હોટેલ સ્યુટ ના વિશાળ બેડ પર.. ચેતના વિહીન પડેલી ચાંદની.. પોતાના મોબાઈલમાં જાણીતી રીંગટોન સાંભળી.. એક ઝાટકે ઊભી થઈ.. મોબાઇલને હાથમાં લીધો..
મોબાઈલ સ્ક્રીન પર નામ અને તસવીર જોઈ તેનામાં જાણે નવી ઉર્જાનો સંચાર થયો ...આંખોની ચમક અને ચહેરાની ખુશી ઝળહળી ઉઠ્યા... બાજુમાં બેઠેલો રાજ ચાંદની ના ચહેરાના બદલાતા ભાવ નિરખી રહ્યો હતો.. મન થી તેને હવે થોડી નિરાત થઈ.. કદાચ તેની સામે ચાંદની ખુલીને વાત નહીં કરી શકે.. તેમ વિચારી તે ફ્રેશ થવા ના બહાને બાથરૂમમાં જઈ શાવર ચાલુ કર્યો...
"હેલો માસીબા.. માસીબા...તમારી બહુ યાદ આવે છે... તમે કેમ સાથે ન આવ્યા.. તમારા વગર મને કોણ સંભાળશે.."
આટલું બોલતા બોલતા ચાંદની ફરી રડી પડી ...
" ચાંદ બેટા.. મારા દીકરા.. મારી લાડો... મારી કોયલ.. પહેલા તો તું સાવ ચૂપ થઈ જા... અને રડવાનું બિલકુલ બંધ... તું જાણે છે ને તારા આંસુ મને અકળાવે છે... તું આવી રીતે રડીશ.. તો હું તારાથી દૂર સાત સમુંદર પાર કેવી રીતે રહીશ...??"
"હું પણ મારી લાડો ને બહુ યાદ કરું છું.. મારો ચાંદ તો ઝળહળી દુનિયાને રોશન કરવા માટે છે... નિરાશ થવા માટે નહીં ..અને રાજ છે ને તારી સાથે.. બેટા રાજ તારા માટે તેની બધી બીઝનેસ મીટીંગ છોડી તારી પાસે આવી ગયો છે..."
માસીબા ફોનમાં ચાંદની ને સમજાવી રહ્યા હતા...
માસીબા ના એક એક શબ્દો.. ચાંદની ના મન માંથી નિરાશા અને દર્દ ને દૂર ધકેલી રહ્યા હતા...
માસીબા ના પ્રેમાળ શબ્દો એ ચાંદની ના મન માં નવો ઉજાસ પાથરી દીધો હતો... હવે ચાંદની સંપૂર્ણ સ્વસ્થ થઇ ગઇ હતી... માસીબા હજી ચાંદની ને કહેતા હતા..
" ચાંદ આજે સાચા અર્થમાં તારું સપનું પૂરું થઈ રહ્યું છે ...સમગ્ર વિશ્વમાં તારા ગાયેલા ગીતો ગુંજે .. તે તારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે ... તું સંગીતની દુનિયામાં દરેકના દિલમાં રાજ કરે છે... તારી આજ કબિલિયતને દેશથી દૂર રહેલા હિન્દુસ્તાનીના દિલમાં ઉજાગર કરવાની છે... અને મને મારા ચાંદ પર ખુદ થી વધુ વિશ્વાસ છે..."
"ભૂતકાળને ભૂલી ભવિષ્યની નવી ડગર પર તારા કદમો માંડ્...મને ખાતરી છે કે , તારો આજનો શો સુપર હિટ જશે... લન્ડન વાસી આ શોને ક્યારેય ભૂલી નહીં શકે... તારો અવાજ તેના કાનોમાં હંમેશા ગુંજતા રહેશે... બેટા તારી સાથે સાથે આજે તારા પપ્પાનું પણ સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે ...તે જ્યાં હશે ત્યાં થી તને આશીર્વાદ ચોક્કસ આપતા હશે... ઓલ ધ બેસ્ટ ...બાય બેટા..."
માસીબા ના છેલ્લા વાક્યે ચાંદીના મનમાં કેટલાક ઝખ્મો તો આપ્યા હતા... પણ સાથે સાથે તે ઝખ્મ નો મલમ પણ તેમાં જ રહેલો હતો..
ચાંદની ફટાકથી બેડ પર થી ઉભી થઇ... આજુબાજુ નજર કરી ...તો રાજ હજુ બાથરૂમમાં જ હતો.. તેને અચાનક ભાન થયું કે તે હજી રાજના સ્યુટમાં જ છે .. તેણે ઘડિયાળમાં જોયું તો 8:00 વાગી ગયા હતા... 8 50 એ મિસ્ટર મિત્તલ નો માણસ ચાંદીની અને રાજને પીક અપ કરવાનો હતો... હજુ તને ફ્રેશ થઈ તૈયાર થવાનું હતું ...તે ઝડપથી ઊભી થઈ ને બહાર નીકળવા જતી હતી ...ત્યાં જ રાજ બાથરૂમમાંથી બહાર આવ્યો...
"રાજ હું રેડી થઈ તને મળું... અને થેન્ક્સ..." આટલું બોલતા તે ઝડપથી પોતાના સ્યુટ તરફ નીકળી..
તેજ ફ્લોર પર રાજના સ્યુટ પછી.. બે સ્યુટને છોડી ચાંદનીનો સ્યુટ હતો...બંનેની બાલ્કની સામે સામે હતી...
રાજ ચાંદનીને જતી જોઈ રહ્યો.. ચાંદનીની ચાલ ની તીવ્રતા... તેની ખુમારી.. તેના મનની સ્વસ્થતા બતાવતા હતા... કે તે હવે સ્વસ્થ છે..
હવે રાજના મનને શાંતિ થઈ હતી.. તે સમજી ગયો હતો કે તેણે માસીબા ને કરેલ કોલ.. ચાંદની માં નવો તરવરાટ લઈ આવ્યો હતો.. રાજ ખુશ હતો.. હવે તેને વિશ્વાસ હતો કે.. આજના શો ને સુપરહિટ થતાં કોઈ રોકી શકશે નહીં .. વિચારતા વિચારતા તે તૈયાર થઈ રહ્યો હતો ..ત્યાં જ રાજના ફોનની ઘંટડી રણકી...
ફોનની સ્ક્રીન પર પોતાની મમ્મીનો ફોટો જોઈ તે મલકાઈ ઊઠ્યો...
"હેલો મમ્મી... યુ આર જીનીયસ.. આઈ એમ પ્રાઉડ ઓફ યુ.. લવ યુ સો મચ મમ્મી.. ચાંદની તેના સ્યુટમાં શો માટે રેડી થવા ગઈ છે ... થેંક્યુ સો મચ મમ્મી.. બાય ..કોલ યુ આફ્ટર શો.."
પોતાના સ્યુટમાં પ્રવેશતાં જ.. ચાંદની ફટાફટ પોતાની બેગ ખોલી.. તેમાંથી રાધા કૃષ્ણની મૂર્તિ કાઢી.. મૂર્તિને ઘણીવાર નીરખી.. ડ્રેસીંગ ટેબલ પર રાખી ..તે ફટાફટ શાવર લેવા બાથરૂમ માં જતી રહી..
બાથરૂમ ની ભવ્યતા.. અનેક જાતના મનમોહક શેમ્પુ ..કેંડલ્સ.. અરીસા ..બાથ ટબ.. આ બધું થોડી વાર જોઈ રહી.. તે વિચારતી હતી કે.. 'નસીબની તે આ કેવી બલિહારી...'
માસીબા ના શબ્દો યાદ આવી જતા.. તે પોતાના વિચારોને ખંખેરી બાથરૂમ માં બેઠી.. મનમોહક સુગંધી દ્રવ્યો એ તેનું ખરેખર મન મોહી લીધું હતું.. મન થતું હતું કે બે-ત્રણ કલાક આમ જ બેસી રહે ..પણ સમયનો ખ્યાલ આવતાં ફટાફટ રેડી થઈ તે બહાર આવી હતી ..તે હવે તન થી અને મનથી શો માટે રેડી થઈ ગઈ હતી...
સફેદ વસ્ત્રોમાં સજ્.. તે ખરા અર્થમાં ચાંદની બની વધુ નિખરી રહી હતી... ચાંદની પોતાની બાલ્કનીમાં ઊભી ઊભી કંઈક ગીત ગણગણી રહી હતી ..અને પોતાના વાળ ને સહેલાવી રહી હતી ...એ વાતથી બેખબર કે ..સામેના સ્યુટની બાલ્કનીમાંથી રાજ ની નજરો તેને નિહાળી રહી હતી...
ક્રમશઃ
Bhumi joshi .
વાચક મિત્રો વાર્તા વાંચી આપનો પ્રતિભાવ જરૂર આપશો...