ચાંદની - પાર્ટ 6 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 6

ચાંદનીનો શો પૂરો થતાં તેના ફેન્સ ઓટોગ્રફ માટે સિક્યુરિટી ને ધકેલી પુરવેગે ચાંદની તરફ ઘસી આવ્યા...ચાંદનીની નજર સ્ટેડિયમની પેલી લાઈનમાં બેસેલ વ્યક્તિ પર હતી...તે તેના સુધી પહોંચવા માંગતી હતી...પણ ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધી...લાખ ચાહવા છતાં તે સ્ટેજની નીચે ઉતરી ના શકી...

બધાને ઑટોગ્રફ આપતી અને બધાનું અભિવાદન ઝીલતી તેમાં માંડ ટોળા થી બહાર આવી ; નજર કરી તો તે જગ્યાએ તેણે જોયેલ ચહેરા ના બદલે કોઈ અન્ય ચહેરો જોવા મળ્યો...

તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો..! એક પલ માટે લાગ્યું કે તે આ ચહેરાને તે કેમ ભૂલી શકે...?? ફરી વિચાર્યું કે આ કદાચ તેનો ભ્રમ હોઈ શકે...પણ મન માનવા તૈયાર ન હતું...

💕માન્યા હતા જેને જિંદગીના આધાર...
બનાવી ગયા તે સાવ નિરાધાર...!!
કેમ કરી ભૂલવો તે ચહેરો ...
જેણે મિટાવ્યા મારા અંતરના કિરદાર...!!💕

ચાંદનીએ પોતાના કદમોને ફરી પાછળ હટાવી લીધા...
રાજ અને મિસ્ટર મિત્તલ તેની રાહ જોઈ રહ્યા હતા..
ચાંદનીના આ શો એ બંને ને કરોડો ની કમાણી કરાવી આપી હતી..

"ઓહ ચાંદની wonderful મે વિચાર્યું હતું તેના કરતાં અનેક ગણો આ શો સફળ થયો... congratulations.."
મિસ્ટર મિત્તલ બોલ્યા..

Thank you મિસ્ટર મિતલ.. માંડ માંડ હસી લાવતા ચાંદની બોલી..

રાજ ખૂબ જ ખુશ હતો...તેનો ચહેરો જોઈ ચાંદનીએ વિચાર્યું આજે કોઈ ઉદાસી નહિ ..આ દિવસ માટે રાજે ખૂબ મહેનત કરી છે...

રાજ હર્ષ સાથે ચાંદનીને વળગી પડ્યો...જાણે ચાંદનીના દિલ ને દિલાસો મળ્યો...

ત્યાં જ રાજના મમ્મી નો ફોન આવ્યો..
"હેલો રાજ બેટા કેવો રહ્યો ચાંદનીનો શો..."
"ઓહ મમ્મી wonderful.."
"That's very very good.. બેટા..ચાંદની ઓલ રાઇટ છે ને..?"
"હા મમ્મી..bye "
"ઓકે બેટા bye.."

શો પતાવી ચાંદની અને રાજ હોટેલ જવા નીકળ્યા...કવિતા થોડી ફોરમાલીટી પતાવી મિસ્ટર મિતલ સાથે આવવાની હતી..

ચાંદની અને રાજ હોટેલના સ્યૂટ પર પહોંચ્યા...

"ચાંદની આવતી કાલ સાંજની આપણી ફ્લાઇટ છે..
લંડન થી બોમ્બે અને બોમ્બે થી સુરત..."
"ઓકે રાજ.."
"ચાંદની તું થાકી ના હોય તો મારા સ્યુટ માં આપણે થોડી વાર બેસીએ.."

"પણ એક શરત તારે મારી સાથે ચેસ રમવી પડશે.."

રાજ જાણતો હતો ચેસ ચાંદનીની પ્રિય રમત છે .જ્યારે પણ રમતા ત્યારે ચાંદની જ જીતતી..

"ઓહ શ્યોર મેડમ પણ આજે હું તને જીતવા નહિ દઉં.."

"નાહકની હોશિયારી ન કર તું દર વખતે હારે જ છે.."

"ચાંદની એક વાત કહું આજે તું જ્યારે ગાતી હતી ત્યારે તારો સુર અને તારા ચહેરાના હાવભાવ મારા દિલમાં ઉતરી ગયા..
હું મંત્ર મુગ્ધ થઇ બસ તને સાંભળતો હતો ખરેખર તારા અવાજમાં એક અજીબ કશિશ છે.."

"બસ મિસ્ટર રાજ હવે તારીફના ફૂલ બાંધવાનું બંધ કર અને હારવા માટે તૈયાર થઈ જા..."

બે ગેમ રમી.. અને બંને વખત રાજ હારી ગયો ..ચાંદની તેને વારંવાર ચિડવતી હતી.. પણ એ હારમાં પણ રાજ ને પોતાની જીત દેખાતી હતી.. રમતી વખતે ખીલી ઊઠેલી ચાંદની રાજના મનને અજીબ ટાઢક આપતી હતી..

"ઓકે રાજ હવે મને ઊંઘ આવે છે હું જાઉં છું ગુડ નાઈટ ઓકે ગુડ નાઈટ"

ચાંદની પોતાના સ્યુંટમાં આવી ફ્રેશ થઈ સ્યુટ ના વિશાળ
બેડ પર આડી પડી.. વારંવાર તેજ ચહેરો તેની આંખોમાં આવી જતો..
ચાંદનીને તેનો ભૂતકાળ તેની આંખો સામે તરવરવા લાગ્યો...

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ચાંદનીના પિતા કિરીટ ભાઈ ઇન્ટરનેટ પર ધોરણ ૧૨ નું પરિણામ જોઈ રહ્યા હતા... જોઈ બવ ખુશ થયા....

"અરે મિતા જલ્દી આવ ...જો તો ખરી આપણી ચાંદની સ્કૂલ ફસ્ટ આવી છે.."

"અરે મારી દીકરી તો છે જ બવ હોશિયાર છે...હું જાણતી જ હતી દરેક વર્ષ ની જેમ ધોરણ ૧૨ માં પણ તે પ્રથમ જ આવશે..."

"પણ તમારી લાડલી તો હજુ સૂતી છે. ઉઠાવો હવે ૧૧ વાગ્યા..."તેને ઉઠાડવા તો રાહુલને જ બોલાવવો પડે...

"મમ્મી દીદી તો ઉઠી ને તૈયાર પણ થઈ ગઈ..."

ચાંદની ઉઠી તૈયાર થઈ નીચે આવી મમ્મી પપ્પા ને પગે લાગી...

"ચાંદની બેટા તું સ્કૂલ માં પ્રથમ આવી છે...ખૂબ ખૂબ અભિનંદન બેટા."

હા પપ્પા રાહુલે મારા કાનમાં ચીસ પાડીને કીધું ...ક્યાં ગયો તે..?
"સોરી દીદી..."
રાહુલ કાન પકડીને ઊભો રહ્યો..

".દીદી તમારાથી ૩ વર્ષ નાનો છું તો પણ રોજ સવારે વહેલા ઊઠીને મમ્મી ને મદદ કરાવું છું..."

"અરે ચાંદની બેટા આજે સાંજે તારા પરિણામની ખુશી મા પાર્ટી રાખી છે... તારે જે મિત્રો ને બોલાવવા હોય તેને બોલાવી લેજે... "
"ઓહ..પપ્પા thank you so much..."
"તમે દુનિયાના સવથી બેસ્ટ પપ્પા છો.. આઇ લવ યુ સો મચ..."
"ખાલી પપ્પા મમ્મી નઈ...??"
,"ઓહ મમ્મી તું તો મારા માટે સખી, માં ને મારો ભગવાન પણ તું જ છે.."
"ઓકે હવે મને રડવવાની નથી...ચલ સાંજની ઘણી બધી તૈયારી કરવાની છે.." મિતા બેન આંખમાં હર્ષના આસું સાથે બોલ્યા..

ચાંદની મમ્મી પપ્પા બંને ને વળગી પડી..
ચાંદની નું આખું ઘર ખુશીઓથી છલકતું હતું...
ચાંદની ના પપ્પા તેના જ શહેરની એક સરકારી શાળામાં શિક્ષક હતા .. તે ખૂબ પ્રમાણિક હતા..ચાંદની તેના દિલ નો ટુકડો હતી... મમ્મી ઘર સંભાળતા... નાનો ભાઈ રાહુલ ખૂબ પ્રેમાળ હતો...

મધ્યમ વર્ગનો આ પરિવાર ખૂબ શાંતિ,સંતોષ અને ખુશીથી પોતાની જિંદગી જીવતા હતા... એ વાત થી અજાણ ....
એક મોટું તોફાન તેના પરિવાર ને તહસ નહસ કરી નાખશે....

ક્રમશઃ

વાચક મિત્રો આપને નમ્ર અરજ ... આપ વાર્તા વાંચી તમારું રેટિંગ અને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો..

Bhumi Joshi.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Nalini

Nalini 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

jinal parekh

jinal parekh 8 માસ પહેલા