રુદ્રની રુહી... - ભાગ-81 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-81

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -81

અભિરિ...
રિતુ અભિષેકની સામે જ જોઇ રહી હતી,અભિષેક લુચ્ચુ હસ્યો અને બોલ્યો,
"તું ઉંઘી શકે છે હોં મારા બેડરૂમમાં,મારો બૅડ બહુ મોટો છે અને હું તને પ્રોમિસ તો નથી આપતો પણ આઇ વીલ બી નૉટ બીહૅવ નોટી...હું કોશીશ કરીશ કે હું ડાહ્યો થઇને સુઇ જઉં.બાકી તો..."આટલું કહી તે પોતાની ખુરશી ખેંચીને રિતુની બાજુમાં આવીને બેઠી ગયો.
"અચ્છા,આઇ લાઇક યોર ઓનેસ્ટી થેંક્સ બટ નો થેંક્સ,મે મારી સુવાની વ્યવસ્થા ખુબ જ સરસ કરી છે.જોવી છે તારે?"રિતુએ પુછ્યું.
"હા અફકોર્ષ,આટલો સરસ બૅડ,આટલો સરસ બૅડરૂમ અને આટલો જોરદાર હું ,અમને છોડીને તે શું વ્યવસ્થા કરી છે તે તો જોવી જ પડે."અભિષેક બોલ્યો.રિતુ અભિષેકને બાલ્કની પાસે લઇ ગઇ જ્યા અંદરની તરફ એક ખુણો જે ખાલી પડતો હતો,ત્યાં સ્લિપવેલની સિંગલથી થોડી મોટી મેટ્રૅસ નીચે ગોઠવેલી હતી.તેની પર સુંદર નવી ચાદર અને નાના નાનાક્યુટ પીંક કલરના પીલો અને પીંક કલરની રજાઇ હતી.સાઇડમાં નાનું એક ટેબલ જેના પર રિતુની બુક્સ અને તેનો મોબાઇલ,તેણે તે સિંગલ બેડની ઉપર કૉઝી કોર્નર બનાવ્યું હતું,સુંદર પીંક કલરના દુપટ્ટા વડે અને નાની લાઇટીંગ અને મચ્છરદાની.
અભિષેક આશ્ચર્ય પામ્યો.
"વાઉ!રિતુ તે તો ઘરની શકલ એક જ દિવસમાં બદલી નાખી.જમવાનું પણ ખુબ જ ટેસ્ટી હતું,થેંક ગોડ કે હવે મને આટલું સરસ જમવાનું રોજ મળશે."આટલું કહીને અભિષેકે રિતુના બન્ને હાથ પકડ્યા અને ચુમ્યાં.

"હમ્મ રિતુ,મારું મન બદલાઇ ગયું છે અને તે એમ કહે છે કે મારા બેડ,બેડરૂમ અને મારી સામે ,તારો આ ઓસમ કોઝી કોર્નર,આ સિંગલ બેડ અને તું વધારે ઓસમ છે.કેન આઇ જસ્ટ સ્લીપ હિયર."અભિષેકે તેની નજીક જતા શરારતી અંદાજમાં પુછ્યું.
"ના,ગો ટુ યોર બેડરૂમ.ગુડ નાઇટ."આટલું કહીને રિતુએ તેને તેના બેડરૂમમાં ધકેલીને બારણું બંધ કર્યું.

રિતુએ થોડીવાર બુક વાંચી અને પછી સુઇ ગઇ.અડધી રાત્રે તેને કઇંક અનુભવાયું તેની આંખો ખુલી ગઇ.અભિષેક તેની કમર ફરતે પોતાનો હાથ વિટાંળીને સુઇ ગયો હતો ધસધસાટ.તેને જોઇને રિતુને હસવું આવ્યું.તે એક નાનકડા માસુમ બાળક જેવો લાગતો હતો.તેને ઉઠાડવાની જગ્યાએ તેના કપાળે એક નાનકડી પપ્પી કરીને તે પણ તે સ્પર્શનો અહેસાસ લેતા સુઇ ગઇ.
*****
અહીં રુચિ અને રુહીને લઇને કાકીમાઁ મંદિર ગયા,તેમણે તેમના બન્નેના માટે એક નાનકડી પુજા કરાવી.જે તેમની સલામતીમાટે હતી.તેમણે એક દોરો જે પંડિતજીએ આપ્યો તે બન્નેના હાથે બાંધ્યો.રુચિ અને રુહી એકબીજાની સામે જોવાનું અને એકબીજાની સાથે બોલવાનું ટાળતી.

પુજા સંપન્ન થતા રુહી અને રુચિને તે મંદિરની પરિક્રમા કરવાની હતી નવ વાર.રુચિ અને રુહીએ મંદિરની પરિક્રમા શરૂ કરી,આઠ વાર પરિક્રમા પુર્ણ થઇ નવમી પરિક્રમા પુરી થાય અને રુચિ અને રુહી આવે તેની રાહ જોઇને કાકીમાઁ બેસેલા હતા જે લગભગ એક મીનીટમાં પતવી જોઈએ તે હજી સુધી પતીનહી અને રુચિ અને રુહી આવ્યા નહીં. પંદર મીનીટ થઇ,હવે કાકીમાઁને ચિંતા થઇ.તે પુજાની થાળી મુકીને તેમને જોવા ગયા પણ તે ક્યાંય દેખાયા નહીં.હવે તે ગભરાઇ ગયાં. આસપાસ,આજુબાજુ બધે જ જોયું ,રુહીને ,રુચિને ફોન પણ કર્યો પણ સ્વિચ ઓફ હતો.ડ્રાઇવર પણ તેમને શોધવામાં લાગી ગયો.તેમને ફાળપડી.તેમણે ડરતા ડરતા રુદ્રને ફોન કર્યો.
"પ્રણામ કાકીમાઁ બોલો શું વાત હતી?"રુદ્ર સામે છેડેથી બોલ્યો.
"રુદ્ર ,રુહી અને રુચિ મળતા નથી.તું અહીં મંદિરમાં જલ્દી આવ"કાકીમાઁ માંડ આટલું બોલી શક્યાં.રુદ્રના હાથમાંથી ફોન પડી ગયો.રુદ્ર અને કાકાસાહેબ ભાગતા ભાગતા મંદિરમાં આવ્યાં ,કાકીમાઁ રડી રહ્યા હતા.
"શોર્યની માઁ,શું થયું ?"કાકાસાહેબે પુછ્યું
"કાકીમાઁ,રુહી ...રુહી ક્યાં છે?"રુદ્ર ગભરાયેલો હતો..
કાકીમાઁએ સમગ્ર ઘટના કહી,કાકાસાહેબે પોતાના માણસોને અને રુદ્રે પોતાના પોલીસ મિત્રને કહ્યું.તે પોતે પણ તેવી તમામ જગ્યાએ ગયો જ્યાં રુહીને રાખી શકે.
"આદિત્ય ,આ બધું તેણે જ કર્યું હશે."

સવારથી લઇને સાંજ થઇ ગઇ હતી પણ રુહી કે રુચિને કોઇ શોધી નહતું શક્યું.અહીં શોર્ય પણ સવારથી ગાયબ હતો.

અહીં રુચિ અને રુહી શહેરની વચ્ચોવચ એકગીચ ગલીના ખુણાના મકાનમાં કેદ હતા સામે ચાર પાંચ ગુંડાઓ બેસેલા હતા.રુચિ અને રુહીના હાથ અને મોઢું બાંધેલું હતું.તે બન્ને બેભાન હતા.રુહીને અને રુચિને ધીમેધીમે ભાન આવ્યું.

"બોસ,બન્ને હીરોઇનોને ભાન આવી ગયું છે,ફોન કરીએ?"એક ગુંડો બોલ્યો.
તેનો બોસ આવ્યો તેણે આદિત્યને વીડિયો કોલ કર્યો અને તે બન્નેના મોઢા ખોલ્યા.મોઢા ખોલતાની સાથે જ તેમણે ચીસો પાડવાનું ચાલું કર્યુ.તે ગુંડાએ બન્નેને ગાલ પર બે જોરદાર લાફા મારી દીધાં.તેમના મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું.
"એ હીરોઇનો,હવે ચીસો પાડીને તો ખેર નથી."તે ગુંડો બોલ્યો.
"કોણે તમને આ કામ સોંપ્યું છે?"રુહીએ પુછ્યું.
"હમણા વાત જ કરાવી દઉં."તે ગુંડો બોલ્યો.

તેટલાંમાં તે ગુંડો ફોન લઇને આવ્યો અને તે બન્ને સામે મુક્યો અને તે રૂમમાંથી જતાં રહ્યા.રુહી અને રુચિની સામે આદિત્ય હતો વીડિયો કોલમાં.

"હાય ડાર્લિંગ્સ,યુ નો વોટ મે તો રુહીની પાછળ માણસ લગાવ્યો હતો તેને ઉઠાવવા પણ જ્યારે સવારે મને ખબર પડી કે તમે બન્ને એકસાથે હતા તો મે તમને બન્નેને ઉઠાવી લીધાં."આદિત્ય બોલ્યો.

"આદિત્ય,રાસ્કલ આવું હલકું કામ તું જ કરી શકે."રુચિ ગુસ્સામાં બોલી.
"અરે વાહ,શોર્ય સાથે લગ્ન કર્યા પછી તારી શકલ તો એક દિવસમાં બદલાઇ ગઇ."આદિત્ય બોલ્યો.
"આદિત્ય ,તે તારા જીવનની સૌથી મોટી ભુલ કરી છે.જ્યારે રુદ્રને ખબર પડશે કે તે તેમની રુહીને કિડનેપ કરેલી છે તો."રુહી બોલી રહી હતી.
"એય ચુપ મારો રુદ્ર આમ મારો રુદ્ર તેમ ચુપ...કઇ નહીં કરી શકે તે પોતે તને ધક્કો મારીને કાઢી મુકશે.તારી પણ રુચિ એ જ હાલત થશે."આદિત્ય બોલ્યો.
"તું શું કરવા માંગે છે આદિત્ય?"રુચિ બોલી.
"રુચિ ખરાબ તો તે પણમારી સાથે સૌથી વધારે કર્યું છે.તારા માટે મે રુહીને દગો આપ્યો હતો,લગ્નેત્તર સંબંધ રાખ્યો અને તું બે દિવસના આવેલા પેલા શોર્ય માટે મને લગ્નમંડપમાં છોડીને જતી રહી.તારી પણ હાલત ખરાબ થસે.

તમને ખબર છે કે હું શું કરીશ તમારી સાથે? ...કશુંજ નહીં કરું...હા સાચે કશુંજ નહીં બસ એક રાત આ કાલકોઠરીમાં બંધાયેલી હાલતમાં રહેવાનું અને કાલે સવારે તમને મારા માણસો છોડી દેશે."અાદિત્ય બોલ્યો.
"તમને એમ થશે કે એમા શું હેને?એમા ઘણુંબધું બધાં શંકા કરશે તમારા પર..તમારા ચારિત્ર પર ...તેમને લાગશે કે તમારી સાથે..પણ થયું કશું નથી કોણ વિશ્વાસ કરશે?રુદ્ર કે શોર્ય કોઇ નહીં.મારો બદલો પુરો થશે જેમ હું એકલો રહી ગયો તેમ તમે પણ એકલા રહી જશો."આદિત્યે અટ્ટહાસ્ય કર્યું.

"આદિત્ય ,આમ નિશસ્ત્ર દુશ્મન પર શું વાર કરે છે? તારા માણસોમાં તાકાત હોય તો એક વાર અમારો હાથ છોડીને જોવે."રુહી બોલી.

"અચ્છા એટલે માર ખાવાની ઇચ્છા છે તમારી?કઇનહી એ પણ પુરી કરી દઇએ."આટલું કહીને આદિત્યે તે માણસોને બોલાવ્યા અને તેમના હાથની દોરી ખોલાવી.
"એય કેમ કે તે સ્ત્રી છે તો તેમને એક લાકડી પણ આપો."આદિત્ય બોલ્યો.

તે ગુંડાઓએ તેમના હાથ છોડ્યા અને તેમને એક એક લાકડી આપી.રુહી અને રુચિએ તેમની સાથે લડવાનું શરૂ કર્યું રુહી પહેલા કરતા ઘણી સ્ટ્રોંગ હતી પણ તે લોકો વધારે હતા અને તે બન્ને માત્ર બે જણા તે લોકોએ તેમને ઘેરી લીધા.તેમાથી એકે રુહીને લાકડીના બે ચાર વાર મારી દીધાં તેના બરડા પર.તે જમીન પર પડી ગઇ.તે પીડામાં કણસી રહી હતી.રુચિ રુહીની હાલત જોઇને ડરી ગઇ.તેટલાંમાં જ દરવાજો તુટ્યો અને રુદ્ર આવ્યો તે માણસો પર તે તુટી પડ્યો.

****
અહીં કાકાસાહેબ અને કાકીમાઁ રુદ્રના ઘરે હતા.કાકીમાઁ આરુહનું ધ્યાન રાખી રહ્યા હતા.આરુહ ખુબ જ ડરેલો હતો.માંડ માંડ તેને સુવડાવીને તે કાકાસાહેબ પાસે આવ્યાં.
"કહું છું મને રુચિ અને રુહી સાથે શોર્યની ચિંતા પણ થાય છે તે ક્યાં હશે?સવારથી તેનો ફોન પણ નથી લાગતો કે તેના સમાચાર પણ નથી."કાકીમાઁ બોલ્યા.
"શોર્યની માઁ,મને પણ તેનીજચિંતા કોરી ખાય છે.મારો દિકરો સવારથી તેના કોઇ સમાચાર નથી અને મારી રુચિ દિકરી તે પણ ભગવાન જાણે ક્યાં હશે.રાત થઇ ગઇ હવે તો."કાકાસાહેબ બોલ્યા..
"વાહ શોર્યના પપ્પા,તમને રુહીનો સહેજ પણ વિચાર નથી .અહીં જ્યારે તમે પરાણે ધામાનાખ્યા હતાને ત્યારે તમને કેટલું માન અને સન્માન આપ્યું હતું તે ભુલી ગયા?હવે તો જુની દુશ્મનાવટને છોડો."કાકીમાઁ બોલ્યા.

તેટલાંમાં જ શોર્ય આવ્યો લથડીયા ખાતો.તેના બન્ને પગ માંડ ઊભા રહી શકતા હતા.તેના પુરા શરીર પર વાગ્યાના ઘાવ હતા.તેનો પુરો ચહેરો સુઝેલો હતો અને તેના હાથપગ અને માથાપર પટ્ટીઓ લાગેલી હતી.તે આવીને કાકાસાહેબ અને કાકીમાઁના પગ પાસે પડ્યો.તે બન્ને ખુબ જ ડરી ગયા.

આદિત્યનો આ વાર શું તેને ભારે પડશે? રુદ્ર કેવી રીતે તે વાતનો બદલો લેશે?રુચિ અને રુહિ વચ્ચે બધું સામાન્ય થશે?અભિષેક અને રિતુની કહાની કેવીરીતે આગળ વધશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

sangeeta ben

sangeeta ben 11 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Appy Shingala

Appy Shingala 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા