ચાંદની - પાર્ટ 16 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 16
રાજ અને ચાંદની લંડન ટ્રીપ પરથી પાછા ફરે છે અને માસીબા તેમને એરપોર્ટે થી તેડી ઘરે લાવે છે..રાત્રે બધા જમીને સુવા જાય છે ..ત્યારે રાજ શહેરના મશહૂર ditectiv મિસ્ટર વાગ્લે ને ફોન કરે છે હવે આગળ...

મિસ્ટર વાગ્લે શહેરના ખૂબ મશહૂર ditectiv છે..કોઈ પણ વ્યક્તિ કે કેસની તપાસ હાથ પર લે તો તે કેસ સાથે જોડાયેલ  નાનામાં નાની બાબત ને પણ શોધી કાઢે..તે ખૂબ પ્રમાણિક અને કડક મિજાજના હતા..કોઈ પૈસાના જોરે તેની પાસે કામ ના કરાવી શકે..કોઈ પણ કેસ પોતાને યોગ્ય લાગે તો જ હાથમાં લે બાકી કરોડો રૂપિયા આપે તો પણ ના લે...મિસ્ટર વાગ્લે રાજને નહોતા ઓળખતા પણ માસીબા ને  સારી રીતે ઓળખતા.. મિસ્ટર વાગલે ખૂબ ધૂની માણસ હતા..પોતાની મરજી મુજબ કામ કરતા..તે કોઈ કેસની તૈયારી કરતા હતા ત્યાં રાજનો ફોન તેના મોબાઇલ માં આવે છે..

રાજ: "હેલ્લો સર હું રાજ મલ્હોત્રા બોલું છું.."

મિસ્ટર વાગલે:" કોણ રાજ..? "

રાજ: "હું  વીણા મલ્હોત્રા નો પુત્ર.."

મિસ્ટર વાગલે:" ઓહ યેસ, યેસ,બોલ શું કામ હતું..?

રાજ:" સર એક જરૂરી કામ માટે તમને મળવું છે..કાલે સવારે મળી શકીએ..?"

મિસ્ટર વાગલે :" હા ..કાલે ૧૦ વાગ્યે તમે જ્યાં કહો ત્યાં.."

રાજ:" ઓકે ..હું એડ્રેસ સેન્ડ કરું..સર આપનો ખુબ ખુબ આભાર.."

મિસ્ટર વાગ્લે: " અરે આભાર શાનો.. વીણા બહેને સમાજ માટે ઘણું કરે છે..તો હું તેના પુત્ર માટે થોડું તો કરી શકુને.."

રાજ " સર એક રિકવેસ્ટ છે મમ્મી ને આ બાબતે કશું ના કહેતા ..કાલે મળી બધી વાત કરીશ.."

મિસ્ટર વાગ્લે: " ઓકે બાય"
રાજ :" બાય."

રાજ ના મનને થોડી રાહત થઈ..તે ફોન પતાવી બેડ રૂમમાં આવ્યો ...તરત તેને ચાંદનીનો ખ્યાલ આવ્યો..તે સૂતી કે નહિ ..તે જાણવા તેના રૂમ તરફ ગયો..નોક કરવું કે નહિ તેમ વિચારતો હતો ત્યાં જોયું તો દરવાજો થોડો ખુલ્લો હતો.. તેણે તિરાડ માંથી જોયું તો ચાંદની ઘસઘસટ ઊંઘતી હતી...

રાજે ધીરેથી દરવાજો ખોલી અંદર દાખલ થયો..ચાંદનીને ગાઢ નિંદ્રામાં સુતેલી જોઈ તેના મનને અજીબ શાંતિ મળી...
ગુલાબી મખમલી નાઇટી માં તે ખૂબ સુંદર લાગી રહી હતી..તેના સુંદર કેશની એક લટ તેના ચહેરા પર લહેરાતી હતી..કોઈ પણ મેકઅપ વગર પણ તે આસમાનના ચાંદની જેમ ચમકતી હતી..રાજ કેટલીય વાર સુધી તેને અપલક નજરે તેને જોતો રહ્યો...જ્યારે તે રૂમની બહાર નીકળવા જતો હતો ત્યાજ તેની નજર બેડ પાસે આવેલ ટેબલ પર પડી ..રાજ નજીક ગયો જોયું તો ત્યાં એક ડાયરી ને પેન પડ્યા હતા..ચાંદની કઈક લખતા લખતા જ સુઈ ગઈ હોય તેમ રાજને લાગ્યું..

રાજે ડાયરી હાથમાં લીધી..એક પળ વિચાર આવ્યો આ તેની પર્સનલ ડાયરી છે ..આમ પૂછ્યા વગર ના લેવાય..પણ અચાનક તેની નજર ડાયરી ના મુખપૃષ્ઠ પર પડી  જ્યાં એમ્બોઝ પેન્ટિંગ  થી " અનુરાગ" લખ્યું હતું...

રાજે તરત જ ડાયરી  પોતે લઈ   લીધી અને ઝડપ થી રૂમની બહાર નીકળી ગયો...

રાજ પોતાના રૂમમાં આવી રૂમને અંદર થી લોક કર્યો .. તેણે વિચાર્યું આમાંથી ચાંદનીના ભૂતકાળ વિશે જરૂર જાણવા મળશે..પણ ચાંદની ઊઠે તે પહેલાં ડાયરીને એજ રીતે તેના રૂમમાં ટેબલ પર મૂકી દેવી પડશે..

તેણે  ઝડપથી બેડ પર બેસી ડાયરી ખોલી..શરૂઆતના ૩ થી ૪ પેજ કોર હતા...પછીના પેજ પર લખ્યું હતું ..રાજે વાચવાનું શરૂ કર્યું....

ચાંદનીની ડાયરી તેના શબ્દોમાં..

ઘરની પાર્ટીમાં અનુરાગને પ્રથમ વાર જોયો..જોતા જ તે ખૂબ જાણીતો હોય તેવું લાગ્યું..જાણે હું તેને વર્ષો થી ઓળખતી હોય તેવું લાગ્યું..જાણે ચાંદનીને પોતાનો ચાંદ મળી ગયો...

તે અંજલી નો કઝીન છે તે જાણી ખુશી થઈ..આજે આખી પાર્ટીમાં અનુરાગની નજર વારંવાર મને શોધતી હતી.. તે વાત નો ખ્યાલ મને આવી ગયો હતો.. પણ શરમના માર્યે હું તેની સામે જોઈ નહોતી શકતી..જ્યારે તે મને અને અંજલિને કોલેજ એડમિશન માટે લઈ ગયો..ત્યારે પણ તેની સાથે વાત કરવાનું ખૂબ મન હતું પણ હું કાઇ બોલી ના શકી...

જ્યારે તેની જ કોલેજમાં મારું એડમિશન થયું તે જાણી હું પણ  હવા સાથે ઉડવા લાગી મારી  ખુશીનો કોઈ પાર નહોતો..હવે રોજ તેને જોઈ શકાશે તે વિચારીને જ મારું મન હિલોળે ચડ્યું હતું..

આજે કોલેજ નો પહેલો દિવસ હતો...
શું પહેરું તેની મથામણમાં આખો કબાટ ફેંદી વળી...આખરે મારો પ્રિય કલર સફેદ રંગનો ફૂલ  સ્લિવ નો ચુડીદાર ડ્રેસ પહેરી વાળને ખુલ્લા રાખી હું અંજલિના ઘરે પહોંચી...

અંજલી અને અનુરાગ મારી રાહ જોઈ ઊભા હતા..તેની અને મારી નજરો મળી પહેલી વાર હું તેની સામે જોઈ હસી..
થોડીવારમાં કોલેજ પહોંચ્યા..આખા રસ્તે તે સાઇડ ગ્લાસમાંથી મને જોઈ રહ્યો હતો...હું પણ ક્યારેક ક્યારેક તેની સામે જોઈ લેતી..અને અમારી નજરો એક થઈ જતી...જાણે નજરોથી જ કેટલીય વાતો થઈ ગઈ હોય તેવો અહેસાસ થતો...

મને શું થઈ રહ્યું છે તે હું સમજી નહોતી શક્તી..એક અજીબ અહેસાસ મને અનુરાગ મય કરી રહ્યો હતો...

રોજ ભણવામાં તલ્લીન રહેતી હું..આજે કોઈ લેક્ચર માં ચિત નહોતું ચોંટતું..ત્યાં  જ ફ્રી પીરીયડ આવતા હું ને અંજલી કોલેજના ગાર્ડનમાં આવ્યા...
અમે બેઠા હતા ત્યાં જ સામેથી અનુરાગ આવતો દેખાયો..અંજલી નો ફોન આવતા તે વાત કરવા દૂર ગઈ..
અનુરાગ મારી પાસે આવ્યો..

મારા દિલની ધડકનો તેઝ થઈ ગઈ.. શરીરમાંથી એક કંપારી પ્રસરી ગઈ ..તેના ચહેરા પર રહેતી સુંદર સ્માઇલ મને મંત્ર મુગ્ધ બનાવી ગઈ ..

તે મારી સાથે વાત કરવા મારાથી સહેજ દૂર બેસી બોલ્યો...

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Neepa

Neepa 5 માસ પહેલા

Bhakti Bhargav Thanki

Bhakti Bhargav Thanki 7 માસ પહેલા

rutvik zazadiya

rutvik zazadiya 7 માસ પહેલા