રુદ્રની રુહી... - ભાગ-60 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-60

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -60

સંગીતસંધ્યા અને મહેંદી ફંકશન-૧

રિતુ રુહીને લઇને તેના રૂમમાં જતી રહી.જ્યાં હાજર બ્યુટીશીયને રિતુ,કિરન અને રુહીની બ્યુટી ટ્રીટમેન્ટ શરૂ કરી.જેમા શરૂઆત ફેશીયલથી થઇ.આરુહ,રુદ્ર,અભિષેક અને આરવ ક્રિકેટ રમવા માટે બહાર ગાર્ડનમાં જતાં રહ્યા.

બ્રાઇડ ટીમની ગ્લર્સ બ્યુટી ટ્રીટમેન્ટમાં જ્યારે ગ્રુમ ટીમના બોયઝ ક્રિકેટ રમવામાં એકદમ વ્યસ્ત થઇ ગયાં.બેટીંગ કરવાનો વારો રુદ્રનો હતો અને સામે અભિષેકની બોલીંગ હતી.અભિષેકના બોલ પર રુદ્રએ સિક્સ મારી અને બોલ સીધો એક બારીનો કાચ તોડીને ગયો.તે બોલ રિતુના રૂમની બારીના કાચ તોડીને બારી પાસે બેસેલી રિતુના કપાળે વાગ્યો અને તેણે જોરદાર ચિસ પાડી.અહીં ગ્રુમ ટીમના બોયઝ ડરી ગયાં.

"રુદ્ર ,આ તો રિતુનો અવાજ હતો.લાગે છે બોલ ગ્લર્સના રૂમમાં ગયો.હવે તો બોલ પાછો નહીં મળે.તે રિતુ આમપણ તારાથી ગુસ્સે છે.ચલો બીજો બોલ તો નથી.બીજું કશું રમીએ."અભિષેક બોલ્યો.

"અભિષેક,આ રુદ્રનું ઘર છે,બોલ પણ રુદ્રનો છે.તો તે બોલ જરૂર આપશે ચલ લઇને આવીએ."રુદ્ર પણ અકડમાં બોલ્યો.

અહીં ફેસપેક લગાવીને બેસેલી રિતુના કપાળે ઢીમળું થઇ ગયું  હતું.તે ગુસ્સામાં ધુંઆપુંઆ થઇ રહી હતી.કિરન તેને શાંત કરવાની કોશીશ કરી રહી હતી.તેટલાંમાં રુદ્ર અને તેની ટીમ દરવાજો ખખડાવ્યા વગર સીધી અંદર જ આવી ગઇ.

"એક્સકયુઝ મી,ગ્લર્સ અમારો બોલ આપો."રુદ્રે અકડમાં રિતુને ઓર્ડર કર્યો.અચાનક  રિતુ અને કિરન તેમની તરફ ફરી.તેમને જોઇને બધા બોયઝે એકસાથે ચિસ પાડી.

"મમ્મી...ભૂત."

"આ શું લગાવ્યું છે? કિચડ કે છાણ?"અભિષેક પોતાનું હસવુ રોકી નહતો શકતો.

"મડ પેક કહેવાય તેને અભણ માણસ."રિતુ ગુસ્સામાં બોલી

"અને આ રહ્યો બોલ.જે તમને પાછો નહી મળે."કિરને કહ્યું.તેટલાંમાં રુહી બહાર આવી જેણે કાળા કલરનું ચારકોલ ફેસમાસ્ક લગાવ્યું  હતું.તેને જોઇ રુદ્ર ભડક્યો.

"આ શું કરી નાખ્યું મારી રુહી સાથે?તેનું મોઢું કાળું કેમ કરી નાખ્યું ?રિતુ હું તમને નહીં છોડું."રુદ્રે ગુસ્સાથી રિતુને કહ્યું.

"રુદ્રાક્ષ  સિંહ,તેને ચારકોલ ફેસમાસ્ક કહેવાય અને તે તમારા મેડમે જાતે પસંદ કર્યો છે."રિતુ ગુસ્સાને કાબુ કરતા બોલી.

"રુહી,તમે પહેલેથી સુંદર જ છો આ રિતુડીની વાતમાં આવવાની જરૂર નથી.મોઢું ધોઇ નાખો પ્લીઝ."રુદ્ર રુહી પાસે જઇને પ્રેમથી બોલ્યો.અહીં આ બધું સાંભળી રહેલી રિતુ ભડકી ,તેણે ત્રણ બ્યુટીશીયન અને કિરન સાથે મળીને રુદ્રને ધેર્યો અને તેને પકડીને ખુરશી પર બેસાડ્યો. તેના ચહેરા પર તેમણે મળીને તે જ ચારકોલ માસ્ક લગાવી દીધો.

"રુદ્રાક્ષ સિંહ,આગળથી અમારી સાથે પંગો લેતા પહેલા દસ વાર વિચારજો અને હા આ ફેસમાસ્ક સુકાશે નહીં ત્યાંસુધી નિકળશે નહીં.તો કાઢવાની કોશીશ ના કરતા,અડધા કલાકમાં સુકાઇ જશે અને આ લો બોલ જાઓ." રિતુ બોલી.

"રિતુ,રુદ્ર આ વાતનો બદલો જલ્દી જ  લેશે." આટલું કહીને અભિષેક બધાને લઇને ત્યાંથી જતો રહ્યો.કોરીયોગ્રાફર આવી ગયા હતાં.બોલીવુડનાં ફેમસ કોરીયોગ્રાફર તેમની પુરી ટીમ સાથે આવી ગઇ હતી.તેમણે સૌથી પહેલા સંગીતના વેન્યુનું ઇન્સપેક્શન કર્યું અને તેના ડેકોરેશનના પ્રમાણે એક્ટ ડિઝાઇન કર્યાં.

અભિષેક-રિતુ,શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદી પણ કાલના સંગીતમાં પોતાના પગ થીરકાવવાની તૈયારી કરવામાં  લાગી ગયાં.

અહીં મેઇન કોરીયોગ્રાફર રુદ્ર અને રુહીને ડાન્સ શીખવાડવા માટે આવ્યાં.

"મને તો ડાન્સ આવડતો જ નથી  અને આટલા બધા લોકોની સામે તો મે  ક્યારેય ડાન્સ નથી કર્યો.મને બહુ ડર લાગે છેમ"રુહી ડરતા ડરતા  બોલી.

"રુહી,કમઓન ડાન્સ તો ક્યારેય મે પણ નથી કર્યો પણ આ મારા જીવનની બેસ્ટ ક્ષણ છે.હું તેને સેલિબ્રેટ કરવા પણ ડાન્સ કરીશ."રુદ્ર બોલ્યો.

"નાઉ ધેટ્સ અ સ્પીરીટ,મેમ ડોન્ટ વરી હું તમને અને સરને ખુબ જ ઇઝી સ્ટેપ્સ આપીશ જે તમને સરળતાથી યાદ રહેશે."તે કોરીયોગ્રાફર  બોલ્યો.

તે  કોરીયોગ્રાફરે રુદ્ર અને રુહી માટે બોલીવુડનું એક ખુબ જ રોમેન્ટિક અને ફેમસ સોન્ગ પસંદ કર્યું  હતું.તેણે રુદ્ર અને રુહીની એન્ટ્રી પર એકદમ યુનીક અને હટકે પ્લાન કરી હતી.

રુદ્ર અને રુહીએ ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરી.રુહી ખુબ જ ડરેલી હતી.રુદ્રએ રુહીની પાતળી અને સુંદર કમર પર પોતાનો હાથ મુક્યો.રુદ્રનો સ્પર્શ રુહીને જાણે રુદ્રના વશમાં કરી રહ્યો  હતો.તેણે પોતાનું માથું રુદ્રના ખભે મૂકી દીધું.તે બન્ને એકબીજાના  ગળાડુબ  પ્રેમમાં હતું તે સ્પષ્ટ દેખાતું હતું.

"ઓહ,વાઉ સર -મેમ તમારી જોડી  ઓસમ  છે અને તમારી કેમેસ્ટ્રી પણ ખુબ જ સરસ છે."કોરીયોગ્રાફરે આટલું કહીને તેમને ડાન્સ શીખવાડવાનું  શરૂ કર્યું.

આ બાજુએ અભિષેકની હાલત કફોડી હતી.રિતુને ડાન્સ આવડતો હતો તેના માટે વધુ તકલીફની વાત નહતી.ત્યાં બેસીને  તેમને  જોઇ  રહેલો આરુહ તેમને સલાહ આપતો  હતો.

"ઓહો ચાચુ,આ ચાચી જોવોને કેટલો સરસ ડાન્સ કરે છે અને તમે સાવ બેકાર."આરુહ બોલ્યો અને તેની વાત પર રિતુ ખુશ થઇ.

"હા બેટા,ચાચી તો ટેલેન્ટેડ છે આ ખાલી ચાચુ જ આવા છે."રિતુ બોલી.આરુહ પોતાના ડાન્સ સ્ટેપ્સની પ્રેક્ટિસ કરવા જતો રહ્યો.કોરીયોગ્રાફર પણ થોડી વાર માટે બહાર ગયો હતો.
અભિષેક રિતુની કમર  પર હાથ મુકીને તેને પોતાના તરફ ખેંચી.અભિષેકના આમ કરવા પર રિતુ ગભરાઇ સહેજ.અભિષેકે પોતાનો ચહેરો રિતુની નજીક લઇ ગયો.તેમના હોઠ વચ્ચે માત્ર હવાને જવા જેટલું અંતર હતું.રિતુ એ.સીવાળા રૂમમાં પરસેવે રેબઝેબ હતી.

"તો ચાચીને તો ચાચા કિસ કરી શકે ને?"અભિષેક શરારતી હાસ્ય સાથે બોલ્યો.રિતુની હાલત કફોડી હતી.
"હા હા હા લુક એટ યુ રિતુ."આટલું કહેતા અભિષેક હસીને બેવડ વળી ગયો.રિતુને ગુસ્સો આવ્યો તેણે અભિષેકને ધક્કો માર્યો.

આમ જ મસ્તી,મજાક  અને ધમાલમાં દિવસ વીતી ગયો.બીજો દિવસ ખુબ જ આહલાદાયક અને ખાસ હતો.આજે રુદ્ર-રુહીનું સંગીતનું  ફંકશન હતું.

રુદ્ર-રુહીનું સંગીત હરિદ્વાર  શહેરથી  થોડે દુર ગંગામૈયાના કિનારે રુદ્રના એક ભવ્ય અને વિશાળ ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યું હતું.લગ્ન અને અન્ય રીતરસમ  પણ ત્યાં જ રાખવામાં આવ્યાં હતાં.તે ફાર્મહાઉસ ખુબ જ વિશાળ હતું,તેમાં એકસાથે બહુ બધાં લોકો આવી શકે એમ હતાં.

સંધ્યા થઇ ગઇ હતી અને અંધારું પણ થવા આવ્યું હતું.કાકાસાહેબ ,કાકીમાઁ અને શોર્ય પણ સમય કરતા વહેલા તૈયાર થઇને આવી  ગયાં હતાં.કાકાસાહેબ પાર્ટીમાં પોતાની ધૂળમાં મળેલી ઇજ્જતને સંભાળવાની કોશીશ કરતાં હતાં.તે રુહીના માતાપિતાને મળી  તેમની માફી માંગીને આ પ્રસંગમાં જોડાયા.
કાકીમાઁ અને રાધિકાબહેનને એકબીજાની સાથે ખુબ જ ફાવી ગયું હતું.તે બન્ને તૈયારીમાં લાગેલા હતાં.કાકાસાહેબ અને શ્યામ ત્રિવેદી એન્ટરન્સ  પર લોકોનું સ્વાગત કરવા ઊભા હતાં.આજની પાર્ટીમાં કલરકોડ બ્લુ અને વ્હાઇટ રાખવામાં આવ્યો હતો.

કાકાસાહેબ બ્લુ કલરની શેરવાનીમાં સજ્જ હતાં અને શ્યામ ત્રિવેદી સફેદ કલરની શેરવાનીમાં સજ્જ હતાં.એન્ટરન્સ પર સફેદ કલરના લાઇટની સેર અને ફુલોની સેરથી સુંદર ડિઝાઇન કરવામાં આવી હતી.તેમાં યલો કલરની લાઇટીંગ કરવામાં આવીહતી.તે અંધારામાં ખુબ જ સરસ રીતે ચમકતી હતી.એક પેસેજ હતો અંદર જવા માટે જેને બ્લુ કલરની મખમલની જાજમથી સજાવવામાં આવ્યું હતું અને ત્યાં ચમકદાર આભલા,સફેદ સુગંધીદાર ફુલોની સેરો સાથે સજાવવામાં આવ્યું  હતું.તમામ સ્ટાફ માટેનો કલર અને યુનિફોર્મ ગ્રીન કલરનો હતો.

તે પેસેજમાં બન્ને તરફ ગ્રીનસાડીમાં સજ્જ યુવતીઓ ગુલાબજળ અને અત્તર છાંટીને મહેમાનોનું સ્વાગત કરી રહી હતી.રુદ્રના વિશાળ ફાર્મની શોભા આજે જોતા રહી જવાય તેવી હતી.પુરા ફાર્મહાઉસને મોંઘા વિદેશી સફેદ અને બ્લુ કલરના ફુલોથી સજાવવામાં આવ્યાં  હતાં.દરેક જગ્યાએ બેઠક માટે નાના નાના માંડવા બાંધવામાં આવ્યાં હતાં.જેને બાંધવા બાંધણી અને લહેરીયાના કાપડનો ઉપયોગ થયેલા હતાં.બેઠક માટે દેશી સ્ટાઇલના ખાટલા અને ખાટલા જેવા નાની ખુરશીઓ હતી.દરેક માંડવામાં આભલાની સેરો,ફુલોની સેરો અને સફેદ ગુલાબના ફુલદાન હતાં.

ચારેતરફ ફુલોની સુગંધ ફેલાયેલી હતી.જેમા જ્યુસના કાઉન્ટર પરથી તાજા ફળોની સુગંધ અને અન્ય પણ દેશ વિદેશની પ્રખ્યાત વાનગીઓની સોડમ મળતી હતી.

અભિષેક ડાર્કબ્લુ કલરના ટ્રેડીશનલ આઉટફીટમાં હેન્ડસમ લાગી રહ્યો  હતો.જ્યારે રિતુએ તેવા જ કલરનું ઓફશોલ્ડર લોંગ હેવી ગાઉન પહેર્યુ હતું.તેના ગળામાં સુંદર ડાયમંડનો નેકલેસ અને કાનમાં મેચીંગ ઇયરરીંગ્સ હતી જે તેના ડ્રેસની શોભા વધારી રહી હતી.કિરન પણ હેવી વ્હાઇટ અને બ્લુ કલરની સાડીમાં સુંદર લાગતી હતી.

અભિષેકની ડાન્સ પ્રેક્ટિસ વાળી હરકત પછી રિતુ તેનાથી દુર ભાગી રહી હતી.અંતે સંગીત સંધ્યા શરૂ થઇ.સંગીતસંધ્યા પછી મહેંદી માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી.ઘણીબધી મહેંદી આર્ટીસ્ટને બોલાવવામાં આવી હતી જેથી અહીં આવેલી દરેક સ્ત્રી મહેંદી મુકાવી શકે અને તેમને તેની એક સુંદર રીટર્ન ગિફ્ટ મળે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અંતે જેની સૌને રાહ હતી તે ઘડી આવી ગઇ.ઘરનાં પરફોર્મન્સ સિવાય મુંબઇથી પણ એક ખ્યાતનામ ગાયકને બોલાવવામાં આવ્યાં હતાં.જે બધાંનું ડાન્સ પરફોર્મન્સ પત્યાં પછી તેમનું પરફોર્મન્સ આપશે.અંતે બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઇ ગયાં.પહેલું પરફોર્મન્સ  શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીએ આપ્યું.'એ મેરી જ્હોરા જબીં ' સોંગ પર પરફોર્મન્સ આપ્યું.તેમની ઉંમરના પ્રમાણમાં તેમણે ખુબ જ સરસ ડાન્સ કર્યો.ચારે તરફ ફાર્મહાઉસમાં મોટા એલ.ઇ.ડી.લાગેલા હતા જેમા બધાં તેમને જોઇ શકતા હતાં.

નેક્સ્ટ વારો અભિષેક અને રિતુનો હતો.તે બન્ને ખુબ જ નર્વસ હતાં.આમપણ અભિષેકે રિતુની નજીક જવાની કોશીશ કર્યા પછી રિતુ તેની સામે આવતા જ જાણે નર્વસનેસથી ધ્રુજવા મંડતી હતી.

"રિતુ,તમને શું થાય છે? આમ ધ્રુજો છો કેમ? આટલા લોકો જોઇને ડરી ગયાં?પ્લીઝ આ સમય ડરવાનો નથી.મારી આંખોમાં જોવો અને મારો હાથ પકડો બધું ઠીક જ થશે."અભિષેકે આટલું કહીને રિતુનો હાથ પકડ્યો.તેના સ્પર્શે રિતુ પર પોઝિટિવ અસર કરી.

ગીત શરૂ થયું.

કોઇ બોલે દરિયા હૈ,કૈસા-કૈસા હૈ ઇશ્ક
કોઇ માને સહેરા હૈ,કૈસા-કૈસા હૈ ઇશ્ક,
કોઇ સોને સા તોલે રે,કોઇ માટી સા બોલે રે
કોઇ બોલે કે ચાંદી કા હૈ છુરા ...ઇશ્ક યૈ
હોતા એસે યે મૌકે પે,રોકા જાયે ના રોકે સે.
અચ્છા હોતા હૈ હોતા હૈ યે બુરા
કેસા યે ઇશ્ક હૈ,અજબ સા રિસ્ક હૈ.
કેસા યે ઇશ્ક હૈ,અજબ સા રિસ્ક હૈ.

રિતુને અભિષેક સાથેનો આ ડાન્સ ડાન્સ નહીં પણ જાણે કે કઇક અલગ જ અનુભવ લાગી રહ્યો  હતો.જ્યારે તેના જીવનમાં સાવ નિરાશા અને અંધકારે  સ્થાન લઇ લીધું હતું,ત્યાં અભિષેક નામની એક પ્રેમભરી રોશની તેને દેખાઇ.બન્ને આ પરફોર્મન્સમાં સાવ મગ્ન થઇ ગયાં હતાં.

તેમનું પરફોર્મન્સ ખતમ થયું અને બધાએ તાલીઓ પડવાથી તેમની તંદ્રા તુટી પણ આ શું અચાનક જ બધી જ લાઇટો બંધ થઇ ગઇ અને સ્પોટલાઇટ સ્ટેજના વચ્ચોવચ આવીને ઊભી રહી ગઇ.જેમા મોર્ડન ઓફશોલ્ડર  સફેદ ગાઉન પહેરીને કોઇ સુંદર સ્ત્રી બીજી તરફ મોઢું કરીને ઊભી હતી.

શું થસે આગળ રુદ્ર અને રુહીના સંગીતમાં? કોણ આવ્યું હશે આમ અચાનક?અભિષેક અને રિતુ એકબીજા તરફનો પોતાનો પ્રેમ સમજી શકશે?

જાણવા વાંચતા રહો.આજનો આ ભાગ આપને કેવો લાગ્યો પ્રતિભાવ આપી જરૂર કહેજો.આપના પ્રતિભાવ વધુ સારું લખવા પ્રોત્સાહન આપે છે.

આપ સૌનો આભાર.
રીન્કુ શાહ.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhimji

Bhimji 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 7 માસ પહેલા

Neepa

Neepa 8 માસ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 8 માસ પહેલા

Yashvi Nayani

Yashvi Nayani 9 માસ પહેલા