રુદ્રની રુહી... - ભાગ-57 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-57

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -57

"સર,તમે કરવા શું માંગો છો? તમારું અા હાસ્ય મને સમજાયું નહીં." સની બોલ્યો.

"સની,એ બધી વાત તારે જાણવાની અત્યારે જરૂર નથી.આગળ ક્યારે શું કરવાનું છે તે હું તને પછી જણાવીશ.મારી પાસે એક એવો પ્લાન છે કે આદિત્ય અને શોર્ય એકસાથે પરાસ્ત થઇ જશે, ચલ થેંક યુ.બાય."આટલું કહીને રુદ્રએ ફોન મુક્યો.તે ઊભો થઇને બાથરૂમમાં ગયો જ્યાં આરુહ હજીપણ વિશાળ બાથટબમાં છબછબીયા કરી રહ્યો હતો.

"હેય આરુહ,ચલ હવે બહાર આવી જા."રુદ્ર બોલ્યો .

"બડી,પ્લીઝ થોડો ટાઇમ વધારે મને મજા આવે છે."આરુહે માસુમ ચહેરો બનાવીને કહ્યું.

તેટલાંમાં રુહી આવી અને બોલી,

"ના,કોઇ પાંચ મીનીટ કે કશુંજ નહીં બહાર નિકળ.અડધો કલાક થયો."
"મમ્મી,તારે નહીં આવવાનું હું બીગ બોય છું હવે બહાર જા."આરુહે નકલી ગુસ્સો કરતા કહ્યું.

"ઓહો બીગ બોય."રુહી મોઢું બગાડીને બહાર ગઇ.

"આરુહ,તું એન્જોય કર.ફિફટીન મીનીટ આપી અને આ તારા ફેવરિટ સોંગ્સ પણ સાંભળ."આટલું કહીને રુદ્રે મ્યુઝિકનો વોલ્યુમ વધાર્યો.બાથરૂમનું બારણું બંધ કરીને બહાર આવ્યો.રુહી આરુહના કપડાં કબાટમાં ગોઠવી રહી હતી.રુદ્ર આવીને તેને પાછળથી પકડી લીધી રુહી ભડકી અને બન્ને પલંગ પર પડ્યાં.રુદ્રે માત્ર ટુવાલ વિંટેલો હતો તેના શરીર પર.તેણે પોતાના બન્ને હાથ રુહીની કમર ફરતે વીંટી દીધાં.

"આ શું કરો છો રુદ્ર? છોડો મને.મારે આરુહનો સામાન સેટ કરવાનો છે."રુહીએ પોતાની જાતને છોડાવવાની નિષ્ફળ કોશીશ કરી.રુદ્રે તેની ફરતે પકડ મજબુત કરી.

"છોડવા માટે થોડી પકડ્યો છે આ હાથ." આટલું કહીને રુદ્રે રુહી પર પોતાના ભીના વાળમાંથી પાણી ઉડાડ્યું.

"રુદ્રાક્ષ સિંહ,છોડો મને.તમારો દિકરો અંદર છે.જે ગમે તે સમયે બહાર આવી શકે છે અને આપણને આમ જોઇ જશે તો શું વિચારશે?" રુહી બગડી.

"એ જ વિચારશે કે મમ્મી અને પપ્પા એકબીજાને કેટલો પ્રેમ કરે છે."રુદ્ર તેના ગાલ પર પોતાનું નાક ધસતા કહ્યું.

"રુદ્રાક્ષ સિંહ,આજકાલ તમને રોમાન્સ જ સુઝે છે."રુહીએ ફરી છુટવાની કોશીશ કરી.

"હા સાચી વાત છે.રુદ્રાક્ષ સિંહ પ્રેમ અને દુશ્મનાવટ બન્ને જોરશોરથી નિભાવે છે અને તું તો મારી જાન છે.રુદ્રાક્ષ સિંહની જાન!પહેલો પ્રેમ મારો,તો મને તો આજકાલ બધે તું જ દેખાય છે.રુહી શ્યામ ત્રિવેદી."રુદ્રની વાત પર રુહી થોડી શરમાઇ ગઇ પોતાના ચહેરાને પોતાની હથેળીમાં છુપાવી દીધી.

રુદ્ર તેના ચહેરા પરથી હાથ હટાવીને તેના ગુલાબી હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.તે તેના વાળમાં તેની આંગળીઓ ફેરવી રહ્યો હતો.રુહી રુદ્રને ગળે લાગી ગઇ.તે બન્ને એકબીજામાં ઓતપ્રોત હતાં.તેટલાંમાં રિતુ બારણુ ખખડાવીને તુરંત જ અંદર આવી ગઇ અને ડઘાઇને બહાર જતી રહી.

"આ તારી સહેલી,હંમેશાં ખોટા ટાઇમે જ કેમ આવે છે.તેને મેનર્સ નથી?"રુદ્રે મોઢું ચઢાવીને કહ્યું.રુહીને ખુબ જ હસવું આવ્યું.તેના ગાલ પર કીસ કરીને તે બહાર જતી રહી.
રિતુ સાથે વાત કરીને તે અંદર આવી.

"રુદ્ર,તમે અને આરુહ તૈયાર થઇને નીચે આવો.અભિષેક કોઇ મહાન પંડિતજીને લઇને આવ્યો છે."આટલું કહીને રુહી જતી રહી.

આરુહ બાથરૂમમાંથી બહાર આવ્યો.રુદ્ર પોતે પણ તૈયાર થયો અને આરુહને પણ તૈયાર કર્યો.બ્લુ જીન્સ , તેની પર વ્હાઇટ શર્ટ અને એક જ સરખા સ્પોર્ટ્સ શુઝ.રુદ્રે પોતાના અને આરુહ માટે એકસમાન કપડાં અને શુઝ ઓર્ડર કર્યા હતાં.રુદ્ર ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

"રુદ્ર બડી,નીચા નમો."આરુહે કહ્યું અને રુદ્ર નીચે નમ્યો.આરુહે તેના બન્ને ગાલ પર પપ્પી કરી.અને તેના ગળે લાગી ગયો.

"બડી,આઇ લાઇક યુ.યુ આર લુકીંગ લાઇક હીરો.ડેશીંગ એન્ડ ડેરીંગ હીરો."આરુહે કહ્યું.રુદ્રે તેને તેડી લીધો અને તેના બન્ને ગાલ પર અને કપાળ પર ખુબ ચુમીઓ કરી.

"તું પણ એકદમ ક્યુટ છો પણ હું તને લાઇક નથી કરતો."રુદ્રની વાત પર આરુહ ચોંક્યો અને થોડો દુખી થયો.

"હું તો તને પ્રેમ કરું છું.આઇ લવ યુ આરુહ રુદ્રાક્ષ સિંહ.માય સન."આટલું કહીને રુદ્રે ફરીથી આરુહના ગાલ પર પપ્પી કરી.આરુહ ખુશ થઇ ગયો.રુદ્ર એમ જ તેને તેડીને નીચે લઇ ગયો.રુદ્ર અને આરુહને જોઇને નીચે હાજર બધાંજ તેમનાથી મોહિત થઇ ગયાં.
તેમની જોડી એક હેન્ડસમ બાપ-દિકરાની જોડી લાગી રહી હતી.રુહી ખુબ જ ખુશ હતી.તેના જીવનમાં અંતે ખુશીઓ આવી હતી.

સામે એક ઊંચા સ્થાન પર પંડિતજી બેસેલા હતા જેમને જોઇને રુદ્ર ચોંકયો.તે એ જ મહાન જ્ઞાની પંડિતજી હતા.જેમણે રુદ્ર અને અભિષેકની હસ્તરેખા વાંચીને તેમના માટે ભવિષ્યવાણી કરી હતી.જેમાંથી રુદ્ર માટેની તેમની ભવિષ્યવાણી સાચી થઇ હતી.રુદ્ર જઇને તેમના પગે પડ્યો.

" બાબા,તમારો ખુબ ખુબ આભાર.તમારા આશિર્વાદના કારણે જ મારા સુમસાન જીવનમાં આટલા બધાં રંગ અને સંબંધ આવ્યા.હું પિતા બન્યો.આટલો મોટો પરિવાર મળ્યો મને.તમે કહેલા એકએક શબ્દો સાચા પડ્યાં."રુદ્ર તેમના પગ પકડેલા જ હતાં.તેમણે રુદ્રના માથે હાથ મુક્યો અને તેને બેસાડ્યો.

"બેટા, જે લોકો સારા હોય તેની સાથે હંમેશાં સારું જ થાય અને તું,તું તો છે જ એવો.તારા કર્મો ખુબ જ મહાન છે.તારા સારા કર્મોનું ફળ તને મળવાનું જ હતું.તું હંમેશાં લોકો વિશે વિચારે છે.મે સાંભળ્યું તારા વિશે કે તું ખેડૂતો અને મહિલાઓના ભલા માટે ખુબ જ સારા કામ કરી રહ્યો છે."તે પંડિતજી બોલ્યા.

"પંડિતજી,હું તમને બધાની ઓળખ આપું."એમ કહીને રુદ્રે બધાની ઓળખાણ આપી.બધાં વારાફરતી તે પંડિતજીને પગે લાગ્યાં.શ્યામ ત્રિવેદીએ બધી જ અત્યાર સુધીની બનેલી ઘટનાઓ જણાવી.

"પંડિતજી,હું ઇચ્છું છું કે મારા આ દિકરા રુદ્ર અને મારી રુહીના લગ્ન આ જ અઠવાડિયામાં થઇ જાય."શ્યામ ત્રિવેદી બોલ્યા.તેમણે રુહીની જન્મતારીખ,સમય અને જન્મસ્થળ બતાવ્યું.રુદ્રે પોતાની જન્મકુંડળી લાવીને આપી.તેમણે તેનો ખુબ જ ગહન અભ્યાસ કર્યો.પોતાની સાથે લાવેલી જુની પોથીઓનો અભ્યાસ કર્યો અને કહ્યું,

"આજથી ત્રણ દિવસ પછી જે પુર્ણીમા આવે છે તેમા એક ખુબ જ ખાસ યોગ બને છે.તેમાં વિજય મુહૂર્તમાં લગ્ન કરવાથી કલ્યાણ થશે.આ લગ્ન રુદ્ર અને રુહી માટે નહીં પણ સમાજ માટે પણ ખુબ જ કલ્યાણ કારી રહેશે.

સ્વયં પ્રભુના આશિર્વાદ છે તેમના બન્ને પર.તેમનું મળવાનું તો નિશ્ચિત હતું.તેમના જીવનમાં અત્યારસુધી તકલીફો જ એટલે અાવી કે તે એકબીજાને નહતા મળ્યાં." આટલું કહીને તે પંડિતજીએ બધાં મુહૂર્ત અને સમય લખીને આપ્યાં.

રુદ્રે તેમને આગ્રહ કરીને અહીં રોકાવવા કહ્યું.રુદ્રના અતીઆગ્રહને વશ થઇને બહાર આઉટહાઉસમાં તેમના રોકાવવાની વ્યવસ્થા કરી આપવામાં આવી.

"આવો,હું તમને ત્યાં સુધીમુકી જઉં."આટલું કહી અભિષેક તેમને લઇને જતોહતો.
આરુહ પણ તેમને ઓળખી ગયો હતો.તેમણે આરુહ માટે પણ આગાહી કરી હતી.

"બેટા તારું અત્યાર સુધીનું જીવન ખુબ જ સરળ રહયું પણ આગળ કદાચ તે ના પણ રહે.જીવનમાં જો કઠીન કે વીકટ સમય આવે તો ક્યારેય હિંમત નહીં હારવાનું.જે મજબુતાઇથી પરિસ્થિતિનો સામનો કરે છે મહાદેવજી હંમેશા તેમની મદદ કરે છે."

"તમે એ જ છોને જેમણે મને કહ્યું હતું કે મારો બેડ ટાઇમ આવવાનો છે." આરુહની વાત સાંભળીને તે વિદ્વાન પંડિત અટકી ગયાં.તે તેની પાસે આવ્યા તેના માથે હાથ ફેરવ્યો અને તેની હસ્તરેખાને ફરીથી જોઈ.

"બેટા,હવે તારા જીવનનો કઠિન સમય પસાર થઇ ગયો છે.જેનાથી તું ઘણો મજબુત થયો છે.એક વાત હંમેશાં યાદ રાખજે.જીવનમાં સાચા અને સારા લોકો કાયમ નથી મળતા.તો જે તને મળ્યા છે તેની કિંમત કરજે અને તેમને ઓળખજે." તે આટલું કહીને જતાં રહ્યા આરુહને તેમની વાત ના સમજાઇ.જે તેને તેના નાનાનાનીએ સમજાવી.

અભિષેકની સાથે જતાં તે વિદ્વાન જ્યોતિષે કહ્યું,

"બેટા,હું તને પણ એજ કહેવા માંગીશ કે જીવનમાં સાચા અને સારા લોકો કાયમ નથી મળતા.તો જે તને મળ્યા છે તેની કિંમત કરજે અને તેમને ઓળખજે.બીજું તને એ પણ કહેવા માંગીશ કે પરિસ્થિતિ જે પણ આવે મજબુતીથી તેનો સામનો કરજે.મહાદેવજી તને હિંમત આપે અને તારી રક્ષા કરે.આ દોરો હંમેશાં ગળામાં પહેરીને રાખજે."આટલું કહીને તેમણે એક કાળો દોરો તેના ગળામાં પહેરાવ્યો.

તેમને મુકીને અભિષેક અંદર આવ્યો.

"રુદ્ર,બેટા તારા ઘરમાં અન્ય કોઇ વડીલ તો નથી પણ હું અભિષેકને આ શગુન આપીને આ લગ્ન નક્કી કરું છું."આટલું કહીને શ્યામ ત્રિવેદીએ અભિષેકને શગુન આપ્યું અને તેને મિઠાઈ ખવડાવી.

"બેટા,મારી દિકરીના લગ્ન કરવાની મને બહુ હોશ છે પણ મારી સ્થિતિ..."આટલું બોલતા તે અટકી ગયાં.

"પપ્પા,કેવી વાતો કરો છો?તમે તમારું અમુલ્ય રત્ન રુહી મને આપી રહ્યા છો.આરુહ જેવોદિકરો આપ્યો મને.આભારી તો હું છું તમારો.હું તમારા આ ઉપકારનો બદલો મારા આ જીવનમાં ક્યારેય નહીં ચુકવી શકું."આટલું કહીને રુદ્ર શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીના પગે લાગ્યો.રુહી પણ તેના માતાપિતાના પગે લાગી.બધાં ખુબ જ ખુશ હતા તેમણે એકબીજાને અભિનંદન આપ્યો.

રુદ્ર આરુહ પાસે ગયો.
"આરુહ,શું હું તારી મમ્મી સાથે લગ્ન કરી શકું છું?"રુદ્ર ગોઠણ પર બેસીને તેને પુછ્યું.

ઘરમાં સન્નાટો છવાઇ ગયો અને બધાની નજર આરુહ સામે જ હતી.આરુહ સીરીયસ થઇ ગયો અને બોલ્યો,

"એક શરત છે મારી."

બધા સીરીયસ થઇ ગયા કે આરુહ શું શરત મુકશે?
"એ એ છે કે હું પણ તમારી સાથે તમારા જ રૂમમાં રહીશ અને બીજું મમ્મા, હું હવે બીગ બોય છું તો એ વાત તારે ધ્યાન રાખવાની અને મને નવડાવવાનુ અને કપડ‍ાં ચેન્જ કરવામાં તારે હેલ્પ નહીં કરવાની.રુદ્રપાપા હેલ્પ કરશે."આરુહ નાકનું ટેરવુ ચઢાવીને માસુમીયત સાથે નકલી ગુસ્સા સાથે બોલ્યો.

બધાં તેની માસુમીયત પર ઓવારી ગયા અને હસવા લાગ્યાં.રુહીએ હસીને માથું હકારમાં હલાવ્યું પણ રુદ્ર તેની આંખમાં આંસુ હતાં.

તો શરૂ થસે રુદ્ર અને રુહીના લગ્નની તૈયારી.કેવી રહેશે તેમના લગ્નની હર એક વીધી?કેવા રહેશે આ મેડ ફોર ઇચ અધર કપલના લગ્ન?કેવું વાતાવરણ હશે આ સ્વર્ગથી ઉતરેલા બે હંસોના જોડાના લગ્નનું?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Sweety Jansari

Sweety Jansari 1 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

sandip dudani

sandip dudani 1 વર્ષ પહેલા

Urmila Patel

Urmila Patel 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા