રુદ્રની રુહી... - ભાગ-108 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-108

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -108

અદિતિ રડતા રડતા તેના મમ્મીના ગળે લાગી ગઇ.
"અદિતિ,શું થયું ,બેટા?"કેતકીબેને પુછ્યું.
"બેટા,કેમ રડે છે?"પિયુષભાઇને ચિંતા થઇ.
"પપ્પા,મનોજે બીજા લગ્ન કરી લીધાં.આ જો સામે ઊભીને તે તેની બીજી પત્ની છે.તેનું નામ માયા છે."અદિતિ રડતા રડતા બોલી

"મનોજ,આ બધું શું છે?અદિતિના હોવાછતા તું અન્ય સ્ત્રી સાથે લગ્ન કેવીરીતે કરી શકે?"પિયુષભાઇએ કહ્યું.
"પપ્પ‍જી,હું પણ અદિતિનવ ક્યારનો તે જ સમજાવું છું કે આ માયા મારી પત્ની નથી."મનોજની વાતે અદિતિને આઘાતમાં નાખી.
"વોટ!શું બકવાસ કરે છે? હમણાં તો તે કીધું કે તે તારી પત્ની છે."અદિતિ તાડુકી.
"પપ્પાજી મમ્મીજી,આ માયા છે મમ્મીના સહેલી શીલાઆંટીના દિકરી.તે લોકો ગુજરાતના એક નાનકડા ગામમાં રહે છે અને માયા અહીં નોકરી કરવા આવી છે.તેમનું અહીં કોઈ ઓળખીતું નથી એટલે અહીં રહેશે અમારી સાથે."મનોજે કહ્યું.
"જુઠુ બોલે છે.તેના સેંથામાં સિંદુર છે મનોજના નામનું આજે જ તેમણે મંદિરમાં લગ્ન કર્યા છે."અદિતિ બોલી.
"અદિતિબેન,તે વાત સાચી કે મારા સેંથામાં સિંદુર છે પણ તે વાત એમ છે કે હું અને માસી આજે મંદિરમાં ગયા હતા દર્શન કરવા ત્યાં દેરીએ માથું ટેકાવતા આ કંકુ લાગી ગયું."માયા બોલી.
"વેવાઇ-વેવાણ,મારે કહેવું તો નહતું પણ આજે જ્યારે અદિતિએ વાતનું વતેસર કર્યું જ છે તો તમને જરૂર કહેવા માંગીશ.અદિતિ રોજ રોજ મોડે સુધી પાર્ટીમાં જાય છે.ઘરની એકપણ જવાબદારી નિભાવતી નથી.ત્યાંસુધી તો બરાબર હતું પણ હમણાંથી તો તે દારૂ પીને આવે છે અને એલફેલ બોલે છે.આજે પણ તે દારૂ પીને આવી છે અને તેણે મનોજને જેમ તેમ કહ્યું ,પછી તમને બોલાવ્યા."મનોજના મમ્મી રડવાનું નાટક કરતા બોલ્યા.
પિયુષભાઇએ તેને એક તમાચો જડી દીધો અને બોલ્યા,
"બસ કર અદિતિ,કેમ આટલા સારા લોકોને હેરાન કરે છે?તારો ભાઇ તો ખોટા રસ્તે ચાલ્યો ગયો પણ તું કેમ તેને અનુસરે છે.તે તો હેરાન થવાનો જ છે."

"પપ્પા,આ લોકો ખોટું બોલે છે."અદિતિએ કહ્યું.

"અદિતિ,બસ તું આવુંને આવું કરીશને તો મનોજ સાચે બીજા લગ્ન કરી લેશે.માફી માંગ અને આજ પછી દારૂ નથી પીવાનો."કેતકીબેન ગુસ્સામાં બોલ્યા.

"મમ્મીજી પપ્પાજી,હું અદિતિને ખુબ પ્રેમ કરું છું અને તેને દગો નહીં આપું."મનોજે કહ્યું.

"અમે અદિતિ તરફથી માફી માંગીએ છે.તે હવે આવું નહીં કરે.અમે રજા લઇએ."પિયુષભાઇએ બે હાથ જોડીને માફી માંગી અને તે લોકો ત્યાંથી જતા રહ્યા.

તેમના ગયા પછી અદિતિ મુંઝાઇને ઊભી હતી અને મનોજ તથાં માયા હસતા હતા.
અદિતિ બોલી"તો તમે નાટક કરતા હતાને મારા માતાપિતા સામે?"
માયા બોલી "હાસ્તો,તું ગમે તે કર પણ તું બહારની દુનિયા સામે ક્યારેય સાબિત નહીં કરી શકે કે અમે પતિપત્ની છીએ."
અદિતિ બોલી,"એ તો જોયું જશે.તું ખોટી વ્યક્તિ સામે પડી છો.પસ્તાઇશ."આટલું કહીને તે પોતાના બેડરૂમ તરફ જવા લાગી.માયા તેના રસ્તા આગળ આવીને ઊભી રહી અને બોલી,
" અદિતિ,આજથી તું ગેસ્ટરૂમમાં રહીશ.તારો બધો સામાન ત્યાં પહોંચી ગયો છે.નાનકડી પીન પણ આ રૂમમાં નથી."
અદિતિએ તેને લાફો મારવા હાથ ઉગામ્યો.જે માયાએ પકડી લીધો અને સામે તેના બન્ને ગાલ પર એક એક લાફો માર્યો અને બોલી,
"તને આ ઘરમાં રહેવું હોયને તો તે જ રૂમમાં રહેવું પડશે નહીંતર નિકળ આ ઘરમાંથી.આમપણ આજે મારી અને મનોજની મધુરજની છે.તો પ્લીઝ મુડ ના બગાડીશ."
અદિતિ પગ પછાડતી પછાડતી ગેસ્ટરૂમમાં જતી રહી અને રડવા લાગી.તેણે રડતા રડતા આ વાતની ફરિયાદ આદિત્યને કરી.
"રડ નહીં.હું કરું છું તારી વાતનો વિશ્વાસ મમ્મીપપ્પા ભલે ના કરે.અત્યારે સુઇ જા આપણે કાલે વાત કરીશું.તું મને અહીં જબ્બારભાઇના બંગલે મળવા આવજે."આદિત્યે કહ્યું.
"સારું ભાઇ.ગુડ નાઇટ."અદિતિ બોલી.
તે સુઇ તો ગઇ પણ તેનું મન હજીપણ આ વાત માનવા તૈયાર ના હતું.તેણે વિચાર્યું,

"શું ખરેખર મનોજે બીજા લગ્ન કર્યા હશે?ના, તે તો મને એટલો પ્રેમ કરતો હતો કે મારો ગુસ્સો પણ શાંતિથી સાંભળી લેતો.હા....બની શકે કે મને પાઠ ભણાવવા તેણે આ નાટક કર્યું હોય.

એક મીનીટ હું હમણા તેના બેડરૂમ પાસે છુપાઇને જોવું.તે બન્ને અલગ અલગ સુતા હશે તો મારો શક સાચો અને મને લાગે છે એવું જ હશે તે બન્ને અલગ અલગ જ સુતા હશે.

હા હા મનોજ ડાર્લિંગ, તને શું લાગે છે,કે તું અદિતિને ઉલ્લુ બનાવીશ.હું ખુબજ સ્માર્ટ છું શેતાની દિમાગ છે મારું.હમણા તારો ભાંડો ફોડી નાખીશ." અદિતિ અટહાસ્ય કરતા ઊભી થઇ.

ધીમેધીમે તે પોતાના રૂમમાંથી બહાર નિકળી અને મનોજના બેડરૂમ તરફ ગઇ.ત્યાં બહાર ગેલેરી તરફ એક બારી હતી જેના કાચમાં તિરાડ હતી.જેમાંથી બેડરૂમની અંદર જોઇ શકાતું.તેણે ગેલેરીમાં જઇને તે કાચમાંની તિરાડમાંથી અંદર જોયું.

*******

" આ શું બોલે છે તું ?રુહી,તું માઁ બનવા નથી માંગતી.આપણા બાળકને જન્મ આપવા નથી માંગતી.તું તો કહેતી હતી કે મારા બાળકની માઁ બનવું તારું સૌભાગ્ય હશે.તો હવે શું થયું ?"અત્યાર સુધી પ્રેમથી વાત કરી રહેલા રુદ્રનો સ્વર બદલાઇ ગયો.

"હા,તે વાત તો હું હજીપણ કહીશ કે તમારા બાળકની માઁ બનવું મારા જીવનની સૌથી અમુલ્ય ક્ષણ અને સૌભાગ્ય હશે પણ..."રુહી આટલું બોલતા અટકી ગઇ.
"પણ શું ?" રુદ્રે થોડા કડક અવાજમાં પુછ્યું.

રુહી રુદ્ર પાસે આવી તેની છાતીમાં પોતાનું માથું છુપાવી અને બોલી,

"રુદ્ર,રિતુ અને અભિષેક બન્ને આપણા માટે ખાસ છે.અભિષેક તમારોભાઇ ગણો કે પરિવાર એક જ છે.આજે તેના જીવનમાં આટલી તકલીફો પછી ખુશી આવી છે.તો આપણે રિતુનું વધારે ધ્યાન રાખવું જોઇએ.આવામાં હું પણ માઁ બનવાની હોઉ તો મારું ,રિતુનું અને રુચિનું ધ્યાન રાખવાનું કાકીમાઁને કેટલું અઘરું પડે.

આમપણ આપણી પાસે તો આરુહ છે.હા તમને પણ મન હોય કે તમારું પોતાનું બાળક હોય.એ તો થોડા સમય પછી પણ આવી શકેને."
રુદ્ર ખુબજ ગુસ્સે થયો અને રુહીનો હાથ મરોડ્યો.
રુદ્ર ,મને દુખે છે.શું કરો છો?" રુહી દર્દમાં કરાહતા બોલી

"મને પણ દુખી તારી વાત.તે એમ કેમ.કહ્યું કે મને મારા પોતાના બાળકની અાશા હોય.કેમ આરુહ મારોદિકરો નથી?જ્યારથી મે તને મારી બનાવી ત્યારથી મેઆરુહને પણ મારો બનાવી લીધો છે.શું કોઇ કમી રહી ગઇ છે મારા આરુહ તરફના પ્રેમમાં ?"રુદ્રના અવાજમાં તકલીફ હતી.તેણે રુહીનો હાથ છોડી દીધો.રુહી રડવા લાગી.

"આઇ એમ સોરી."રુહી માત્ર એટલું જ બોલી શકી.

રુદ્રએ તેને પોતાના તરફ ખેંચી અને તેના આંસુ લુછ્યાં.

"આઇ એમ ઓલ્સો સોરી,બહુ દુખે છે."રુદ્રએ પુછ્યું.

જવાબમાં રુહીએ નકારમાં માથું હલાવ્યું.

રુદ્રએ કહ્યું " રુહી,મને તારો નિર્ણય બરાબર લાગ્યો.અભિષેક અને રિતુ માટે આપણે આ સમય વધુ ખાસ બનાવીશું.તેના પછી આપણે આપણું બાળક પ્લાન કરીશું પણ તેનો મતલબ એ નથી કે આપણે રોમાન્સ ના કરી શકીએ." આટલું કહીને રુદ્રએ રુહીને નજીક ખેંચી અને તેના ગરદન પર ચુમ્યું.એકબીજાના પ્રેમમાં મશગુલ થઇ ગયા.

આદિત્ય ખુબજ ગુસ્સામાં હતો એક તો સીડી ગાયબ હતી,અદિતિના ઘરે આવેલી નવી મુસીબત અને રુચિ માઁ બનવાની હતી તે સમાચાર.તેણે રુચિનો નવો નંબર શોધી લીધો હતો.તેણે તેને ફોન લગાવ્યો.આદિત્યને શંકા હતી કે તે સીડી હેત ગજરાલના કહેવા પર તેના જમાઇએ એટલે કે શોર્યે ત્યાંથી લીધી હતી.

"હેલો"રુચિ બોલી.

"આદિત્ય બોલું.***માઁ બનવાની છે તું.સા..જયારે મે કહ્યું હતું કે મારી સાથે લગ્ન કર,મારું ઘર સંભાળ અનેમાઁ બન મારા બાળકની ત્યારે તો તને ફિગર બગડે.મારું કરીયર બગડે તેવા બધાં બહાના સુઝતા હતા અને હવે પેલા શોર્યની પત્ની બનતા જ...તેવું શું છે તેનામાં જે મારામાં નથી?આદિત્ય નશામાં હતો.

આદિત્યનો અવાજસાંભળીને રુચિ ડરી ગઇ કેઅગર શોર્ય આવશે તો.તે તેને શું કહેશે?

"શોર્ય તારા જેવો લાલચી,દંભી અને નાલાયક નથી."રુચિ બોલી.

"એવું ડાર્લિંગ,તારો વર અહીં મુંબઇ કેમ આવ્યો હતો ખબર છે? તારા બાપના કહેવાથી.તેણે મારા ઘરે ચોરી કરી.હું તારા બાપનો એક કાળો રાઝ જાણું છું જેની સાબિતી રૂપે મારી પાસે એક સીડી છે.જેના દમ પર હું તારા બાપની બધી પ્રોપર્ટી હડપવાનો હતો.તારા બાપે તારા વરને પ્રોપર્ટીની લાલચ આપીને તે સીડી ચોરાવી.હવે બોલ કોણ દંભી ?કોણ લાલચી?"અાદિત્યની વાત રુચિ આશ્ચર્ય પામી.આદિત્યનો ફોન મુકીને રુચિ વિચારમાં પડી ગઇ.તેટલાંમાં શોર્ય આવ્યો.
રુચિ બોલી,"શોર્ય,મારે તારી સાથે અગત્યની વાત કરવી છે."
"હા,બોલ રુચિ."શોર્યે કહ્યું.તે રુચિ સામે જોઇ રહ્યો હતો.

"છેલ્લે એક વાત સાંભળી લે.હું તને કે તારી સો કોલ્ડ જેઠાણીને શાંતિથી નહીં જીવવા દઉં."આદિત્યે ફોન મુકીદીધો.તેણે તેના ખાસ માણસ જેણે આ સમાચાર આપ્યા હતા.તેને ફોન કરીને તેને હરિદ્વાર જવા કહ્યું અને તેને એક કામ સોંપ્યુ.

"સાંભળ,તારે એક સીડી શોધવાની છે.ગ્રીન કલરના કવરમાં છે.શોર્ય સિંહના ઘરે જઇને.કામમાં કોઇ ચુક ના થવી જોઈએ."

શું જોયું હશે અદિતિએ તે કાચની તિરાડમાંથી?

રુચિ અને શોર્ય વચ્ચેનો વિશ્વાસ આદિત્યની વાતથી તુટી જશે?

હવે આદિત્ય શું નવા ઉધામા કરશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Amita patel

Amita patel 2 અઠવાડિયા પહેલા

Laxmi

Laxmi 1 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા