ચાંદની - પાર્ટ14 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ14


અમદાવાદના  સેટેલાઇટ ના પોશ વિસ્તારમા આવેલ" રાજ" બંગલો ને રંગ બેરંગી ફૂલો અને ગુલદસ્તા થી સજાવવામાં આવ્યો હતો.....

બંગલાના દરેક નોકરોને રાજ અને ચાંદનીના સ્વાગત માટે અલગ અલગ કામની સોંપણી થઈ હતી....મોદી કાકા કે જે ઘરના મુખ્ય રસોઈયા હતા. જેને  ચાંદની ની દરેક પ્રિય ડીશ અને પકવાન તૈયાર કરવાનું કહ્યું હતું..આખો" રાજ" બંગલો ભાત ભાતના પકવાન  અને ફૂલો  ના મહેક્થી  મહેકતો હતો...

વીણા મલિક  કે જે રાજ ના મમ્મી અને રાજ બંગલો ના એક માત્ર માલિક હતા.. રાજ જ્યારે ૧૦ વર્ષ નો હતો ત્યારે તેના પિતાનો સ્વર્ગ વાસ થયો હતો..કરોડોની મિલકત અને રાજ એમ્પાયારનો એક માત્ર વારિસ રાજ હતો.. વીણા બહેને એકલા હાથે રાજ ને મોટો કર્યો હતો. અને પતિના વિશાળ બિઝનેસને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યો હતો..

  વીણા બહેન ઘણા અનાથ આશ્રમ , વૃધ્ધા શ્રમ ચલાવતા હતા..અમદાવાદની ઘણી મોટી મોટી હોસ્પિટલોમાં દાતા તરીકેની વીણા બહેનની નામની તકતીઓ લટકતી હતી..
સમાજ સેવિકા તરીકે વીણા બહેને એક ઊંચો આયામ પ્રાપ્ત કર્યો હતો..તેવો ખરા અર્થમાં પ્રેમ અને વાત્સલ્યની  મૂર્તિ હતા..અને ચાંદની માટે તેના માં સામાન" માસીબા " .

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

લાલ  મોટો ચાંદલો અને બનારસી સાડી આંખોમાં ગોગ્લસ, હાથમાં રજવાડી કડા,ગાળામાં લાંબો સાચા હીરાનો રજવાડી હાર .. વીણા બહેનના જાજર માન વ્યક્તિત્વ ને વધારે નિખારી રહ્યા હતા.

અમદાવાદ ના ઇન્ટરનેશનલ એર પોર્ટ પર વીણા બહેને દરેક સિક્યુરિટી ગાર્ડ સલામ ભરતા હતા .એર પોર્ટની સવ થી સુંદર લોન્જ માં  તે રાજ અને ચાંદની નો બેસબ્રીથી ઇન્તજાર કરતાં હતાં....

રાજ અને ચાંદની ની ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ હતી બંને ઇમિગ્રેશન અને બાકીની formalities પતાવી બંને બહાર આવ્યા...

ત્યાં સામેજ વીણા બહેને ઊભા હતા...ચાંદની તો દોડીને પોતાના માસીબા ને વળગી પડી...

રાજ,માસીબા અને ચાંદની ત્રણેય એર પોર્ટથી  ઘરે આવવા નીકળ્યા...

થોડી વારમાં ગાડી  રાજ બંગલો ની બહાર ઉભી રહી..


ત્રણેય જણ બંગલો માં પ્રવેશ કરે છે...ચાંદની તો જોઈ અવાચક થઈ ગઈ આખા બંગલામાં અવનવી કેન્ડલ અને પોતાના પસંદના દરેક ફૂલો થી હવેલી   મહેકતી  હતી..


પોતાના આવવાની ખુશીમાં આટલી સુંદર સજાવટ જોઈ ચાંદની ખુશીથી  જુમી ઉઠી... તેણે  નેહ નીતરતી આંખે માસીબા સામે જોયું ...જે પરિવારમાં આવ્યે તેને હજુ માંડ પાંચ વર્ષ થયાં હતાં  તે પરિવાર ચાંદનીની  ખુશી ની એક ઝલક માટે કાઇ પણ કરવા હંમેશા તત્પર રહેતા...


ચાંદની ના  પ્રાણ થી પ્યારા રાધા કિશનની એક ભવ્ય અને ખૂબ સુંદર મૂર્તિ હોલમાં રાખવામાં આવી હતી .ચાંદની તે મૂર્તિ પાસે જઈ  કહેવા લાગી..


"હે મારા  રાધે કિશન તમે મારા માતા પિતાથી ભલે મને અલગ કરી પણ માં કરતા પણ વિશેષ સ્નેહ રાખનારા માસીબા આપ્યા ..અને મારા સુખે સુખી ને દુખે દુખી તેવો ખૂબ પ્રેમાળ રાજ જેવો મિત્ર આપ્યો તેમાટે હું તમારો જેટલો ધન્યવાદ માનું તે ઓછો છે...મારા રાધે કિશન તું સદા મને આ સ્નેહની ડોરથી બાંધી રાખજે...."


માસીબા ચાંદની ની નજીક જઈ તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને  બોલ્યા..


"ચાંદની જ્યારે રાજ ના પિતાનું અવસાન થયું  ત્યારે રાજ ખૂબ નાનો હતો... વળી તેના પિતાનો ખૂબ લાડકો હતો..તેના ગયા પછી હું સાવ તૂટી ગઈ હતી રાજ ને એકલા હાથે મોટો કરવો કે આ  વિશાળ બિઝનેસ સંભાળવો ..કાઇ સમજાતું નહોતું.."


"પણ રાજના પિતાના ખાસ મિત્ર અને  બિઝનેસ પાર્ટનર આકાશ મહેરા ..કે જેને તું મહેરા અંકલ તરીકે ઓળખે છે .. તેણે મને ખૂબ હિંમત આપી રાજને પિતા સમાન પ્રેમ આપ્યો..અને આ બિઝનેસ ને ફરી ઉભો કરવામાં મને ખૂબ સાથ આપ્યો..

ક્રમશઃ

Bhumi Joshi.

રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Hansa Hirani

Hansa Hirani 5 માસ પહેલા

nice

jalpa

jalpa 5 માસ પહેલા

Neepa

Neepa 5 માસ પહેલા