ચાંદની - પાર્ટ13 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ13ક્લાઈન્ટ સાથે પોતાની મિટિંગ પતાવીને રાજ હોટેલ તરફ આવતો હતો.. રસ્તામાં કંઈક વિચાર આવતા તેણે ચાંદનીને  ફોન લગાવ્યો . બે-ત્રણ વાર ફોનની રીંગ વાગી પરંતુ ફોન રિસીવ ન થયો.. રાજને તેની ચિંતા થવા લાગી ..તે પૂર ઝડપે ગાડી દોડાવી હોટેલ પર પહોંચ્યો ..

તેણે હોટેલ પહોંચી ચાંદનીના  રૂમમાં  જોયું.. તે  લોક હતો ..નીચે આવી રિસેપ્શન પર પૂછતા કોઈને કશી ખબર ન હતી.. હવે તેની ચિંતા ખૂબ વધી રહી હતી.. ચાંદની ક્યાં શોધવી તેની મથામણમાં તે આખા હોટેલમાં આમતેમ ફરી વળ્યો... ચાંદની  કયાંય નજર ન આવી..

તે ફરી  ફટાફટ ગાડી દોડાવી હોટેલની બહાર નીકળી ગયો... ફરી તેને ચાંદનીને  ફોન લગાવ્યો.. એક મિનિટ માટે ફોન રિસિવ થયો..પણ  કંઈ વાત થાય તે પહેલાં જ  કટ થઈ ગયો... પણ તેનું કામ થઈ ગયું.. ફોનના આધારે તેણે ઝડપથી ચાંદની નું લોકેશન શોધી કાઢ્યું..

થોડીવારમાં રાજ તે જગ્યાએ પહોંચી ગયો ..જ્યાં ચાંદની ગઈ હતી... એક નાનકડા સ્ટેશનના બાંકડા પર તેણે ચાંદની ને બેઠેલી જોઈ ..તેના મનને હાશકારો થયો.. ચાંદનીનો ચહેરો જોતાં જ ચાંદનીની  મનઃ સ્થિતિનો તેને  ખ્યાલ આવી ગયો...

તે ચાંદની નજીક ગયો ..કે તરત જ ચાંદની ઊભી થઈ તેને વળગી જોર જોર થી રડવા લાગી... કેટલી વાર સુધી  ચાંદીના આંસુઓથી રાજનો ખંભો ભીંજાતો રહ્યો... અને રાજ તેને આશ્વસ્ત કરતો રહ્યો..

રાજે ચાંદનીની  હાલત જોઈ  અત્યારે કશું પૂછવાનું માંડી વાળ્યું.. અને એમ પણ તેની ફ્લાઇટ ને  હવે  ત્રણ   જ કલાક બાકી રહ્યા હતા...

રાજે  ચાંદનીનો હાથ પકડી તેને હળવેથી ગાડીમાં બેસાડી.. ગાડી ડ્રાઈવ કરી તેઓ હોટેલ પહોંચ્યા ..આખા રસ્તા પર બસ માત્ર ખામોશી હતી..  રાજે ન  કંઈ પૂછ્યું ..ન ચાંદની કશું બોલી...

બંને હોટેલ  પહોંચ્યા ..રાજની ખ્યાલ આવી ગયો હતો કે ચાંદની  એ બપોરે પણ કશું ખાધું નથી.. તેણે તરત જમવાનું ઓર્ડર  કર્યું.. અને જાણે કશું ન બન્યું હોય તેમ ચાંદની સાથે   મજાક ચાલુ કર્યો..

"ચાંદની તારા આંસુએ તો મારા નવા શર્ટની ઈસ્ત્રી બગાડી નાખી ... જોતો આવા  શર્ટ માં  તો એરહોસ્ટેસો મારી સામે પણ નહીં જુએ ..તું તો દાદ આપતી નથી.. અને બીજે જવા દેતી નથી.. હાય રે મારા કિસ્મત... આટલો સુંદર, સ્માર્ટ બેચલર અને ના કોઈ ગર્લફ્રેન્ડ... તું પરમીશન આપે તો આજે એક  એર હોસ્ટેસને તો પટાવી જ લઈશ..." ( નખરા કરતા કરતા)

તેનો ચહેરો જોઈ ચાંદની ખડખડાટ હસી પડી...તે બોલી...

"જાને કોણે રોક્યો છે તને.. આવ્યો  બવ મોટો એરહોસ્ટેસ વાળો.. જોઉં છું હું પણ કેમ.. કોઈ તારાથી પટે છે...અને મારા કરતાં વધુ તને આ તારો શર્ટ વ્હાલો છે ( બનાવટી ગુસ્સો કરતાં કરતા).."

"તારા માટે તો શર્ટ તો  શું મારી જાન પણ હાજર છે..."

ચાંદની એ તેના મો પર હાથ મૂકી દીધો...

"ફરી કદી આવું ના બોલતો...તને કશું થશે તો હું કેમ જીવીશ.."

"તારી હસી જ મારી દુનિયા છે... ચાંદની"

"મારે આજે એક પ્રોમિસ જોઈએ છે આપીશ..?"

" બોલ"..

"આજ પછી તું  ક્યાંય એકલી નહીં જાય.. અને જશે તો મને  કહી ને જઈશ.."

"પ્રોમિસ નથી આપતી પણ પ્રયત્ન જરૂર કરીશ તને કીધા વગર કે તને ચિંતા થાય તેવું કશું જ નહીં કરું.. ખુશ..?"

"હા.. thank you dear"

"ચાલ હવે જમવાનું આવી ગયું છે જમી લઈએ..ફટાફટ.."

"પણ તું તો ત્યાં જમીને આવવાનો હતો ને.."

"જમવાનું હતું પણ ખબર નહીં કેમ મન ના થયું"

ચાંદની અનિમેષ ભરી નજરે તેને નિહાળવા લાગી...

બંને  એ જમવાનું પતાવ્યું.. સામાન પેક કરી તેવો  એરપોર્ટ પહોંચ્યા..

ઇમિગ્રેશન પતાવી તેવો ફ્લાઇટ પાસે આવ્યા.. ફ્લાઇટ ટેક ઓફ થવાની તૈયારીમાં હતી..

તેવો ફ્લાઇટ માં બેસ્યા કે સુંદર એર હોસ્ટ્સ તેઓનું અભિવાદન કરવા આવી ..અને તેઓ એકબીજા સામે જોઈ હસી પડ્યા..

ફ્લાઇટ  ટેક ઓફ થઇ ..અને ચાંદની રાજ ના ખભા પર માથું રાખી સુઈ ગઈ.  ફ્લાઈટમાં તેને  થોડો ડર લાગતો હતો...

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

રાજ અને ચાંદનીની લાઈટ અમદાવાદમાં લેન્ડ થઈ ગઈ હતી... બસ હવે  તેવોની   એર પોર્ટની બહાર આવવાની તૈયારી હતી..

અમદાવાદના એરપોર્ટ પર ચાંદની અને રાજને  રિસીવ કરવા કોઈ બેસબરીથી  તેમનો ઇન્તજાર કરી રહ્યું હતું....

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

sonal

sonal 4 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Bhavna

Bhavna 4 માસ પહેલા

Preeti Chokshi

Preeti Chokshi 5 માસ પહેલા