રુદ્રની રુહી... - ભાગ-56 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-56

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -56

"શોર્ય ,એક મીનીટ તે એમ કેમ કહ્યું કે હું પણ તને ભુલવાનો પ્રયત્ન કરીશ? તેનો શું મતલબ થાય?"રુચિ નો જીવ તાળવે ચોંટી ગયો.

"ના ના એવું કશુંજ નથી.હું ફોન મુકુ મારે કામ છે."શોર્યે ગભરાવવાનું નાટક કરતા કહ્યું.

"ના મારા સમ છે તને શોર્ય,સાચું બોલ.નહીંતર હું કઇપણ કરી લઇશ અને તેનો જવાબદાર તું જ હોઇશ"રુચિ શોર્ય પાસેથી સત્ય બોલાવવા માંગતી હતી.

"રુચિ,આ શું કર્યું તે? હવે તો મારે સત્ય સ્વિકારવું જ પડશે.રુચિ યસ આઇ લવ યુ ટુ.જ્યારથી તું મને મળી છો ત્યારથી નહીં પણ પહેલી વખત ફોન પર તારો મીઠો અવાજ સાંભળ્યો ત્યારથી.

જ્યારે તું મારી સાથે ક્લબમાં ડાન્સ કરતી હતી ત્યારે મને પાક્કો વિશ્વાસ થઇ ગયો કે હું તારા વગર નહીં જીવી શકું પણ પછી મને તારા પિતા અને તેમની પહોંચ વિશે ખબર પડી.બસ મે તારાથી દુર થવાનો નિશ્ચય લીધો.

અગર મે પણ તને કહ્યું હોત કે હું તને પ્રેમ કરું છું તો તું આદિત્ય સાથે લગ્ન તોડીને મારી સાથે લગ્ન કરવાની વાત કરત અને તારા પપ્પા તને અને મને મારી નાખતા .."આટલું કહીને શોર્ય અટકી ગયો.

" શું શોર્ય,સાચે તું મને પ્રેમ કરે છે!?આઇ એમ સો હેપી.હવે હું તે આદિત્ય સાથે લગ્ન કોઇપણ કાળે નહીં કરું."રુચિની ખુશી સમાઇ નહતી રહી.

"ના ,તું એવી કોઇ મુર્ખામી ના કરતી.તારા પિતા ખુબ જ ખતરનાક માણસ છે."શોર્યે પોતાનું નાટક ચાલું રાખ્યું.

"તો હું પપ્પાને વિનંતી કરીશ.તું પણ કોઇ જેવા તેવા ઘરમાંથી થોડો આવ્યો છે.સારા ઘરથી છે,હેન્ડસમ છે.તને અસ્વિકાર કરવાનું પપ્પા પાસે કોઇ કારણ નથી."રુચિ ખુશી સાથે બોલી.

"ના અફસોસ,એવું કઇ જ નહીં થાય."શોર્ય.

"કેમ!?"રુચિ આશ્ચર્ય સાથે બોલી.

"ભુતકાળ રુચિ ભુતકાળ,તારા પિતાનું કોઇ ખુબ જ અગત્યનું રહસ્ય આદિત્ય જાણે છે.જેના કારણે તારા પપ્પા આ લગ્ન કોઇ કાળે મંજૂર નહીં કરે.સિવાય કે આદિત્ય સામેથી તને ના પાડે.જે શક્ય નથી કેમ કે આદિત્ય માટે આ લગ્ન કરવા ખુબ જ જરૂરી છે.અગર રુહીની સાથે આ દુર્ઘટના ના બનત તો પણ આદિત્યએ રુહીને છોડીને તારી સાથે લગ્ન કરવા જ પડત." શોર્ય બોલ્યો અને તેની વાતથી રુચિ આશ્ચર્ય પામી.

"એ પપ્પાનો અને આદિત્યનો પ્રોબ્લેમ છે.આમપણ આજકાલ આદિત્યનું મારી સાથે વર્તન ખુબ જ વિચિત્ર થઇ ગયું છે.તે રુહીની જેમ મારી સાથે વર્તે છે.હું તેની સાથે નહીં રહી શકું.શોર્ય અગર હું તારી સાથે લગ્ન કરું? તો શું તું મને પછી કામ કરવા દે?શોર્ય મને રસોઇ બનાવતા નથી આવડતું."રુચિ શોર્ય અને આદિત્યની સરખામણી કરતી હતી.

"કેવી વાત કરે છે રુચિ ? હું તને પ્રેમ કરું છું.તું જેવી છો તેવી જ મને ગમે છે.તને બદલવા નથી માંગતો."શોર્ય સારા થવાનું નાટક કરતો હતો.જેની હદ થઇ ગઇ.

"બસ,એક વાત ફાઇનલ છે કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું." રુચિ દ્રઢ નિશ્ચય સાથે બોલી.

"ના પાગલપન ના કરતી.તું શું કરીશ ભાગી જઇશ?ના રુચિ એવું ના કરતી.પ્લીઝ.મને ભુલી જવામાં જ તારી અને મારી ભલાઇ છે.ગુડ બાય.આજ પછી મને ક્યારેય ફોન ના કરતી.તારા લગ્ન માટે એડવાન્સમાં અભિનંદન." આટલું કહીને શોર્યે ફોન મુકી દીધો અને અટ્ટહાસ્ય કર્યું.

"વાઉ,શોર્ય યુ આર જિનિયસ.હવે તારો પ્લાન સફળ થશે. રુચિ આદિત્યને છોડી મારી પાસે આવી જશે.અગર તેના પિતા મને પકડશે તો હું તો આ રેકોર્ડિંગ સંભળાવી દઇશ કે મે તો રુચિને મને ભુલી જવા કહ્યું હતું અને આદિત્ય સાથે લગ્ન કરવા કહ્યું હતું.આ તો તે છે કે મારી પાસે આવી.

અને હેત ગજરાલ મને પકડશે ત્યાંસુધી તો હું રુચિ સાથે લગ્ન કરી ચુક્યો હોઇશ અને હું બની જઈશ હેત ગજરાલનો જમાઇ.રુચિ,મારી સોનાની ખાણ.તને જોઇ ત્યારથી અને તારા પિતાની મિલકત વિશે જાણ્યું ત્યારથી મે નક્કી કર્યું હતું કે આદિત્ય સાથે નહીં મારી સાથે થશે તારા લગ્ન.હું બનીશ આ અઢળક સંપત્તિનો વારસ.

અને રુહી તેને તો હું ગમે તેમ કરીને પામીને જ રહીશ.મારો પ્લાન એ જ તો હતો કે તને ઇગ્નોર કરવી જેથી તું મારી પાછળ આવે.મારું તે રાત ક્લબવાળું નાટક તેનાથી તું તુરંત જ મારા પ્રેમમાં પડી જાય.પહેલી મુલાકાતમાં તારું મારી તરફ જોવું,હું તેમા જ સમજી ગયો હતો કે આ મછલી તો આસાનીથી ફસાઇ જશે.

મારું આદિત્યને તારા વિરુદ્ધ ભડકાવવું અને તે ન્યુઝ આપવા પાછળ એક જ કારણ હતું કે તે તારા પર શંકા કરે અને ખરાબ રીતે વર્તે તારી સાથે જેથી તું તેને નફરત કરે.સાથે રુહી અને રુદ્ર વચ્ચે પણ ખટરાગ થાય પણ તેમનો પ્રેમ તો ખરેખર અદભુત છે.

આને કહેવાય સાપ ભી મર જાય અૌર લાઠી ભી ના તુટે.હવે રુચિ ગમે ત્યારે ભાગીને મારી પાસે આવશે." શોર્ય હસ્યો તેના હાસ્યનો પડઘો પુરા રૂમમાં ગુંજતો હતો.અહીં રુચિ ખુબ જ ખુશ હતી.તેણે આ બધી વાત તેની ખાસ દોસ્તને કહી.

"રુચિ,હું તને હજી વાર કહું છું કે તું તે શોર્યના ચક્કરમાં આદિત્યને ના છોડ.નહીંતર તું ના તો અહીંની રહીશ કે ના તું ત્યાંની રહીશ અને આ ચેતાવણી હું તને છેલ્લી વાર આપું છું.આવતીકાલથી તારા લગ્નની વીધીઓ શરૂ થાય છે.સો એન્જોય ઇટ." તેની ખાસ સહેલી બોલી.
* * *
નાસ્તો કર્યા પછી આરુહ ખુબ જ ખુશ હતો.તે રુદ્રની શાન અને રુવાબ જોઇને તેનાથી ઇમ્પ્રેસ થયો હતો.રુદ્રને તે વાતનો અંદાજો હતો.નાસ્તો કર્યા પછી આરુહ અભિષેકની સાથે મસ્તી કરવામાં લાગેલો હતો.

રુદ્ર કઇંક વિચારમા હતો.રુહી તેની પાસે આવી તેનો હાથ પકડીને બેસી.

"રુદ્ર,શું થયું ? કયા વિચારોમાં છો?"રુહીએ પુછ્યું.

"રુહી,હુ ખુબ જ ખુશ છું કે આરુહ અહીં આવી ગયો અને મે ધાર્યું હતું તેમ જ તેનું સ્વાગત થયું પણ..."રુદ્ર બોલતા અટક્યો.

"પણ શું ?"રુહી

"રુહી,આરુહ મારા કરતા વધારે મારા ઘર ,મારી શાન અને મારા રુવાબથી પ્રભાવિત થયો છે.હું ઇચ્છું છું કે આરુહ સારો માણસ બને જેને જીવનની ,વસ્તુની અને વ્યક્તિની કિંમત સમજાય.તે પોતાના મુલ્યો હંમેશાં જાળવી રાખે.મને ડર લાગે છે કે આરુહ પર આ શાન અને રુવાબ હાવી ના થઇ જાય.મને ખોટો ના સમજતા રુહી.આ બધું અંતે તો તેનું જ છે પર તે વાત અગર તે ખોટી રીતે લેશે તો."રુદ્રે પોતાનો ડર રજુ કર્યો.

" હું તમને ખોટા કઇરીતે સમજુ રુદ્ર.તમે ખરેખર ખુબ જ સારા છો.મને વિશ્વાસ છે કે તમે આદિત્ય કરતા પણ વધારે સારા પિતા સાબિત થશો.મને વિશ્વાસ છે કે તમે તેને રૂપિયા,માણસ અને પોતાના મુલ્યોની કિંમત સમજાવશો.તેને આકાશમાં ઉડતા શીખવાડશો તો સાથે તેને જમીન પર રહેતા પણ શીખવાડશો. હવે આ ચિંતા છોડો અને ચલો તેને આપણા રૂમમાં લઇ જઇએ.એ એક જ રૂમ તેને બતાવવાનો બાકી છે." રુહી બોલી

આરુહ દોડીને રુદ્ર અને રુહી પાસે આવ્યો.

"મમ્મા,મને ખુબ જ થાક લાગ્યો છે અને મારે હવે સુઇ જવું છે.મારો રૂમ કયો છે?"આરુહ બોલ્યો.

"આરુહ,તારા માટે રૂમ તૈયાર કરાવ્યો છે.જેમા ટોયઝ,ગેમ્સ અને બધું જ છે પણ આરુહ હું તને પુછવા માંગુ છું કે શું તું તારા રૂમમાં એકલો રહેવા માંગીશ કે અમારી સાથે અમારા રૂમમાં? અમારી ઇચ્છા તો છે કે તું અમારી સાથે અમારા રૂમમાં રહે."રુદ્રએ પુછ્યું.

"અફકોર્ષ,હું હવે મમ્મીથી દુર રહેવા નથી માંગતો."આરુહ બોલ્યો.

રુદ્ર અને રુહી આરુહને તેમના રૂમમાં લઇ ગયાં.રૂમ ખુબ જ સુંદર હતો.

"વાઉ,બડી..મસ્ત રૂમ છે.હું તો સુઇ જવા માંગુ છું."આટલું કહીને આરુહ બેડ પર પડ્યો.

"આરુહ,પહેલા સ્નાન કરી લે.તે બધું જોયું પણ બાથરૂમ તો જોયુ જ નહીં.લેટ્સ ગો."રુહી બોલી.

"ના મોમ,આઇ એમ બીગ બોય નાઉ.તું મને સ્નાન નહીં કરાવે.મને શરમ આવે.બડી તમે લઇ જાઓ."આરુહ બોલ્યો.

રુદ્ર આરુહને બાથરૂમમાં લઇ ગયો.
"વાઉ,બડી બાથરૂમ તો બહુ જ મોટું છે અને આ બાથટબ કેટલું મોટું છે.બડી મારે બાથટબમાં નહાવું છે."

રુદ્ર અને આરુહ બાથટબમાં મસ્તી કરી રહ્યા હતાં.આરુહ રુદ્ર સાથેનો તેનો સમય એન્જોય કરી રહ્યો હતો.
આરુહ રુદ્રના ગળે લાગી ગયો.રુદ્રના વ્હાલભર્યા સ્પર્શથી આરુહને ખુબ જ સારું લાગી રહ્યો હતો.

"બસ આરુહ ચલ હવે બહાર નિકળ.બહુ પાણીમાં ના રહેવાય."રુદ્રે કહ્યું.

" બડી,મને મજા આવી રહી છે થોડીક વાર બાથટબમાં રહેવા દોને."આરુહ બોલ્યો.

રુદ્ર શાવર લઇને ટુવાલ વિંટાળીને બહાર આવ્યો.તેટલાંમાં રુદ્રના ફોનમાં રીંગ વાગી.રુદ્રે જોયું તો સનીનો ફોન હતો.

"હા સની બોલ." રુદ્રે કહ્યું.

"રુદ્ર સર,એક ખુબ જ જોરદાર ન્યુઝ છે મારી પાસે."સની.

"અચ્છા,તું ન્યુઝ તો કહે પહેલા પછી હું કહીશ જોરદાર છે કે નહીં."રુદ્ર બેસતા બોલ્યો.

"સર પહેલી વાત તમેજે પ્રમાણેનો માણસ કહ્યો હતો તે મળી ગયો છે અને બીજી વાત રુચિની છે."સની બોલ્યો.

"અચ્છા, એ શું છે?"રુદ્ર.

"સર,ગઇકાલે રુચિ અને આદિત્ય લંચ પર ગયા હતાં.સાંભળ્યું છે કે આદિત્ય તેની સાથે રુહીની જેમ વર્તન કરવા ગયો અને તે તેના પર જ ઊંઘુ પડ્યું.તે બન્ને વચ્ચે ખુબ ઝગડો થયો."સની બોલ્યો.

"અચ્છા,આદિત્ય તેની હરકતોથી ઊંચો નહીં આવે."રુદ્ર બોલ્યો.

"સર,હવે ખાસ વાત અને એ પણ એક બીગ શોક છે."સની.

"શું ?"રુદ્રે પુછ્યું.

"સર,રુચિ ઇઝ ઇન લવ."સની બોલ્યો.

"હા એ તો છે જ ને આદિત્યનાં."રુદ્ર બોલ્યો.

"ના સર,આદિત્યના નહીં કોઇ બીજાના.ખબર છે કોણ?શોર્ય સિંહ."સની બોલ્યો.

"વોટ.રુચિ અને શોર્ય!!!"રુદ્રને જોરદાર ઝટકો લાગ્યો.

"હા સર,રુચિના ઘરની બધી જ અંદરની વાત છે મારી પાસે."સની બોલ્યો.
સનીએ રુદ્રને રુચિ અને શોર્ય વિશેની તમામ વાત જણાવી.જે સાંભળીને રુદ્રના ચહેરા પર સ્માઇલ આવ્યું.

"આ થઇને વાત.સની હવે તું જો રુદ્રનો કમાલ."રુદ્રે રહસ્યમય સ્માઇલ આપ્યું.જે સની સમજીના શક્યો.

શું આરુહ વિશેની રુદ્રની ચિંતા સાચી પડશે?શું રુદ્ર અારુહને પોતાની જેમ બનાવી શકશે?રુચિ શોર્ય સાથે લગ્ન કરવા માટે શું કરશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 8 માસ પહેલા

Mp Mpnanda

Mp Mpnanda 1 વર્ષ પહેલા

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા