અધૂરી નવલકથા - પાર્ટ 12 Pankaj Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી નવલકથા - પાર્ટ 12

મને આજે આ જે પણ થઈ રહ્યું હતું તે સમજ માં આવતું ન હતું. હું એક નવલકથા ને પુરી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેની માટે નામી લેખકને મેં ફોન કરી સલાહ પણ લેવાનો પ્રયત્ન કરી જોયો પણ મને કોઈ ઉપાય ન મળ્યો. ત્યારબાદ મારી લાઈફમાં એક છોકરીનો પ્રવેશ થયો. જે હતી નવ્યા. તે મને પ્રેમ કરીતી હતી. જે મને ખ્યાલ ન હતો. કોઈએ મારી આઈડીનો ઉપયોગ કરી તેની સાથે વાતચીત કરી હતી. તેમાંથી દોસ્તી અને પછી તે સબંધ પ્રેમમાં પરિવર્તન પામ્યો હતો. સત્ય હકીકત જ્યારે મેં નવ્યા ને કહી ત્યારે તેને અપાર આઘાત લાગ્યો હતો. કોઈ પણ સમજી ન શકે તેવી હાલતમાં તે ફસાની હતી.
નવ્યા એક તો મારા માટે ઘર છોડીને આવી હતી. પણ જ્યારે મેં જ તેને ઓળખવાનો ઈન્કાર કર્યો ત્યારે તેની હાલત કાપો તો લોહી નાં નીકળે તેવી થઈ હતી. ત્યાર બાદ તેને પોતાની કહાની મને કહેવાનું શરૂ કર્યું. તે એક ગરીબ પરિવાર માંથી હતી. તેના માબાપ ક્યારે મૃત્યુ પામ્યા તેને તે પણ ખ્યાલ ન હતો. તેની સાર સંભાળ તેના દાદી રાખતા. પણ જ્યારે તે સાત વર્ષની થઈ ત્યારે તેના દાદી પણ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા.
ત્યારથી નવ્યા નો ખ્યાલ તેના કાકા રાખતા પણ ખાલી નામનો. નવ્યા ની હાલત તેના કાકાના ઘરમાં એક નોકર સમાન હતી. તેના કાકાના છોકરા નવ્યાને પસંદ કરતાં ન હતા. જેમ તેમ કરીને નવ્યા નવી આશ સાથે જીવી રહી હતી.
પણ જ્યારે તેના કાકા પાસે સારા એવા પૈસા આવવા લાગ્યા તો પણ નવ્યા ની સ્થિતી તેવી જ રહી. આ બધામાં આરતીએ તેને એક ફોન ગિફ્ટ કર્યો. નવ્યા પહેલેથી મુશ્કેલીમાં હતી જ પણ જ્યારથી ફોન તેની પાસે આવ્યો ત્યારથી તેની મુસીબત માં વધારો થવા લાગ્યો. પહેલા તેને ફેસબૂક આઈડી બનાવ્યું. નવ્યા ની આ સૌથી મોટી ભૂલ. પણ તે ભૂલ તેના માટે સારી પણ નીવડી. ફેસબૂક મા તે ડૂબલિકેટ અજય સાથે વાત કરતી હતી. ધીરે ધીરે તેને પસંદ પણ કરવા લાગી હતી. પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની જ આઈડી પરથી આરતી કોઈ બીજા છોકરા સાથે વાત કરે છે ત્યારે તેને આરતીની અસલ હકીકત જાણવા મળી.
આટલું થયું ત્યાં હું તેની મદદ કરવા તૈયાર થઈ ગયો પણ હજી તેની કહાની પુરી થઈ ન હતી. તે ત્યાંથી અહીં કેવી રીતે આવી તે જાણવુ મારા માટે જરૂરી હતું.
"આરતીને જ્યારે મેં કહ્યું કે મેં એક છોકરો પસંદ કર્યો છે. ત્યારે તેને પૂછ્યું કે તે કરોડપતિ છે. મેં તેનો જવાબ ખબર નથી તેમ કહ્યું." નવ્યા એ પોતાની કહાની કહેતા કહ્યું.
"જો તે કરોડપતિ ન હોય તો મારા માટે તેનું કોઈ કામ નથી. જો તે હોય તો તું તેની સાથે રિલેશનશિપ રાખી શકે છો." આરતીએ કહ્યું.
"હું કંઈ સમજી નહીં. જો તે કરોડપતિ ન હોય તો હું શા માટે તેની સાથે રિલેશનશિપ ન રાખી શકું." નવ્યા.
"કારણ કે જો તે કરોડપતિ હોય તો જ મને ફાયદો છે. જો ન હોય તો તારે સંકેત સાથે રિલેશન રાખવા પડશે." આરતી.
"એક મિનિટ હું કોઈ સાથે સબંધ રાખું તેમાં તને શો ફાયદો કે ગેરલાભ છે." નવ્યા.
"તારા કોઈ પણ સાથે સબંધ રાખ તેમાં મને કોઈ પ્રોબલ્મ નથી. પણ તે કરોડપતિ ન હોય તો મને પ્રોબ્લમ છે." આરતી.
"હું જેની સાથે સબંધ રાખુ તે પૈસા વાળા હોય કે ન હોય તેની સાથે તારે શું લેવા દેવા." નવ્યા.
"લેવા દેવા છે.મારી બહેન. અહીં આવ શાંતિથી તને સમજાવું." આરતીએ કહ્યું એટલે હું તેની બાજુમાં બેઠી. "જો નવ્યા તારે મારું એક કામ કરવાનું છે. જો તું અજય સાથે પ્રેમ કરે છો. તો હું તને તેની સાથે લગ્ન કરવા હેલ્પ કરીશ. પણ તેની પહેલા તારે સંકેત સાથે લગ્ન કરવા પડશે. અને જો અજય કરોડ પતિ હોય તો તેની સાથે લગ્ન કરીને મારું કામ કારવાનું."
"હું કાંઈ સમજી નહીં." નવ્યા. .
"એજ તને કહું છું. ઓકે તો તને સીધા શબ્દોમાં કહું. તારે સંકેત સાથે લગ્ન કરી તેના ઘરેથી સોનુ અને પૈસા ઉઠાવીને મને આપવાના. આપણાં બંનેનો ભાગ હું તને પણ થોડા પૈસા આપીશ." આરતી
"એનો મતલબ કે મારે ચોરી કરવાની છે. સંકેત ના ઘરેથી. પણ શા માટે અને હું તને ચોખ્ખું કહું છું કે હું કોઈ ચોરી કે સંકેત સાથે લગ્ન નથી કરવાની તારાથી જે થાય એ કરી લેજે." નવ્યા ગુસ્સે થઈ બોલી.
"ઓહ મારી નાની બહેન ગુસ્સે થઈ. થોડી શાંત થા. આલે પાણી પીવું છે." આરતી.
"તું આ વિશે એવી રીતે બોલે છે કે તું કોઈ મોટી ચોર હોય. મને તારા આ પ્લાનમાં કોઈ ઈન્ટ્રસ્ટ નથી." મેં કહ્યું.
"એક વખત ફરી વિચાર કરી જો. તારે અજય સાથે લગ્ન કરવા માટે અહીંથી બહાર નીકળવું પડશે. તે માટે હું હેલ્પ કરી શકું છું. તું સંકેત સાથે મારું કામ કરી આપ પછી હું જ તને જાતે અજય પાસે મૂકી જઈશ." આરતીએ કહ્યું.
"પછી પાછળ થી પોલિસ તપાસ થાશે અને હું પકડાય જઈશ તો ત્યાં સુધીમાં તને તારા પૈસા અને સોનુ મળી ગયું હશે. અને પછી તું મારી મદદ કરીશ નહીં એની મને પૂરેપૂરી ખાત્રી છે." મેં કહ્યું.
"જો તું મારા પ્લાન પ્રમાણે ચાલીશ તો તને પોલીસ ક્યારેય નહીં પકડી શકે. જો તને પોલીસ પકડશે. તો તું મારું નામ આપી શકે છો. તારી સાથે હું પણ ઝેલમાં આવી શકું છું. એટલે મેં તારા સેફ રહેવા વિશે વિચારી લીધું છે. ફક્ત તારે મારી યોજના પ્રમાણે ચાલવાનું છે. એટલે તું પણ ખુશ અને હું પણ ખુશ." આરતીએ કહ્યું.
"પણ આ ચોરી શા માટે કરવી છે તારે. તારી પાસે આમ પણ ઘણા બધા પૈસા છે. તો પણ તને સંતોષ નથી. મારે કોઈના ઘરે ચોરી નથી કરવી. મને તારી યોજના પર ભરોસો નથી. મારે આ ચોરી નથી કરવી. જો તને તારી યોજના પર ભરોસો હોય તો તું જ સંકેત સાથે લગ્ન કરીને આ ચોરી કરી લે. તારે મને ભાગ પણ નહીં આપવો પડે. તને વધુ ફાયદો થશે." મેં કહ્યું.
"તે તો એક સાથે ઘણા બધા પ્રશ્ન પૂછી જોયા. તારા બધા સવાલનો જવાબ છે મારી પાસે. પહેલો એ કે હું શા માટે સંકેત સાથે લગ્ન નથી કરતી. તો સાંભળ સંકેત તને પ્રેમ કરે છે. મને નહીં. તારી પહેલા મેં જ મારી આઈડી પરથી તેને મેસેજ અને ફ્રેન્ડરીકવેસ્ટ મોકલી હતી. ના તો રીપ્લાય આવ્યો ના ફ્રેન્ડરીકવેસ્ટ એક્સેપ્ત થઈ. પણ જ્યારે તારા આઈડી માં મેં તેને જોયો ત્યારે મેં મારી યોજના મારા સ્થાને તને લહી લીધી. મેં તારા ફોન માંથી સંકેત સાથે વાતચીત શરૂ કરી. મારી આ ચોરીમાં મારે જરૂર હતી એ બધી માહિતી તેની પાસેથી ધીમે ધીમે કઢાવી. બીજો પ્રશ્ન એ તું તેના ઘરે ચોરી કરીશ તેમાં કોઈ પાપ નથી. તેણે કોઈ જાતમહેનત થી આટલી સંપત્તિ ઉભી કરી નથી એ બધું બેનમ્બર ના ધંધાના પૈસા છે. એમાંથી તું થોડા ચોરી લે એ ચોરી નથી. ચોરના ઘરે ચોરી કરવી એ કોઈ પાપ નથી."
"મારે ચોરી કરવી છે પૈસા માટે. તારી વાત સાચી છે અમારી પાસે સારા એવા પૈસા છે. પણ મારે જોઈ છે પૈસા મારી આગળની જિંદગી માટે. હું એક દિવ્ય નામના છોકરાને પ્રેમ કરું છું. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. પણ મને તેની સાથે પ્રેમ છે. પ્રેમ કોઈ ગરીબી કે અમીરી જોતું નથી. પણ પેટ માટે કશુંક કરવું પડે. મારા પપ્પા મારા આ સબન્ધ નહીં સ્વીકારે જો સ્વીકાર કરી લેશે તો પણ હું દિવ્ય સાથે ગરીબીમાં જીવવા નથી ઈચ્છતી. પપ્પા સબંધ નહીં સ્વીકારે તો અમારે વ્હેલા મોડું ઘર છોડી ભાગવું પડશે. તો તેની માટે પૈસા જોઈશે. અને જો અમારો સબંધ સ્વીકારશે તો હું દિવ્ય ના ઘરે જઈશ. તે ગરીબ છે. તો ત્યાં પણ મારે પૈસા જોશે. આમ જોઈએ તો મારી સમસ્યાનું સમાધાન પૈસા જ છે. અમારી પાસે ઘણા બધા પૈસા છે. તેનાથી અમારી જિંદગી આરામથી નવેસરથી શરૂ થઈ શકે છે. પણ હું મારા જ ઘરમાં ચોરી કરવા નથી ઈચ્છતી. એ માટે મેં ઘણું વિચાર્યું. પછી મને સંકેત વિચે ખબર પડી. આગળ જતાં તેના કરોડપતિ હોવાની માહિતી મળી. બસ ત્યારથી મેં એક નવી યોજના બનાવી. જેની માટે મારે ફક્ત તારી જરૂર છે. અને તારે પણ મારી જરૂર છે. તો સારું એમાં છે કે તું પ્યારથી મારી સાથે જોડાઈ ને આ યોજના સફળ કરવા લાગી જા. જો તારે ન આવવું હોય તો પણ મારી પાસે એક રસ્તો છે. જે તારા માટે ખતરનાક છે." આરતીએ વિસ્તારથી તેનું આવું કરવાનું કારણ કહ્યું. હું તે સાંભળીને ચકિત રહી ગઈ. મેં વિચાર્યું ન હતું કે આરતી પૈસા માટે મારો આવી રીતે ઉપયોગ કરશે. મારે શું કરવું તે મને સમજાય રહ્યું ન હતું. હું આ ચોરી કરવા ઈચ્છતી ન હતી.
(વધુ આવતા અંકે)