ચાંદની - પાર્ટ 7 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 7

ચાંદનીનો પરિવાર બે રૂમ રસોડાના નાનકડા ફ્લેટ માં રહેતો હતો..પણ આજે આ ફ્લેટને ચાંદની ના પરિણામની ખુશીમાં ફૂલો થી ખૂબ સરસ રીતે સજાવ્યો હતો...

દરેક માં બાપ માટે દીકરીની દરેક ખુશી કે નાનકડી કામયાબી પણ એક ઉત્સવ સામાન હોય છે... એટલે જ તેને યાદગાર બનાવવાનો એક પણ મોકો તે ચૂકતા નથી...

મિતાબેન અને કિરીટભાઈ માટે ચાંદની તેના જીગરનો ટુકડો હતી...તેની એક ખુશી માટે તે બધું જ કરી છુટતા...અને આજે તો ચાંદની એ સમાજમાં પરિવારનું નામ રોશન કર્યું હતું..એટલે આજના દિવસને કિરીટ ભાઈ યાદગાર બનાવવા માંગતા હતા..

બધાએ મળી સાંજ સુધીમાં તો બધી જ તૈયારી કરી દીધી હતી..પાર્ટીમાં ચાંદની ની ખાસ સહેલીઓ અને થોડા કિરીટભાઈ ના મિત્રો ને આમંત્રણ અપાયું હતું..

" અરે મમ્મી હજી કેટલું બનાવીશ..તું થકી જઈશ..હવે થોડો આરામ કરી લે પછી સતત ઊભા ઊભા તારા પગ દુખશે.."

"ચાંદની બેટા તું ચિંતા ના કર અને હવે તું તૈયાર થવા જા..હમણાં તારી સહેલીઓ આવતી જ હશે..બસ આ ગુલાબ જામ્બુ પણ જો બની જ ગયા છે..."

"જો ને બેટા હું તારી મમ્મી ને કહેતો જ હતો કે નાસ્તો બહાર થી લઇ આવું જેથી તેને માથા કુટ ના રહે.. અને થોડો આરામ પણ મળે.."

"ચાંદની તારા પપ્પા ની વાત સાચી હતી.. પણ એવો નાહક નો ખર્ચ શુકામ કરવો..? એટલા પૈસામાં તો બધા પેટ ભરીને ખાઈ શકે.. "

ચાંદની અને તેના માતા પિતા વાતો કરતા હતા ત્યાં જ રાહુલ તૈયાર થઇ આવી ગયો... અને કહેવા લાગ્યો..

"તમારે બધાને શું મહેમાન આવી જાય પછી તૈયાર થવાનું છે..?"

"અને બધા એ એકસાથે જવાબ આપ્યો આજે તું ઘરનો મોભી બની બધાને આવકારજે બીજું શું..?"

અને બધા હસી પડ્યા...

ચાંદની તેના રૂમમાં તૈયાર થતી હતી અને રાહુલ પોતાના દોસ્તો ની રાહ જોતો બાલ્કની માં ઉભો હતો...

કિરીટ ભાઈ જલ્દીથી તૈયાર થઈ મિતા બેન પાસે આવ્યા...અને તેના ચોટલામાં મોગરાની તાજી વેણી નાખવા લાગ્યાં...

અરે તમે પણ શું કરો છો ..? હવે તો આપણી ચાંદની પણ યુવાન થઈ ગઈ છે...તે જોશે તો કેવું લાગે..?

"તેમાં શું ..? તે પણ જાણે છે કે હું તેની મમ્મીને કેટલો પ્રેમ કરું છું..."

"મિતા તારા પ્રેમ અને હૂફ જ મને કોઈ પણ સંજોગો સામે લડવાની પ્રેરણા આપે છે ..અને સાચું કહું તો તું તો આજે પણ આસમાન માં રહેલા ચાંદ કરતાં પણ વધુ મનમોહક છે... અને ભગવાને એજ તારું રૂમ ચાંદનીને આપ્યું છે...અને એટલે જ આપણે તેનું નામ ચાંદની રાખ્યું હતું.."

અને કિરીટભાઈ એ ધીરે થી મિતા બેનને પોતાની બાહો માં સમાવી લીધા...

"તમે મારા માટે વેણી લાવવાનું ભૂલતા નથી હો..અને ક્યારે લઈ આવો છો તે મને ખબર જ નથી પડતી..."

"અરે ગાંડી આ વેણી તો આપણા જીવનની અમૂલ્ય યાદ છે તે કેવી રીતે વિસરાય...?"

ચાલો હવે હોલ માં જઈએ બધા આવતા જ હશે...

કિરીટભાઈ અને મિતા બેન હોલ માં આવ્યા..ત્યાજ મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા... થોડી વારમાં કિરીટભાઈ ના લગભગ બધા મિત્રો આવી ગયા...આ શહેરમાં તેમના કુટુંબ નું તો કોઈ રહેતું નહિ...પણ બધા મિત્રો પરિવાર જેવા જ હતા.. ધીમે ધીમે કરતાં આખો હોલ મહેમાન થી ભરાઈ ગયો..
કેશા,મીરા, ખુશી, અંજલિ ..ચાંદની ની બધી સહેલીઓ પણ આવી ગઈ...

બધાની વચ્ચે ચાંદનીની બેસ્ટ ફ્રેન્ડ અંજલિ ..ચાંદની ને શોધતી હતી...

"આંટી ચાંદની ક્યાં...?"
"હજુ તૈયાર નથી થઈ..?"

અંજલિ બોલી ત્યાજ બાજુના રૂમમાંથી ચાંદની આવી...

બધાની એક સાથે ચાંદની પર નજર પડી...ચાંદની નું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું તે રોજ કરતાં પણ વધારે મનમોહક લાગતી હતી...

અંજલિ તરત જ ચાંદનીને વળગી પડી...પોતાની સહેલી પ્રથમ આવી તેની તેને ખૂબ ખુશી હતી..બધા મહેમાનોએ વારાફરતી ચાંદનીને અવનવી ગિફ્ટ અને ફૂલો આપી અભિનંદન આપ્યા...

આ બધાની વચ્ચે એક નજર મંત્રમુગ્ધ થઈ ચાંદનીના ચહેરાને નીરખી રહી હતી...

💞વસંતની બહાર ખીલી ઊઠી તને જોઇને...
પૂનમનો ચાંદ પણ શરમાય તને જોઇને...!
મનમાં કેટલીય ઉમંગો જાગી તને જોઇને...
સાથે કંઇક કહેવાનું મન થાય છે તને જોઈને...!!💞

બધી સહેલીઓમા અંજલિ ચાંદનીની ખાસ મિત્ર હતી..બંને એક જ ક્લાસમાં ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી.. બંને ભણવામાં ખુબ હોશિયાર હતી ..ચાંદની પ્રથમ હતી તો અંજલિ સેકન્ડ હતી.. બંનેના ઘર પણ બહુ દૂર નહોતા ..
પણ આખો દિવસ સ્કૂલમા સાથે જ હોય એટલે એકબીજાના ઘરે ક્યારેય જવાનું થતું નહોતું...

ચાંદની અને તેની સહેલીઓ એ મિતા બેનની સાથે મળી બધા મહેમાનોને નાસ્તો સર્વે કર્યો...

"હેલ્લો મિસ ચાંદની congratulations.."

અચાનક પાછળ થી અવાજ આવતાં ચાંદની ઝડપથી આગળ ફરવા જતા તેના હાથમાં પકડેલો જાંબુનો વાટકો સામે ઉભેલી વ્યક્તિ ના હાથ પર ઢોળાયો..

"ઓહ ...સો.. સોરી..."
ત્યાજ બાજુમાં ઊભેલી અંજલિ બોલી..
"ચાંદની મીટ માય કઝીન ..."
" અનુરાગ"..
"ઓહ અનુરાગજી really very very sorry.. "
હાંફળી ફાફળી થતા ચાંદની બોલી..

"Relax ચાંદની it's ok.. don't be sorry.."
"ભૂલ મારી છે મારે આમ અચાનક પાછળથી ના બોલવું જોઈએ..."

ત્યાં મિતા બેન આવ્યા" ચાંદની બેટા અનુરાગને બાથરૂમ બતાવ તે હેન્ડ વોશ કરી લે.."
" હા મમ્મી.."
ચાંદની અનુરાગને હેન્ડ વોશ માટે બાથરૂમ તરફ લઈ ગઈ...

અનુરાગ ક્યારનો જેને મંત્રમુગ્ધ થઈ નીરખી રહ્યો હતો પલ વારમાં તેની સાથે ચાલતા અજીબ રોમાંચ અનુભવી રહ્યો હતો..

હેન્ડ વોશ કરી અનુરાગ બાથરૂમની બહાર આવ્યો ..
ચાંદની હાથમાં નેપકીન લઈ બાથરૂમની બહાર ઉભી હતી...

અનુરાગને જોતા જ તે ખડખડાટ હસવા લાગી...

થોડી વાર પહેલા શરમિંદગી અનુભવતી ચાંદનીને આમ હસતા જોઈ અનુરાગ કાઇ સમજ્યો નહિ..પણ તેનું નિખાલસ હાસ્ય જોઈ અનુરાગના મનને અજીબ ટાઢક થઈ... મજાકના અંદાઝ માં તે બોલ્યો...

"મહોદયા મહેરબાની કરી મને જણાવશો કે આપ મુજ ગરીબ પર કેમ હસી રહ્યા છો..."

ચાંદની કશું બોલી નહિ પણ ઇશારાથી સામે રહેલ અરીસો બતાવ્યો...

અનુરાગે અરીસામાં જોયું તો હાથ ધોતા ધોતા ઉડેલા સાબુના ફીણ અનુરાગના ગાલો પર મોતી બની ચમકતા હતા.. અને બંને ફરી હસી પડ્યા...

ચહેરો ધોઈ અનુરાગ બહાર આવ્યો ત્યાં સુધીમાં ચાંદની ત્યાંથી જતી રહી હતી ...

મહેમાનોથી ખીચોખીચ ભરેલા હોલમાં અનુરાગની નજર ચાંદની ને શોધી રહી હતી...

❣️ગોતે છે આંખ તને કશુંક કહેવા...
છે ઘણી વાતો તને કશુંક કહેવા...!!❣️

ક્રમશઃ

Bhumi Joshi.
13/10/2020.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Reena

Reena 8 માસ પહેલા