ચાંદની - પાર્ટ 3 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 3

હોટેલના સ્યૂટમાં રાજ સાથે ચાંદની સ્યુટ ની ભવ્યતા ને નિહાળતી હતી.. ત્યાં જ તેની નજર સ્યુટ ની દીવાલ પર લગાવેલા આઈના પર પડી ..અને તે થરથર કાંપવા લાગી..
તેના ચહેરા પર પસીનો થવા લાગ્યો.. તેને ચક્કર આવવા લાગ્યાં ..તે નીચે પડવા જતી હતી ..ત્યાં જ રાજે તેને પકડી લીધી..

રાજે તેને બેડ પર સુવડાવી તરત જ લીંબુ જ્યુસનો ઓર્ડર આપ્યો ..થોડીવારમાં લીંબુ જ્યુસ આવી ગયું.. રાજે ચાંદનીને તે પીવડાવ્યું ..હવે ચાંદની ને કંઈક સારું લાગ્યું.. પણ હજી બેડ પર થી ઊઠવાનું મન થતું ના હતું...રાજને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો..

****************************

ચાંદની એટલે ખરેખર સ્વર્ગની અપ્સરા ..ખરા અર્થમાં ચાંદની... ચાંદની ..જ હતી.... સાડા પાંચ ફૂટ હાઈટ ,પાતળી સુંદર કાયા, ખૂબ ગોરો વર્ણ, અણિયાળી આંખો ,અને કમળની પાંખડી સમાન અધર.. આટલી રૂપ સૌંદર્ય ની માલિકણ હોવા છતાં ચાંદની ખુબ લાગણીશીલ અને કોમળ સ્વભાવની હતી...

રૂપ અને સૌંદર્યની સાથે-સાથે ભગવાને તેને એક ઓર વરદાન આપ્યું હતું ..અને તે હતો ચાંદનીનો સુમધુર અવાજ .. ચાંદનીના અવાજમાં કોયલના ટહુકા ની મીઠાશ હતી.. અને આ મીઠાશે ચાંદનીને એક નવી ઓળખ આપી હતી.. કલાની દુનિયાની ઊભરતી ગાયિકા એટલે મિસ ચાંદની સક્સેના......

સિંગીગની દુનિયામાં ચાંદની એટલી બધી ફેમસ થઈ ગઈ હતી... કે દેશમાં તો શું વિદેશમાંથી પણ તેના સ્ટેજ શોની ઓફર આવતી હતી ..પણ ચાંદનીને પરદેશમાં જઈને ગાવાની કોઈ ઈચ્છા ન હોવાથી ..તે મોટેભાગે વિદેશની ઓફર ને ઠુકરાવતી.. પણ આ વખતે ચાંદીની લંડન ના પોતાના સ્ટેજ શો ના પ્રસ્તાવને ના ન કહી શકી ...કારણ કે આ પ્રસ્તાવ રાજના જ જાણીતા એવા બિઝનેસમેન મિસ્ટર મિત્તલ ખન્નાએ આપ્યો હતો... મિત્તલ ખન્ના મૂળ ભારતીય હોવાથી રાજના બિઝનેસ સર્કલના ખાસ માણસ હતા.. તે ઘણા વર્ષોથી લન્ડન આવી સ્થાયી થયા હતા ..તેમની ઇચ્છા હતી કે ચાંદની આટલી સુંદર ગાયિકા છે તો તેનો સ્ટેજ શો લન્ડન માં થાય... અને એટલે જ આ વખતે ચાંદની વિદેશના આ શો કરવા માટે રાજી થઇ હતી... વિદેશમાં ચાંદનીનો આ પહેલો જ સ્ટેજ શો હતો...

******************************

આજે વહેલી સવારે પાંચ વાગ્યાની ફ્લાઇટ થીજ ચાંદની અને તેની સેક્રેટરી કવિતા શર્મા લંડન આવ્યા હતા.. એરપોર્ટ પર જ મિસ્ટર મિતલ ખન્ના નો માણસ કેબ લઈ ચાંદનીને રીસિવ કરવા આવી ગયા હતો....

એરપોર્ટ થી ગાડી સીધી હોટલ cornithiya London આવી ઉભી રહી હતી.. હોટેલના ફર્સ્ટ ફ્લોર પર કવિતા નો રૂમ હતો ..અને સેકન્ડ ફ્લોર પર ચાંદનીને લક્ઝરીયસ સ્યુટ આપવામાં આવ્યો હતો. ..

આ સ્યુટ પણ રાજના સ્યુટ જેટલો જ વૈભવશાળી હતો.. પણ સવારે આવતાની સાથે ચાંદની કશું જ આમતેમ જોયા વગર સીધી બેડ પર પડી ..અને ખૂબ થાકના લીધે પડી એવી ઊંઘી ગઈ...

સવારે ૯ વાગ્યા થી કવિતા સતત ચાંદની ના મોબાઈલ માં કોલ કરતી હતી.. તેને ઉઠાડવા... પણ ચાંદનીનો ફોન સાઈલેન્ટ હતો.. અને વળી તે ગાઢ નિંદ્રા માં સુતી હતી.. સવારે છેક 11 વાગ્યે ચાંદનીની આંખો ખુલી.. અને ફોન જોયો તો કવિતા અને બીજા ઘણા મિસ કોલ જોયા..તેણે કશું આમતેમ જોયા વગર , તરત જ કવિતા ને કોલ કર્યો ..અને કહ્યું "હું થોડી જ વારમાં ફ્રેશ થઈ નીચે કોફી હાઉસમાં મળું છું.."

ચાંદની ફટાફટ રેડી થઈ સ્યુટના નીચેના ભાગમાં આવેલ કોફી હાઉસમાં પહોંચી ..જ્યાં કવિતા પહેલેથી જ તેની રાહ જોઈને બેઠી હતી..

કવિતા: "સોરી મેમ, કોલ કરી તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને...??"

ચાંદની: "નોટ એટ ઓલ.. મારો ફોન સાઈલેન્ટ હતો.. અને થાકના લીધે ઊંઘ પણ જબરજસ્ત આવી ગઈ હતી..."

કવિતા:" મેમ તમે ફ્લાઈટમાં કહ્યું હતું ને કે સવારે વહેલા ફ્રેશ થઈ રાધા-કૃષ્ણના મંદિરે જવું છે ..અને એટલે જ મેં રાજ્ સર પાસેથી લન્ડન માં મંદિર ક્યાં છે.. તેની જાણકારી લીધી હતી.. મિસ્ટર ખન્ના દ્વારા આપણા માટે કેબ અને ડ્રાઇવર પણ એરેંજ કરી દીધા છે....તે આપડી વેઇટ કરે છે.સાંજ ના શો પહેલા પરત લઈ આવશે... લેટસ વી સ્ટાર્ટ.."

ચાંદની:" હા.. સ્યોર.. એટલે જ હું ફટાફટ રેડી થઈ એવી ગઈ...વળી રાજ સાંજ ની ફ્લાઇટ થી કેનેડા થી ડાયરેક્ટ લંડન જ આવવાનો છે ..શો ની પેલા જ તે આવી જશે ...
તેથી મારી ઈચ્છા છે કે ,રાજ હોટેલ પહોંચે તે પેલા આપણે દર્શન કરી આવી જઈએ..."

આમ વાતો કરી ચાંદની અને કવિતા હોટેલ ની કેબ દ્વારા ઇસ્કોન મંદિર તરફ નીકળે છે...જે લંડન માં રાધા કૃષ્ણ નું સવ થી સુંદર મંદિર છે...

રાજ અઠવાડિયાથી બિઝનેસના કામ થી કેનેડા આવેલ હોય છે ..તે બધું કામ પતાવી કેનેડાથી ડાયરેક્ટ લંડન ચાંદની ના શો પહેલા આવી જાય છે.. અને એરપોર્ટ થી તરત જ હોટલ પર આવી ચાંદની ને કોલ કરે છે..પણ ચાંદની નો ફોન નો રીપલાય થાય એટલે તે, હોટેલ ના રિસેપ્શન કાઉન્ટર પર જ તેની રાહ જોતો ઊભો હોય છે...

****************************

રાજ ચાંદની હાલત જોઈ વિચારે છે કે... થોડીવારમાં ચાંદની નો સ્ટેજ શો ચાલુ થવાનો છે ...તે પહેલા ચાંદની નું નોર્મલ થવું જરૂરી હતું... તે જાણતો હતો કે આવી હાલતમાં એક જ વ્યક્તિ તેને સંભાળી શકે તેમ છે ...તે તરત જ પોતાનો મોબાઈલ કાઢી ફોન લગાવે છે... રાજ ફોન પર કોઈકની સાથે, કંઈક વાત કરી ફોન મૂકી દે છે ...ચાંદની લીંબુ જ્યુસ પીધા પછી હજી આંખો બંધ કરી બેડ પર સૂતી હોય છે ...રાજ ફોન પર વાત કરી તેની બાજુમાં જ ટેબલ પર બેઠો હતો..

થોડીવારમાં ચાંદીના મોબાઈલમાં રીંગ વાગે છે... જાણીતી રીંગ સાંભળી ચાંદનીના શરીરમાં જાણે ઉર્જાનો સંચાર થયો હોય તેમ, એક ઝાટકે જ ઊભી થઈ જાય છે ...મોબાઈલ હાથમાં લઇ સ્ક્રીન પર નામ જોતા જ તેની આંખમાં નવી ચમક અને ચહેરા પર ખુશી છલકાઈ ઊઠે છે...

ક્રમશઃ

Bhumi joshi.


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Urvi

Urvi 8 માસ પહેલા

Bhavna

Bhavna 9 માસ પહેલા

Preeti Chokshi

Preeti Chokshi 11 માસ પહેલા