રુદ્રની રુહી... - ભાગ-65 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-65

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -65


રુદ્ર અને રુહીના ધ રોયલ વેડીંગ....૧


લગ્નનો શુભ દિવસ આવી ગયો હતો.કાકાસાહેબ,શોર્ય અને કાકીમાઁ અહીં જ રોકાયા હતાં.વહેલા સવારે ઊઠીને ,નાહીને તૈયાર થઇને બધાં નીચે શીવજીની પુજા કરવા આવી ગયા હતા.આજે ઘણા સમય પછી રુદ્રએ રુહી વગર પુજા કરી.તે વિદ્વાન પંડીતજીએ ખુબ જ સરસ રીતે પુજા કરાવી.

પુજા સમાપ્ત થયા પછી બ્રેકફાસ્ટ કરવા બેસ્યા પણ રુદ્રએ લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિયમ લીધો હતો.વરઘોડો નિકળવાનો સમય અઢી કલાક પછીનો હતો.

રુદ્રને તૈયાર કરવા માટે  ડિઝાઇનરની એક પુરી ટીમ આવી હતી.જેમાં  હેર સ્ટાઇલીશ,ડિઝાઇનર અને ગ્રુમીંગ એક્સપર્ટ હતા.રુદ્ર માટે પસંદ કરવામાં આવેલી ત્રણ શેરવાની ત્યાં હાજર હતી.જેમાંથી એક પર રુદ્રએ પોતાની પસંદ ઉતારી.વ્હાઇટ અને ઓફવ્હાઇટ કલરના વચ્ચેના શેડની શેરવાની જેમાં  ગોલ્ડન,રેડ અન બ્રાઉન કલરના દોરાથી ફુલો અને પાંદડી વાળી એમ્બ્રોડરી હતી.ગળામાં અને હાથમાં નાનકડી રેડ અને બ્રાઉન કલરની બોર્ડર.ગળામાં ચાર સેરવાળી સાચા મોતીની માળા,શાઇનીંગ રેડ કલરનો ચુડીદાર અને માથે  રેડ કલરનો સાફો પહેર્યો હતો જેમા એક  સુંદર ગોલ્ડનું બ્રોચ હતું જેમા મયુરપંખની ડિઝાઇન હતી.રેડ સાફામાં પણ નાની ફુલોની ગોલ્ડન દોરાથી બુટીઓ હતી.પગમાં ગોલ્ડન કલરની ડિઝાઇનર મોજડી.
સોહામણો રુદ્રાક્ષ સિંહ ધોડીએ ચઢવા તૈયાર હતો.આજે લગ્ન માટે કોઇ કલરકોડ નહતો રાખવામાં આવ્યો.અભિષેક મરુનકલરની શેરવાની અને નીચે ચુડીદાર પેન્ટમાં હેન્ડસમ લાગી રહ્યો  હતો.કાકીમાંએ રેડ કલરનું હેવી સિલ્કનુ સેલુ પહેર્યુ હતું.તે અંદર આવ્યા તેમણે રુદ્રને હાથમાં શ્રીફળ આપ્યું અને તેના કપાળે તિલક કરીને તેને ગળામાં ફુલોની માળા પહેરાવી.

"ચલો બધાં સમય થઇ ગયો છે અને નીચે બેન્ડબાજા વાળો પણ આવી ગયો છે.રુદ્ર ભગવાનનું નામલઇને તેમના દર્શન કરીને જમણો પગ ઘરની બહારમુક."કાકીમાઁ બોલ્યા.

બધાં ખુબ જ ઉત્સાહિત હતાં.

"કાકીમ‍ાઁ,તે લેટેસ્ટ ડી.જે છે તેને બેન્ડબાજા ના કહેવાય અને રુદ્ર તું શાંતિથી તારી લેવીશ કારમ‍ાં બેસી જજે અમે તો નાચીશું."અભિષેક  બોલ્યો.

"હા પણ એટલું પણ ના નાચતા કે અહીં  જ સાંજ પડી જાય.મારે પરણવાનું છે,જલ્દી પતાવજો."રુદ્ર લગ્ન કરવામાટે ખુબ જ ઉતાવળો થયો હતો.
રુદ્ર ભગવાનના દર્શન કરીને પોતાની લેવીશ ઇમ્પોર્ટેડ કારમાં ગોઠવાયો જે તેના રોઝના ખેતરમાંથી લાવેલા સુંદર રેડ,યલ્લો અને ગુલાબી રોઝીસથી સજાવેલ હતી.

ફાઇનલી ડી.જે શરૂ થયું એક પછી એક એમ ગીતો વાગવાના શરૂ થયાં.અભિષેક,વકીલસાહેબ,સની,હેરી અને અન્ય રુદ્રના મિત્રો નાચવામાં વ્યસ્ત થઇ ગયા.કાકાસાહેબ અને શોર્ય શોભાના ગાઠિયા જેવા લાગતા હતા.જે એકબાજુએ શાંતિથી કમને ઊભા હતા અને આ લગ્નમાં સામેલ હતાં.

લગભગ એક કલાકના ડાન્સ પછી પણ કોઇ થાક્યુ નહતું માત્ર રુદ્રને બેઠા બેઠા થાક અને કંટાળો બન્ને આવી રહ્યો  હતો.કંટાળીને તે બહાર આવ્યો.

"બસ થયું  હવે બધાંજ ગીતો પર નાચી લીધું બાકીનું તમારા પોતાના લગ્નમાં નાચજો,હું કંટાળ્યો હવે ચલો."રુદ્ર બોલ્યો.

"રુદ્ર સર,મારે નાગીન ડાન્સ કરવાનો બાકી છે."અતિઉત્સાહીત સની બોલ્યો.

"તારા નાગીન ડાન્સની તો,સનીબેટા હજી તો ફાર્મહાઉસ પહોંચ્યા પછી પણ તમે નાચશોને તે ત્યાં કરી લેજે હો."રુદ્ર શાંતિથી પણ દાંત ભીસીને બોલ્યો હવે રુદ્રને છંછેડવું કોઇને યોગ્ય ના લાગ્યું .ફાઇનલી જાન આગળ વધી અને પોતાના નિયત સ્થળે પહોંચી.

ફાર્મહાઉસ ખુબ જ સુંદર દુલ્હનની જેમ સોળ શણગાર સજીને બેસેલું હતું.ફાર્મહાઉસની સામે વરધોડો આવીને ઊભો રહ્યો અહીં બાકી રહી ગયેલો નાગીન ડાન્સ લગભગ અડધો કલાક ચાલ્યો,જે રુદ્રની મોટી અને ગુસ્સાવાળી આંખોનો પ્રતાપ હતો નહીંતર તે લોકો અહીં બીજો એક કલાક નાચવા માંગતા હતા.

એન્ટ્રી પર એક સુંદર ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો.જે રેડ અને ગોલ્ડન કલરના કોમ્બીનેશનવાળો હતો.જેમા ગોલ્ડન બોર્ડ હતું જેમા રુદ્ર વેડ્સ રુહી લખેલું હતું.અંદર પેસેજને સુંદર સિલ્કના રેડ કપડાંથી સજાવવામાં અાવેલું હતું જેમા ગોલ્ડન ટીકી અને નકલી ગોલ્ડન ફુલોની સેરથી સજાવેલ હતું.વચ્ચોવચ એક સુંદર ગોલ્ડન ઝુમ્મર પણ લટકતું હતું.

ગેટ પાસે શ્યામ ત્રિવેદી ,રાધિકા ત્રિવેદી ,આરવ ,રિતુ અને કિરન હાથમાં ફુલોની પાંદડીની થાળીઓ લઇને ઊભા હતાં.રેડ કાર્પેટ તૈયાર હતું વરરાજાના સ્વાગત માટે.રિતુ મરુન કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી.તેના અને અભિષેકના કપડાંનુ અનાયાસે થયેલું મેચીંગ તેમને એકબીજાની સામે જોવા મજબુર કરી રહ્યું  હતું.એકબીજાને જોઇને તે શરમાઇ રહ્યા હતાં.કિરનના પતિ અને બાળક પણ અહીં આવ્યાં હતાં લગ્ન પ્રસંગ માટે.

રુદ્ર ત્યાં આવ્યો તેણે તેના સાસુસસરાના પગે લાગીને આશિર્વાદ લીધાં.રાધિકા ત્રિવેદીએ રુદ્રનું વીધીવત સ્વાગત કર્યું.આ બધી બાબતોમાં અનુભવી એવા વકિલસાહેબ અને હેરીએ રુદ્રનું નાક ખેંચાતા આબાદ બચાવી લીધું.

આરુહ આવીને રુદ્રને ગળે મળ્યો.આરુહ રેડ કલરના કુરતા પાયજામામાં ખુબ જ વ્હાલો લાગી રહ્યો  હતો.રુદ્રે તેના કપાળ પર કિસ કરી.

"રુદ્ર બડી, તમે તો પેલા ફેરીટેલમાં આવતા રોયલ પ્રિન્સ જેવા લાગો છો."આરુહ બોલ્યો .

"અને તારી મમ્મા!?"રુદ્રને રુહી વિશે જાણવામાં રસ હતો.

"આ લોકો સવારથી મમ્માને એક રૂમમાં લઇ ગયા છે.ત્યારથી તે બહાર નથી આવી."આરુહ બોલ્યો.

"કોઇ વાંધો નહીં આરુહ હવે જોઇ લેજે તારી મમ્મા તારા ડેડીને વરમાળા પહેરાવા આવશે.રિતુ કિરન રુહીને લઇને આવો."રાધિકા ત્રિવેદી બોલ્યા.

રુદ્રના હ્રદયની ધડકનો વધી ગઇ હતી. અંતે તેને જેની રાહ હતી તે ધડી આવી ગઇ.તે રુહીને જોવા આતુર હતો.પાનેતરમાં પોતાની દુલ્હન તરીકે રુહી કેવી લાગે છે તે જોવા હવે એક ક્ષણ પણ રોકાઇ નહતો શકતો.

છમ્મ છમ્મ છમ્મ.....કરતી ઝાંઝર ઝણકાવતી રુહી હાથમાં વરમાળા પકડીને આવતી દેખાઇ.રુદ્ર તેને જોઈને તેનું  હ્રદય એક ધબકારો ચુકી ગયું અને મોઢું ખુલ્લું જ રહી ગયું.તે જાણે સીધી સ્વર્ગમાંથી ઉતરેલી કોઇ અપ્સરા  જ લાગતી હતી.

ગ્રીન કલરનું બ્લાઉસ જેમા ગોલ્ડન જરી વાળી બોર્ડર હતી જેમા ફુલવાળી ડિઝાઇન હતી.રુહીએ સફેદ કલરનું સિલ્કનું પાનેતર પહેર્યુ હતું,જેમા લાલ અને લીલા કલરની બોર્ડર હતી અને મોતીનું વર્ક હતું.હાથમાં લગ્નચુડો,ગળામાં એક લાંબો અને એક ટુંકો હેવી કુંદનવર્કવાળો સેટ હતો,કાનમાં લાંબા ઇયરરીંગ.નાકમાં ગોળ મોટી નથ,માથામાં દામણી,હાથમાં પોંચો અને બાજુબંધ , કમરમાં કંદોરો.

તે રુદ્ર તરફ આગળ  માળા લઇને અાગળ વધી રહી હતી.રુદ્ર પણ વરમાળા પહેરવા આતુર હતો પણ અચાનક જ રુહીના નજીક આવતા.અભિષેક,સની,વકિલસાહેબ અને હેરીએ મળીને રુદ્રને તેડી લીધો.

"રુહી,રુદ્રને વરમાળા પહેરાવવી આટલી સરળ નથી.રુદ્ર નીચે નહીં નમે તમારે વરમાળા પહેરાવવી હોય તો આમ જ પહેરાવવી પડશે."

મિત્રોની આ વાત સાંભળીને વરમાળા પહેરવા અતિઉત્સુક રુદ્રને ધક્કો લાગ્યો.તેણે ધીમેથી અભિષેકના કાનમાં કહ્યું,

"અભિષેક ,નીચે ઉતાર મને મારી રુહી પરેશાન થાય છે."

"તું ચુપ રે, બધી વાતમાં તારું ના ચાલે ,અમને અમારી રીતે કરવા દે.તું મજા લે આ બધાંનો."અભિષેક ધીમેથી બોલ્યો.

આરવ અને રિતુએ રુહીને તેડી પણ તે લોકોએ વધુ મજબુતીથી રુદ્રને ઉપર કર્યો હવે રુહીને નીચે ઉતારી.આરવ અને રિતુ થાકી ગયા હતાં.

"બસ શું થાકી ગયા?"આમ કહીને રુદ્રના મિત્રો હસવા લાગ્યાં.રુદ્ર પણ હસી રહ્યો  હતો.

રુહી કઇંક વિચારમાં પડી.તેને એક આઇડીયા સુજ્યો.તે વરમાળા લઇને રુદ્ર હતો તે તરફ આગળ વધી.બધાં વિચારમાં પડી ગયા કે રુહી શું કરશે?રુહી મિત્રોએ તેડેલા રુદ્ર સુધી ગઇ અને પછી અચાનક જ વરમાળા લઇને અભિષેક તરફ આગળ વધી હવે રુદ્રને ગભરામણ થવા લાગી.

"રુદ્ર,પહેરાવી દઉંને આ વરમાળા અભિષેકને?"રુહી શરારતી હાસ્ય સાથે બોલી અને બીજી જ ધડીએ મિત્રો પાસેથી પગ છોડાવીને રુદ્ર રુહી પાસે કુદીને આવ્યો અને રુહીના હાથ પકડીને વરમાળા પોતાના ગળામાં પહેરી લીધી પછી તેને જોરથી ગળે લગાડી દીધી.

"ઓહો રુદ્ર,આ શું કર્યું તે શું સાચે થોડી મને વરમાળા પહેરાવત."અભિષેક બગડ્યો.

"ચલો ચલો અંદર બધાં બહુ  જ સમય ખરાબ થયો."રુદ્ર બોલ્યો.

ફાર્મહાઉસ આજે રેડ અને ગોલ્ડન  કલરથી સજાવેલ હતું.આજે પુરા વિશાળ ફાર્મહાઉસના મધ્યમાં એક સુંદર લગ્નમંડપ જ હતું.લગ્નમંડપ લાલ અને ગોલ્ડન કલરથી બનાવેલ હતું.જેમા બે ગોલ્ડન સુંદર કોતરણીવાળી ચેયર જે બાજુબાજુમાં હતી.અને બીજીબે ચેયર સામસામે હતી.વચ્ચે અગ્નિકુંડ અને અન્ય સામગ્રી હતી.

અંદર દાખલ થતા જ એક મોટું સુંદર ગોલ્ડન બોર્ડ હતું  જેમાં રુદ્ર અને રુહીનો સુંદર ફોટો હતો અને નીચે લખ્યું હતું.

"RUHAKSH"
રુહી રુદ્રાક્ષ
"રુહાક્ષ"

લગ્નમંડપને છોડીને બાકીનું ફાર્મહાઉસ ઊપરથી રેડ કપડાંથી કવર હતું જેથી તડકો ના લાગે,વ્હાઇટ ,ગોલ્ડન અને રેડ ચેયર્સ અને સોફા ફરતે ગોઠવેલા હતાં.ખાવાપીવાની વ્યવસ્થા ખુબ જ હટકે અને સરસ હતી.

લગ્નના મુહૂર્તને અડધા કલાકની વાર હતી.જેમા ટોપના ફોટોગ્રાફરે રુદ્ર અને રુહીના અલગ અલગ અંદાજમાં ફોટા પાડ્યાં.કાકીમાએ રુહી માટે સાસરી તરફથી લગ્નનો સુંદર  હેવી આઉટફીટ અને તેમના ખાનદાની ઘરેણાં લાવેલા હતાં.જે તેને પહેરીને લગ્નની અન્ય વીધીઓ કરવાની હતી.

લગ્નનું મુહૂર્ત થઇ ગયું હતું રુદ્રને અભિષેક લગ્નમંડપમાં   લઇ ગયો.લગ્નની તમામ વીધી તે વિદ્વાન પંડિત જ કરવાના હતા રુદ્રના ખાસ આગ્રહને વશ થઇને.રુદ્ર તેમને પોતાના જીવન માટે ઇશ્વરના એક દૂત સમજતા હતાં.તેમનું આગમન રુદ્રના જીવનમાં ખુશીઓ અને શુભ સમય લાવ્યા હતાં.

અહીં લગ્નની વીધી શરૂ થઇ ગઇ હતી.શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદી પંડિતજીના કહેવા પ્રમાણે વીધી કરી રહ્યા હતાં.પંડિતજીએ રુહીને બોલાવવા માટે કહ્યું.રુદ્ર પણ રુહીને લગ્નના ડ્રેસમાં જોવા આતુર હતો.પાછળ ધીમા અવાજે લગ્નગીતો વાગી રહ્યા  હતાં.

રાધીકાબેને રિતુને અને કિરનને રુહીને બોલાવવા કહ્યું.રિતુ અને કિરને એકબીજાની સામે રહસ્યમય સ્માઇલ સાથે જોયુ.તે બન્ને દોડીને અંદર જતી રહી.રુહીને રૂમથી લગ્નના મંડપમાં લાવવા તેમણે એક ખાસ તૈયારી કરી હતી એવી કે બધાં જોતા જ રહી જાય.રુહીના રૂમથી મંડપસુધી આવવાના રસ્તો ખાલી કરાવાયો.
થોડો સમય થઇ ગયો રુહી આવતી દેખાઇ નહીં અને લગ્નગીતો વાગતા બંધ થઇ ગયા અને અચાનક જ સ્પોટલાઇટ જ્યાંથી રુહી આવવાની હતી ત્યાં પડી.બધાંજ તે દીશામાં જોવા લાગ્યાં.

તો બનો સાક્ષી આ રોયલ કપલના લગ્નમાં બંધાવાના,તેમના ફેરાના અને અન્ય વીધીના.કેવું થશે રુહાક્ષનુ તેમના ઘરમાં લગ્ન પછી સ્વાગત?
જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gadhvi Aaspar

Gadhvi Aaspar 1 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Neepa

Neepa 8 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 8 માસ પહેલા