં ડોક્ટર બહાર આવીને રીપોર્ટ આપે છે કે અમારી તપાસ પ્રમાણે એનાં શરીરમાં આલ્કોહોલ મળી આવ્યો છે કોઇ બીજા લક્ષણ નથી એને શોટ સર્કીટથી કંઇ થયુ નથી પણ આશ્ચ્રર્ય એ વાતનું છે કે એનાં મગજનો ભાગ સૂજી ગયો છે અને જીવ નીકળતાં પહેલાં એને ખૂબજ ગૂંગળામણ થઇ છે અને મોઢાંની અંદર કોઇ ઘા જેવું દેખાય છે. પણ એ બહારથી કરેલો ઘા નથી એનાં શરીરનું લોહી માથાનાં ભાગે અને મોં દ્વારા બહાર વહી ગયું હતું.
સિધ્ધાર્થે કહ્યું પણ ડોક્ટર તમે રીપોર્ટમાં દર્શાવેલ લક્ષ્ણો પ્રમાણે એનું મોત કેવી રીતે થયુ ? માથું પછડાવાથી કે મૃત્યુ પહેલાં એને કંઇ થયું છે ? સ્પષ્ટતા કરો.
ડોક્ટરે કહ્યું ઉપર ટેરેસ પડી નીચે પછડાયો એ માથામાં ઇજા થવાથી હેમરેજ થયું પરંતુ... એ અટક્યા એટલે સિધ્ધાર્થે કહ્યું પરંતુ શું ? ડોક્ટર અમારાં માટે એ જાણવું જરૂરી છે. ડોક્ટરે કહ્યું અમારાં માટે પણ આશ્ચ્રર્ય છે કે એ પછડાયો નીચે એ પહેલાં એનાં ગળામાં ઇજા પહોચી છે એની જીભ ખેંચાઇ ગઇ હતી અને અંદર શ્વાસ રૂંધાયો હોવો જોઇએ પણ એ કારણ સમજાતું નથી.
દેવાંશ આ બધી વાતો સાંભળીને આશ્ચ્રર્ય પામી ગયો એને એનું વાંચેલુ યાદ આવી ગયું અને એ ગભરાયો પણ કંઇ બોલ્યો નહીં એને એ વાંચનનું આખું પ્રકરણ યાદ આવી ગયું પણ અત્યારે અહીં એ બોલવું કે જણાવવું યોગ્ય ના લાગ્યુ એ હતપ્રભ થઇ ગયો એની વાચાજ વણાઇ ગઇ હતી એ આગળ ડોક્ટર અને સિધ્ધાર્થ અંકલની વાતો સાંભળી રહ્યો.
ઇન્સપેક્ટર સિધ્ધાર્થે કહ્યું આ રીપોર્ટનો અભ્યાસ કરીશું પણ આમા આપધાત જેવો કેસ લાગે છે. વધુ તપાસની હાલ જરૂર નથી પછી કાલે આમાં આગળ પગલાં ભરીશું વિક્રમસિહે પણ સિધ્ધાર્થની વાત માન્ય રાખી અને અભિષેકને કહ્યું તમે મીલીંદની લાશ ઘરે લઇ જઇ શકો છો અને તમારાં રીતરીવાજ પ્રમાણે એને અગ્નિદાહ આપી અને ધાર્મિક વિધી નિપટાવી શકો છો. એ મૃત્યુ પામ્યો છે અને આ સર્ટીફીકેટ સાથે લઇ જઇ શકો છો.
અભિષેક રડતી આંખે વંદનાને સમજાવે છે અને દેવાંશ પણ એલોકો સાથે મીલીંદને શબવાહીનીમાં ઘરે લઇ જવાની તૈયારી કરે છે. તેઓ બધાં ઘરે મીલીંદની લાશને લઇને જવા નીકળી જાય છે.
સિધ્ધાર્થે ડોક્ટરને કહ્યું તમારી કોઇ સલાહ કે તમારો અભિપ્રાય જરૂર પડશે તો અમે આપનો સંપર્ક કરીશું એમ કહી બીજી રીપોર્ટની અને સર્ટીફીકેટની કોપી લઇને આપનાં કાર્યાલય જવા નીકળે છે. વિક્રમસિંહે કહ્યું સિધ્ધાર્થ તમે દેવાંશને સમજાવીને ઘરે લઇ આવો. કાલે સવારે એ ભલે જતો એ શારીરિક અને માનસિક ખૂબ થાકેલો છે. એમ કહીને તેઓ પણ કાર્યાલય જવા નીકળી ગયાં.
સિધ્ધાર્થે એમની સાથે માત્ર કાળુભાને લીધા અને બાકીના કોન્સ્ટેબલને કાર્યલય જવા માટે સૂચના આપી રાત્રીનાં લગભગ 12 વાગી ગયાં હતાં. સિધ્ધાર્થ કાળુભા સાથે મીલીંદનાં ઘરે પહોચ્યાં.
મીલીંદની લાશ ઘરે પહોચી ગઇ હતી. ત્યાં આક્રંદ ચાલી રહ્યુ હતું કોઇને માન્યામાં નહોતું આવી રહ્યું કે મીલીંદ મૃત્યુ પામ્યો છે. સિધ્ધાર્થે ત્યાં જઇને દેવાંશને સમજાવીને કહ્યું દેવું ચાલો ઘરે કાલે સવારે અહીં આવજે. હમણાં ઘરે ચાલ. ઘણી સમજાવટ પછી દેવાંશ આવવા તૈયાર થયો.
સિધ્ધાર્થે - કાળુભા અને દેવાંશ ઘરે પાછા આવવા માટે નીકળ્યાં દેવાંશનું મૌન સિધ્ધાર્થને અકળાવી રહેલું સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તને શું લાગે છે ? મીલીંદ સાથે શું થયું હોવુ જોઇએ ? આમ અચાનક જુવાન જોધ યુવાન મૃત્યુ પામી જાય એ પણ અકસ્માતે ઉપરથી પડીને.... આટલું સાંભળતા દેવાંશથી ચીસ પડાઇ ગઇ એણે રડતાં રડતાં કહ્યું અંકલ આ અકસ્માત નથી આ આપધાત નથી આ કોઇ ઉપરથી પડીને થયેલું મોત નથી.. સિધ્ધાર્થને આશ્ચ્રર્ય થયું અરે આટલું સ્પષ્ટતો આપણે જોઇને અવ્યાં છીએ તો કેવું મોત છે ?
દેવાંશે કહ્યું આ અપમૃત્યુ છે આ કોઇ અગમ્ય રીતે ગયેલો જીવ છે આ કુદરતી મૃત્યુજ નથી મને ચોક્કસ એવો વહેમ છે.. વહેમ પણ નથી ખાત્રી છે આ મીલીંદનો કોઇ બૂરી -કાળી શક્તિએ જીવ લીધો છે. ચોક્કસ કહું છું.
સિધ્ધાર્થે આશ્ચ્રર્ય અને આધાત સાથે કહ્યું અરે તું આ ક્યા આધાર પુરાવાએ આવું કહી રહ્યો છે ? કંઇ કાળી શક્તિએ એનો જીવ લીધો છે ?
દેવાંશે કહ્યું અંકલ તમને સાચું નહી લાગે તમે નહીં માનો પણ જે રીતે ડોક્ટર કહી રહેલાં એ પ્રમાણે એને નીચે ફેંકવામાં આવ્યો છે . કોઇ કાળી શક્તિએ આ ખેલ કર્યો છે એમાં મીલીંદનો જીવ ગયો છે એનાં નીચે પડવાં પહેલાં કોઇ કાળી શક્તિ એનાં શરીરમાં પ્રવેશી હશે અને એને ગૂંગળાવી દીધો હશે એ હવાતીયા મારતાં જીવ બચાવવા તરફડતો હશે એમાંજ એ ઉપરથી નીચે પડ્યો હોવો જોઇએ. એક પેગ ડ્રીંક લઇને કોઈ ટેરસ પરથી નીચે ભૂસ્કો ના મારે.
અને મીલીંદ શા માટે ભૂસ્કો મારે એને કોઇ વાતે તકલીફ નહોતી કોઇ દુઃખ નહોતું. એ ખૂબ આનંદી અને સંતોષી કુટુંબને પ્રેમ કરનારો છોકરો હતો ખૂબજ લાગણીશીલ હતો વંદના દીદી માટે ખૂબ લગાવ હતો.
સિધ્ધાર્થે દેવાંશને સાંભળી રહેલો એણે વધુ સાંભળ્યાં પછી પૂછ્યું તો એ કાળી શક્તિ કોણ હોઇ શકે ? એનું કોઇ શત્રૂ હતું કોઇએ પ્રયોગ કરેલો ? એમાં આશય આવું કરવા પાછળ શું હોઇ શકે ?
દેવાંશે કહ્યું એ નથી ખબર પડતી પણ હું એ શોધી નાંખીશ એ ચોક્કસ મેં મારો ભાઇથી વધુ એવો મિત્ર ખોયો છે. આખો દિવસ આજનો આ બધી શક્તિઓનાં પરચાનોજ ગયો છે. મારું માથું ભમી ગયું છે.
સિધ્ધાર્થે સમજીને વાત બદલતા કહ્યું દેવાંશ જે હશે એ હવે તું આનાં અંગે વધારે વિચારો ના કરીશ આમ પણ આજે આપણે માનસિક - શારીરિક ખૂબજ થાકેલાં છીએ તને ઘરે ડ્રોપ કરીને અમે પણ કાર્યાલય જઇને ઘરે જઇશું. તું આજે અને કાલે આરામ કર રાત્રીનો 1 વાગવા આવ્યો છે વધુ પડતી માનસિક તાણ સારી નહીં પ્લીઝ આરામ કરજે.
આમ વાતો કરતાં દેવાંશનું ઘર આવી ગયું અને દેવાંશે કહ્યું હાં એકલ હું આરામ કરીશ તમે ટેન્શન ના લેતાં. પાપાને પણ કહેજો ઘરે આવી જાય. હું જઊ એમ કહીને એ જીપમાંથી ઉતરીને ઘરે આવ્યો એમ બેલ માર્યો ત્યાં એનાં મંમી આવ્યાં એમણે રડતાં રડતાં કહ્યું દેવું ખરુ થઇ ગયું. મીલીંદ આમ અચાનકજ....
દેવાંશે પૂછ્યું માં તને કોણે કહ્યું ? માંએ કહ્યું તારાં પાપાનો ફોન હતો તેઓ હમણાં આવેજ છે. તું પણ કોઇ ચિંતા અને વિચારો કર્યા વિના ફ્રેશ થઇ કપડાં બદલીને જમીને સૂઇ જા તારાં કપડાં બધાં લોહી વાળા છે.
દેવાંશે કહ્યું માં હુ ન્હાઇ લઊં પણ જમવાની વાત ના કર મારાથી એક અનન્નો દાણો મોઢાંમા નહી જાય જે બધુ મે જોયુ છે એ મારી આંખ સામેથી ખસતુ નથી એમ કહીને એ સીધો ન્હાવા માટે જતો રહ્યો.
દેવાંશ ન્હાઇધોઇ કપડા બદલીને આવ્યો અને એની મંમીએ કહ્યું હું સમજુ છું જમાશે નહીં તારાથી પણ આટલો ગ્લાસ દૂધ પી લે પ્લીઝ એમણે સાથે લાવેલા એ ગરમ દૂધનો ગ્લાસ દેવાંશને સમજાવીને આપ્યો.
દેવાંશ દૂધ પીને એનાં રૂમમાં આવ્યો. દૂધ પીવાથી એને સારું લાગેલું એ એનાં બેડ પર આડો પડ્યો. એની આંખ સામે વારે વારે મીલીંદનો લોહીલોહાણ ચહેરો અને દેહ જ આવી રહેલો. એ સૂવા માટે પ્રયત્ન કરી રહેલો. એનું શરીર અને મન બંન્ને ખૂબ થાકેલું હતું એની આંખો ઘેરાઇ રહી હતી આ એને કોઇ ખડખડાટ હસતું હોય એવું સંભળાયુ એણે અંધારામાં જોવા પ્રયત્ન કર્યો અને જોયું કે....
વધુ આવતા અંકે - પ્રકરણ - 15

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED