ચાંદની - પાર્ટ 9 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 9

"અંકલ મારું નામ અનુરાગ છે ...હું અંજલીનો કઝીન છું.. હું કોલેજના પ્રથમ વર્ષમાં છું.."

" અરે વાહ બેટા ..કઈ કોલેજ..?"

"કણસાગરા કોલેજ અંકલ.."

" આ કોલેજ તો અહીંની ખૂબ જ ફેમસ કોલેજ છે ..હું પણ ચાંદની નું એડમિશન ત્યાં જ કરવાનું વિચારું છું.."

"અંકલ અંજલિનું પણ ત્યાં જ એડમિશન કરાવવાનું છે.."

" ખુબ સરસ.. મારી પણ એવી ઇચ્છા હતી કે બંને સાથે હોય તો બંને સાથે આવે જાય.. તો મારી પણ ચિંતા ઓછી થઇ જાય.."

"મેં અંજલીને અને તમને લોકો ને એટલે જ બેસવા કહ્યું હતું.. જેથી તમારું બંનેનું એડમિશન ક્યાં કરવું તે નક્કી કરી શકાય.. "

કણસાગરા કોલેજ નું નામ સાંભળી ચાંદની ચિંતા વધી ગઈ..
કેમકે તે ખૂબ મોટી કોલેજ હતી . એટલે તેને એડમિશન ફી પણ વધુ હશે ..અને પોતાના પપ્પાને તે વધારે ખર્ચ કરવવા માંગતી ન હતી. કેમ કે હજુ નાના ભાઈને પણ ભણાવવાનો હતો. પોતાની ચિંતા વ્યક્ત કરતાં ચાંદની બોલી..

"પપ્પા પણ આ કોલેજની ફી બહુ વધુ હશે . મારે એડમિશન નથી લેવું..."

ચાંદનીના ચિંતાના વાદળો વિખેરાતા અનુરાગ બોલ્યો ..

" તમે ચિંતા ન કરો સ્કોલર ને તો ફ્રી માં એડમિશન હોય છે.. 'સ્કોલર કોટામાં ' તમને તો ખૂબ આસાનીથી એડમિશન મળી જશે.."

"એવું હોય તો કાલે હું કોલેજ જવાનો છું.. ઇન્કવાયરી માટે તમે આવી જાવ .તો તમને મારી વાત પર પણ ખાત્રી થઇ જશે..."

" બેટા તારી વાત સાચી છે . કાલે મારે તો થોડું કામ છે ..એટલે હું નીકળી નહીં શકું .પણ ચાંદની તું અનુરાગ સાથે જઈ બધી તપાસ કરી લેજે ..અને તારૂ એડમિશન ફોર્મ ભરતી આવજે.."

અંજલિ બોલી...

"અંકલ તમે ચિંતા ના કરો.. સવારે હું અને અનુરાગ ચાંદનીને ઘરેથી જ પિકપ કરતા જઈશું ...બધી ઇન્કવાયરી કરી અમે કોલેજનું ફોર્મ પણ ભરી દઈશું.."

"ઓકે હવે ઘણું મોડું થઈ ગયું છે ..મમ્મી રાહ જોતી હશે અમે નીકળીએ ...ચાંદની તું સવારે 10:00 વાગ્યે રેડી રહેજે.."

બધાને બાય કરી અંજલિ, અનુરાગ અને તેની અન્ય સહેલી ઘરે જવા નીકળી..

બધાને ગયા પછી ઘરમાં થોડું કામ પતાવી ચાંદની તેના પપ્પા પાસે ગઈ અને પોતાના પપ્પા ને વળગી પડી..

"શું થયું ચાંદ બેટા..?"

"આંખમાં આંસું સાથે ચાંદની બોલી કંઇ નહી પપ્પા... આજનો દિવસ તમે ખૂબ યાદગાર બનાવી દીધો . હું ક્યારેય નહીં ભૂલી શકું ..."

"મારી વ્હાલી ચાંદ બેટા.. હું તો રોજ ભગવાન નો આભાર વ્યક્ત કરું છું.. કે મને તારા જેવી વહાલી અને ગુણિયલ દીકરી આપી.. મારા દોસ્તો અને આપણા સમાજમાં તારા લીધે કેટલું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.."

ત્યાં ચાંદનીના મમ્મી આવ્યા..

" શું બાપ દીકરી વાતો કરો છો..?"

"બધો વ્હાલ પપ્પાને ..મમ્મીને કંઈ નહીં.."

ચાંદની તેના મમ્મી ના ખોળા માં માથું મૂકી ને નાની બાળકીની જેમ સુઈ ગઈ ..અને બોલી..

" મમ્મી તું તો તમારી જિંદગી છે.. મારી સખી છે મારું બધું જ છે..."

તેની મમ્મી તેના માથામાં હાથ ફેરવતા વ્હાલ ભરી નજરે નિહાળતા રહ્યા ..

"બેટા હવે બહુ મોડું થઈ ગયું છે .તું તારા રૂમ માં જઈને સૂઈ જા સવારે કોલેજ પણ જવાનું છે..."

"મમ્મી હું જાવ છું ..રાહુલ તો આજે ક્યારનો ઊંઘી ગયો છે..."

ચાંદની ફ્રેશ થઈ પોતાના રૂમમાં બેડ પર આડી પડી . આખો દિવસ ના થાક ના લીધે તરત જ ઊંઘી ગઈ ..પણ ચાંદીના મમ્મી પપ્પા હજુ જાગતા હતા..

"મીતા ઊંઘ નથી આવતી..? આજ તો આખો દિવસ બહુ કામ રહ્યું તો થાકી પણ ગઈ હોઈશ.."

"ઊંઘ તો તમને પણ નથી આવતી ..
હા મનમાં થોડી મુંઝવણ છે..."

"કેમ શું થયું બોલ..."

"કંઈ નહિ હવે આપણી ચાંદની દીકરી મોટી થઈ ગઈ.. હવે તે કોલેજમાં જશે ભગવાને તેને ઘણી સુંદરતા આપી છે.. ક્યારેક આ સુંદરતા નો મને ડર લાગે છે..."

"મીતા તું નાહકની ચિંતા કરે છે ..."

"એટલે જ અંજલી અને ચાંદનીના એક કોલેજમાં એડમિશન ની વાત કરી.. બંને રોજ સાથે આવે જાય તો આપણી ચિંતા ઓછી થઇ જાય..વળી અનુરાગ પણ મને ખૂબ સારો અને નિખાલસ સ્વભાવનાં વ્યક્તિ લાગ્યો ..ભલે એક વર્ષ આગળ છે...પણ તે એ જ કોલેજમાં હોવાથી બન્નેનું ધ્યાન રહેશે..."

" પ્રથમ મુલાકાતમાં તમને અનુરાગ પર આટલો બધો ભરોસો..."

"મિતા તું જાણે છે વ્યક્તિને ઓળખવામાં મારાથી ક્યારેય ભૂલ ન થાય ..તે ખરેખર ખૂબ સરળ અને નિખાલસ લાગ્યો.."

"હવે બધું વિચારવાનું છોડી ઊંઘી જા સવારે થાકી જઈશ..."

*************************

અંજલિ અને અનુરાગ ઘરે આવ્યા ...આવતા ઘણું મોડું થઈ ગયું હતું ...
અનુરાગ પોતાના રૂમમાં આવ્યો . ફ્રેશ થવા બાથરૂમમાં ગયો.. અને તેને નેપકીન હાથમાં લઇ ઉભેલી ચાંદની નજરે ચડી...પોતાના આ ભ્રમ પર હસતો હસતો તે પોતાનો ચહેરો અરીસામાં જોઈ રહ્યો... અરીસામાં પણ સામે હસતી ચાંદની જ દેખાતી હતી...

અરીસામાં ફરી ફરીને તે પોતાને નિહાળતો રહ્યો...

૬ ફૂટ ઊંચાઈ ,ખૂબ રૂપાળો ચહેરો,ભૂરી આંખો, ભૂરાકેશ અને મધ્યમ બાંધો..
સુંદર તો પોતે પણ છે.. પણ ચાંદની ની સુંદરતા તો ગજબ છે,.. અને તેનાથી પણ વધારે તેનું મન મોહક હાસ્ય અને મીઠો મધુરો અવાજ ..

ચાંદનીના ગાલોના ખંજન અને મીઠો મધુરો અવાજે અનુરાગના હૃદયના તાર ને ઝણઝણાવી દીધા હતા.

સુવાની લાખ કોશિશ કરવા છતા નિંદ્રા રાણી આવવાનું નામ લેતી ન હતી ..તે વિચારતો હતો ક્યારે સવાર પડે ..?અને ક્યારે ફરી ચાંદનીને મળી શકાશે..?

ક્યારે વિતશે આ રાત...
ને ક્યારે થશે ફરી મુલાકાત...

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 6 માસ પહેલા

Nalini

Nalini 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Reena

Reena 8 માસ પહેલા