રુદ્રની રુહી... - ભાગ-97 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-97

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની. ભાગ -97

અભિરિ

રુદ્ર અને રુહીએ ખુશી ખુશી વીડિયો કોલ રીસીવ કર્યો. સામે અભિષેકનું ઘર જોઇ અને ઘરમાં થયેલું ડેકોરેશન જોઇને તે આશ્ચર્ય પામ્યા.

"પપ્પા, તમે અભિષેકના ઘરે છો?અને આ ડેકોરેશન શેનું છે."રુદ્રએ પુછ્યું.

"રુદ્ર બેટા, વાત જાણે એમ છે કે અભિષેક અને રિતુએ લગ્ન કરી લીધાં."શ્યામભાઇની વાત સાંભળીને રુદ્ર રુહી આઘાત પામ્યાં. શ્યામભાઇએ પુરી વાત જણાવી.

અભિષેક અને રિતુ ફોન સામે આવ્યાં તેમને આ રૂપમાં જોઇને તે બન્ને આશ્ચર્ય પામ્યાં.અભિષેકને રુદ્રના ગુસ્સાનો ડર હતો પણ તે તો સાવ મૌન હતો.અભિષેક  ડરી ગયો તેને લાગ્યું કે રુદ્ર તેનાથી સાવ નારાજ થઇ ગયો.

અહીં રુદ્ર અને રુહી નારાજ નહતા પણ પોતાના ખાસ મિત્રોને આમ અચાનક પરણેલા જોઇને તેમને પહેલા સુખદ આઘાત લાગ્યો બધી વાત જાણીને તેમને અનહદ ખુશી થઇ.

"એ રુદ્ર, આમજો ને કઇંક તો બોલ યાર. તું મારી જાન છે તારી નારાજગી સાથે હું મારો સંસાર શરૂ  નહીં કરી શકું."અભિષેકે કહ્યું તે રડવા જેવો થઇ ગયો.

"રુદ્ર -રુહી, પ્લીઝ અમને માફ કરી દો અમે જાણીએ છીએ કે તમે અમારા લગ્ન માટે કેટલા ઉત્સુક હતા."રિતુએ તેમને મનાવવાની કોશીશ કરી.

અહીં રુદ્ર રુહીને વળગીને થોડો રડ્યો. તેને જોઇને અભિષેકને પણ રડવું આવ્યું.

"સોરી જાન, મને નહતી ખબર કે મારું આ એક પગલું તને આટલું દુખી કરશે."અભિષેક બોલ્યો.

રુહીએ રુદ્રની પીઠ પસવારી અને તેને શાંત પાડ્યો.થોડીક વારમાં રુદ્ર સ્વસ્થ થયો.

" એય અભિષેક, કેવી વાતો કરે છે? તારી ખુશીમાં જ મારી ખુશી છે.તારા લગ્ન વિશે જાણીને મને અનહદ આનંદ થયો. તું માનીશ આ અાંસુ ખુશીના હતા.રડવું એટલે આવ્યું કેમ કે અંતે તને પણ તારા જીવનનો સાચો પ્રેમ મળ્યો. મને હંમેશાં એક કમી લાગતી કે તું મારા કારણે લગ્ન નથી કરતો. તારા જીવનમાં તે પ્રેમ અને લાગણીઓ મારા કારણે નહતી પણ હવે તે પ્રેમ અને લાગણી તને પણમળશે.આઇ એમ સો હેપી.બસ તને ગળે લાગવાની તલબ લાગી છે દોસ્ત. જલ્દી આવને મારી પાસે. આવુ શું કરે છે."રુદ્ર ભાવુક થઇને બોલ્યો.

તેની વાતો સાંભળીને બધાં ભાવુક થયા.

"બસ હવે એક કે બે મહિના અને હું આવી જઇશ હંમેશાં માટે તારી પાસે રુદ્ર મારી જાન આઇ લવ યુ."અભિષેક બોલ્યો.

"રિતુ અભિષેક ખુબ ખુબ અભિનંદન.ભગવાન કરે તમારા જીવનમાં અનહદ ખુશીઓ આવે અને તેને કોઇની નજર ના લાગે."રુહીએ તેમના બેસ્ટ ફ્રેન્ડ્સને શુભેચ્છાઓ આપી.અહીં સેલિબ્રેશન ખુબ જ સરસ ચાલ્યું, રુદ્ર-રુહીએ પણ આ સેલિબ્રેશન વીડિયો કોલમારફતે જોયું, કાકાસાહેબ અને કાકીમાઁ, અને રુચિ પણ અભિષેકના લગ્નની વાત જાણીખુશ થયા.કાકાસાહેબ તો આજે જાણે પોતાના સગા દિકરાના લગ્ન હોય તેમ ખુશ હતા.

અંતે આ સેલિબ્રેશન ખતમ થયું અભિષેક અને રિતુ કપડાં બદલીને બાલ્કનીમાં કોફીના કપ સાથે બેસેલા હતા.અભિષેક માત્ર રિતુના ગળાના મંગળસુત્ર અને સેંથાના સિંદુરને  તાકી રહ્યો  હતો.

"આમ શું જોવો છો?પતિદેવ"રિતુએ હસીને પુછ્યું

"મને તો હજી વિશ્વાસ નથી  થતો કે તું મારી પત્ની બની ગઇ.ગઇકાલ સુધી તને ખોઇ દેવાના ડર સાથે જીવતો હતો અને આજે તું હંમેશાં માટે મારી બની ગઇ"અભિષેક રિતુની નજીક જવા માંગતો હતો પણ રિતુ હજી સંબંધને આગળ વધારવા તૈયાર હતી કે નહીં તે બાબતે તે અનિશ્ચિત  હતો.તે રિતુને કોઇપણ રીતની તકલીફ પડવા દેવા નહતો માંગતો.

અહીં રિતુ મૌન રહીને પોતાને જ જોઇ રહેલા અભિષેકની ભાવના સમજી શકી રહીહતી.તે પોતાની નજીક આવવા માંગતો હતો કદાચ, કદાચ તે તેમના સંબંધને આગળ લઇ જવા માંગતો હતો પણ તે પોતે તેના માટે તૈયાર હતી કે નહીં તે બાબત તેને જ નહતી ખબર.

તેણે પોતાની આંખો બંધ કરી દીધી.ભુતકાળની તમામ વાતો આંખો સામે ક્રમસર ચાલવા લાગી.તેના પહેલા લગ્ન, પહેલા પતિ સાથેના સંબંધ, પોતાનું માઁ ના બની શકવું, પતિ અને સાસરીયા દ્રારા બાળક માટે દબાણ, અલગ અલગ પ્રકારની માનસિક રીતે થકવી નાખનાર સારવાર અંતે પતિનુ અન્ય સ્ત્રી સાથે અફેયર, તેનું પ્રેગન્નટ થવું અને પહેલા પતિ દ્રારા પોતાને ત્યજી દેવું. તેની આંખમાં પાણી આવી ગયાં.પહેલા પતિ અને સાસરીયા દ્રારા બોલાયેલા "વાંઝણી વાંઝણી " શબ્દો અત્યારે તાજા સંભળાયા.કાનને બંધ કરીને તેણે અચાનક આંખો ખોલી.જોયુ સામે અભિષેક નહતોકદાચ તે સુવા જતો રહ્યો.

રિતુ સમજી ગઈ હતી કે અભિષેક હજીપણ તેની પર કોઇ દબાણ નથી મુકવા માંગતો સંબંધ આગળ વધારવા પર.તે મુંઝાઇ ગઇ તેણે પોતાની હમરાઝ સખીઓ કિરન અને રુહીને કોન્ફરન્સ કોલ કરીને આ વાત કહી.

"રિતુ, આગળ વધ તે બધું પાછળ છોડીને.તારા લગ્ન આટલા સરસ વ્યક્તિ સાથે થયા છે અને આજે તારી પ્રથમ રાત્રી છે. અભિષેકના પ્રેમને સંપૂર્ણપણે પામી લે રિતુ."કિરને કહ્યું.

"કિરનની વાત સાચી છે.અભિષેક ક્યારેય તારી મરજી વિરુદ્ધ તમારા સંબંધને આગળ નહીં લઇ જાય આ પહેલ તારે જ કરવી પડશે અને બીજી વાત તું મુર્ખ છો કેમકે આ બાબતે તને હજી કન્ફયુઝન થાય છે.જા રિતુ સમય ના બગાડ તારા પ્રેમને તારો બનાવીલે."રુહી બોલી .તેમણે ફોન કટ કર્યો.રિતુ ખચકાતા ઊભી થઇ.

તે અંદર અભિષેકના રૂમમાં ગઇ.અભિષેક પથારી સરખી કરીને સુવા જતો હતો.રૂમમાં લાઇટો બંધ હતી. રિતુએ અંદર જઇને લાઇટ ચાલુ કરી.અભિષેક તેને જોઇ રહ્યો પણ કઇ બોલી ના શક્યો.

તેને ચુપ જોઈને રિતુને રુહીની વાત યાદ આવી.તેણે કઇંક વિચાર્યું અને બોલી,

"અભિષેક, મને તમારી એક હેલ્પ જોઇએ છે."

"હા બોલને રિતુ શું વાત છે?"અભિષેક પલંગ પરથી ઊભો થયો.

"તમે બહારના રૂમમાં મારો જે બેડ છે ને તે ફોલ્ડ કરીને તે ખુણો ફરી ખાલી કરી દોને મારે એક કામ છે."રિતુની વાત અભિષેક સમજતા છતા નાસમજ બન્યો.

"ઓ.કે."તે આટલું કહીને ખુશ થતાં  બહાર ગયો.તેના બહાર જતા જ રિતુએ બેડરૂમ અંદરથી બંધ કર્યો

 

થોડીક વાર પછી અભિષેકે બારણું ખખડાવ્યું.

 

"રિતુ, ખુણો ફરીથી પહેલા જેવો થઇ ગયો છે એકદમ સાફ દરવાજો ખોલો."આટલું કહી અભિષેકે  બારણાનું નોબ ઘુમાવ્યું અને તે અંદર ગયો.પુરા રૂમમાં એકદમ અંધારું હતું. પડદા પણ બંધ હતા કશુંજ દેખાઇ નહતું રહ્યું.

"રિતુ, ક્યાં છે તું?અને આ આટલું અંધારું કેમ?" અભિષેક બોલ્યો.

રિતુએ જવાબ આપવાની જગ્યાએ ટેબલ પર કેન્ડલ્સ  જલાવવાનું શરૂ કર્યું.પુરા રૂમમાં એક મીઠી માદક સુગંધ પ્રસરી ગઇ.ટેબલ પર ગુલાબની પાંદડીઓથી એક હાર્ટ બનાવ્યું હતું અને તેમા અભિષેક અને રિતુનું અભિરિ એમ લખ્યું હતું.

સામે હાથમાં કેન્ડલ લઇને રિતુ ઊભી હતી કેન્ડલના પીળા પ્રકાશમાં તેના સોનેરી ખભા સુધીના ખુલ્લા વાળ લહેરાઇ રહ્યા હતા.તેણે સફેદ રંગની નાઇટી પહેરેલી હતી.તે અભિષેકની સામે કઇંક અલગ જ અંદાજમાં જોઇ રહી હતી.અભિષેક રિતુને આ રૂપમાં પહેલી વાર જોઇ રહ્યો હતો.તે સખત બેચેન થઇ ગયો.ફુલ એ.સીમાં તેના કપાળ પર પરસેવો હતો.

"રિતુ, તું ..."અભિષેક આગળ બોલી શક્યો નહીં.

કેન્ડલ લઇને જ રિતુ અભિષેક પાસે ગઇ.અભિષેકના હ્રદયના ધબકારા ખુબજ વધી ગયાં.

"રિતુ"અભિષેક આગળ બોલે તે પહેલા જ રિતુએ તેના મોં પર હાથ મુકી દીધો.

"એક વાત કહું તમને પતિદેવ, બહુ બોલો છોતમે પણ આજે હું તમારી એક પણ વાત નથી સાંભળવા નથી માગંતી."રિતુ આટલું કહીને અભિષેક સામે હસી.અભિષેકે તેની નજીક આવીને તે કેન્ડલને ફુંક મારીને બુઝાવી દીધી. રિતુને પોતાના બે હાથમાં ઉચકી અને બાકીની કેન્ડલ્સ પણ બુઝાવી દીધી.

અભિષેકને રિતુ એકબિજાના પ્રેમમાં તરબોળ થઇ ચુક્યા હતા. હંમેશાં માટે એક થઇ ગયા હતા.

બીજા દિવસની સવાર સોનેરી હતી.અભિષેકની ખુલ્લી છાતી પર પોતાનું માથું રાખીને નિરાંતે સુતેલી રિતુની ઉંઘમાં ફોનની રીંગે ખલેલ પહોંચાડી.ભરપુર પ્રેમ મળ્યાં બાદ ભારે થયેલી આંખો માંડમાંડ ખુલી.

"કોનો ફોન છે રિતુ?"અભિષેક હજી ઉંઘમાં જ હતો.

"મમ્મીનો."રિતુએ સ્ક્રીન પર જોઇને કહ્યું

"આટલી વહેલી સવારે?"અભિષેકે હવે મોઢું બગાડ્યું.

"હેલો મિ.હસબંડ, અગિયાર વાગ્યાં છે અને મમ્મી કોઇ ખાસ કામ ના હોય ને તો ફોન ના કરે.નક્કી  કઇંક અર્જન્ટ હશે. પણ શું થયું હશે? પપ્પા તો ઠીક હશેને?"આટલું કહીને રિતુએ ફોન ઉપાડ્યો.સામે છેડેથી તેની મમ્મીએ કેટલીક સુચનાઓ આપી કેટલીક વાતો કહી અને ફોન મુકી દીધો.

અભિષેક તેને પ્રશ્નાર્થ નજરે જોઇ રહ્યો  હતો.

"મમ્મીએ કહ્યું છે કે અડધા કલાકમાં શ્યામઅંકલ, રાધિકા આંટી અને આરવ મને લેવા આવે છે.તોતૈયાર રહું."

"લેવા એટલે કેમલઇ જશે?હવે તો તું મારી પત્ની છો હું તારો પતિ છું એવું કેવું લઇ જશે?"

"પગફેરાની એક વીધીહોય અને પપ્પાની ઇચ્છા છે કેમને પુરા સન્માન સાથે તે ઘરેથી વિદાય આપે."રિતુ ઉભી થઇને બાથરૂમ તરફ જતા બોલી.

 

"ઓહ, એટલે મારે પણ આવવાનુંને સાથે?"અભિષેક ખુશ થતાં બોલ્યો.

"ના તું સાંજે મને લેવા આવજે.સાથે તારા દોસ્તોને અને કલીગ્સને લેતો આવજે.ચલહવે તૈયાર થવાદે."રિતુ બોલી.

"એવું કેમ? મારે પણ આવવું છે."અભિષેક નાના બાળકની જેમ જિદે ચઢ્યો.

"સાંજે આવજે હો."રિતુએ અભિષેકના ગાલ પર કીસ કરી અને જતી રહી.શ્યામ ત્રિવેદી અને તેમનો પરિવાર આવીને રિતુને લઇ ગયા. પુરો દિવસ અભિષેક એકદમ ખુશ હતો અને બેચેન પણ.તેનાજીવનનો સર્વશ્રેષ્ઠ  સમય હતો આ તેણે રિતુ માટે એક ખાસ ગિફ્ટ લઇને જવાનું નક્કી કર્યું.

અભિષેક તેના કલીગ્સની સાથે સાંજે રિતુના ઘરે ગયો તેને લેવા.આખો દિવસ તેના માટે ખુબજ અઘરો રહ્યો.રિતુના ઘરની ગલી ખુબજ સુંદર રીતે સજાવેલી હતી.રિતુના પપ્પાએ એક નાનકડી પાર્ટી યોજી હતી.જે પાડોશીઓ રિતુને મહેણાટોણા મારતા હતા તે રિતુને હવે પ્રેમપુર્વક વિદાય આપવા તૈયાર હતા.

અભિષેક અને રિતુનું ખુબજ સરસ રીતે સ્વાગત થયું.તેમનું રીસેપ્શન યોજાયું, ગરબાનું આયોજન પણ કર્યું હતું રિતુના માતાપિતાએ ખુબજ ટુંક સમયમાં ખુબજ સરસ આયોજન કર્યું. તેમણે રિતુને ખુબજ સરસ રીતે વિદાય આપી.રિતુ અને અભિષેક તેમના નવા જીવન તરફ પ્રયાણ કરવા નિકળી પડ્યાં હતા

કેવું રહેશે અભિષેક અને રિતુનું લગ્નજીવન? કેવી રીતે ભાગશે આદિત્ય જેલમાંથી ? જબ્બારભાઇ અને આદિત્ય એકટીમ બનીને શું બધાં માટે મોટી મુસીબત નોતરશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

sandip dudani

sandip dudani 6 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Mmm

Mmm 8 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 8 માસ પહેલા