ચાંદની - પાર્ટ 18 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 18

રાજ ચાંદનીના રૂમમાં થી તેની ડાયરી લઈ ને વાંચતો હતો અને થોડીવાર બાદ અચાનક ચાંદની તેના રૂમમાં આવી ડાયરી વિશે પૂછી તેના પર ખૂબ ગુસ્સે થાય છે હવે આગળ...

ચાંદની ને ગુસ્સાથી લાલ ચોળ જોઈ થીડી વાર તો રાજ ખૂબ ડરી જાય છે..ચાંદનીને શું કહેવું ,શું કરવું,તે સમજાતું નહોતું..પણ આખરે પરિસ્થિતિને સંભાળવી જ રહી .અને વળી પોતે જે પણ કર્યું તે ચાંદની માટે જ કર્યું હતું તેમ વિચારી હિંમત કરી તે બોલ્યો...

"ચાંદની એક વાર મારી વાત સાંભળી લે ...પછી તું જે સજા આપીશ તે મને મંજુર છે.."

રાજ ચાંદનીની નજીક જઈ તેનો હાથ પકડી તેને બેડ પર. બેસાડી તેને પાણી પીવડાવ્યું..પછી પોતે નીચે તેના પગ પાસે બેસી ..તેના બંને હાથ પોતાના હાથમાં લઈ ..નજર થી નજર મિલાવી તેણે ચાંદની ને પ્રેમ થી સમજાવવાની શરૂઆત કરી..હવે ચાંદની થોડી શાંત થઈ હતી..

"ચાંદની તારા દિલ પર હાથ રાખી એક વાર વિચાર...શું હું તારો વિશ્વાસ તોડું?? હા તારી ડાયરી મારી પાસે છે ...મે તેમાંથી થોડા પન્ના વાંચ્યા પણ ખરા..પણ તેનો ઇન્ટેન્સ ફક્ત એક જ હતું તારા દિલમાં ધરબાયેલા દર્દ ના કારણ ને જાણી તેને ઝડ મૂળમાંથી દૂર કરવાની કોશિશ.."

"વારંવાર તને આમ પળ વારમાં દર્દમાં ધકેલાતી જોઈ મારા દિલ પર શું વીતે છે તેનો તને અંદાઝ પણ નથી... હું તો તારા રૂમમાં ફક્ત એ માટે આવ્યો હતો કે તું સૂતી કે નહિ..તું બરોબર છે કે નહિ..બસ એટલે જ આવ્યો હતો.. પણ આવીને જોયું તો તું ઊંઘતી હતી ..તને નિરાંતે ઊંઘતી જોઈ મારા મનને ટાઢક થઈ..બસ હું બહાર નીકળતો જ હતો ને..મારી નઝર તારી ડાયરી પર પડી.. તારી પર્સનલ ડાયરી મારાથી ના વંચાય ..પેલી નજરે મને એ જ વિચાર આવ્યો હતો..પણ તરત જ તારા પાસ્ટ નો વિચાર આવતા યોગ્ય અયોગ્ય..ના વિચારો ઊડી ગયા..મારી આંખ સામે ફક્ત તારો માસૂમ ચહેરો અને તેની ખુશી દેખાતી હતી.."

"તારા ચહેરાની ખુશી માટે આ ડાયરી તો શું..હું મારા જીવનને પણ દાવ લગાવતા એક પળ નો પણ વિચાર ના કરું..તારા માટે હું કંઈ પણ કરી છૂટું..હજુ તને વિશ્વાસ ન આવતો હોય તો તું જે આપે તે સજા મંજુર છે મને.."

રાજની વાત સાંભળી ચાંદની ને પોતાના ગુસ્સા પર ખૂબ પસ્તાવો થયો ..તેણે રાજને નીચે થી ઉભો કરી પોતાની પાસે બેસાડ્યો..

"રાજ મે ઉતાવળમાં ઓવર રિએક્ટ કર્યું..તે તો હંમેશા મને દરેક પરિસ્થિતિમાં સંભળી છે..તારા સાથના લીધે હું અત્યારે જીવી રહી છું..નહીતો સુપર સ્ટાર ચાંદની અત્યારે ક્યાંય ગુમનામી ની જિંદગીમાં ખોવાઈ ગઈ હોત..કદાચ જીવિત પણ ના હોત...તારો સાથ અને તારી નિસ્વાર્થ મિત્રતા એ મને નવી જિંદગી આપી..

ચાંદની ના આ શબ્દો સાંભળતાં જ રાજે પોતાનો હાથ ચાંદની ના હોઠ પર મૂકી દીધો..અને આંખોમાં સંવેદનાના બુંદો સાથે બોલ્યો..

"ચાંદની આજ પછી ક્યારેય આવુ ના બોલીશ.. બસ તારા આ દર્દના સૈલબને હું ક્યાંય દૂર દૂર ધકેલવા માંગુ છું..પણ બસ એના માટે મારે તારો વિશ્વાસ અને સાથ જોઈએ.."

ચાંદની રાજ ને વળગી પડી .. તેની આંખોમાં થી જાણે આંસુઓ રોકાતા ના હતા.. રાજે તેને સાંત્વના આપી અને ચૂપ કરાવી..

પોતાની પાસેની ડાયરી તેણે ચાંદનીના હાથમાં આપી અને કહ્યું..

"ચાંદની હવે મારે આ ડાયરી ની જરૂર નથી ..મને વિશ્વાસ છે તું સામે થી મને બધું કહીશ..પણ અત્યારે હવે તું બધું વિચારવાનું છોડી સુઈ જા.."

રાજે ચાંદનીને તેના રૂમમાં મૂકી તેને સુવડાવી ..પોતે પોતાના બેડ પર આડો પડ્યો..તે સુવા માંગતો હતો..પણ વિચારોના વંટોળો એ તેને ઘેરી લીધો હતો.. તેના ઝહેન માં એક નામ ગુંજતું હતું.." અનુરાગ" ..

અનુરાગ વિશે તે વધુ જાણવા બેતાબ થયો હતો... તેણે ઘડિયાળ જોયું..રાતના ૩ વાગ્યા હતા.. તેણે મોબાઈલ કાઢી ditectiv મિસ્ટર વાગ્લે ને મેસેજ કર્યો..

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 8 માસ પહેલા

sonal

sonal 8 માસ પહેલા

Reena

Reena 10 માસ પહેલા

Amrutbhai makwana

Amrutbhai makwana 10 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા