સરદાર વલ્લભભાઈ પટેલ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરદાર વલ્લભભાઈ પટેલ

(આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ બાબતનો લેખ થોડા દિવસોના અંતે અમદાવાદ તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં બીજેપી ના હોદ્દેદારો જે હોદ્દો ગ્રહણ કરનાર છે, તેમના માટે અપઁણ. મેં ૧૯૨૪ થા ૧૯૨૮ નું શાસન જોયેલ નથી પરંતુ ત્યાર પછીના હોદ્દેદારો જયેન્દ્ર પંડીત-કૃષ્ણવદન જોષી ના ચહેરા અને અશોક ભટ્ટ ના ચહેરા મારી સામે તેમની સાચી નિઃસ્વાર્થ કામગીરીના સામે છે. તેમનો તેમના મતવિસ્તારમાં દર અઠવાડિયે-પખવાડીયે સાયકલ પરનો જેના પિક્ચર આજની તારીખે પણ મારી આંખો સામે તરી આવે છે. નવા હોદ્દેદારો કંઇક શીખ લે તે જરૂરી છે)

‘‘ ત્યારે મને ઉઠાડી મૂકજો !‘‘

સરદાર વલ્લભભાઈ પટેલ કુલ અગિયાર વર્ષ ઉપરાંતના સમય સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે રહ્યા હતા. આ ગાળા દરમ્યાન ૧૯૨૪ થી ૧૯૨૮ ના સમયગાળા દરમ્યાન એમણે મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ સંભાળેલ હતું. મ્યુનિસિપલ બોડઁની સભા સાંજના ૫-૦૦ કલાકે હોય કે ના હોય પરંતુ જેમની મ્યુનસિપાલિટીની જુદી જુદી ઓફીસોમાં ફરી કામદારોને મળી વાતચીત કરતા. મળ્યા પણ એવા હેતથી કે બધા જેમની આગમનની હોંશથી રાહ જોતા. બોડઁનું કામ પાંચ વાગે શરૂ થવાનું હોય તોપણ મ્યુનિસિપાલિટીના તેમના રૂમમાં ત્રણ વાગે તેમની હાજરી અવશ્ય હોય. જેમને ઘણો સમય શહેરમાં ચાલીને ફરવામાં જતો. રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ચાલીને તેઓ ખાડીયા વિસ્તારમાં રહેતા ઉપપ્રમુખ શ્રી બળવંતરાય ઠાકોર ને ત્યાં પહોંચી જતાં અને ત્યાંથી બંને કાંઇપણ ખબર આપ્યા વિના ગમે ત્યાં પહોંચી જતા. મ્યુનિસિપલ પ્રમુખ તરીકે મ્યુનિસિપાલિટી તરફથી ખાસ મોટર મળેલી. પરંતુ જે ભાગ્યે જ જેનો ઉપયોગ કરતાં. પ્રમુખ કરીકે જેમને અભિગમ આ શબ્દોમાં જોવા મળે છે : ‘‘ પ્રમુખ કરીકે હું કોઇ પણ પક્ષના સભ્ય કરીકે મારી જાતને ઓળખાવવા માગ્યો નથી. બોડઁના બધા સભ્યોને કોઇપણ જાતના પક્ષભેદ સિવાય હું સલાહ આપીશ. પ્રમુખની આ જવાબદારી વાળી જગ્યા ઉપર મને મુકેલ છે એ દરમિયાન મારાથી ભૂલ થાય તો એ ઇરાદાપૂર્વક ની નથી એમ લાગે કે ક્ષમા કરશો, અને જ્યારે એમ લાગે કે હું ઇરાદાપૂર્વક ભૂલ કરું છું ત્યારે મને આ ખુરશીમાંથી ઉઠાડી મૂકજો. અને એમ કરશો હું તમને અભિનંદન આપીશ.‘‘ (દિંગત દવે-દિવ્ય ભાસ્કર દૈનીક : ૨૦૦૩)

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.

તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.