ચાંદની - પાર્ટ 11 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 11

પ્રિન્સિપાલ મેડમ રિચા બંનેનું પરિણામ જોઈ બંનેને એડમિશન આપી દે છે...ચાંદની નું  પરિણામ જોઈ મેડમ તેનાથી ખુબ પ્રભાવિત થાય છે...ત્રણેય જણ પ્રિન્સિપાલ મેડમ ની ઓફીસ ની બહાર નીકળે છે...

ચાંદની  અને અંજલીને  શહેરની  સારી અને પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન મળી જવાથી ખૂબ જ ખુશ હતી.. જ્યારે અનુરાગ હવે ચાંદની સાથે વધારે રહી શકાશે તે  વિચારી તેના આનંદની કોઈ સીમા ન હતી ..પોતાના મનની  લાગણીઓને ચાંદની સમક્ષ વ્યક્ત કરવા તે  બેતાબ હતો..પણ હજુ  ચાંદની તેની સાથે સરખી રીતે  વાત પણ  નથી કરતી ..એટલે હમણાં કશું ના  કહેવાનું વિચારી પોતાના મનને મનાવતો હતો ..કોલેજ થી બહાર નીકળ્યા પછી તરત જ ચાંદનીએ પોતાના પપ્પા ને  ફોન લગાવ્યો.. અને કોલેજમાં એડમીશન મળી ગયું છે.. તેની ખુશી વ્યક્ત કરી ..અનુરાગે ચાંદની અને અંજલિને ઘરે ડ્રોપ કર્યા...

****************************

ચાંદની પોતાના ભૂતકાળમાં એવી રીતે ખોવાઈ ગઈ હતી કે તેના મોબાઇલમાં રાજની આઠથી દસ રીંગ આવી ગઈ પણ તેને કશું સંભળાયું  જ નહિ.. આખરે રાજને બહુ ચિંતા થતાં તેણે reception કાઉન્ટર પર જઇ રૂમની બીજી ચાવી મંગાવી ..

રાજે રિસેપ્શનિસ્ટ ની મદદથી હોટેલ ના  ચાંદનીના   સયુટની  ડુપ્લીકેટ ચાવીથી ખોલી અંદર જઈને જોયું તો ચાંદની બાલ્કનીમાં ચેર પર બેઠી બેઠી વિચારોના ખોવાયેલી હતી...

દરવાજા પર ઉભા રહી રાજે  બે-ત્રણ વાર નોક કરી  ચાંદનીના નામની બૂમ મારી... પરંતુ ચાંદની ભૂતકાળના વિચારોથી એટલી જકડાયેલી હતી કે   તેને રાજ નો અવાજ પણ ના  સંભળાયો...  છેવટે રાજે બાજુમાં જઈ તેની રીતસરની  ઢંઢોળી....

ચાંદની એકદમ અવાચક થઈ બેઠી થઈ સામે જોયું તો રાજ  ઉભો હતો...
તેને અહેસાસ થયો  કે પોતે ભૂતકાળમાં કેટલી  ખોવાઈ ગઈ હતી ... રાજે તેને બેડ પર બેસાડી પૂછ્યું..

"ચાંદની તું  બરોબર તો છે ને ...?"

"ક્યારનો તને ફોન કરું છું.. એટલી બધી ક્યાં ખોવાઈ ગઈ હતી..?? તારો મોબાઈલ તો જો આઠથી દસ વાર કોલ કર્યા.. શો થયા પછી મને ખબર જ હતી કે તું  ઊંઘી  નહિ હોય.. તો થયું કે ચાલ થોડીવાર તારી સાથે વાત કરૂ ..એટલે ક્યારનો  તને ફોન લગાવતો હતો.. આટલી બધી વાર ફોન કર્યા છતાં તે રેસિવ ના  કરતાં મને ચિંતા થઈ.. એટલે reception par ડુપ્લીકેટ ચાવીથી મે સ્યુટ ખોલાવ્યો..

ચાંદની આપણે છેલ્લા પાંચ વર્ષથી સાથે રહીએ છીએ.. મેં ક્યારેય તારા અતીતને  જાણવાની કોશિશ નથી કરી... પણ વારંવાર  તું   ઉદાસ થાય છે.. એટલે તેનું કારણ જાણવા મારું મન બેતાબ થાય છે...

રાજ તારા તારા સહારે જ જિંદગીમાં ફરી આગળ વધી શકી છુ.. તું અને માસીબા ન હોત તો હું તો ક્યારની ખુદને સમાપ્ત કરી ચુકી હોત.. જીવનની નવી ચાહ અને રાહ તમે મને બતાવી છે.. રાજ તું મારી જિંદગીમાં કોઈ ફરિશ્તા થી કમ નથી.. તુ સાથ ના હો તો હું ફરી ક્યારે ઊભી થઈ શકી  ન હોત..આજે આ સુપરસ્ટારનું stardom કે પછી આ નવજીવન તે જ આપ્યું છે.. છતાં આટલા વર્ષોમાં તે મારા અતીત વિશે કોઈ જ સવાલ નથી કર્યો ...

આટલું બોલતા બોલતા ચાંદની રાજ ના ખભા પર માથું મૂકી રડવા લાગી...

"ચાંદની તું જાણે છે.. તું રડે તે મારાથી સહન નથી થતું...અને એટલે જ ક્યારેય હું તારા અતીત વિશે પૂછી તને દુઃખી કરવા નથી માંગતો...તને જ્યારે મન થાય ત્યારે કહેજે...અત્યારે  રાત  બવ થઈ ગઈ છે.  તું હવે સુઈ જા...
કઈ પણ વિચાર્યા વગર..."

"આવતી કાલ સાંજ ની આપણી ફ્લાઇટ છે ..અને તને ફ્લાઇટ માં ઊંઘ નથી આવતી...અને પછી મને પણ ની સુવા દે... "

રાજે ચાંદનીનો મૂડ બદલવા મજાક કરી...

"તને ઊંઘ આવે ત્યાં સુધી હું અહીજ સામેની ચેર પર બેસુ છું.. તું સૂઈ જઈશ એટલે ડોર લોક કરી જતો રહીશ..હવે તને એકલી ની મૂકું.."

ઘણી વાર પછી ચાંદની ઊંઘી ગઈ રાજ રૂમ બંધ કરી પોતાના રૂમમાં આવ્યો..તે સુતા સૂતા વિચારતો હતો કે ચાંદનીનો ભૂતકાળ કેવી રીતે જાણવો..??

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 3 દિવસ પહેલા

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

sonal

sonal 4 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Neepa

Neepa 5 માસ પહેલા