ચાંદની - પાર્ટ 10 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 10

અનુરાગે આખી રાત ચાંદનીના વિચારોમાં પૂરી કરી...રાત જાણે આજે મહિના જેવી લાગી...તે વિચારતો હતો કોલેજ ના એક વર્ષમાં પોતે ઘણી સુંદર છોકરીઓ જોઈ છે...ઘણી છોકરીઓ અનુરાગ સાથે વાત કરવા ,દોસ્તી કરવા તલપાપડ રહેતી..પણ પોતે ભણવા સિવાય આવી કોઈ વાતમાં રસ નહોતો...એટલે જ ઘણા છોકરાઓ તેને પુસ્તકિયો કીડો કહેતા...

પણ ચાંદનીની વાત કઈક અલગ હતી...આટલા વર્ષમાં પહેલી વાર તેનું દિલ કોઈ છોકરી માટે ધડક્યું હતું...

સૂરજ દાદા પોતાના કિરણોની રોશની લઈ ધરતી પર આવી ગયા હતા...પક્ષીઓ નો મધુર કલરવ તેના કાને પડતાં તેની ખુશીનો પાર ન રહ્યો..હાશ માંડ માંડ સવાર પડી...

ઘણી વાર કોઈ વ્યક્તિનો ઇન્તજાર સમયને વધારે લાંબો બનાવી દે છે...એવું લાગે જાણે ઘડિયાળ ચાલતી જ નથી...કોઈના પ્રત્યેનો પહેલા પ્રેમનો અહેસાસ મનમાં કેટલાય સપનાઓની વણઝાર લઈને આવતી હોય છે.કોઈ ચહેરો મનમાં વસી ગયા પછી હર પલ બસ એ જ ચહેરામાં દિલ ખોવાયેલ રહે છે.પોતાના પ્રિય વ્યક્તિને મળવાની તાલાવેલીમાં સમય જાણે થંભી ગયો હોય તેવું લાગે છે.દિલમાં ઉઠતા લાગણીના તરંગો જિંદગીને મહેંકાવી દેતી હોય છે.અનુરાગ પણ ચાંદની માટે કઈક આવુ જ મહેસૂસ કરતો હતો..

અનુરાગ બાલ્કનીમાં ઉભો હતો ત્યાં અંજલી આવી...અંજલી હંમેશા અનુરાગને ફક્ત ભાઈ કહી બોલાવતી...

અનુરાગ અંજલિના સગા માસીનો દીકરો હતો.. તે એક વર્ષ થી અંજલિના ઘરે રહી કોલેજ કરતો હતો..

"ભાઈ ઉઠી ગયો.. આજ તો બહુ વહેલા ..? નહીતો રોજ કોલેજ જવાનો ટાઈમે મારે જ દસ વાર ઉઠાવવો પડતો..."

અનુરાગ હજી બાલ્કની સાઇડ ઉપર ઉભો હતો અંજલી તેનો ચહેરો જોયો ન હતો અંજલી નો અવાજ સાંભળી પાછળ ફર્યો... રાતના ઉજાગરાથી તેની આંખો લાલઘૂમ હતી ચહેરા પર પણ ઉજાગરો સાફ દેખાતો હતો..

"ભાઈ લાગે છે આખી રાત તને સરખી ઉંઘ નથી આવી.. તારી આંખો તો જો કેટલી લાલ છે ..તબિયત સારી છે તારી?"

"હા અંજલી રાતે એક નોવેલ વાંચતો હતો તેમાં એટલો રસ પડ્યો કે ઊંઘ જ ના આવી.."

અંજલિને લાગ્યું કે અનુરાગ ખોટું બોલે છે..પણ પછી વાત એમ વિચારી કશું બોલી નહિ..

"ઓકે તું ફ્રેશ થઈ જા મમ્મી નાસ્તો કરવા રાહ જુએ છે..."

વિચારતો હતો કે પોતાની આવી હાલત જોઈ માસી પણ પૂછશે અંજલી ને તો સમજાવી દીધી પણ માસી ને શું કહેશે..? જો માસી કંઈ પૂછશે તો..? આજ સુધી માસી પાસે પોતે કદી કંઈ ખોટું બોલ્યો નથી.

અંજલિ એ રસોડામાં આવી તેની મમ્મી ને પેલા જ સમજાવી દીધા જેથી તે અનુરાગને કંઈ સવાલ ના કરે..

અને ખરેખર એમ જ થયું..

અંજલી તૈયાર થઈ નાસ્તો કરી ને કોલેજ જવા માટે રવાના થયા....બંને અનુરાગની કાર લઇને નીકળ્યા ..

*****************************

ચાંદની વહેલા ઉઠી મમ્મીને કામમાં મદદ કરાવી.. તૈયાર થઈને અંજલી અને અનુરાગ ની રાહ જોતી હતી..ત્યાં જ દરવાજે તેમની ગાડી આવી ..અંજલિએ બહારથી જ ચાંદીની ને બૂમ મારી...
ગુલાબી રંગના સલવાર-કમીઝમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી... પોતાના જરૂરી ડોક્યુમેન્ટ અને પર્સ લઈ ચાંદની બહાર આવી..

ત્રણે જણા ગાડીમાં કોલેજ જવા નીકળ્યા અનુરાગ ની બાજુમાં અંજલી બેઠી હતી. અને પાછળની સીટમાં ચાંદની..
સાઈડ ગ્લાસમાંથી અનુરાગ વારંવાર ચાંદનીને એક પળ માટે જોઈ લેતો...ઘણી વાર બંનેની એક નજર થઈ ગઈ..દરેક વખતે ચાંદની નજર ફેરવી લેતી...

થોડી વાર શાંતિ છવાઈ રહી ...ત્યાં અંજલી બોલી..

"કોલેજ જઈ આપણે સૌ પ્રથમ પ્રિન્સિપાલને મળીશું જેથી કોલેજમાં કેટલી સીટો કઈ રીતે છે તેનો ખ્યાલ આવે..
બરોબરને ચાંદની.."

ચાંદની બોલી..

"હા જરૂર..એમ પણ વધુ તો અનુરાગને જ ખ્યાલ હશે ."

થોડી વારમાં તેવો કોલેજ પહોંચ્યા...
ત્રણેય પ્રિન્સિપાલની ઓફિસમા ગયા..

ક્રમશઃ
Bhumi Joshi. "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

Anish Padhiyar

Anish Padhiyar 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Reena

Reena 8 માસ પહેલા

Rupal Shah

Rupal Shah 8 માસ પહેલા