રુદ્રની રુહી... - ભાગ-80 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-80

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -80

રુચિ સાડી પહેરીને કાકીમાઁની સામે ઊભી હતી.તે એક પાક્કી કાર્ટુન કેરેક્ટર જેવી લાગી રહી હતી.જીવનમાં ક્યારેય સાડી ના પહેરવા વાળી રુચિએ યુટ્યુબમાં વીડિયો જોઇને સાડી તો પહેરી પણ તેણે જોયેલા બધાં વીડિયો અલગ અલગ સાડીની સ્ટાઇલના હતા.તેણે તે તમામનું મિશ્રણ કરી તેણે વિચિત્ર સાડી પહેરી હતી.કાકીમાઁ પોતાનું હસવું ખાળી નહતા શકતા.તેમણે હાસ્ય દબાવીને ગુસ્સાવાળું રૂપ ફરીથી ધારણ કર્યું.

કાકીમાઁ એટલે કે શિખા સિંહ..રાજઘરાનાથી સંબંધ ધરાવનાર રાજકુમારી,જેમને કોમળતા ,પ્રેમ,દયા અને અદભુત સંસ્કાર તેમના માતાપિતા તરફથી વારસામાં મળ્યાં હતા.કાકાસાહેબ એટલે કે રઘુવીર સિંહ,શિખાની સુંદરતા અને અઢળક રૂપિયાના મોહમાં આવીને તેમની સાથે લગ્ન કર્યાહતા.તેમનામાં અને શોર્યમાં આમકોઇ ફરક નહીં સિવાય કાકાસાહેબનું ચારિત્ર જે શોર્ય કરતા સારું હતું.તેમણે આજીવન શિખા સિવાય કોઇ સ્ત્રી વીશે વિચાર્યું નહતું.હા, અઢળક રૂપિયો,અેશ આરામ તે તેમની કમજોરી જરૂર હતી.તેટલે જ તો સુર્યરાજ સિંહના મૃત્યુ પછી તમામ સંપત્તિ જ્યારે રુદ્રને મળી,જેમાંથી તેમને માત્ર હવેલી અને કેટલીક નાની જમીન મળી.તેમની આ અત્યારની ઠાઠનો મોટો ફાળો શીખા સિંહના પિતાની મિલકતને પણ જતો.તેટલે જ તો તે ઘણીવાર કાકીમાઁ આગળ ચુપ થઇ જતાં.

કાકીમાઁએ આ કડક સાસુનું રૂપ ધારણ કરવા અનેક ટીવી સીરીયલ અને જુના પીક્ચર્સ જોયા હતા.

"રુચિ વહુ,આ શું વેશ કાઢ્યા છે ? સાડી પહેરતા નથી આવડતી?કાકીમાઁ ગુસ્સામાં બોલ્યા રુચિએ નકારમાં માથું હલાવ્યું.કાકીમાઁએ તેને વ્યવસ્થિત સાડી પહેરાવી.તેના ખુલ્લા વાળને અંબોડામાં બાંધ્યા અને સાડીનો છેડો માથે ઓઢાડીને પીનઅપ કર્યું.

"યાદ રાખજે રુચિ આ છેડો કપાળથી ઉપર નાજવો જોઇએ અને વાળ ખુલ્લા ના જોઇએ.અાજે તારી પહેલી રસોઇ છે.શું રાંધતા આવડે છે? બીજી વાત રુદ્રથી દુર રહેજે ,દસ ફુટ દુર..મારો રુદ્ર એક એવો સોહામણો રાજકુમાર છેને જેને જોઇને કોઇપણ તેના પ્રેમમાં પડી જાય પણ તે હવે માત્ર રુહીનો છે.તે એકવાર રુહીની જિંદગી બરબાદ કરી હતી હવે નહીં.સમજી?"કાકીમાઁના અવાજમાં ઠસ્સો હતો.

રુચિ આ બધું માંડ માંડ સહન કરી રહી હતી.માત્ર શોર્યના માટે...પણ તે અને હેત ગજરાલ શોર્યની અસલીયત અને તેના અસલી ચારિત્રથી અજાણ હતા.તેણે આજસુધી આવો એટીટ્યુડ બધાને દેખાડયો હતો આજે તે પોતે તેનો પહેલી વાર અનુભવ કરી રહી હતી.તે તેનો ગુસ્સો દબાવી રહી હતી.જે લગભગ શોર્ય પર ફાટવાનો હતો.

"ઇન્સ્ટન્ટ નુડલ્સ અને પાસ્તા સિવાય કશુંજ નહીં."રુચિ નીચે જોઇને બોલી

"હે ભગવાન,એટલે એ પણ મારે જ તને શીખવાડવું પડશે.સાંભળ આજે આપણે કંસાર,દુધપાક,ચાર પ્રકારના શાક અને બે કઠોળ,ત્રણ ફરસાણ અને દાળ-ભાત બનાવીશું.તે પણ ૬ લોકો માટે."કાકીમાઁ બોલ્યા.રુચિને અત્યંત આઘાત લાગ્યો.કાકીમાઁએ તેને ચા-નાસ્તા અને તેની સાથે રસોઇના કામ શીખવાડવાનું શરૂ કર્યું જેમા તે એકવાર દાઝી,શાક સમારતા આંગળી પણ સાથે કાપી.તેની હાલત પરસેવાથી અને કાકીમાઁના ત્રાસથી ખરાબ હતી.

તેટલાંમાં જ તેમના ઘરનો બેલ વાગ્યો.સામે રુદ્ર અને રુહી ઊભા હતા.રુહીએ પોતાના કોમળ હાથને રુદ્રના હાથમાં પરોવેલો હતો.રુદ્રાક્ષ સિંહ લાઇટ ગ્રીન કુરતા પાયજામામાં સોહામણો લાગતો હતો ,તેના ગળામાં રુહી લખેલું પેન્ડલ હતું.અને રુહી ગ્રીન કલરની સાડીમાં અત્યંત સુંદર લાગતી હતી.તેના વાળ ખુલ્લા હતા અને તેણે માથે નહતું ઓઢેલું તે જોઇને તેને આશ્ચર્ય થયું.કાકીમાઁએ તેમનું પ્રેમપુર્વક સ્વાગત કર્યું.
તેણે પોતાની સાસુને કાનમાં કહ્યું ,
"આ રુહી પણ તો વહુ છે તેણે કેમ માથે નથી ઓઢ્યું?"જવાબમાં કાકીમાઁએ મોટી આંખો કાઢી.રુચિ જોડે કાકીમાઁએ રુદ્ર અને રુહીને ચા નાસ્તો સર્વ કરાવ્યો.કાકાસાહેબ અને શોર્ય પણ નીચે આવ્યાં.રુચિને આ રીતે જોઇને રુહીને હસવું આવી રહ્યું હતું.

"હા તો રુદ્ર,સવાર સવારમાં અહીં આવવાનું કેમ થયું?"કાકાસાહેબે પુછ્યું
"કાકાસાહેબ અને કાકીમાઁ,આજે અમે એક પ્રસ્તાવ લઇને આવ્યાં છીએ.કે હું મારા કામ પર જઉ અને રુદ્ર તેમના કામ પર આરુહ અમુક સમય માટે ઘરે એકલો હોય છે અને અહીં આમપણ શોર્ય અને રુચિના નવા નવા લગ્ન છે.તોઅમે વિચાર્યું કે તમે બધાં અમારી હવેલીમાં રહેવા આવી જાઓ તો બધાને સારું રહે."રુહીએ રુદ્રના પ્લાન પ્રમાણે કહ્યું.તેની પાછળ તેનું કારણ રુચિ અને શોર્યને ટોર્ચર કરવાનું હતું અને તેમને સાચા રસ્તે લાવવાનું હતું.

રોજ રુહી જોવા મળશે સવાર સાંજ તે વિચાર સાથે શોર્ય રોમાંચીત થઇ ગયો અને રોજ રુહીના હાથનું જમવા મળશે તે વિચારી કાકાસાહેબ ખુશ થયા.
"અરે હા હા એમા કઇ પ્રસ્તાવ થોડો હોય.હક છે તમારો અમારા પર, ભાઇસાહેબ અને ભાભીસાહેબના ગયા પછી તું અને રુહી અમારી જવાબદારી છો.રુદ્ર અમે કાલ સુધીમાં ત્યાં આવી જઇશું રહેવા."કાકીમાઁએ બધાં વતી નિર્ણય લીધો.
"રુહી,હું અને રુચિ માતાના દર્શન કરવા મંદિર જવાના હતા,તું આવીશ? પછી ત્ય‍ાંથી તું તારા કામ પર જતીરહેજે."કાકીમાઁએ કહ્યું.રુહીએ હકારમાં માથું હલાવ્યું.રુદ્ર તેના કામ પર જવા નિકળ્યો,શોર્ય પણ ક્યાંક બહાર નિકળ્યો અને રુહી -રુચિ કાકીમાઁ સાથે મંદિર જવા નિકળ્યાં.

*****
અહીં આદિત્ય કરોડો રૂપિયાની ગોઠવણ માટે જબ્બારભાઇ પાસે આવ્યો હતો.આદિત્ય પહેલી વાર આવી જગ્યાએ આવ્યો હતો.એક ગંદી જગ્યાએ એ આસપાસ ગંદકી હતી,દારૂની ગંદી વાસ અને બંદૂકધારી ગુંડાઓ.જબ્બારભાઇ ખુબ જ ઊંચા,મજબુત શરીર વાળા અને પહોંચેલા ડોન હતા.તે આદિત્યને જોઇને ખંધુ હસ્યા અને પોતાના માણસો સાથે બોલ્યા ,
"હેય પંટરો,કેવો ચિકનો આયો છે આજે આપણી ગંદી ગલીઓમાં.આય બે ચિકના બેસ.હેતભાઇનો ફોન હતો કે તારી મદદ કરવાની છે બોલ શું થયું ?"

"મને ત્રીસ કરોડ રૂપિયા જોઇએ છે.મારી પાસે ગેરંટી આપવા જેવું કશુંજ નથી."આદિત્ય એકજ શ્વાસે બોલી ગયો.મજબુરી ના હોત તો તે આવા વ્યક્તિ પાસે ક્યારેય ના આવત.પચાસકરોડના ઓર્ડર અને વધુ કમાવવાની લાલચ તેને અહીં લઇ આવી.

જબ્બારભાઇએ તેના એક માણસને ઇશારો કર્યો બીજી જ ક્ષણે એક માણસ ત્રીસ કરોડની બેગ સાથે હાજર થયો.આદિત્યની સામે કડકડતી બે હજાર અને પાંચસોની નોટો હતી.
"આટલી ફાસ્ટ સર્વિસ તો બેન્ક પણ ના આપે ચિકના સમજ્યો?આ તો ખાલી જબ્બારભાઇની બેન્કમાં જ મળે.અખ્ખા એરિયા અપુનના જેબમાં ,પોલીસ ,એમ.એલ.એ.બધાં અપુનની જેબમાં સમજ્યો."જબ્બાર ભાઇ બોલ્યા.આદિત્યની આંખોમાં ચમક હતી ,તે બેગ લેવા ગયો ત્યાં જબ્બારભાઇએ તેનો હાથ પકડ્યો.
"પણ બે એય ચિકના,અપુનના રુલ્સ બોલે તો બેન્કથી બી ડેન્જર છે.કીધેલા સમયમાં રૂપિયા પાછાના આવ્યાને તો તારી હડ્ડી પસલી તોડીને ગટરમાં ફેંકી દઇશ તને સમજ્યો.તો રૂપિયા સમયસર આપવાની ઓકાત હોય તો જ લે નહીંતર કટ લે."જબ્બાર ભાઇએ આદિત્યને ધમકી આપી.
"આપી દઈશ.સમયસર પાછા આપીશ.મને આને લઇ જવા દો."આદિત્યે આટલું કહ્યું બેગ લઇને ગાડીમાં આવીને બેસ્યો.તેટલાંમાં તેને ફોન આવ્યો,
"હા બોલ બે,કામ થયું કે નહીં ?"
"બોસ,તમે કીધું હતું તેના પર અમે ગઇકાલથી નજર રાખી છે.અત્યારે ત્રણ ગાડી અહીંથી નિકળી છે.બસ મોકો મળતા જ કામ થઇ જશે.આજ સાંજ સુધીમાં તમને ન્યુઝ મળી જશે."તે માણસે આટલું કહીને ફોન મુક્યો.આદિત્ય ખુબ જ જોરથી હસ્યો.
" સો સુનારકી એક લુહાર કી.હવે મજા આવશે.હા હા હા."

*****
(અભિષેક અને રિતુની કહાની દરેક ભાગમાં થોડી થોડી આવશે...)
અભિરિ...
રાતના દસ વાગ્યા હતા અને અભિષેક હજીપણ નહતો આવ્યો.રિતુ સખત થાકેલી હતી.હજીરાની જેમ ફેલાયેલા આ મકાનને ઘર બનાવવા તેનો પુરો દિવસ લાગી ગયો.ઘરની સાફ સફાઈ,રાચરચીલું પોતાની રીતે ગોઠવવું,અભિષેકના બેડરૂમની સફાઇ,તેનો સામાન કબાટમાં ગોઠવવો,સાથે પોતાનો સામાન પણ તેના કબાટમાં જ તેણે મુક્યો..
ગ્રોસરીની શોપિંગ અને અન્ય ઘણીબધી શોપિંગ અને કામ કરીને તેના ચહેરા પર થાક કરતા વધુ આનંદ હતો એક સંતોષ હતો.વર્ષોથી આજ પ્રકારનું શાંતિભર્યું ગૃહીણીનું જીવન તે જીવવા માંગતી હતી.અત્યાર સુધીના જીવનમા તેણે બસ ભાગદોડ જ કરી હતી.

અંતે બેલ વાગ્યો અભિષેક થાકેલો પાકેલો ઘરે આવ્યો,અભિષેકને જોઇને તેના ચહેરા પર એક સુંદર સ્માઇલ આવી ગઇ.તે ગર્વથી પોતે સજાવેલું બધું બતાવવા ઉત્સાહિત હતી.અભિષેક ખુબ જ આશ્ચર્ય પામ્યો.તેનું મકાન આજે ફાઇનલી પોતાની ગમતી સ્ત્રીના આવવાના કારણે ઘર બની ગયું હતું.જ્યાં આવવા તેને સાંજ પડવાની રાહ હોય.
ખુબ જ સુંદર રીતે સજાવેલા પોતાના ઘરને જોઇને અભિષેક ખુશ થઇ ગયો અને તેણે જઇને રિતુને ઉંચકી લીધી અને ગોળ ગોળ ફેરવી.અચાનક રસોડામાંથી ખુબ જ સુંદર મહેક આવી.

"આઇ જસ્ટ લવ ધીસ ઓલ.માય ગોડ.આજ પહેલા અાવું ક્યારેય નથી અનુભવાયું.થેંક યુ રિતુ મારા જીવનમાં આવવા માટે તેને સુવાસિત કરવા માટે."અભિષેક તેને નીચે ઉતારતા બોલ્યો.
"વેલકમ,પણ હવે જમી લઇએ.તું ફ્રેશ થઇને આવ હું થાળી પીરસુ બહુ ભુખ લાગી છે."રિતુ બોલી.
"વોટ! તું જમી નથી હજી."અભિષેક આશ્ચર્ય પામ્યો.
"ના ડૉક્ટર સાહેબ,જલ્દી કરો."રિતુએ તેને બેડરૂમ તરફ ધકેલ્યો.
રિતુ અને અભિષેકે જમી લીધું.હવે અભિષેક અને રિતુ બેવ થાકેલા હતા અને ઉંઘવા માંગતા હતા.
"રિતુ,તું મારી સાથે બેડરૂમમાં ઉંધીશ કે??"અભિષેકે ખચકાતા પુછ્યું.કેમકે અભિષેકના ઘરમાં માત્ર એક જ બેડરૂમ હતો.રિતુ તેની સામે જોઇ રહી હતી.

શું રુચિ અને શોર્યને સાચા રસ્તે રુદ્રહી લાવી શકશે?આદિત્યે જબ્બારભાઇ પાસેથી રૂપિયા લઇને પોતાના પગ પર કુહાડી મારી છે કે આ હેત ગજરાલની કોઇ ચાલ છે?આદિત્યનો ડેડલી પ્લાન શું હશે? શું હશે રિતુનો જવાબ?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Laxmi

Laxmi 2 માસ પહેલા

Sharda

Sharda 3 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Rasila

Rasila 1 વર્ષ પહેલા