રુદ્રની રુહી... - ભાગ -85 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ -85

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -85

"શોર્ય,શું થયું હતું?લાગે છે તને કોઇએ માર્યો છે ઇજ્જતથી."રુદ્રે પુછ્યું.

"ના,મને કોઇએ નથી માર્યું.મારો અકસ્માત થયો હતો.હું વકીલ પાસે જતો હતો મારા અને રુચિના લગ્ન કાયદાકીય રીતે નોંધાવવા ,અચાનક હાઇવે પર આગળ પથ્થર પડ્યા હતા હું તે હટાવવા નીચે ઉતર્યો ,તેને સાઇડ કરી રહ્યો હતો  અને એક ટ્રક ધસમસતી આવતી હતી.હું ખસ્યો અચાનક અને સાઇડમાં ઉંડો ખાડો હતો કાંટાળા ઝાખરા વાળો તેમા પડી ગયો અને મને બહુ વાગ્યું."શોર્યે મનધંડત વાર્તા કરી જે કોઇના ગળે ના ઉતરી.
"શોર્ય,ગધેડાને તાવ આવે તેવી વાતો ના કર."રુચિ તેની વાત પર ભડકી.કાકીમાઁએ તેને ખખડાવી શોર્ય સાથે આ રીતે વાત કરવા માટે.રુદ્રને અંદાજો આવી ગયો કે હોયના હોય શોર્યને તેનો સબક હેત ગજરાલે શીખવાડી દીધો અને હવે પોતાની ઇજ્જત બચાવવા તે ખોટું બોલતો હતો.
"હશે શોર્ય કહે છે તો સાચું જ હશે."કાકાસાહેબે કહ્યું.
"તનેખબર છે શોર્ય અહીં ગઇકાલે શું થઇ ગયું?"આટલું કહી કાકીમાઁએ ગઇકાલે બનેલી ઘટના વિશે કહ્યું.શોર્ય પણ ખુબજ ગુસ્સે થયો.
"આ આદિત્યની હિંમત કેવીરીતે થઇ મારી રુ..."તે રુહી બોલવા જતો હતો પણ સમય અને સ્થળનું ભાન  થયું.
"મારી રુચિને અને રુહીભાભીને કીડનેપ કરવાની.હું તેને નહીં છોડું.તેના હાડકા ખોખરા ના કરું તો શોર્ય સિંહ નહીં."શોર્ય ગુસ્સામાં ધુઆંપુંઆ થઇ રહ્યો  હતો.

"શાંત થા શોર્ય,પહેલા તારી હાલત સંભાળ,બાકી બધું ડેડ જોઇ લેશે.મારા પપ્પા સાથે મારી વાત થઇ ગઇ છે.તેમણે  આપણા લગ્ન સ્વિકારી લીધાં  છે અને તે આદિત્ય પર કેસ કરશે."રુચિ બોલી.

અહીં રુદ્ર ગુસ્સામાં કાંપી રહ્યો  હતો.વારંવાર રુહીના ચહેરા પરની પીડા,તેની ઇજા અને ગુંડા દ્રારા પડી રહેલો માર જ તેને યાદ આવી રહ્યો હતો અને પછી રુહી દ્રારા અપાયેલી કસમ યાદ આવતા તે પોતાને ખુબ જ મજબુર સમજી રહ્યો હતો.તેને કઇંક સુઝ્યુ તેણે વકીલસાહેબને ફોન લગાવ્યો.
"રુદ્ર સર,એટલો જોરદાર કેસ બનાવ્યો છે ને કે તે આદિત્ય પોતાની જાતને જેલમાંથી છોડાવવા હવાતીંયા જ માર્યા કરશે.મે તે વીડિયો કોલ રેકોર્ડિંગ હરિદ્વાર પોલીસ પાસેથી મેળવી લીધું છે.તમે ચિંતા ના કરો આદિત્ય નહીં બચે."વકીલસાહેબ બોલ્યા..

"વકીલસાહેબ,તમે વિચારી શકો છો કે મારી શું હાલત હશે.મારા અંદર જ્વાળામુખી દહકી રહ્યો છે.મન તો થાય છે કે આદિત્યને એવી મોત આપું કે  પણ રુહીના કસમ વચ્ચે આવે છે પણ રુહીએ તમને કસમ નથી આપ્યા તો તમે ભલે આદિત્યને મરાવો નહીં પણ એવું તો કઇંક કરી જ શકો કે આદિત્યને જેલમાં પણ શાંતિ ના મળે.સમજી રહ્યા છો ને?"રુદ્ર બોલ્યો.
"હા પણ એવું  તો શું કરવાનું છે?"વકીલસાહેબના પ્રશ્નનો રુદ્રએ જવાબ આપ્યો.પ્લાન તેનો પણ તે પુરી રીતે અમલ કરશે વકીલસાહેબ જેથી રુહીના કસમ ના તુટે.

"કામ થઇ જશે.મારા રુહીભાભીને તકલીફ આપવા વાળાને હવે હું સજા અપાવીશ બધી રીતે."વકીલસાહેબે આટલું કહીને ફોન મુકી દીધો.

*        *         *
અભિરિ

પ્રકાશભાઇ બધાની પોતાના તરફ મંડાયેલી મીટ ભાળી ગયા.
" ના મારું મન નથી માનતું,આ સંબંધ મને મંજૂર ત્યારે  જ આવશે જ્યારે અભિષેક રીતુ સાથે લગ્ન કરશે.ભલે અભિષેકની કોઇપણ ગેરંટી લેવા તૈયાર હોય પણ હું નથી માનતો.અભિષેક માફ કરજો બેટા

આમા તો મારી દિકરીના ભવિષ્યનો સવાલ છે ,રિતુએ ના પાડી લગ્ન માટે અને તમે એક વાર પણતેને તેના માટે મનાવ્યા વગર ઘરે લઇ ગયા અને લીવ ઇન રીલેશનમાં રહેવા લાગ્યાં.ભલે તમે અલગ અલગ સુવો છો પણ તમે એકબીજાથી દુર ક્ય‍ાંસુધી રહેશો?

અત્યારે તમને બાળક નથી જોઇતું પણ પછી તમારા મિત્રો અને સગાને જોઇ કે તેમની વાતો સાંભળીને શું મનમાં બાળકની આશ નહીં જાગે?ત્યારે તમે તેને અનેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે લઇ જઇને તેનો ઇલાજ કરાવશો.તેના મન પર શું વિતશે તે નહીં વિચારો.પછી તમે અલગ થઇ જશો.રિતુની સિક્યુરિટી  શું ?

પછી તમે કહેશો કે અમે બાળક દત્તક લઇશું તેમા પણ મારી દિકરીને માનસિક તકલીફ પડશે.માફ કરજો પણ મને તમારી સાથે મારી દિકરીનું ભવિષ્ય સલામત નથી લાગતું.તે તમારી સાથે નહીં રહે.લગ્ન થ‍ાય તો રિતુને કાયદાકીય સહાય મળે.આમા તો કશુંજ નહીં.એક વાત સાંભળી લે રિતુ અગર તું આમની સાથે લગ્ન કર્યા વગર ગઇ તો અમારું મોઢું તને આજીવનમાં બીજી વાર જોવા નહીં મળે."પ્રકાશભાઇ મોઢું ફેરવીને ગુસ્સામાં ઊભા રહ્યા.રિતુ અને અભિષેક સ્તબ્ધ હતાં.
ડૉ.શ્યામ ત્રિવેદી તાલીઓ પાડતા આગળ આવ્યાં.
"વાહ પ્રકાશ વાહ...શું વિચારસરણી છે તારી.માન્યો કે તે જે પહેલા કીધું  તેમા તારી તારી દિકરી માટેની ચિંતા હતી પણ પછી જે બોલ્યોને તે તારી જુનવાણી વિચારસરણી હતી.
તે કઇરીતે ધારી લીધું આ બધું અભિષેક માટે?તું શું જાણે છે તેના વિશે? તે કેવા દિવ્યપુરુષનો પ્રવિત્ર વિચારો ધરાવતો દિકરો છે તે તું ક્યાં જાણે?રહી વાત મારા માન કે અપમાનની તોમારો ઇશ્વર જાણે છે કે મે રિતુ અને રુહીમા ક્યારેય ફરક નથી કર્યો.આજે હું તે હકથી નિર્ણય લઉં છું.જા બેટા રિતુ,અભિષેક સાથે.મને પુરો વિશ્વાસ છે કે તમે બન્ને સુખી રહેશો.પ્રકાશ અને ભાભી, મારો વિશ્વાસ કરો કે જલ્દી જ તે બન્ને આવીને તમને કહેશે કે અમારે લગ્ન કરવા છે."શ્યામ ત્રિવેદી બોલ્યા.પ્રકાશભાઇએ તેમને બે મહિનાનો સમય આપ્યો.રિતુ અને અભિષેક તેમના માતાપિતા અને રુહીના માતાપિતાના આશિર્વાદ લઇને  તેમના ઘરે જવા નિકળ્યા એકબીજાનો હાથ પકડીને.તેમના આગ્રહને વશ થઇને શ્યામભાઇ અને રાધિકાબેન પણ તેમની સાથે જવા નિકળ્યા.

અહીં બહાર તેમને જોઇને પાડોશીઓનું ટોળું જમા થઇ ગયું  હતું.જે તેમને જોઇને ગુસપુસ કરવા લાગ્યા અને હસવા લાગ્યાં.
"જો આ વાંઝણીને બીજો વર મળી ગયો...
જો જે આ વખતે પણ પાછી ના આવતી...
લગ્ન કર્યા વગર સાથે રહેશે...
આવા અનેકો મહેણા સાંભળીને રિતુ ફરીથી નિરાશ થઇ ગઇ.અભિષેકને ખુબ જ ગુસ્સો આવ્યો અને તે લોકો તરફ પાછો ફર્યો.

*    *    *

અહીં આદિત્ય ખુબજ ડરેલો હતો.ગઇકાલ રાતનો તે હજીસુધી પોતાના રૂમમાં જ ભરાયેલો હતો.ત

જબ્બારભાઇના ત્યાંથી નિકળીને તેણે તે રૂપિયામાંથી તુરંત જ પોતાનો ઓર્ડર પુરો કરવાનું કામ શરૂ કર્યું  હતું.સાથે તેને રુહી અને રુચિના ભાનમાં આવવાની રાહ હતી કે તે બન્ને ભાનમાં આવે અને તે તેમની સાથે વાત કરે.

તેની તે ઇચ્છા પુરી પણ થઇ.તેણે તે ગુંડાઓને ખાસ કહ્યું  હતું કે તે બન્નેને કોઇ શારીરિક ઇજા ના પહોંચવી જોઈએ પણ રુહીએ લાકડી વડે જ્યારે તેમને મારવાનું ચાલું કર્યું ત્યારે તે ગુંડાઓએ રુહીને ખુબ મારી અને પછી અચાનક પોતાના પ્લાન પર પાણી ફર્યું ,રુદ્ર આવી ગયો.રુદ્રનું રૌદ્ર સ્વરૂપ જોઇને તે ખુબજ ડરી ગયો.તેણે તે ફોન કટ તો કરી લીધો પણ હવે તે ડરેલો હતો કે રુચિ અને રુહી તેમના વિરુદ્ધ ફરિયાદ કરશે તો.રાતથી રૂમની બહાર ના આવેલા આદિત્ય માટે તેના માતાપિતા ચિંતિત થયા તેમણે પ્રયાસ કર્યા છતા તે બહાર ના આવ્યો એટલે તેમણે અદિતિને બોલાવી.અદિતિ આદિત્ય પાસે ગઇ.આદિત્યે તેને બધી જ વાત જણાવી.

"ઓહો ભાઇ.શું તમે પણ ખોટી ખોટી ચિંતા કરો છો.તે લોકોની ફરિયાદ પર કોણ વિશ્વાસ કરશે અને માનોકે ફરિયાદ નોંધી પણ દીધી તો સાબિતી ક્યાંથી લાવશે.આ ગુંડાઓ બહુ પાક્કા હોય તે પોતાના માલીકનું નામ ના લે.તે તો તિકડમ કરીને છુટી જાય અને કેસ રફાદફા."અદિતિની વાતથી તેને થોડી નિરાંત થઇ.

"પણ પેલા સિંહ ભાઇઓ શોર્ય અને રુદ્ર??"આદિત્ય ફરીથી ડરી ગયો

"હા તો તમે પોલીસ પ્રોટેક્શન લઇ લો કઇપણ બહાનું બનાવીને કે તે બન્ને શોર્ય અને રુદ્ર તમારી પાછળ છે.તમને તેમનાથી ખતરો છે."અદિતિએ કહ્યું.

"હા તે બરાબર છે હું કહી દઇશ પોલીસને કે રુદ્રએ રુહીને ભોળવીને પોતાની પત્ની બનાવી લીધી અને મારા બાળકને લઇ ગયો હવે તે મને મારવા ઇચ્છે છે અને તેમાંથી બહાર આવવા હું મારા નાનપણની મિત્ર રુચિ સાથે લગ્ન કરવા જતો હતો તો રુદ્રનો ભાઇ શોર્ય તેને ભોળવીને ભગાવી ગયો હવે તે પણ મને મારવા ઇચ્છે છે.વાહ અદિતિ તું જિનિયસ છો."આટલું કહીને આદિત્ય પોલીસ સ્ટેશન જવા તૈયાર થયો તેણે સાબિતી લીધી અને અદિતિ પણ તેની સાથે જવા તૈયાર થઇ.તેટલાંમાં ઘરનો બેલ વાગ્યો ,સામે પોલીસ જોઇને આદિત્યના માતાપિતા ગભરાઇ ગયાં.આદિત્ય અને અદિતિ દોડીને બહાર આવ્યા.

"મિ.આદિત્ય શેઠ,યુ આર અંડર એરેસ્ટ.મિ રુદ્રાક્ષ સિંહ અને મિ.શોર્ય સિંહે તમારા વિરુદ્ધ કમ્પેલઇન નોંધાવી છે.કે તમે મિસીસ રુહી રુદ્રાક્ષ સિંહ એટલે કે તમારા પુર્વ પત્નીને  અને રુચિ  શોર્ય સિંહને કીડનેપ કરાવી તેમને ખુબ માર મારી અને તેમની ઇજ્જત ખરાબ કરવાની કોશીશ કરી."પોલીસ ઇન્સપેક્ટર બોલ્યા.

રુદ્રના વકીલસાહેબે  હરિદ્વાર પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર કરાવી હતી અને  હેત ગજરાલના વકીલે પણ હરિદ્વારમા આદિત્ય વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો કેમ કે હવે રુચિ અને શોર્ય પતિપત્ની હતા તેથી આ કેસ હેત ગજરાલના વકીલના કહેવા પર શોર્યે આદિત્ય વિરુદ્ધ નોંધાવ્યો હતો. આદિત્ય ઓળખી ગયો કે આ હેત ગજરાલના વકીલ હતા.  ટ્રાન્સફર વોરંટ દ્રારા મુંબઇ પોલીસ તેને એરેસ્ટ કરવા આવી હતી.

આદિત્ય ખુબજ ડરી ગયો તેના પગ ઢીલા પડવા લાગ્યાં અને પરસેવો વળવા લાગ્યો.અદિતિ તેના કાનમાં બોલી,

"ભાઇ,ડરો નહીં અને હિંમતપુર્વક જાઓ.તમે આરોપ સ્વિકારવાની ના પાડી દેજો.અામપણ તે લોકો પાસે તમારા વિરુદ્ધ કોઇ પુરાવા નથી. જો તમે ડરશો તો તે તમને ગુનેગાર માની લેશે."અદિતિ તેના કાનમાં બોલી.

પિયુષભાઇ અને કેતકીબેન હેબતાઇ ગયા ,તેમને વિશ્વાસ નહતો આવતો કે આદિત્ય આવું કરી શકે.

"આદિત્ય,આ ઇન્સપેક્ટર સાહેબ કહે છે તે સાચું છે?"પિયુષભાઇ બોલ્યા.

"ના પપ્પા, ખોટું બોલે છે તમારી રુહી  જોયું કેવું તમને રુહી રુહી થતું હતું.કેવું કર્યું તેણે?"આદિત્ય ખોટું બોલ્યો જે કેતકીબેન તેના હાવભાવ પરથી જાણી ગયા.

"મિ.શેઠ,એ બધું પછી કોર્ટ નક્કી કરશે."આટલું કહીને ઇન્સપેક્ટર સાહેબે આદિત્યને એરેસ્ટ કર્યો.

રુદ્રની રુહીને તકલીફ પહોંચાડીને આદિત્ય હવે કેવી કેવી મુશ્કેલીમાં ફસાસે?અભિષેક અને રિતુની ક્યુટ લવસ્ટોરીમાં શું સમાજ બનશે વિલન?

શોર્ય અને રુચિના શું હાલ થસે રુદ્રની હવેલી પર? જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Geeta Nilesh

Geeta Nilesh 1 વર્ષ પહેલા

Chirag Radadiya

Chirag Radadiya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 1 વર્ષ પહેલા