રુદ્રની રુહી... - ભાગ-66 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-66

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -66


રુદ્ર અને રુહીના ધ રોયલ વેડીંગ....૨


સંગીત વાગવાનું શરૂ થયું અને કિરન સૌથી પહેલા બહાર આવી તેની સાથે ઘણીબધી ડાન્સર્સ પણ આવી અને તેમણે સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું.

છલકા છલકા રે ઓ કલસી કા પાની
છલકા છલકા રે ઓ આઁખના માની
મૈયા બોલે જાના નહીં ભૈયા કો  ભી માના નહીં
બાબુલ બોલે બસ એક દિન કલ કા છલકા
ગુડ્ડા બોલે જાના નહીં ગુડ્ડી બોલે જાના નહીં
સખી બોલે બસ એક દિન કલ કા છલકા

ત્યારબાદ ગીત બદલાઇ ગયું અને હવે રિતુ આવી તેની સાથે પણ ડાન્સર્સ પણ આવી હવે તેણે એક  ખુબ જ સુંદર ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું.

તારે હૈ બારાતી ચાઁદની હૈ યે બારાત
સાતોં ફેરે હોંગે અબ હાથો મે લેકે હાથ
સાતોં ફેરે હોંગે અબ હાથો મે લેકે હાથ
જીવનસાથી હમ દીયા ઔર બાતી હમ રે
જીવનસાથી હમ દીયા ઔર બાતી હમ
ગંગા જમુના સે ભી પાવન તેરા મેરા બંધન
તેરા પ્રેમ હે ફુલવારી ઔર મેરા મને હૈ આઁગન

તે બધાં સાઇડમાં ખસી ગયાં.આરવ,કિરનના પતિ ,અને અન્ય બે જણાએ એક સુંદર ચુંદડી પકડી હતી અને તેની નીચે સાસરેથી આવેલો લગ્નનો હેવી ડ્રેસ પહેરીને રુહી ઊભી હતી.

લાલ કલરના સિલ્કના ભારે ચણિયાચોળીમાં રુહી સુંદર લાગી રહી હતી.લાલ કલરના ફુલ ધેરવાળા ચણિયામાં ગોલ્ડન સિલ્કના દોરાથી સુંદર ઝીણી ઝીણી ડિઝાઇન હતી.નીચે મોટી રેડ બોર્ડર હતી જેમાં મોટા મોટા ફુલોની ડિઝાઇન હતી.રેડ બ્લાઉસમાં પણ ખુબ જ સુંદર ગોલ્ડન દોરાથી એમ્બ્રોડરી કરેલી હતી.
તેનો દુપટ્ટો તેણે આગળની તરફ ગુજરાતી સાડીની સ્ટાઇલમાં નાખ્યો હતો.ગળામાં પુરા ગળાને કવર કરે તેવો હેવી એન્ટિક સોનાનો સેટ,કાનમાં તેના મેચીંગ ઇયરરીંગ્સ ,માથે દામણી,નાકમાં મોટી ગોળ નથ ,બાજુબંધ અને કંદોરો.માથા પર નેટની સુંદર રેડ અને ગોલ્ડન વર્કવાળી ચુંદડી નાક સુધી ઓઢેલી હતી.આરુહે પોતાની મમ્મીનો હાથ પકડેલો હતો.

રુદ્ર આંતરપટ માંથી ઉચો નીચો થઇને તેને જોવાની કોશીશ કરતો હતો પણ કાકીમાઁની આંખો દેખાડવાના કારણે તે શાંત થઇ ગયો.

રુહી લગ્નમંડપમાં આવી અને વીધી શરૂ થઇ.રુદ્ર રુહીને જોઇને જાણે કે હિપ્નોટાઇઝ થઇ ગયો.તેના જીવનની અમુલ્ય ક્ષણ આવી ગઇ હતી.રુદ્ર અને રુહીના એક થવાની વીધી શરૂ થઇ ગઇ.શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીએ રુહીનું કન્ય‍ાદાન કર્યું.કાકીમાઁએ  રુદ્ર અને રુહીનું ગઠબંધન કર્યું.રુદ્ર અને રુહીએ એકબીજાના હાથમાં હાથ લઇને ફેરા ફરવાનું શરૂ કર્યું.

પંડિતજીએ દરેક ફેરાનું મહત્વ સમજાવ્યું રુદ્ર અને રુહીને.છેલ્લે ફેરે આરવે રુદ્રના પગનો અંગુઠો પકડી લીધો.

"આરવ,આ શું કરે છે ? છોડ મને આ છેલ્લો ફેરો પુરો કરવા દે."રુદ્રે અંગુઠો છોડાવવાની કોશીશ કરી.

"એમ ના છોડે રુદ્રકુમાર,હવે તો તમારો સાળો જે માંગે તે તે આપવું પડશે."રાધિકાબેન  હસીને બોલ્યા.

"હા બોલને મારા વ્હાલા,શું જોઇએ બંગલો,મોંઘી કાર  કે જે તું કહે તે?"રુદ્ર બોલ્યો.

" જે માંગશો તે આપશોને?વિચારી લો પછી પાછળ નહીં ખસી શકો."આરવ બોલ્યો.

"હા આરવ બોલ."રુદ્ર

"તો વચન આપો મને કે કોઇપણ ,કેવીપણ પરિસ્થિતિ આવે મારી બહેનનો સાથ નહીં છોડો અને બીજું આજીવન મારી બહેન સિવાય કોઇ સ્ત્રી વિશે નહીં વિચારો."આરવ હાથ આગળ કરતા બોલ્યો.

"બસ ! આટલું જ આ પણ કોઇ કહેવાની વાત છે.મારું વચન છે તને રુહી સિવાયની તમામ સ્ત્રી મારા માટે માતા ,બહેન અને દિકરી સમાન છે અને મારા જીવનના અંતિમ ક્ષણ સુધી તેનો સાથ નિભાવીશ." રુદ્ર આરવના હાથ પર પોતાનો હાથ મુકતા કહ્યું.

રુદ્ર અને રુહીએ અંતિમ ફેરો પુરો કર્યો.ત્યારબાદ રુહીના સેંથામાં સિંદુર પુરી અને ગળમાં પોતાના નામનું મંગળસુત્ર પહેરાવીને રુદ્રએ હંમેશા માટે તેને રુદ્રની રુહી બનાવી દીધી.આ સાથે જ ફટાકડા ફોડી અને ઢોલ-નગારા વગાડીને પોતાનો ઉત્સાહ દેખાડ્યો.બધાં ખુબ જ ખુશ હતા.ઉત્સાહને ઉત્સાહમાં અભિષેકે રિતુને જોરથી ગળે લગાવી દીધી.

લગ્ન સંપન્ન થયાં.રુદ્ર અને રુહીએ પંડિતજી અને વડીલોના આશિર્વાદ લીધાં,અન્ય વીધી પતાવી.
આરુહ લગ્નમંડપમાં આવ્યો અને બોલ્યો,

"તમારા લગ્નની સૌથી પહેલી ગિફ્ટ હું આપીશ."

"અરે વાહ! તે શું છે?" રુદ્રે તેને ગળે લગાવતા કહ્યું.

"પપ્પા..આઇ લવ યુ અને હું તમારી જ સાથે રહેવા માંગુ છું હંમેશાં."આરુહે રુદ્ર પાસે જઇને કહ્યું.રુદ્રની આંખો ભીનીથઇ ગઇ.તેણે આરુહને ગળે લગાવ્યો.રુહી પણ  ખુબ જ ખુશ હતી.
"આરુહ બેટા,હું તને વચન આપું છું કે હું પિતા હોવાની તમામ ફરજો નિભાવીશ,તને ખુબ જ પ્રેમકરીશ પણ એક પિતા હોવાના નાતે હું હંમેશા તને સારો માણસ બનાવવા માંગીશ.તો બની શકે કે કોઇકવાર તેના માટે મારે તારી પર ગુસ્સો કરવોપડે કે તને ના ગમે તેવા નિર્ણય લેવા પડે."રુદ્ર બોલ્યો.

"પપ્પા,તમે જેમ કહેશો તેમ હું કરીશ." આરુહે પોતાના મમ્મી પપ્પાને ગળે લાગીને કહ્યું.

વિદાયનું મુહૂર્ત એક કલાક પછીનું હતું જમવાનું પતાવીને અંતે વિદાયનો સમય આવી ગયો
અંતે વિદાયની વસમી વેળા આવી ગઇ.

"પપ્પા- મમ્મી,તમે પણ અમારી સાથે જ આવો છોને?"રુદ્ર બોલ્યો.

"ના બેટા,અત્યાર સુધી અમે તમારા મહેમાન હતા પણ હવે તે અમારી દિકરીનું ઘર છે.રુહી તને તારો સાચો જીવનસાથી મળી ગયો છે.હવે અહીંથી આગળનો સફર તારે રુદ્રકુમારનો હાથ પકડીને ખેડવાનો છે."ડોક્ટર શ્યામ ત્રિવેદી પોતાની લાડકવાયીને ગળે લગાવતા બોલ્યા.

"પણ પપ્પ‍ા, દિકરીનું ઘર અને એ બધી જુની વાતો છે."રુહી બોલી

"હા,બેટા પિતા હોવા ઉપરાંત  પણ હું એક ડોક્ટર પણ છું ,મારા પેશન્ટને મારી જરૂર છે.આરવને પણ નોકરીએ જવું પડેને?"શ્યામ ત્રિવેદી બોલ્યા.

"રુહી,મારે પણ જવું પડશે.મારા પતિ અને બાળકને મારી જરૂર છે.આમપણ રુદ્રે તારા રુહી ગૃહ ઉદ્યોગની મુંબઇની ફ્રેન્ચાઇઝી મારા પતિને આપી છે.તો તેનું કામપણ કરવું પડશેને?"કિરન બોલી.

"તમે બધાં મને આજે જ છોડીને જતા રહેશો."આટલું બોલીને રુહી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

"ના રુહી અમે આવતીકાલે સવારે તને તારા રુહી ગૃહ ઉદ્યોગમાં પહેલો દિવસ છેને અમે તને ત્યાં આશિર્વાદ અને બેસ્ટ વીશીસ આપીને અમે જતાં રહીશું."શ્યામ ત્રિવેદી બોલ્યા.

"હા રુહી,મારી વ્હાલી દિકરી રિતુ તારી સાથે આવશે અને અહીં થોડા સમય રહેશે.તું ચિંતા ના કર."રાધિકાબેને રુહીને ગળે લગાવતા કહ્યું.

રુહી ખુબ જ રડી રહી હતી.તે પોતાના માતાપિતા ,આરવ,કિરનને ગળે લાગીને ખુબ જ રડી.આરુહ પણ પોતાની મમ્મીને રડતા જોઇને રડવા લાગ્યો.રુદ્રએ બન્નેેને ગળે લગાવીને શાંત કર્યાં,તેમને  લઇને ગાડીમાં બેસી ગયો.

અહીં કાકાસાહેબ અને શોર્ય તેમના ઘરે જતાં રહ્યા હતાં જ્યારે રિતુ,અભિષેક ,કાકીમાઁ ,વકીલસાહેબ અને સની રુદ્રના ઘરે ગયા.હરિરામકાકાએ સ્વાગતની તમામ તૈયારી કરાવી રાખી હતી.

કાકીમાઁએ આરતી ઉતારી અને નજર ઉતારીને તેમનું સ્વાગત કર્યું.ચોખાના કળશને હળવેથી ઉલેચી અને કુમકુમ પગલા કરતી રુહીએ રુહી રુદ્રાક્ષ સિંહ તરીકે ગૃહપ્રવેશ કર્યો.ગાડીમાં સુઇ ગયેલા આરુહને રુદ્રએ તેડેલો હતો.આરુહને એક રૂમમાં સુવાડી દીધો.

તે લોકો મંદિરમાં દર્શન કરીને વીંટી શોધવાની રસમકરવા બેસ્યા.

"જો રુદ્ર આમા કોઇ બાંધછોડ ના કરતો.આજીવન ઘરમાં રાજ કરવું હોયને તો ત્રણ વખત તારે જીતવું પડશે.રુદ્રાક્ષ સિંહ છો તું સિંહનીજેમ જીતીજા મારા દોસ્ત."અભિષેક બોલ્યો.

"સિંહ પણ સિંહણ પાસે આવીને ઝુકી જાય છે.જીતશે તો રુહીજ."રિતુ બોલી.

રસમ શરૂ થઇ અને રુદ્રએ વીંટી કાઢી લીધી.રિતુએ રુહી સામે આંખ મારી અને રુહી હસી.તેણે થાળમાં હાથ નાખ્યો.રુહીએ રુદ્રને હાથમાં આંગળી દ્રારા ગલગલીયા કર્યાં અને વીંટી કાઢી લીધી.

"ચીટીંગ."રુદ્ર બોલ્યો.
બે વાર રુહી અને બે વાર રુદ્ર જીત્યો હવે છેલ્લી વારમાં રુદ્ર અને રુહીએ એકસાથે વીંટી  બહાર કાઢી.

"અરે વાહ ખુબ સરસ.."કાકીમાઁ બોલ્યા.

"રુહી,હું આવતીકાલે સવારે અગિયાર વાગે વકીલસાહેબ અને સની સાથે મુંબઇ જઇ રહ્યો છું એક અગત્યના કામ માટે."રુદ્રએ કહ્યું.

"શું રુદ્ર ,આજે લગ્ન થયાને કાલે જ બહાર જવું જરૂરી છે?"અભિષેક  બોલ્યો.

"અભિષેક,આમપણ આ બધાં ના કારણે કામ અટક્યું હોય તેમને જવા દે.આમપણ કાલથી હું મારા નવા કામની શરૂઆત કરીશ અને આરુહ પણ કાલથી બારથી છ સ્કુલ જશે"રુહીએ રુદ્રનો સાથ આપતા કહ્યું.રુહીની સમજદારી પર રુદ્રને ગર્વ થયો.
"કાકા,અત્યારે સાંજે કઇંક સાદું જમવાનું બનાવજો,માથું દુખે છે."રુદ્રએ કહ્યું.

રુહી તુરંત જ ઊભી થઇ અને નવવધુના રૂપમાં રસોડામાં જઇને બધાં માટે ચા નાસ્તો અને જમવાનું
બનાવ્યું.અંતે રાતના દસ વાગ્યા હતા.બધાં પોતપોતાના રૂમમાં આરામ કરવા જતાં રહ્યા  હતાં.

"રુદ્ર-રુહી ,તમે પણ આરામ કરો થાકી ગયા હશો."અભિષેકે તેમને એકાંત આપવાનું વિચાર્યું.

તેટલાંમાં આરુહ આવ્યો
"હું પણ મમ્મી પપ્પા સાથે જઇશ."

અભિષેક અને રિતુએ એકબીજા સામે  જોયું.

"હેય આરુહ,આજે તું અભિષેક ચાચુ અને રિતુચાચી સાથે સુઇ જઇશ.અમ્મ પહેલા તો આપણે એક ડ્રાઇવ પર જઇશું પછી આઇસ્ક્રીમ ખાઇશું અને પછી હું તને અાટલી બધી નવી નવી સ્ટોરી કહીશ."રિતુએ આરુહનો હાથ પકડતા કહ્યું.

રિતુ પોતાને આ રીતે હેલ્પ કરશે તે રુદ્રની ધારણા બહારની વાત હતી.આરુહ અભિષેક અને રિતુની વાત માની તેમની સાથે જવા તૈયાર થઇ ગયો.રુદ્રએ ઇશારાથી રિતુનો આભાર માન્યો

કેવો રહેશે અભિષેક અને રિતુનો આરુહને  રાખવાનો અનુભવ?આ અનુભવ તેમની આંખમાં ખુશીના આંસુ લાવશે કે પછી તકલીફ ના?શરૂ થશે રુદ્રનો બદલો શું ધમાલ થશે મુંબઇમાં?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhimji

Bhimji 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 7 માસ પહેલા

Neepa

Neepa 8 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 8 માસ પહેલા

Yashvi Nayani

Yashvi Nayani 9 માસ પહેલા