રુદ્રની રુહી... - ભાગ - 86 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ - 86

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -86

" આદિત્ય,આ શું છે હવે? આ તો હેત ગજરાલના વકીલ છે.બે બે વકીલો,રુહી અને રુચિ કેમ તારા પર ખોટા આરોપ લગાવે છે?બોલ આદિત્ય."પિયુષભાઇ બોલ્યા
"પપ્પા,આ બધું પેલા શોર્ય અને રુદ્રના ચઢાવા પર તે બન્ને કરી રહ્યા છે.સાવ ખોટો આરોપ લગાવે છે મારા પર."આદિત્ય પોતાના પિતા સામે પોતાની ઇજ્જત બચાવવા ખોટું બોલી રહ્યો હતો.

"મિ.શેઠ,અમારી પાસે ઠોસ સાબિતી છે તમારા વિરુદ્ધ."આટલું કહીને પોલીસે તે વીડિયોકોલનું રેકોર્ડિંગ બતાવ્યું.જે જોઇ આદિત્ય અને અદિતિના હોશ ઉડી ગયા અને પિયુષભાઇ અને કેતકીબેનને આઘાત લાગ્યો.
પિયુષભાઇએ આદિત્યને થપ્પડ માર્યો અને મુંબઇ પોલીસ આદિત્યને એરેસ્ટ કરીને લઇ ગયા.આદિત્ય પર હેત ગજરાલ શોર્ય તરફથી અને રુદ્રના વકીલે કેસ કર્યો હતો.આદિત્ય સમજી ગયો હતો કે તે ખુબજ મોટી મુસીબતમાં હતો.

પિયુષભાઇ અને કેતકીબેન ભાંગી પડ્યાં હતાં.આદિત્યને હાલ પુરતો લોકઅપમાંરાખવામાં આવ્યો હતો પણ હરિદ્વાર પોલીસ તેને બીજા દિવસે કસ્ટડીમાં લઇને જલ્દી જ હરિદ્વાર કોર્ટમા રજુ કરીને તેને રિમાન્ડ પર લેવાના એકશનમાં હતી
રુદ્રના વકીલસાહેબે રુદ્રને ફોન કર્યો.
"સર,આદિત્ય એરેસ્ટ થઇ ગયો છે અને હવે તેનો બેડ ટાઇમ સ્ટાર્ટ નાઉ.આ તો શરૂઆત છે હજી તેને આનાથી વધારે ખરાબ નરક માથી પસાર થવાનું છે.સર,એક બીજી વાત હેત ગજરાલના વકિલે શોર્ય તરફથી રુચિના કહેવાથી આદિત્ય પર કેસ કર્યો છે.હેત ગજરાલ અને શોર્ય પણ તેની પાછળ છે."વકીલસાહેબે કહ્યું.

"અચ્છા,હેત ગજરાલ એક નંબરનો સ્વાર્થી માણસ છે ખાલી રુચિ માટે થઇને આદિત્ય પર કેસ કર્યો? માનવામાં નથી આવતું.નક્કી તે આદિત્ય જોડેથી પોતાની કોઇ જુની દુશ્મનાવટ કે ખુન્નસ કાઢવા માંગે છે."રુદ્ર બોલ્યો.

"બની શકે."વકીલ સાહેબ બોલ્યા.
"હાતો તે જાણવાની કોશીશ કરોને."રુદ્રે કહ્યું
"કોશીશ કરીશ.ચલો હું ફોન મુકુ મારે કોર્ટ જવાનું છે."આટલું કહીને વકીલસાહેબે ફોન મુકી દીધો.

રુદ્ર આ ન્યુઝ આપવા માટે રુહી પાસે ગયો.રુહી બેડ પર આરામ કરી રહી હતી.રુદ્ર તેની પાસે ગયો અને તેને ગળે લાગ્યો.
"રુહી ,આદિત્ય એરેસ્ટ થઇ ગયો છે અને તને ખબર છે કે બે બે કેસ થયા છે તેના પર.એક આપણે કર્યો છે અને બીજો શોર્યે તે જલ્દી જ હરિદ્વાર જેલમાં હશે તેના પાપની સજા ભોગવશે."રુદ્ર બોલ્યો.
"જોયું મે કહ્યું હતું ને કે તમે કશુંજ ના કરશો આપણે કાયદાકીય રીતે તેને ફસાવીશું."રુહી બોલી.
"રુહી,મને એક વાત જાણવી હતી.મને આશ્ચર્ય થાય છે કે હેત ગજરાલ આટલો સ્વાર્થી માણસ છે,તે સિવાય જે આદિત્યને તે ગઇકાલ સુધી પોતાનો જમાઇ બનાવવા માંગતો હતો.તેને આજે આમ એરેસ્ટ કરાવ્યો.કઇંક ગડબડ છે લાગે છે કે હેત ગજરાલ આદિત્ય પર કોઇ જુની દુશ્મની કે ખુન્નસ કાઢે છે.રુહી તું આદિત્યને સારી રીતે ઓળખતી હઇશ શું કોઇ એવી વાત ખબર છે કે જે તને શંકાસ્પદ લાગતી હોય."રુદ્રે કહ્યું
"અમ્મ,રુદ્ર હેત ગજરાલ જ્યારે જ્યારે પણ ઘરે આવતા કે કોઇ પાર્ટીમાં મળતા ત્યારે તે હંમેશાં આદિત્યથી ડરેલા લાગતા.જાણે કે આદિત્ય પાસે તેમની દુખતી નસ હોય.મે તેમને ઘણીબધી વાર ગુસપુસ કરતાં જોયા છે.હેત ગજરાલ હંમેશા ગુસ્સામાં દેખાતા જ્યારે તે આદિત્યની આસપાસ રહેતા."રુહીએ યાદ કરીને કહ્યું.
"હમ્મ,કઇંક વાત તો છે જાણવી પડશે પણ પછી.તું ઠીક છેને?"રુદ્રે પુછ્યું.
રુહીએ જવાબ આપવાની જગ્યાએ પોતાનું માથું રુદ્રના ખભા પર ઢાળી દીધું અને હસી

"રુહી,સોરી આ વાત મારે અભિષેકને જણાવવી પડશે તે એટલા માટે કે મારે અભિષેકને સાવચેત રહેવા કહેવું પડશે.પ્લીઝ તું સમજ અભિષેક મારી જાન છે."રુદ્રે વિનંતી કરી.રુહીએ હકારમાં માથું હલાવ્યું.

અભિરિ

અભિષેક તે ભીડ તરફ પાછો ફર્યો,તેણે ઝગડવાનું કે તે લોકોને સમજાવવાનું ના કરી કઇંક બીજું વિચાર્યું.તેણે પોતાનો ફોન બહાર કાઢ્યો અને કોઇકને ફોન લગાવ્યો અને મોટે મોટેથી બધાને સંભળાય તેમ વાત કરવા લાગ્યો.
"હેલો એ.સી.પી મલ્હાર,હું ડૉક્ટર અભિષેક બોલું.યાદ આવ્યું મે તમારી ટ્રીટમેન્ટ કરી હતી અને તમે મને કહ્યું હતું કે ગમે ત્યારે અડધી રાત્રે પણ તમને મારી જરૂર હોય તો બસ એક કોલ કરજો."અભિષેક આટલું બોલીને અટક્યો.
"હા એ જ અભિષેક.તો આજે મને જરૂર પડી છે તમારી મદદની.મારી એક દોસ્ત છે રિતુ.તેને તેના પાડોશીઓ બહુજ મહેણા ટોણા મારે છે,જેમ તેમ સંભળાવે છે અને તેને દુખી કરે છે.તે ખુબ જ ડ્રિપેશ્ડ ફીલ કરે છે મને ડર છે કે તે આત્મહત્યા ના કરી લે.મારી પાસે અત્યારે તે વીડિયો રેકોર્ડિંગ છે.તો શું તેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી શકું?તો તે બધાને શું સજા મળે?"અભિષેક જોરજોરથી બોલતો હતો.બધા પાડોશીઓ જે મહેણા ટોણા મારતા હતા તે હવે થોડા ઢીલા પડ્યાં અને ડરવા લાગ્યાં.
"અચ્છા બે વર્ષની સજા અને બે લાખનો દંડ."અભિષેકનું આટલું બોલતા જ તે ટોળું વિખેરાઇ ગયું.બધાં ત્યાંથી જતા રહ્યા.રિતુ અને તેના માતાપિતા આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.
શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદી હસી રહ્યા હતા.
"ચલ રિતુ,આ લોકો હવે તને કે તારા પરિવારને ક્યારેય હવે હેરાણ નહીં કરે."અભિષેકે કહ્યું.
"આ ફોન?"રિતુએ પુછ્યું
"આ તો મે પેલા બેન્ક એકાઉન્ટ ખોલાવો વાળા ભાઈને કર્યો હતો.રોજ જીવ ખાતો હતો મારો આજે મેખાધો."આટલું કહીને અભિષેક હસ્યો અને બધાં પણ.
અભિષેક -રિતુ,શ્યામ અને રાધિકા ત્રિવેદીને પોતાના ઘરે લઇ ગયા.
"અરે વાહ રિતુ,અભિષેકના કબાડખાનાને તે અંતે સુવાસિત ઘર બનાવી દીધું ."ઘરમાં દાખલ થતાં શ્યામ ત્રિવેદી બોલ્યા.

ઘર જોઇને તે બન્ને ખુબજ ખુશ થયાં.
"અંકલ,આજે તમે પહેલી વાર અહીં આવ્યા છો મારા આવ્યા પછી તો હું જમ્યા વગર નહીં જવા દઉં."રિતુ બોલી.
"હા અમે પણ જમ્યા વગર નહીં જઇએ.ચલ અભિષેક અંદર બેસીને વાતો કરીએ."આટલું કહીને શ્યામ ત્રિવેદી અભિષેકને અંદર તેના બેડરૂમમાં લઇ ગયા.

"અભિષેક,શું ચાલે છે બેટા? આજ પહેલા તને આટલો ખુશ ક્યારેય નથી જોયો પણ આ ખુશી સાથે આ ચિંતાની રેખા કેમ છે ચહેરા પર?"શ્યામ ત્રિવેદીએ પુછ્યું
"સર,રિતુ બહારથી કઇંક દેખાડે છે અને અંદરથી કઇંક બીજુંઝ ચાલી રહ્યું છે તેના મનમાં.મે તેને અહીં મારી સાથે રહેવા માંડમાંડ સમજાવી.એક બ્રેકઅપ,નિષ્ફળ લગ્નજીવન અને વાંઝણીનો ટોન્ટ તેને માનસિક રીતે બિમાર કરી રહ્યું છે.હું આજે તમારી સામે સ્વિકારવા માંગુ છું કે આઇ લવ હર અને મારી બાકીની જિંદગી તેની સાથે વ્યતીત કરવા માંગુ છું.એવું નથી કે હું લગ્નમાં વિશ્વાસ નથી કરતો પણ મારા માટે તે બધા કરતા રિતુની ખુશી વધારે મહત્વની છે.હું શું કરું તો તે આ બધાં વિશે વિચાર્યા વગર,લોકોની કે સમાજની પરવાહ કર્યા વગર મારી સાથે જીવે?" અભિષેકે પોતાની મુંઝવણ રજુ કરી.
"અભિષેક,આ સમાજ એકલી સ્ત્રી,પતિ દ્રારા તરછોડાયેલી,ડિવોર્સી કે નિસંતાન સ્ત્રીને ક્યારેય ચેનથી નહીં જીવવા દે.તેને હંમેશાં નીચું દેખાડશે,હું એવું કહીશ કે હવે સ્ત્રીઓએ પોતે જ આ બધાનો હિંમત પુર્વક સામનોકરીને માથું ઊંચું રાખીને આત્મનિર્ભર થઇને જીવતા શીખવું પડશે.

હું તને એક જ સલાહ આપીશ એક ડૉક્ટર તરીકે નહીં પણ એક મિત્ર તરીકે મારા અનુભવ પરથી કે તું એને એટલો પ્રેમ અને આત્મવિશ્વાસ આપ કે તે આ બધાં વિશે વિચારવાનું છોડીદે લગ્ન થાય કે ના થાય પણ તમે એકબીજાનો સાથ ક્યારેય ના છોડતા.બસ." શ્યામ ત્રિવેદીએ આટલું કહીને અભિષેકને ગળે લગાવ્યો.

અહીં રાધિકાબેન પણ રિતુને તે જ સમજાવી રહ્યા હતાં.
"રિતુ,અભિષેક બીજા બધાં પુરુષો કરતા સાવ અલગ છે.તું બહુ નસીબદાર છે કે તને અભિષેક મળ્યો અને સારું જ થયું કે તું તારા પતિથી અલગ થઇ નહીંતર તને ક્યારેય અભિષેક ના મળત જેમ રુહીને રુદ્ર નામળત.રિતુ જેમ રુહી પાછળના ઘાવ ભુલાવી આગળ વધી તું પણ મારી દિકરી છો.પાછળની વાતો પાછળ છોડીને આગળ વધ.
અભિષેકને એટલો પ્રેમ આપ કે તમને બન્નેને એકબીજા સિવાય કોઇ ના દેખાય.પ્રેમમાં બહુ જ તાકાત હોય છે બેટા."રાધિકાબેનની વાતો રિતુને સારી લાગી રહી હતી.
તેટલાંમાં રુદ્રનો વીડિયોકોલ અભિષેક પર આવ્યો.
"હાય મારી જાન,મારી પાસે એક સરપ્રાઇઝ છે"આટલું કહીને અભિષેકે ફોન શ્યામ ત્રિવેદી તરફ કર્યો.શ્યામ ત્રિવેદીને જોઈને રુદ્રની ગભરામણ વધી ગઇ અને રુદ્રની પાછળ છુપાયેલી રુહીની.
"પપ્પ‍ા!તમે?"રુદ્ર માંડ આટલું બોલી શક્યો.
"હા અમે આજે રિતુના માતાપિતાને મળવા ગયા હતા."અભિષેકે પુરી વાત તેને જણાવી.
"ઓહ."રુદ્ર બોલ્યો.
તેટલાંમાં રિતુ અને રાધિકાબેન પણ ત્યાં આવ્ય‍ાં.
"રુદ્રબેટા,રુહી ક્યાં છે."રાધીકાબેને પુછ્યું.
રુદ્રની પાછળ સંતાયેલી રુહી કેમેરા સામે આવી તેને જોઇને બધાં અત્યંત આઘાત પામ્યાં.
"રુહીને આ શું થયું ,રુદ્ર ?"અભિષેક અને રિતુ
"રુદ્ર બેટા,મારી રુહીની સાથે આ શું થયું?"રાધિકાબેન અને શ્યામભાઇ બોલ્યા.

રુદ્રએ ગઇકાલે અને આજે બનેલી તમાન ઘટના વિગતવાર કહી.
"મને માફ કરજો મમ્મી પપ્પા,હું રુહીની રક્ષાના કરી શક્યો.અભિષેક સોરી આ વાત તને છેક અત્યારે જણાવી પણ ચિંતામાં કઇ સુઝયું જ નહીં."રુદ્રે કહ્યું.
અહીં અભિષેક ,રિતુ,શ્યામભાઇ અને રાધિકાબેન સખત આઘાતમાં હતા.રાધીકાબેન રડવા લાગ્યાં.
"આદિત્યને મે સાવ આવો નહતો ધાર્યો.હું તેને ક્યારેય માફ નહીં કરું.મારી કોમળ રુહીને તેણે આટલી તકલીફ પહોંચાડી."રાધીકાબેન રડતા રડતા બોલ્યા
"તમે લોકો પ્લીઝ શાંત થાઓ.હું ઠીક છું.તમને ખબર છે રુદ્રએ કેટલી બહાદુરી પુર્વક તે ગુંડાસાથે લડીને મારો જીવ બચાવ્યો અને મજાની વાત એ છે કે આદિત્ય જેલમાં છે.રુદ્ર અને હેત ગજરાલે તેની ોર કેસ કર્યો છે તે પણ સાબિતી સાથે.હવે તે નહીં બચે.પ્લીઝ સ્માઇલ.તમે લોકો અહીં મારી ચિંતા ના કરો બસ તમારા સંબંધ અને સમય પર ધ્યાન આપો."રુહી મજબુતાઇથી બોલી.તેની આ બહાદુરી પર બધાન ગર્વ થયો.રુહીની આ વાતે બધાંને થોડા નોર્મલ કર્યા અને સામાન્ય વાતો કરી ફોનમુકી દીધો.

તે ફોન મુક્યા પછી પણ રુદ્ર દુખી હતો તે રુહીને આ માર ખાતા અને કિડનેપ થતાંના બચાવી શક્યો તે વાત તેને અંદર જ કોરી ખાતી હતી.રુહી આવીને તેના ખોળામાં બેસી.
"હવે રુચિને થોડાક ઝટકા આપીએ આપણા પ્લાન પ્રમાણે."રુહીની આ સ્વસ્થતા જોઇને રુદ્ર ખુશ થયો.
"અફકોર્ષ ડાર્લિંગ."રુદ્રએ તેને આલીંગનમાં ઝકડતા કહ્યું.

શું અભિષેક અને રિતુ નોર્મલ લાઇફ જીવી શકશે ? રુચિને હવે ક્યો નવો ઝટકો મળવાનો છે?આદિત્ય જેલમાંથી બહાર આવી શકશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Avnibhabhi

Avnibhabhi 1 અઠવાડિયા પહેલા

Sweety Jansari

Sweety Jansari 2 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Akshita

Akshita 1 વર્ષ પહેલા