ચાંદની - પાર્ટ 1 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 1

લંડન...

ટાવર બ્રીઝ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી... લન્ડન ના સૌથી પ્રખ્યાત સ્થળોમાનું આ એક સ્થળ હતું... એટલે જ ટુરિસ્ટો નું આકર્ષણ નું કેન્દ્ર હતું ..ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા. અને ટુરિસ્ટો આ આહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા... જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું.. તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા...

ચાંદની તેની સેક્રેટરી કવિતા શર્મા સાથે ગાડીમાં બેસી આ નજારો નિહાળી રહી હતી ...અને વચ્ચે વચ્ચે કંઈક વિચારી રહી હતી ...ત્યાંજ ડ્રાઇવરે મર્સિડીઝ ને ઉભી રાખી... એટલે ચાંદની ની તંદ્રાવસ્થા તૂટી... તે ડ્રાઈવરને પૂછવા જ જાય છે કે કેમ ગાડી ઉભી રાખી ...? ત્યાં જ તેનું ધ્યાન રોડ પર ગયું...રોડ પર ટાવર બ્રિઝના ટાઈમિંગ નું બોર્ડ દેખાયું ..ચાંદની તે બોર્ડ ને ધ્યાનથી વાંચી રહી હતી કે તરત જ કવિતાએ કહ્યું: "મેમ બ્રિજ ખોલવામાં બસ થોડો જ સમય બાકી છે. જો આપની ઈચ્છા હોય તો ,આપણે થોડો સમય અહીં રોકાઈ શકીએ ..અને બ્રિઝ ના આ નજારા ને નજીકથી નિહાળી શકીએ..."

ચાંદની: યા.. શ્યોર... વાઈ નોટ..?
કવિતા:" ડ્રાઈવર ગાડી ને ટાવર બ્રિઝ ના મેઈન પોઇન્ટ સુધી લઈ લો"..
ડ્રાઇવર: " મેમ હું ગાડી તો લઈ લઈશ પણ મેઈન પોઈન્ટ સુધી પહોંચવા માટે થોડું ચાલીને જવું પડશે ...મારે ગાડીને થોડી આગળ પાર્કિંગ સ્ટેન્ડ માં પાર્ક કરવી પડશે... ઇટ્સ ઓકે ફોર યુ..?"
ચાંદની: "ઓકે .. નો વરીઝ... આઇ કેન મેનેજ..."

કવિતા અને ચાંદની ચાલતા ચાલતા જ ટાવર બ્રિઝ ના મેઈન પોઈન્ટ સુધી પહોંચી જાય છે. .થોડીવારમાં બ્રિઝ ખુલે છે ... અને ચાંદની બ્રિઝ ની મનમોહક , સુંદરતા તેની ડિઝાઇન બ્રિઝ ખુલતા નીચેથી પસાર થતું ક્રૂઝ ...અને ક્રુઝ ને જોઈ ફોટોગ્રાફી કરતા લોકો .... બધું કેટલું આહલાદક અને અવિશ્વસનીય હતું...લોકો આ નઝારા ને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા હતા....

ચાંદની આ બધું પેલી વાર જોઈ રહી હતી... પણ આ ભવ્યતા કે આ સુંદરતા એ તેના મન ને શાંત કરવાના બદલે દર્દના વમળો થી ભરી દીધું.... પોતાના આંસુઓને માંડ માંડ રોકતા તેણે ઝડપથી ચશ્મા પહેરી લીધા... બ્રિજ બંધ થવાના રાહ જોવાને બદલે કવિતા ને લઇ ઝડપથી ત્યાંથી નીકળી ગાડી પાસે પહોંચી ગઈ...

ડ્રાઇવર તે બંને ની રાહ જોતો ત્યાં જ ઉભો હતો... બંને ગાડીમાં બેસી ગયા... ચાંદની એ ડ્રાઇવર ને કહ્યું,: "ઝડપથી ગાડીને ઇસ્કોન મંદિર તરફ લઈ લો"..
કવિતા:"મેમ ટેક ઈટ ઈઝી...."
"We have so many time"...
"શો ચાલુ થવા ને હજુ ઘણો સમય છે..."
"શો ચાલુ થવાના બે કલાક પહેલા આપણે હોટેલ પહોંચી જઈશુ..."
ચાંદની: " ઓકે"

મર્સિડીઝ ઇસ્કોન મંદિર તરફ આગળ વધી રહી હતી..... ચાંદની ગાડીની વિન્ડોમાંથી શહેરની ભવ્યતાને નિહાળી રહી હતી ... રોડ પર ચાલતા લોકો પણ કેટલા શિસ્તબદ્ધ હતા... રોડ પર પસાર થતી બે ગાડી વચ્ચે અમુક અંતર ફરજિયાત હતું ...જે રોડ પર જેટલી સ્પીડ હોય તેટલી સ્પીડમાં ગાડી ચલાવવી... દરેક રોડ પર જ્યાં સુધી વોકિંગ સિગ્નલ ન આવે ત્યાં સુધી રાહ જોતા લોકો... રોડ પરની સ્વચ્છતા...
ચાંદની આ બધું જોઈ રહી હતી.... અને વિચારી રહી હતી... આપણે ગમે તેટલી પણ પ્રગતિ કરી એ ...અહીંયા જેટલી સ્વયં શિસ્ત આવતા વર્ષો નિકળી જશે ..આ બધા વિચારોની સાથે સાથે મન ભૂતકાળમાં ડોકિયું કરી લેતું અને વારંવાર ચાંદની તે વિચારોથી પીછો છોડાવવા શહેરની સુંદરતાને માણવાની કોશિશ કરતી...!!

થોડીવારમાં ગાડી ઈસ્કોન મંદિરના પાર્કિંગમાં આવીને ઊભી રહી ...ડ્રાઇવરે કવિતાને જરૂરી સૂચનો કર્યા... કવિતા અને ચાંદની ગાડીમાંથી બહાર આવ્યા....

આ મંદિરમાં શોર્ટ ડ્રેસ allowed ના હોવાથી મંદિરના પટાંગણમાં જ એક ઓફિસ હતી ...જ્યાં સ્લીવલેસ ડ્રેસહોય તો ઉપર ઓઢવાનું રેશમી વાઈટ કપડુ ,અને જો શોર્ટ ડ્રેસ હોય તો ગ્રીન કલરનું ઝાડુ લીલું કપડું જેને કમર પર ગાંઠ બાંધી સ્કર્ટ કે લૂંગી ની જેમ પહેરી શકાય...

કવિતા અને ચાંદની તે પહેરી મંદિરમાં પ્રવેશ્યા...
રાધે કૃષ્ણ ની ભવ્ય પ્રતિમા જોઈ ચાંદની ભાવવિભોર બની ગઈ... સવારથી જે દર્દ ને તે દિલમાં દબાવી આંખો સુધી આવતા રોકી રહી હતી... તે ગંગા જમુના બની આંખોમાંથી વહી રહ્યું હતું... બસ આંખ બંધ કરી તે રાધે કૃષ્ણની મૂર્તિ સામે જાણે મૂર્તિ બની બેસી રહી... મંદિરમાં રાધે રાધે ની ધૂન ચાલી રહી હતી ...પણ જાણે જાણે તેને કશું જ સંભળાતું નહોતું....

ઇસ્કોન મંદિર લન્ડન નું ખૂબ જ પ્રખ્યાત મંદિર હતું... આ મંદિરમાં લન્ડન માં રહેતા ભારતીયો તો આવતા જ પણ, તેનાથી વધુ લંડન ના ગોરાઓ આવતા... લન્ડન ના બ્રિટિશરો ના યુવાન-યુવતીઓ સાડી તેમજ કેસરી રંગના કપડાં પહેરી પૂજા કરતા... તેમને જોતા જ આપણને ખ્યાલ આવે કે તે કેટલી શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજાપાઠ કરી રહ્યા છે...

ત્યાંના લોકોની આ એક ખાસિયત હતી ..તે ભલે ગમે તે કરે પણ, તેના વ્યવહાર કે વર્તનમાં આપણને ક્યારેય ખોટો દંભ કે ડોળ જોવા ન મળે ...જેવા હોય તેવા જ દેખાય...

ચાંદની બાજુ શું થાય છે તેનાથી પરે હતી .તે જાણે મનથી પોતાના પ્રિય કાનુડા સમક્ષ સવારથી ભરેલી વેદનાને ઠાલવી વાતો કરી રહી હતી..

ચાંદની પોતાના કૃષ્ણને કહી રહી હતી.. કે.. હે માધવ...!! તે આજે મારું સ્વપ્ન પૂરું કર્યું ..પણ આ સ્વપ્નની આટલી મોટી કિંમત લીધી... જો હું જાણતી હોત કે મારું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મારે આટલો ભોગ આપવો પડશે.. તો હું આ સ્વપ્ન ક્યારેય ન જો... તેની આંખોમાંથી સતત અશ્રું વહી રહ્યા હતા...

આમ ને આમ ઘણો સમય થતાં.. કવિતાએ ચાંદની ની નજીક જઈ રીતસરની તેને ઢંઢોળતા બોલી.." મેમ આર યુ ઓલ રાઇટ..?"
" વી મસ્ટ ગો.."
"શો ચાલુ થવાના બે કલાક પહેલા આપણે હોટેલ પહોંચવાનું છે.."

પોતાની જાતને માંડ માંડ સંભાળતા ચાંદની ઊભી થઈ.. આખરી વાર પોતાના રાધા કૃષ્ણના દર્શન કરી બોલી " આઈ એમ ફાઈન.. લેટસ ગો..."

અને થોડી વારમાં મર્સિડિઝ લન્ડન ની ફાઇવ સ્ટાર હોટેલ "corinthian london " હોટેલ પર આવી ઉભી રહી...

વધુ આવતા અંકે....

મારી આ વાર્તા ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો... લખવામાં કોઈ ક્ષતિ હોય તો જાણ કરશો...આભાર...

Bhumi joshi .


રેટ કરો અને રિવ્યુ આપો

JAGDISH.D. JABUANI

JAGDISH.D. JABUANI 5 માસ પહેલા

narendra

narendra 6 માસ પહેલા

Prafulla Chothani

Prafulla Chothani 6 માસ પહેલા

Vishwa

Vishwa 6 માસ પહેલા

Vaishali

Vaishali 7 માસ પહેલા