રુદ્રની રુહી... - ભાગ-76 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-76

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -76

"તમે લોકો જલ્દી તૈયાર થઇને આવી જજો.હું નિકળું બહુ કામ છે.બીજી બધી વાત પછી કરીએ શાંતિથી."કાકાસાહેબ આટલું કહી કશુંજ સાંભળવા રોકાયા નહીં.
"રુચિ ....અહીં આવી ગઇ?" રુહી માત્ર ધ્રુજતા અવાજે આટલું જ બોલી શકી.તેની સામે ભુતકાળની ઘટનાઓ એક પછી એક આવી ગઇ.રુચિને આદિત્ય ઘણીબધી વાર ઘરે લાવતો અથવા મળાવતો મિત્ર તરીકે.રુહીને ચક્કર આવી ગયાં,આંખ સામે અંધારા આવી ગયાં.રુહી બેભાન થઇ ગઇ.
"રુહી..."બધાં બુમ પાડીને તેની તરફ ભાગ્યા.તેને બેડરૂમમાં સુવાડીને અભિષેકે તેને ઇંજેક્શન આપ્યું.તે હવે સારું અનુભવી રહી હતી.રુદ્ર ચિંતામાં હતો.

"રુહી,શું થયું ?રુચિનું નામ સાંભળીને શું થયું તને?"અભિષેકે તેનો હાથ પકડતા કહ્યું
"અભિ,રુચિ અહીં પણ આવી ગઇ.તે ફરીથી મારું જીવન બરબાદ કરી નાખશે.હું રુદ્ર વગર નહીં રહી શકું."રુહી બોલી.
"પહેલાની વાત અલગ છે પણ હવે તું રુદ્રની રુહી છો આત્મવિશ્વાસથી ભરપૂર .તારી પાસે મજબુત રુદ્રાક્ષ સિંહ છે.સિંહ જેવો મારો દોસ્ત."અભિષેકની વાતથી રુહીને સારું લાગ્યું.
"થેંક યુ અભિ,તારી વાત કરીને મને હંમેશાં સારું લાગે છે.જાઓ તમે લોકો તૈયાર થાઓ.હું આરુહની સ્કુલની તૈયારી કરીને હરીરામ કાકાને સમજાવી દઉં અને પછી તૈયાર થઇ જઉં."રુહીએ કહ્યું.
અભિષેક
રુદ્ર રુહીની પાસે આવ્યો તેનો હાથ પકડીને તેને ચુમ્યો અને જતો રહ્યો."કેમ આટલો સ્ટ્રેસ લે છે? હું છું ને તારી સાથે?હું તને બધી જ વાત જણાવું."રુદ્રે તેનો હાથ પકડી રાખતા કહ્યું.


રુદ્રે તેના પ્લાનવિશે બધું જ વિગતવાર રુહીને જણાવ્યુ.તેણે કહ્યું કે કેવીરીતે તેના રોકેલા માણસોએ આદિત્યને મંડપ સુધી સમયસર પહોંચતા અટકાવ્યો અને કેવીરીતે તેણે રુચિને ભગાવી.આગળ શું પ્લાન હતો તે પણ તેણે રુહીને જણાવ્યું.રુહી ખુબ જ આશ્ચર્ય પામી.
"વાઉ,રુદ્ર યુ આર જિનીયસ.તમારો પ્લાન તમારા જેવો જ અદભુત છે.રુચિ ,આદિત્ય ,શોર્ય અને કાકાસાહેબને ખુબ જ સારો સબક મળશે.
આદિત્યને ખબર પડી ગઇ હશે કે જેવું વાવીએ તેવું જ લણીએ.દગો આપીએ તો દગો જ મળે સામે.
અને શોર્ય તેને ખબર નથી કે તે જીવતા બોંબ સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે,મજા આવશે.થેંક યુ રુદ્ર ,તમારી સરપ્રાઇઝ ખુબ જ અદભુત છે તમારા જેમ.હું ખુબ જ ભાગ્યશાળી છું કે મને તમે મળ્યાં.મને તમારા પર ખુબ જ વ્હાલ આવી રહ્યું છે."આટલું કહીને રુહી ઊભી થઇને રુદ્ર પાસે ગઇ,તેના વાળમાં પોતાના બન્ને હાથની આંગળીઓ ભરાવી દીધી અને તેના ચહેરાની નજીક પોતાનો ચહેરો લઇ ગઇ.
"રુહી,આ સમય પ્રેમ કરવા માટે અત્યારે યોગ્ય નથી.રીમેમ્બર આપણે શોર્ય અને રુચિના લગ્નમાં જવાનું છે."રુદ્ર રુહીના ઇરાદા સમજી ગયો હતો.તે પોતાની જાતને છોડાવતા બોલ્યો.

"રુદ્રાક્ષ સિંહ,નહીં બચી શકો."આટલું કહીને શરારતી હાસ્ય સાથે રુહી રુદ્રની પાછળ ભાગી.રુદ્ર અને રુહી પુરા રૂમમાં ભાગી રહ્યા હતા આ વખતે રુહી રુદ્રને પકડવા મથતી હતી.

"રુહી,આપણે લગ્નમાં જવાનું છે,મને તૈયાર થવા દે."આટલું કહીને રુદ્ર દોડીને બાથરૂમમાં જઇને બારણું અંદરથી બંધ કરી દીધું.

આરુહની જવાબદારી હરીરામ કાકાને સોંપીને બધાં લગ્નમાં જવા નિકળ્યા.રુહીનો ઠાઠ અને ઠસ્સો આજે જોવાલાયક હતાં.લાલ સિલ્કના હેવી સેલામાં ગોલ્ડન બુટીવર્ક હતું ,મોટી ગોલ્ડન બોર્ડરમાં સુંદર વર્ક હતું.ગળામાં સુંદર ભારે સોનાના ઘરેણા,સિલ્કીવાળમાં અંબોડો બનાવ્યો હતો જેમા સુંદર લાલ ગુલાબ લગાવેલા હતાં.સેંથ‍ામાં સિંદુર અને ચહેરા પર રુવાબ.રુદ્ર પણ હેવી સિલ્કના સફેદ કલરની શેરવાનીમાં આકર્ષક લાગી રહ્યો હતો.

રુદ્ર,રુહી,અભિષેક અને રિતુ કાકાસાહેબના ઘરે પહોંચ્યા.રુહીએ રુદ્રના હાથમાં પોતાના હાથ નાખીને કાકસાહેબના ઘરમાં પ્રવેશ કર્યો.કાકાસાહેબનું ઘર રાતોરાત દુલ્હનની જેમ સજી ગયું હતું.કાકાસાહેબના ઘરની ફરતે મજબુત કિલ્લાબંધી હતી.કાકાસાહેબે તેમના બધાં જ માણસોને પહેરા પર લગાવી દીધાં હતાં,આ લગ્ન તે કોઇપણ ભોગે અટકવા દેવા નહતા માંગતા.

લગ્નમંડપ સજી ગયું હતું શોર્ય લગ્નમંડપમાં બેસેલો હતો.સફેદ અને લાલ રંગની શેરવાનીમાં સજેલો શોર્ય ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.માથા પર લાલ સહેરો અને ચહેરા પર પોતાના પ્લાનની સફળતાનો આનંદ.

અહીં રુચિને કાકીમાઁએ સુંદર સફેદ અને લાલ રંગના ચણિયાચોળી પહેરવા આપ્ય‍ા હતા.તે જાણતા હતા રુદ્રના પ્લાન વિશે એટલે અગાઉથી જ તેમણે તૈયાર રખાવ્યા હતા પણ રુચિને તેમણે એમ કહ્યું હતું કે આ તેમના યુવાનીના ચણિયાચોળી હતા.શોર્યે રુદ્ર તરફ જોયું તેના ચહેરા પર એક જીતની ખુશી હતી,રુદ્ર અને શોર્યની નજર મળી.શોર્યે અભિમાન સાથે પોતાની મુંછોને તાવ દીધો જેના પર રુદ્રને મનોમન ખુબ જ હસવું આવ્યું.
"શોર્ય,તે રુહીની ઇજ્જત લુંટવાની કોશીશ કરી હતી.હવે તું જો હેત ગજરાલ તારી ઇજ્જત અને તારા કેવા હાલ કરશે અને બાકીની કસર રુચિ અને તારા માઁસાહેબ પુરી કરશે."રુદ્રે વિચાર્યું.

કાકાસાહેબે તે લોકોને જણાવ્યું કે રુચિ અને શોર્ય મુંબઇમાં કોઇ કામ માટે મળ્ય‍ાં હતાં અને તે બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં.રુચિના લગ્ન આદિત્ય સાથે થવાના હતાં જે રુચિ કરવા નહતી માંગતી અને તે ભાગીને અહીં આવી ગઇ.તેના પિતા કઇ ધમાલ કરે તે પહેલા લગ્ન કરવા જરૂરી હતાં જેથી રાતોરાત લગ્ન લેવાનું નક્કી કર્યું.રુદ્ર,રુહી,અભિષેક અને રિતુ બધું જાણતા હોવાછતા અજાણ બનીને જ રહ્યા.
*****
અહીં હેત ગજરાલના માણસોએ શોધી કાઢ્યું હતું કે રુચિ અને શોર્ય મુંબઇથી હરિદ્વાર ફ્લાઇટમાં ગયાં હતાં.હેત ગજરાલ ખુબ જ ગુસ્સામાં હતા કેમ કે તેના માણસો તે બન્નેને પકડી ના શક્યાં.હેત ગજરાલે ઘરની પાછળના સીસીટીવી ફુટેજ તપાસ્યાં.જેમા શોર્યના કપડાં પહેરેલો રુદ્ર દેખાયો.રુદ્રે સ્માર્ટનેસ વાપરીને સનીને તેવી રીતે રાખ્યો હતો કે તે સીસીટીવીમાં ના દેખાય.રુદ્ર જાણી કરીને સીસીટીવીમાં દેખાયો જેથી હેત ગજરાલ માનીજાય કે તે શોર્ય છે.જેની પૃષ્ટી રુચિની સહેલી આપે.રુદ્ર અને શોર્યની લંબાઇ અને શરીર લગભગ એકજેવા દેખાતા હતાં.
"આ શોર્ય છે?"હેત ગજરાલે રુચિની સહેલીને પુછ્યું.
"હા અંકલ,આ શોર્ય છે.આજુવો તેનો ફોટો મે રુચિએ મને મોકલ્યો હતો."રુચિની સહેલીએ રુચિ અને શોર્યનો ફોટો બતાવતા કહ્યું.
"આભાર બેટા,મે જોયું હતું કે તે રુચિને સમજાવવાની ઘણીબધી કોશીશ કરી હતી પણ તે ના માની હવે તેના અને તેના આ શોર્યના હાલબેહાલ થશે.મારી ઇજ્જત,મારું અભિમાન તેના પર કિચડ ઉછાળ્યું છે તે બન્નેએ તેમને હું માફ નહીં કરું."હેત ગજરાલ બોલ્યા.

"અંકલ,પણ તમારા માણસો પહોંચ્યા પહેલા તે લોકો પરણી ગયાં તો?"રુચિની સહેલીએ પુછ્યું

"તું જઇ શકે છે તારા ઘરે,જરૂર પડશે તો બોલાવીશ."હેત ગજરાલે રુચિની સહેલીને કહ્યું.
"હા રુચિના પપ્પા,અંતે આપણે આપણી દિકરીની ખુશીમાં ખુશ થવું જોઇએ.આદિત્ય તમને કોઇ વાત પર બ્લેકમેઇલ કરે છે બની શકે કે શોર્ય તેમાંથી તમને મુક્તિ અપાવે.મને નથી ખબર તે શું વાત છે?પણ એક વાત વિચારો જે હેત ગજરાલના ઘરેથી તેમની દિકરીને ભગાવી શકે તે કઇપણ કરી શકે."રુચિની મમ્મીએ રુચિની ભુલને છાવરવા હેત ગજરાલને ભટકાવવા કહ્યું જેના પર હેત ગજરાલ એક વાર વિચારમાં પડી ગયાં.
"એક વાર સબક તો હું તે શોર્યને જરૂર શીખવાડીશ."ગુસ્સામાં હેત ગજરાલ બોલીને જતાં રહ્યા.તેમણે તેમના માણસોને ફોન કર્યો.
"સાંભળો,રુચિ ભાગીને હરિદ્વાર ગઇ છે શોર્ય સાથે.તે નક્કી શોર્યના ઘરે હશે,હું ઇચ્છું તો તે લગ્ન બે ધડીમાં અટકાવી શકું પણ મારે તેમ નથી કરવું.કરિ લેવા દો લગ્ન તે બન્નેને, પણ એક વાર આ લગ્ન થઇ જાય પછી તમારે શું કરવાનું છે તે હું તમને જણાવીશ."આટલું કહીને હેત ગજરાલે ફોન મુકી દીધો.


"થેંક યુ,રુચિના મમ્મી તમારો આઇડીયા ખુબ જ સરસ છે.આ આદિત્યથી છુટકારો મને શોર્ય જ અપાવશે.બહુ બ્લેકમેઇલ કર્યો,એક વાર આ લગ્ન થઇ ગયાને તો આદિત્ય પણ તેમનું કે મારું કઇ જ નહીં બગાડી શકે."હેત ગજરાલ ખંધુ હસ્ય‍ાં...
"શોર્યને પણ સબક તો શીખવાડીશ જ અંતે તેના કારણે મારે પુરા સમાજ અને દોસ્તોની સામે નીચા જોણું થયું.

અહીં આદિત્યે પોતાના ઘરે પોતાના રૂમમાં ખુબ જ ઉચાટમાં હતો.
"આ લગ્ન થઇ ગયાને તો હેત ગજરાલની સંપત્તિ મારા હાથમાંથી જતી રહેશે.પેલો વીડિયો પણ તેટલો ક્લિયર નથી કે હું હવે વધારે હેત ગજરાલને બ્લેકમેઇલ કરી શકું.જો હેત ગજરાલને ખબર પડીકે આ વીડિયો ક્લિયર નથી તો મારી ખેર નથી.લાગે છે મારે હવે મારી રીતે જ કઇંક કરવું પડશે."
આદિત્યે હરિદ્વાર તેના માણસોને ફોન કર્યો જેનો સંપર્ક તેને હેત ગજરાલે કરાવ્યો હતો અને તેમને શું કરવાનું છે તે કહ્યું.
"રુહી અને રુચિ ,તમે બન્નેએ મને ઠુકરાવ્યો તે સિંહ ભાઇઓ માટે હવે તમારા બન્નેની ખબર હું લઇશ.જીવતાજીવ નર્ક દેખાડીશ તમને."
તેટલાંમાં તેના મોબાઇલમાં ફોન આવ્યો.
"હેલો,મિ.શેઠ હું મિ.કુમાર બોલું."મિ.કુમાર બોલ્યા.
"કોન્ગ્રેચ્યુલેશન તમારા વેડીંગ માટે.જેમ કે આપણી ડિલ ફિક્સ થઇ ગઇ છે.તો તમને જણાવવા માંગતો હતો કે તમારે તે ઓર્ડરની તૈયારી શરૂ કરી દેવાની રહેશે.ડિલના પેપર્સ મે જ તૈયાર કરાવ્યા હતાં.તેના પ્રમાણે આજથી દસમાં દિવસે તમે માલની ડિલિવરી આપશો.સો તૈયારી શરૂ કરી દેજો મિ.શેઠ."આટલું કહીને કશુંજ સાંભળવા મિ.કુમાર રોકાયા નહી અને ફોન મુકી દીધો.
કેવી રહેશે રુચિ અને રુહીની મુલાકાત?શું હેત ગજરાલના શોર્ય માટે બદલાયેલા વલણ ના કારણે રુદ્રનો પ્લાન ઊંધો પડશે?આદિત્યે રુચિ અને રુહીને બરબાદ કરવા શું પ્લાન બનાવ્યો હશે?
જાણવા વાંચતા રહો

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

Urvi

Urvi 8 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Appy Shingala

Appy Shingala 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા