રુદ્રની રુહી... - ભાગ-78 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-78

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -78
રુચિ અને શોર્ય બધાના આશિર્વાદ લઇ રહ્યા  હતાં.તેટલામાં કાકાસાહેબના ઘરમાં એક દિવ્ય પુરુષનું આગમન થયું.કાકાસાહેબ,રુદ્ર ,શોર્ય અને અભિષેક તુરંત જ ઊભા થઇ અને દરવાજા તરફ ભાગ્ય‍ાં.તે બધાંજ તે દિવ્ય પુરુષના પગે પડી ગયાં.અભિષેક તેમને જોતો જ ઊભો હતો,તેની આંખમાં આંસુ હતાં.

રુહી,રિતુ અને રુચિ સમજી નહતા શકતા કે આ કોણ  હતું જેને જોઇને બધાંજ તેમના ચરણોમાં પડી ગયાં.

તે દિવ્ય પુરુષનું તેજ અનોખું હતું .સફેદ વસ્ત્રોમાં તેમની આભા અનોખી હતી.સાવ સાદા સફેદ કુરતો અને ધોતી.તેમના લાંબા વાળ અને દાઢી પણ એકદમ શ્વેત હતી.તેમની આંખોમાંથી તેજમય પ્રકાશ પ્રગટતો હતો.તેમના હાથમાં રુદ્રાક્ષની માળા હતી અને મુખમાં શિવજીનું નામ.તેમણે એક દિવ્ય હાસ્ય રેલાવ્યું.
"આજે મારું ઘર અને મારા દિકરાનું જીવન ધન્ય થઇ ગયું કે તમારા પગલાં પડ્યાં અહીં."કાકાસાહેબ હજી તેમના ચરણોમાં હતાં.રુદ્ર પણ તેમના ચરણોમાં જ હતો.
તે દિવ્ય પુરુષે કાકાસાહેબને ઊભા કર્યા અને તેમનો એક હાથ રુદ્રના માથે મુક્યો.
"મને તે  તેજસ્વી દેવીને મળવું છે,રુદ્ર.ક્યાં છે તે?"રુદ્રને તેમણે કહ્યું.રુદ્ર તુરંત જ સમજી ગયો.તે રુહીને લઇને આવ્યો.રુહી એટલું તો સમજી જ ગઇ હતી કે આ કોઇ મહાન સાધુ હતા,જેમનું તેજ અને જેમનો પ્રભાવ અહીં બધાં પર હતો.રુહીએ જઇને તેમના ચરણસ્પર્શ કર્યાં.તેમણે રુહીના માથે પોતાનો વાતસલ્યભર્યો હાથ મુક્યો.
"રુદ્રાક્ષ અને રુહી,આયુષમાન ભવ,વિજયીભવ.સાક્ષાત શિવ-પાર્વતીની જોડી છે તમારી.તમારું મિલન એક ખાસ કાર્ય માટે થયું છે.જગતનું અને લોકોનું કલ્યાણ કરવાનું છે તમારે.સફળ થાઓ."તેમણે રુદ્રહીના ખુબ જ વખાણ કર્યા જે શોર્ય અને કાકાસાહેબથી ના સહન થયાં તે બોલ્યા,
"પ્રભુ,મારા શોર્ય અને રુચિને પણ આપના પવિત્ર આશિર્વાદ આપજો."
શોર્ય અને રુચિ તેમના પગે લાગ્યાં.
"રુચિ,જીવન બદલાવવાનો અવસર સર્વેને નથી અાપતો અગર તને તે મળ્યો છે તો તેની કદર કરીને તેને સર્વેના કલ્યાણ માટે ઉપયોગમાં લે.અન્યથા વિનાશ જ વિનાશ."

અંતે તે અભિષેક પાસે આવ્યાં,જેની આંખમાંથી આંસુઓ ડુસકા વગર દળદળ વહી રહ્યા હતા.કેવી મજબુરી હતી તેની પોતાના જન્મદાતા પિતાને ગળે પણ નહતો મળી શકતો સામે હોવા છતા.તેજપ્રકાશ દ્રીવેદી,ગણિત અને અંકોના મહારથી હોવા ઉપરાંત શિવજીના પરમભક્ત,અભિષેક સ્કુલમાં હતો ત્યારે એક દિવસ અચાનક તેમણે સંસાર ત્યાગીને વૈરાગ્ય ધારણ કરી લીધું.અભિષેકને સુર્યરાજ સિંહ અને પ્રતિમા સુર્યરાજ સિંહે રુદ્રની જેમ જ રાખ્યો.તે લોકોના ગયાં પછી અભિષેક અને રુદ્ર એકબીજાનો પરિવાર અને પડછાયો બનીને જીવ્યા.જાત મહેનતે આગળ આવ્ય‍ાં.
તે અભિષેક પાસે આવ્ય‍ાં,હવે અભિષેકના આંસુ અને ડુસકા વધી ગયાં હતા.તેમણે અભિષેકના માથે હાથ મુક્યો.અભિષેક હવે ધીમેધીમે શાંત થઇ રહ્યો  હતો.રિતુ અભિષેકની પાસે આવી અને તેના ખભે હાથ મુક્યો.
"અભિષેક,મારે તારી સાથે વાત કરવી હતી.તમે પણ આવો.સ્વામી તેજપ્રકાશ રિતુ સામે જોઇને બોલ્યા.સ્વામી તેજપ્રકાશનું અહીં આગમન અચાનક અને અણધાર્યું હતું.બધાં જાણતા હતા કે કોઇ ચોક્કસ કારણથી જ અહીં આવ્યાં હતાં.
અભિષેક,રિતુ અને સ્વામી તેજપ્રકાશ એક શાંત રૂમમાં બેસ્યાં.
"આપ કેમ છો?"અભિષેકે પુછ્યું.
"બસ,જેમ મારા શિવજી રાખે તેમ.તેમની ભક્તિમાં લીન.મને અચાનક જ અનિષ્ટના વાદળો દેખાયા અને સાથે આશાના સોનેરી કિરણો વાળો સુરજ દેખાયો.ના રહી શક્યો તો અહીં આવી ગયો.અભિષેક,પુત્ર આવવાવાળો સમય ખુબ જ મહત્વનો રહેશે.ઘણુંબધું પ્રાપ્ત થશે,નવા નવા દિવસો આવશે જે તેની સાથે પ્રેમ,ખુશી,તકલીફ અને ઘણુંબધું લાવશે.એક વાત હંમેશાં યાદ રાખજે હિંમત નહીં હારવાની અને શિવજી પર હંમેશાં આસ્થા રાખવાની."
અભિષેક અને રિતુ તેમના ચરણો પાસે બેસેલા હતાં.અચાનક ઊભા થતાં તેમણે રિતુના માથે હાથ મુક્યો અને બોલ્યા,
"પુત્રવતી ભવ.."અને ત્યાંથી જતા રહ્યા.તેમના ગયા પછી અભિષેકે રિતુને અને રુહીને જણાવ્યું કે તે તેના પિતા છે.જેમણે સંસાર ત્યાગીને વૈરાગ્ય લઇ લીધું હતું.
રિતુ પોતાને મળેલા આશિર્વાદને લઇને ખુબ જ અસમંજસમાં હતી.તે નર્વસ હતી.

"રિતુ,સ્વામીજીનો આ આશિર્વાદ ખુબ જ ખાસ છે.ચમત્કાર થાય છે અને જરૂર થશે."અભિષેક રિતુનો હાથ પકડીને બોલ્યો.રુદ્રે રુહી અને રિતુને જણાવ્યું કે તે કોણ હતું.અભિષેક ખુબ જ વ્યગ્ર હતો.તે પોતાના નાનપણના ઘરે જઇને થોડો સમય એકલો રહેવા માંગતો હતો પણ રિતુને તેને આ સમયે એકલો છોડવો યોગ્યના લાગ્યું,તે પણ સાથે ગઇ.રિતુના સાથે અભિષેકને એકલતાની એ જુની ગલીઓમાં ભટકી જતા અટકાવી દીધો.

અહીં આદિત્યને જે ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યો હતો તે રુચિ અને શોર્યના લગ્નના હતાં.તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.એક તો રૂપિયાની વ્યવસ્થા નહતી થઇ અને રુચિ શોર્યને પરણી ગઇ.

તે ગુસ્સામાં કાંપતો કાંપતો હેત ગજરાલના ઘરે ગયો,અહીં હેત ગજરાલ હવે નિરાંત પામ્યા હતાં એક તો તેમની દિકરીને આ બીજવરથી મુક્તિ મળી હતી અને બીજું તે શોર્યથી પ્રભાવિત થયાં  હતા.જોકે શોર્યને ખર્ચોપાણી આપવાનું અને તેને પોતાના કહ્યામાં લઇ લેવાનો પ્લાન તેમણે હજી યથાવત રાખ્યો  હતો.આદિત્યની બુમો સાંભળીને તે સમજી ગયા કે શોર્ય અને રુચિના લગ્ન વિશે તે જાણી ગયો હતો..
"હેત ગજરાલ,આ તે સારું નથી કર્યું,જાણી જોઇને તેમના લગ્ન થવા દીધાં હવે હું તે વીડિયો અને બાકીના પ્રુફ પોલીસને સોંપી દઈશ,મીડિયાને આપીશ."આદિત્ય ગુસ્સામાં બોલ્યો.હેત ગજરાલ હસતા હસતા ઊભો થયો.
"હા જા કઇ દે ને ભાઇ,બઉં ત્રાસ કર્યો.એક વાત યાદ રાખજે મને જેલ મોકલીને તને કઇફાયદો નહીં થાય.આ બધી સંપત્તિ હું રુચિ અને તેના મમ્મીને નામકરી દઈશ અને તું ભિખારી થઇ જઇશ.
કેટલા વર્ષ તે મને બ્લેકમેઇલ કર્યો,નાછુટકે હું મારી દિકરીના લગ્ન તારા જેવા લાલચુ બીજવર જોડે કરાવવા તૈયાર થયો.મને શું ધમકી આપી હતી કે મને મરવવાની કોશીશ કરી તો સાબિતી પોલીસ પાસે પહોંચી જશે.જાને ભાઇ તું જા જે કરવું હોય તે કર.અત્યારે સુધી રુચિના માટે થઇને ચુપ હતો."હેત ગજરાલની સાવ આવી વાતોથી આદિત્ય હબક ખાઇ ગયો.
"મને રૂપિયા જોઇએ છે."આદિત્ય ઢીલો પડી ગયો.
"કેટલા,લાખ બે લાખ?"હેત ગજરાલ હસ્યાં.
"કરોડો."
"કરોડો રૂપિયા હું કાઇ ખીસામાં લઇને નથી ફરતો કે ના ઘરમાં રાખું.આ જબ્બારભાઇનો નંબર છે.તેમને ફોન કરી દઉં છું.આપી દેશે હા પણ જે વાયદો કર તે વાયદા પ્રમાણે રૂપિયા આપી દેજે નહીંતર તારું આવી બન્યું."હેત ગજરાલે આદિત્યની મદદ એક ફરીવાર કરી દીધી.તે ત્યાંથી જતો રહ્યો.
******

અહીં રુચિ અને શોર્યના લગ્ન થઇ ગયાં હતા,હવે આગળનો પ્લાન રુદ્ર  અને રુહી કાલે અમલમાં મુકવાના હતા.હવે શોર્યના રુચિ સાથે લગ્ન થઇ જતા તેમનો પ્લાન લગભગ સફળ હતો.હવે આગળ તેમનો પ્લાન રુચિ અને શોર્યને સબક શીખવાડીને સીધા કરવાનો હતો એ રીતે કે તેમને તેમના કર્યાનીસજા પણ મળી રહે.
તેટલાંમાં અભિષેક અને રિતુ આવ્યા તેમની પાસે.
"રુદ્ર,મારે તારી સાથે કઇંક વાત કરવી છે."અભિષેક બોલ્યો.
"હા બોલ મારી જાન."રુદ્રે કહ્યું
"મારે કાલે મુંબઇ જવું પડશે."અભિષેકની વાત પર રુદ્ર આઘાત પામ્યો.
"ના હું તને ક્યાંય નહીં જવા દઉં."રુદ્ર હવે નાનો બાળક બની ગયો.
"રુદ્ર,પ્લીઝ મારું રીસર્ચ લાસ્ટ સ્ટેજમાં છે.બસ થોડા મહિના અને તે સફળ થઇ જશે તો માનવજાતનું ખુબ જ ભલું થશે અને મારા પિતાનું લોકકલ્યાણ કરવાનું સપનું હું પુરું કરી શકીશ.મને જવા દે."અભિષેકે તેના ચહેરાને પોતાના બેહાથમાં પકડતા કહ્યું.
"ના,તું ત્યાં એકલો હોય છે મને તારી ખુબ જ ચિંતા થાય છે.તારા ખાવાપીવાના કોઇ ઠેકાણા નથી હોતા,તું  તારું ધ્યાન નથી રાખતો.બ્રેડ બટરના ડુચા મારે છે રોજ."રુદ્ર બોલ્યો.
"આ વખતે એવું  નહીં થાય.કોઇ છે જે મારી સાથે આવશે અને મારી સાથે રહેશે.મારું ધ્યાન રાખશે અને મને એકલું નહી લાગવા દે."અભિષેક બોલ્યો.
"કોણ!?"રુદ્રે પુછ્યું
"રિતુ,રિતુ મારી સાથે આવી રહી છે.અમે અમારી દોસ્તીને એક સ્ટેપ આગળ લઇ જવાનું નક્કી કર્યું છે.તે પણ મારી સાથે જ રહેશે અમે એક જ ઘરમાં રહીશું.તે પણ મારી સાથે મુંબઇ આવી રહી છે."અભિષેકની વાત પર રુદ્ર અને રુહી આશ્ચર્ય પામ્યાં.
"સાચે!?રિતુ તું જઇશ અભિષેક સાથે અને તેની સાથે રહીશ.કેમ કે તારું પોતાનું ઘર પણ તો છે મુંબઇમાં."રુદ્રે પુછ્યું.
"હા રુદ્ર,હું અભિષેક સાથે તેમના ઘરે જ રહીશ.આમપણ મમ્મી પપ્પાના ત્યાં રહીશ તો આડોશ પાડોશ અને સગા સંબંધી મારા કારણે તેમને ટોણા માર્યા કરશે.હું અને અભિષેક સાથે રહીશું તો એકબીજાને સમજી શકીશું.રુદ્ર,ચિંતા ના કરશો.હું તમારા અભિષેકનું ખુબ  જ સારી રીતે ધ્યાન રાખીશ અને તમે અહીં મારી રુહીનું ધ્યાન રાખજો."રિતુ રુદ્ર પાસે જઇને બોલી.રુદ્રે રિતુનો હાથ પકડતા કહ્યું,
"તમારા બન્ને વગર આ ઘર સાવ સુનુ પડી જશે."
"તો અમે જઇએ,પેકીંગ કરીએ."અભિષેક બોલ્યો.
"હા ચિંતા ના કરો રુદ્ર,હું એટલો બધોનાસ્તો પેક કરી દઇશ."રુહી બોલી.
"રુહી,હું છુંને હવે અભિષેકની જવાબદારી મને આપી દે.ચિંતા ના કરો તમે હું તેમને સારામાં સારામાં રીતે રાખીશ."રિતુ બોલી.તે બધાં હસ્યાં,અભિષેક અન રિતુ પેકીંગ કરવા જતાં  રહ્યા.
અહીં રુદ્ર ઉદાસ હતો,રુહીએ આવીને તેને પોતાના ગળે લગાવ્યો અને બોલી,
"રુદ્ર,તેમને ખુશી ખુશી જવા દો,તેમને એકબીજાના સાથની અને એકાંતની જરૂર છે.શું ખબર ટુંક જ સમયમાં આ ઘરમાં ફરી શરણાઇ વાગે!?"
"હા સાચી વાત છે તારી.રુહી આપણા પ્લાનનો નેક્સ્ટ સ્ટેપ તેના માટે કાલે હું કાકાસાહેબના ઘરે જઇશ."રુદ્ર  બોલ્યો.
"રુદ્ર,આ વખતે ધડાકો હું કરું.આખરે જેઠાણી બની છું."રુહી બોલી.
"ચોક્કસ જેઠાણીજી."આટલું કહીને રુદ્ર અને રુહી હસ્યાં.
શું પ્લાન હશે રુદ્રનો હવે આગળ?આદિત્ય શું કરશે રુહી અને રુચિને પરેશાન કરવા?અભિષેક અને રિતુના જીવનનો આ નવો પડાવ કેવોહશે? આવતાભાગથી દર પાર્ટમાં સાથે સાથે વાચો અભિષેક  અને રિતુની પ્રેમકહાની પણ.

રેટ કરો અને રિવ્યુ આપો

Sweta

Sweta 5 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Akshita

Akshita 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 7 માસ પહેલા