ચાંદની - પાર્ટ 2 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 2

મર્સિડીઝ લંડન ની ભવ્ય હોટેલ cornithia London પર આવી ઉભી રહી...ચાંદની અને તેની સેક્રેટરી કવિતા શર્મા નીચે ઉતર્યા... ત્યાં જ ચાંદની નું ધ્યાન રિસેપ્શન કાઉન્ટર પર કોઈ ઉભુ હતું ત્યાં પડ્યું ચાંદની સમજી ગઈ કે રાજ આવી ગયો લાગે છે... ચાંદની અને કવિતા હોટેલની અંદર આવ્યા...

રિસેપ્શન હોલ ની ભવ્યતાજ હોટેલની ભવ્યતાને ઉજાગર કરી રહી હતી... આખા રિસેપ્શન હોલને અવનવા ગ્લાસ થી સજાવી, એકદમ ક્લાસિક અને ગ્લોસી લૂક આપવામાં આવ્યો હતો...

હોટેલ ના ગેટ માં એન્ટર થતા જ જમણી બાજુએ રાખેલી કૃષ્ણની મૂર્તિ વિદેશમાં પણ ભારતની સંસ્કૃતિ ને નિખારી રહી હતી...રિસેપ્શન હોલમાં ગોરાઓ કરતાં ભારતીયો વધુ દેખાતા હતા ...ચાંદની આ બધું નિહાળતી નિહાળતી રિસેપ્શન કાઉન્ટર સુધી પહોંચી તો સામે જ રાજ ઉભો હતો...

રાજ : "હેલો મેડમ ક્યાં ફરો છો..??"
" છેલ્લા એક કલાકથી તારી રાહ જોઉં છું ...અને તારો ફોન ક્યાં છે..?? કેટલા ફોન કર્યા..?? મળી આવી તારા રાધાકૃષ્ણને.."
ચાંદની:"ઓહ સોરી રાજ ફોન તો પર્સમાં જ છે.. આઈ થીંક સવારથી જ સાઇલેન્ટ માંથી કાઢવાનું ભૂલી ગઈ હોઈશ.. તને તો ખબર છે મારી આદત...."
રાજ:" હા તને ખૂબ સારી રીતે જાણું છું ..એટલે જ મેં કવિતા ને ફોન ના કર્યો.. આ તો બસ તારી ચિંતા થતી હતી.. આર યુ ઓલ રાઇટ..??"
ચાંદની: નાવ બેટર...
રાજ: "ચાંદની તારી વેદના વ્યથા સમજુ છું પણ આજે તારે બિલકુલ ઉદાસ થવાનુ નથી... તું મારી આટલી વાત તો માનીશ ને...??"
ચાંદની પોતાની વેદનાને મનમાં દબાવી બોલી "હું તને નિરાશ નહીં કરું.."

ચાંદની કવિતા અને રાજ ત્રણે ઊભા હતા ત્યાં જ શો ના આયોજક મી.મિત્તલ ખન્ના આવી ગયા..મિસ્ટર મિત્તલ ખન્ના મૂળ ભારતીય હતા.. પણ વર્ષોથી લન્ડન માં રહેતા હતા.. અને પોતાના પરિવાર સાથે લક્ઝરિયસ લાઈફ જીવતા હતા..

મી મિત્તલ: "મિસ્ટર રાજ એવરીથીંગ ઇઝ પરફેક્ટ..?? યોર સ્યુટ... હોટેલ... એવરી થિંગ ઓલ રાઇટ..??"
રાજ: " યા મિ.મિત્તલ. એવરીથીંગ ઇઝ પરફેક્ટ ... એન્ડ ઓલસો વેરી બ્યુટીફૂલ.. થેન્ક્યુ.."
મી.મિત્તલ." શો ને હવે બે કલાકનો સમય બાકી છે.. તમે લોકો ડીનર પતાવીને રેડી થઈ જાઓ.. કંઈ કામ હોય તો કોલ કરજો.. અત્યારે ૭ વાગ્યા છે.. 8: 30 ના મારો માણસ અહીં આવી જશે... તમને પીકપ કરવા ..હું સ્ટેડિયમ પહોંચું છું.. અને એકવાર બધી તૈયારી જોઈ લઉં છું.. બાય વી વિલ મીટ યૂ ઓન સ્ટેડિયમ એટ 9 o'clock..."
રાજ: " ઓકે બાય .. મિસ્ટર મિત્તલ સિ યૂ સુન .."

રાજ ને ચાંદની સાથે ઘણી વાતો કરવી હતી ... પણ અત્યારે વાત કરવાનો સમય પણ ન હતો .અને કદાચ માહોલ પણ ન હતો .. રાજે વિચાર્યું અત્યારે કવિતા પણ સાથે છે.. ડિનર પછી ચાંદની સાથે વાત કરીશ...

ત્રણે જણ હોટેલના રેસ્ટોરન્ટમાં આવ્યા.. વિદેશની હોટલમાં રેસ્ટોરન્ટ કરતા બાર વધુ હોય છે ..જે અહીંયા પણ હતું.. બીજી સાઈડ કે જ્યાં બાર ન હતું ત્યાં રાજ, કવિતા અને ચાંદની સાથે કોર્નર ટેબલ પર બેઠો ..આમ તો વિદેશમાં ગુજરાતી ખાવાનું શોધવું તે ચેલેન્જ હોય છે.. પણ લંડન ની ઘણી બધી હોટેલમાં ગુજરાતી ખાવાનું ગુજરાતી ટેસ્ટ સાથે મળી જતું...

રાજે એક પંજાબી પ્લેટર, એક ગાર્લિક બ્રેડ, કોલ્ડ ડ્રિંકસ, ફ્રેન્ચ ફ્રાઈસ અને હોટ ડોગ સાથે નો કોમ્બો તેમજ બે પ્લેટ પાણીપુરી મંગાવી...રાજ જાણતો હતો ચાંદનીને પાણીપૂરી બહુ ભાવે છે... પાણીપુરી જોતાં જ તેના ચહેરા પર ખુશી આવી જશે..

અને ખરેખર, પાણીપુરી ની પ્લેટ આવતા જ ,સવારથી ગાયબ થયેલી હસી ચાંદનીના ચહેરાને મલકાવા લાગી...!! ચાંદની જોરથી હસી પડી ...રાજ તુ ભી ને.. મને ખુશ કરવાનો એક પણ મોકો છોડતો નથી.. ત્રણેય જણાયે વાતો કરતા કરતા ડિનર પૂરું કર્યું..

ચાંદની:"કવિતા નાવ યૂ કેન ગો ઈન યોર રૂમ એન્ડ રેડી ફોર શો... એની થિંગ એલ્સ આઈ વિલ કોલ યૂ..."
કવિતા:" ઓકે મેમ.."

કવિતા રિસેપ્શનિસ્ટ પાસેથી પોતાના રૂમની ચાવી લઇ પોતાના રૂમ તરફ જવા નીકળી..રાજે હજી થોડીવાર પહેલા જ હોટેલ પર ચેકિંન કર્યું હતું. એટલે તેનો સામાન રિસેપ્શન કાઉન્ટર પર જ હતો.. રાજ અને ચાંદની માટે એક લક્ઝરી સ્યુટ બુક થયેલો હતો ..રાજ અને ચાંદની રિસેપ્શન પર આવતા જ વેઇટરે રાજ ના સ્યૂટ ની ચાવી અને તેનો સામાન લઈ રાજ ની આગળ આગળ ચાલવા લાગ્યો.. વેઇટર સ્યુંટ માં સામાન મૂકી જતો રહ્યો ..રાજ અને ચાંદીની સ્યુંટ માં દાખલ થયા...

સ્યુટ માં વિશાળ બેડ ..આકર્ષક ફર્નિચર ..અધતન વૉર્ડ રોબ..અલગ ડ્રેસિંગ રૂમ.. વિશાળ બાથીંગ એરીયા.. ખૂબ જ મોટો બાથ ટબ... સ્યુંટ ની અંદર એક બીજો રૂમ પણ હતો.. જેમાં બાર અને ઇન્ડોર ગેમ્સ તેમજ રજવાડી સ્ટાઇલ ના સોફા ગોઠવાયેલા હતા ..બેડની સામે ની વોલ પર મોટું એ.લી.ડી .અને બેડ ની બીજી તરફ મોટું ડબલ ડોરનું ફ્રીજ...આખા સ્યુટને રંગબેરંગી ગ્લાસ અને આકર્ષક photo frames તેમજ વિવિધ જગ્યાએ સાચા ફૂલોની મોંઘી ફૂલદાની થી સજાવેલ હતું...

સ્યુટ માં આવતી મનમોહક સુગંધ કોઈને પણ મદહોશ કરી દે તેવી માદક હતી.. ચાંદની સ્યુંટ ની ભવ્યતાને જોઈ રહી હતી .. ત્યાં જ તેની નજર બેડની સામે ની બાજુમાં આવેલા વિશાળ આઈના માં પડી ..આઈના માં પોતાના ચહેરાને નિહાળતાં જ તે થરથર કંપવા લાગી...

ક્રમશઃ

Bhumi joshi .


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 4 માસ પહેલા

Sumitra parmar

Sumitra parmar 5 માસ પહેલા

narendra

narendra 6 માસ પહેલા

sonal

sonal 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા