ચાંદની - પાર્ટ 12 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 12

રાજ ચાંદનીને સુવડાવી પોતાના રૂમમાં આવી ચાંદની ના ભૂતકાળ વિશે વિચારતો હતો હવે આગળ...

રાજ પોતાના સ્યુટમાં આવ્યો.. ચાંદનીના ભૂતકાળે તેને પરેશાન કરી દીધો હતો .. વિચારોની વ્યાકુળતામાં તે આખી રાત ઊંઘી ન શક્યો... વહેલી પરોઢે માંડ તેને એકાદ   કલાક ઊંઘ આવી...

સુરજદાદા પોતાના સોનાલી કિરણો લઈને ધરતી ને મળવા આવી પહોંચ્યા હતા.  પાંદડે પાંદડે ઝાકળ વિદાય લઈ રહી હતી.. આમ તો લન્ડન માં સવારમાં ભાગ્યે જ સૂરજદાદા દેખાય છે... અને જ્યારે સુરજદાદાનું આગમન થાય ત્યારે લોકો જાણે તેમનું સ્વાગત કરવા નીકળ્યા હોય તેમ બધું છોડી સન બાથ લેવા માટે નીકળી પડે છે...

રાજના સ્યુટ ની સામેજ એક વિશાળ ગાર્ડન હતો.. લોકો તેમાં ટહેલવા  અને સવાર ની આહલાદકતા ને માણવા નીકળી પડ્યા હતા...

રાજના સ્યુટની  સામેની વિન્ડોમાંથી આવતા કોલાહલથી  તે  જાગી ગયો... તેણે તરત   ઘડિયાળમાં જોયું ..હજુ આઠ વાગ્યા હતા... તેને  તરત ચાંદની યાદ આવી...હજુ તે ચાંદની કોલ લગાવે  એ પહેલા જ તેની સેક્રેટરી કવિતા નો ફોન આવ્યો...

"હેલો રાજ સર ચાંદની મેડમે તમને એક મેસેજ આપવાનું
કીધું હતું ..તે વહેલી સવારે મોર્નિંગ વોક માટે ગયા છે.. તમને ડિસ્ટર્બ ન થાય માટે કોલ ના કર્યો આવીને તમને મળશે..."

"ઓકે કવિતા.."

"કવિતા તને યાદ છે ને તારી ઇન્ડિયાની ફ્લાઇટ  હમણાં ૧૧ વાગ્યાની છે..તું હજી નીકળી નથી..??"

"સર  મને યાદ જ  છે.. અને હું એરપોર્ટ જવા નીકળી ગઈ છું.."

"ઇન્ડીયા પહોંચી મને કોલ કરી દેજે.. અને ચાંદની એન્ટર પ્રાઇઝ ની  પરમ દિવસે મિટિંગ છે તેના.. ડોક્યુમેન્ટ રેડી રાખજે.."

" ઓકે  સર બાય.."

રાજ ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ માટે ચાંદીની વેઇટ કરતો હતો..તેને ચાંદની સાથે ઘણી વાતો કરવી હતી પણ કોણ જાણે કેમ .. કહી શકતો ન હતો.. ઘણા સવાલો હોઠ પર આવી અટકી જતાં હતા...વારંવાર પોતાના થી વધુ ચાંદનીની ખુશીનો ખ્યાલ આવતો...અને આ ખ્યાલ જ તેને વધુ કાઇ પૂછવા ના દેતો..કદાચ ચાંદનીને ના ગમે... કદાચ ચાંદનીને દુઃખ થાય...બસ આજ વિચારો થી તે ઘેરાયેલો રહેતો...આટલા વર્ષે માંડ માંડ તે ચાંદનીનો વિશ્વાસ જીતી શક્યો છે..હજુ હમણાં તો તે પોતાને મિત્ર માનતી થઈ છે...આ વિશ્વાસ અને આ દોસ્તીને કોઈ ઠેસ ના પહોંચે તેનો તે સતત ખ્યાલ રાખતો..

ત્યાં તો અવાજ આવ્યો...

"ઓ મિસ્ટર રાજ ક્યાં ખોવાયા..??
કોઈ ભૂરી ગમી તો નથી ગઈને...??
એવું હોય તો કહી દે તારા તરફ થી હું પ્રપોઝ કરું..
મારે તો બલા ટળે.."

"ઓહો તો હવે હું તારા માટે બલા છું...
વિચારીને બોલજે સાચે કોઈ ભૂરી ગમી જશે તો હું તો કાયમ અહી જ રહીશ. પછી તારે બધું સંભાળવું પડશે..અને મારા જેવો મિત્ર દીવો લઈને ગોતવા જઈશ તો પણ નહિ મળે.."

"પણ સાચું કહું  ચાંદની આજે ઘણા દિવસે તે મારી સાથે આટલી મજાક મસ્તી કર્યા...મને બવ ગમ્યું.. બસ આમજ હસતી રહે ..ખુશ રહે..અને તને ખબર છે તું ખુશ તો હું પણ.."

"ચાલ હવે ફ્રેશ થા પેટમાં બિલાડા દોડે છે બવ ભૂખ લાગી છે.."

"ઓહ રાજ તો હજી તે  બ્રેક ફાસ્ટ નથી  કર્યો..??
બ્રેક ફાસ્ટ તો તને આંખ ખૂલે ને તરત જોઈએ..પછી જ તારી સવાર સરખી થાય.."

હું" તારી રાહ જોતો હતો...તને મૂકીને કેમ ભાવે..??"

"એકાદ  ભૂરીને બોલાવી લેવી  હતીને કંપની માટે..."

"પણ  એ ભૂરી પાસે તારી જેવું દિલ નથી ને..??"

"ઓહ રાજ.. બસ ચલ બ્રેક ફાસ્ટ નો ઓર્ડર કર.."

રાજે ગાર્લિક બ્રેડ અને જ્યુસ નો ઓર્ડર કર્યો..
બંને એ નાસ્તો પતાવ્યો..

સાંજની ૪ વાગ્યાની તેમની ફ્લાઇટ હતી.. એ પેલા રાજે એક ક્લાઈન્ટ ને મળવાનું હતું...તેનું લંચ પણ ત્યાં જ હતું...

"ચાંદની હું હમણાં રેડી થઈ પેલા  ક્લાઈન્ટ ને મળવા જાવ છું ૧ વાગ્યે આવી જઈશ  તુ જમી લેજે અને  બધું પેકપ કરી રેડી રહેજે.. આપણે તરત એરપોર્ટ માટે નીકળી જઈશું..."

અને" હા હું આવું ત્યાં સુધી તારું ધ્યાન રાખજે...!"

"ઓકે રાજ ડોન્ટ વરી about me .. તું શાંતિ થી તારું કામ પતાવી દે.."

રાજ રેડી થઈ નીકળ્યો..ચાંદની પાસે ૩ થી ૪ કલાક હતા હજુ ૯ વાગ્યા હતા..તેને રૂમમાં જવાની ઈચ્છા નતી..તે હોટેલ ની બહાર આવી ...

ક્યાં જવું તે કાઇ વિચાર્યું ના હતું..પણ અજાણતા જાણે તેનું મન કોઈ રસ્તે દોરવતું હતું...

ચાલતા ચાલતા ઘણી આગળ આવી ગઈ હતી હોટેલ ઘણી પાછળ રહી ગઈ હતી...થોડે દૂર તેણે કોઈ પડછાયો જોયો...તેનું દિલ એક ધબકાર ચૂકી ગયું આ હકીકત કે આભાસ...?? એ વિચારે તે  જાણે પડછાયા ને પકડવા ચાલી...

💕દોડી હું ઝાંઝવાના જળ પાસે...
છે હકીકત કે પછી મૃગજળ ભાસે..💕

ક્રમશઃ
Bhumi Joshi

વાચક મિત્રો તમને એક નાનકડી અરજ વાર્તા ને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો...કોઈ પણ લેખક માટે તે પ્રેરણા સામાન હોય છે..


રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 3 દિવસ પહેલા

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

sonal

sonal 4 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Bhavna

Bhavna 4 માસ પહેલા