રુદ્રની રુહી... - ભાગ-79 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-79

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -79

અહીં રુચિ અને શોર્યના લગ્ન થઇ ગયાં હતાં.કાકીમાઁએ રુચિના કુમકુમ પગલા કરાવી,તેના હાથના થાપા લઇને અને તેની આરતી ઉતારીને તેનું પોતાના ઘરમાં પુત્રવધુ તરીકે સ્વાગત કર્યું.અંદરથી અત્યંત ઉત્સાહ હોવા છતા તેમને બહારથી તે જ કડક અને ગંભીર હોવનો દેખાડો કરવો પડ્યો.

લગ્ન પછીની વીધીઓ આટોપાઇ,વીંટી શોધવાની રસમમાં રુચિ જીતતા કાકીમાઁએ શોર્યને ટોણો પણ મારી દીધો.
"હં જોરુનો ગુલામ."
જેની પર રુચિ ભડકી પણ ચુપ થઇને બેસી રહી.
"શોર્યના માઁ,હવે તો તે લોકોને જવા દો,થાકેલા હશે.રુચિ દિકરીનો વિચાર કરો.તેમના માટે આજે ખાસ દિવસ છે."કાકાસાહેબે અંતે પોતાના દિકરાના બચાવમાં ઉતરવું પડ્યું.
શોર્ય રુચિને લઇને પોતાના બેડરૂમમાં ગયો.તેમનો આશ્ચર્યનો કોઇ પાર ના રહ્યો,રૂમ ખુબ જ સુંદર રીતે ફુલોથી સજેલો હતો.શોર્યના ચહેરા પર વિજયી સ્મિત હતું.હવે તે અબજોપતિ હતો અને સાથે એક સુંદર પત્નીનો પતિ.હવે તે પોતાની મુંછોને સહેલાવતો રુચિ પાસે ગયો.તે ખુબ જ રોમાંચિત હતો.તેને હતું કે શરમાતી રુચિ તેના આલીંગનમાં ઓગળી જશે પણ આ રુચિ હતી.જે અત્યાર સુધીના થાક અને શોર્યની માઁના ત્રાસના કારણે કંટાળેલી રુચિ વિફરી.

તે શરમાઇ નહતી રહી પણ ગુસ્સામાં કાંપી રહી હતી.શોર્ય તેની નજીક જતા જ તેણે શોર્યને મારવાનું શરૂ કર્યું.
"શોર્ય,ઇડીયટ,ડોન્કી...તારા આ નાટકને કારણે હું આદિત્ય સાથે લગ્ન કરતા કરતા સહેજમાં બચી એ તો રુ " એટલું બોલતા તે અટકી ગઇ તેને યાદ આવ્યું કે તેણે રુદ્રનું નામ નથી લેવાનું.
"એ તો રુચિને અંત સમયે ભગવાને સારી બુદ્ધિ આપી અને તે ભાગી ગઇ ડોન્કી અને આ તારીમાઁ કયા જમાનામાં જીવે છે? કઇ સદી છે તેમને ખબર નથી ?આવા નિયમો હોય સાવ?"આટલું કહીને તેણે શોર્યને જમીન પર પાડી દીધો અને તેને પોતાના બે હાથથી ગુસ્સા અને જુુનુનપુર્વક મારવાનું ચાલું રાખ્યું.
"રુચિ ડાર્લિંગ ,સોરી...બેબી..શાંત થા."શોર્ય બચવાની કોશીશ કરી રહ્યો હતો.સામેઅબજો રૂપિયાની સંપત્તિની માલીક ઊભી હતી નહીંતર તેને શાંત કરાવવું શોર્ય માટે એક મીનીટનું કામ હતું.તેણે પ્રેમથી તેને સંભાળવાનું વિચાર્યું.તે ઊભો થયો અને રુચિને પકડી લીધી અને તેના હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.
"રુચિ થોડોક સમય આ બધું ચલાવી લે,મારા માઁ સાહેબ ખુબ જ પ્રેમાળ છે એકવાર તેમણે તને હ્રદયથી સ્વિકારી લીધીને જેમ તેમણે રુહીને સ્વિકારી છે તો તે તારા માટે પણ કઇપણ કરવા તૈયાર થશે.બસ ત્યાસુધી તે જેમકહેશે તેમ તારે કરવું પડશે અને હા હું ડરી ગયો હતો તારા પિતાના પાવરથી પણ આઇ એમ સોરી અને આજે હું કહેવા માંગીશ કે રુચિ આઇ લવ યુ."શોર્યની વાતો સાંભળી રુચિ મીણની જેમ પિગળી ગઇ.તે બન્ને એકબીજાના પ્રેમમાં અને આલીંગનમાં ખોવાવાના હતા ત્યાં જ તેમના રૂમનું બારણું ખખડ્યું.
શોર્યે બારણું ખોલ્યું સામે કાકીમાઁ ઊભા હતા.જેમણે એક મોટી બેગ પકડેલી હતી.દરવાજો ખુલતા જ તે અંદર આવી ગયાં.

"રુચિ ,તું ભાગીને આવી છો તો તારી પાસે કપડાં કે ઘરેણા નહીં હોય.તો આ બેગમાં સાડીઓ અને ઘરેણા છે જે મે આજે મંગાવ્યા હતાં.કાલે સવારે છ વાગ્યે નાહીને તૈયાર થઇને નીચે આવી જજે રસોડામાં." કાકીમાઁ રૂવાબથી બોલ્યા.
"સવારમાં છ વાગ્યામાં આટલા વહેલા.એ પણ આટલા ભારે ઘરેણા અને સાડી પહેરીને?મને નહીં ફાવે."રુચિ પણ અકડ સાથે બોલી.
"શોર્ય,સમજાવી દેજે તારી પત્નીને?"કાકીમાઁ ગુસ્સામા બોલ્યા.
"માઁ,પ્લીઝ તમે સમજો રુચિ આ બધા માટે ટેવાયેલી નથી.તું આવું કેમ કરે છે તેની સાથે ?"શોર્ય રુચિની તરફેણ કરતા બોલ્યો કેમકે હવે વધુ માર ખાવાની તેનામાં સહનશક્તિ નહતી.તેટલાંમાં કાકીમાઁએ તેના કાન મરોડ્યા એકદમ જોરથી.
"બૈરીને આયે એક દિવસ પણ નથી થયો અને પોતાની માઁ જોડે જીભાજોડી કરે.હું કશું નથી જાણતી.કાલેસવારે મને રુચિ છ વાગ્યે નીચે તૈયાર થયેલી જોઈએ."કાકીમાઁ આટલું કહીને જતાં રહ્યા.આ બધું કરવું તેમનામાટે ખુબ જ અઘરું હતું પણ રુદ્રનો પ્લાન અગર સફળ રહેશે તો બધું પહેલા જેવું થઇ જશે અને શોર્ય સાચા રસ્તે આવી જશે.

શોર્યની હાલત સુડી વચ્ચે સોપારી જેવી હતી.કાકીમાઁના ગયા પછી તેણે મોઢું ચઢાવીને ઊભેલી રુચિને મનાવવાની હતી નહીંતર તેની આજની રાત્રી માટે જોયેલા સપના ખરાબ થઇ જશે.તેણે માથું કુટ્યું અને મનોમન બોલ્યો,
"હે ભગવાન,શું મુસીબત છે?માઁને પછી મનાવીશ, અાજે પહેલા મારી ડિયર વાઇફને મનાવું.નહીંતર ફર્સ્ટ નાઇટ વર્સ્ટ નાઇટ થઇ જશે.આ સ્ત્રીઓને હેન્ડલ કરવી કેટલી મુશ્કેલ છે."

"રુચિ ડાર્લિંગ,"શોર્ય રુચિ પાસે ગયો તે રડવા જેવી હતી.
"સ્વિટહાર્ટ,મારા માટે તે આટલું મોટું રિસ્ક લીધું ,આટલું નહીં કરે?"આટલું કહી શોર્ય રુચિની એકદમ નજીક આવી ગયો રુચિનું હ્રદય જોરથી ધડકવા લાગ્યું તેણે રુચિને પોતાના બે હાથમાં ઉઠાવી અને તેને બેડ તરફ લઈ ગયો.

*****

અહીં વહેલા સવારે જ અભિષેક અને રિતુ મુંબઇ જવા નિકળી ગયા.દસ વાગતા સુધીમાં તો તે મુંબઇ પહોંચી ગયા હતા.
અભિષેક એક મોટી ટાઉનશીપમાં રહેતો હતો,અહીં તેનો પોતાનો વન બેડરૂમનો ફ્લેટ હતો.સોસાયટી ખુબ જ મોટી હતી,આ એરિયા મુંબઇનું બેસ્ટ લોકેશન હતું.રિતુ માટે આ એક નવો અનુભવ હતો,એક નવો ચાન્સ જે તે પોતાની જિંદગીને આપી રહી હતી...

ચૌદ માળના ટાવરમાં અભિષેકનો વન બી.એચ.કેનો ફ્લેટ હતો.લિફ્ટમાં તે લોકો તેરમા માળે પહોંચ્યા.અભિષેકે પોકેટમાંથી ચાવી કાઢી અને લોક ખોલ્યું.

"વન મીનીટ રિતુ."આટલું કહીને અભિષેક રિતુને દરવાજા પાસે ઊભી રાખીને કિચનમાં ગયો,પાંચ મીનીટ પછી તે હાથમાં આરતીની થાળી સાથે આવ્યો.
રિતુ હસી અને બોલી,
"હા હા અભિષેક ,હું કઇ તને પરણીને થોડી આવી છું તો મારી આરતી ઉતારે છે?"

"હા તો શું થયું લગ્ન નથી થયાં ?અગર બધું ઠીક રહ્યું તો આપણે લગ્ન કરીશુંને?અને તું પહેલી વાર મારા ઘરમાં આવી રહી છો અહીં રહીશ મારી સાથે તો તારી આરતી અને નજર તો ઉતારવી પડેને?"અભિષેક બોલ્યો.તેણે રિતુની આરતી ઉતારી અને તેનીનજર ઉતારીને અંદર જમણો પગ પહેલા મુકીને આવવા કહ્યું.

ઘરમાં અંદર દાખલ થતાં જ રિતુને બે ધડી ચક્કર આવી ગયાં.સુંદર ઘરની હાલત બિસ્માર હતી,ધૂળ,કરોળીયાના જાળા,અને કીડી તથા અન્ય જીવાત.ઘરમાં દાખલ થતાં જ ગણપતિ બાપાની મુર્તી હતી.અભિષેકનું ઘર ખુબ લૅવીશ હતું ,મોંઘા સોફા,ડાઇનીંગ ટેબલ,બાલ્કની .ખુબ જ સરસ હતું પણ ખુબ જ ગંદુ હતું.રિતુ ક્યાંથી શરૂ કરવું તે વિચારમાં જ ઊભી હતી.તેટલાંમાં અભિષેક તૈયાર થઇને પોતાની ફાઇલ્સ અને લેપટોપ લઇને આવ્યો.
" સોરી રિતુ,મારે જવું પડશે.આઇ નો બહુ જ ખરાબ છે ઘરની સ્થિતિ અને તને મુકીને જઉં છું પણ કોઇ ઓપ્શન નથી મારી પાસે.મારા રિસર્ચના કામથી જ જઉં છું અને આટલા દિવસ પછી જઉં છું તો રાત્રે લેટ પણ થઇ શકે છે.બાય."અભિષેક આટલું કહી રિતુને એક હળવું આલીંગન આપીને ગાડીની ચાવી લઇને જતો રહ્યો.રિતુ ઘર અને તેની સ્થિતિ જોઇને બે મીનીટ એમ જ ઊભી રહી.
*****
સવારમાં સાડા પાંચ વાગ્યામાં એલાર્મ વાગ્યો,રુચિ શોર્યના ખભે માથું નાખીને ધસધસાટ નિરાંતની ઉંઘ લઇ રહી હતી.એલાર્મનો અવાજ પણ તેની ઉંઘ તોડી ના શકી પણ શોર્ય જાગી ગયો.
"રુચિ,ઊઠ અને જા નાહીને તૈયાર થઇને નીચે જા નહીંતર પહેલા જ દિવસે માઁસાહેબ તારી ક્લાસ લેશે."શોર્યે રુચિને રીતસરની ઢંઢોળીને બેઠી કરી.
"બે યાર શોર્ય.ત્રાસ છે."મોઢું બગાડીને રુચિ નહાવા ગઇ.રુચિ નાહીને બાથરોબ પહેરી બહાર આવી અને માઁસાહેબે આપેલી બેગ ખોલીને સાડી કાઢી.જીવનમાં પહેલી વાર સાડી પહેરી રહેલી રુચિએ માંડ માંડ પાંચ સાત વીડિયો યુટ્યુબમાં જોયા પછી સાડી પહેરી તે પણ વ્યવસ્થિત નહતી.ભારે ઘરેણાં અને હાથમાં બંગડીઓ પહેરીને રુચિ નીચે ગઇ છ ને પાંચ થઇ ગઇ હતી.

અહીં રુદ્ર અને રુહીની સવાર આજે વહેલી થઇ ગઇ હતી,તે લોકો અભિષેક અને રિતુને એરપોર્ટ પર મુકવા ગયા હતા.રુહીએ રિતુના ના પાડવા છતાં નાસ્તા અને અત્યારના જમવા માટે વહેલા ઊઠીને ઘણુંબધું તૈયાર કરી દીધું હતું.મજબુત રુદ્ર અભિષેકને બાય કહેતા ઢીલો થઇ ગયો હતો.આરુહે પણ તેના ફેવરિટ ચાચુ અને ચાચીને રડીને વિદાય આપી.

ઘરે આવ્યાં પછી પણ રુદ્ર ઉદાસ હતો,તે પોતાના સ્ટડીરૂમમાં બેસેલો હતો,રુહી ત્યાં આવી.રુદ્ર વિચારમગ્ન સ્થિતિમાં તેની ચેયરમાં બેસેલો હતો.અભિષેક વગર તેને અત્યારથી જ નહતું ગમતું.રુહી આવીને રુદ્રના ખોળામાં બેસી ગઇ અને તેના ગળા ફરતે પોતાના કોમળ હાથ વિંટાળી દીધાં અને તેના કપાળ સાથે પોતાનું કપાળ અડાડી દીધું.
"રુદ્રાક્ષ સિંહ,આ રીતે ઉદાસ અને મુડલેસ સારા નથી લાગતા.હું છું ને હવે તમારી સાથે અને તેણે કહ્યું છેને કે એકવાર આ રિસર્ચનું કામ પતશે તો તે અહીં આવી જશે હંમેશાં માટે.તેને અને રિતુને એકાંત જરૂરી છે તેમનો સંબંધ આગળ વધારવા.તમે નથી ઇચ્છતા કે આપણો અભિ પણ સેટલ થાય?"રુહીએ ધીમેથી રુદ્રના માથામાં હાથ ફેરવતા કહ્યું.

રુદ્ર હવે ધીમેધીમે નોર્મલ થઇ રહ્યો હતો.
"રુદ્ર ,તમને એક મીનીટ પણ એવું નહતું લાગ્યું રુચિને ભગાવતી વખતે કે અગર રુહી નારાજ થઇ તો?"રુહીએ પુછ્યું.

રુદ્રએ તેની કમર ફરતે હાથ વિંટાળતા કહ્યું.
"ના,મને ખબર હતી કે મારી રુહીને મારા પર વિશ્વાસ છે અને તે મારી વાતને સમજશે.ચલ તૈયાર થઇ જા.આગળનો પ્લાન અમલમાં મુકવા કાકાસાહેબના ઘરે જઇએ."રુદ્ર બોલ્યો.
"જઇએ છીએને ઉતાવળ શું મિ.રુદ્રાક્ષ સિંહ,આટલી સુંદર પત્નીને તેનો પતિ આમ કેવી રીતે ભગાવી શકે."રુહીના ચહેરા પર એક શરારતી હાસ્ય હતું.રુદ્રે તેને ખેંચીને પોતાના ગળે લગાવી દીધી.

અહીં રુચિની હાલત કાકીમાઁએ બદતર કરીને રાખી હતી.તેટલાંમાં ઘરનો બેલ વાગ્યો.રુચિએ દરવાજો ખોલ્યો સામે રુદ્રાક્ષ સિંહ અને તેના હાથમાં પોતાનો હાથ પરોવીને ઊભેલી ઠસ્સાદાર રુહી હતી.જેમના ચહેરા પર એક રહસ્યમય હાસ્ય હતું.

અહીં કાકાસાહેબના ઘરની બહાર હેત ગજરાલ અને આદિત્યના માણસો છુપાઇને ઊભેલા હતા.

કેવી રહેશે રુચિની સાસરીમાં પહેલી સવાર?રુદ્ર અને રુહી કાકાસાહેબના ઘરે શું ધમાકો કરશે?અભિષેક અને રિતુની પ્રેમકહાની ટ્રેક પર આવશે ?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Avnibhabhi

Avnibhabhi 1 અઠવાડિયા પહેલા

Amita patel

Amita patel 3 અઠવાડિયા પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 8 માસ પહેલા

Sweta

Sweta 1 વર્ષ પહેલા