રુદ્રની રુહી... - ભાગ-43 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-43

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -43

શોર્યે આ નહતું ધાર્યું કે રુચિ આદિત્યને તેમની મુલાકાત વિશે જણાવી દેશે અને આદિત્ય પોતાને મળવા માંગશે.અગર તે આદિત્યને મળશે તો આદિત્ય પોતાને તુરંત જ ઓળખી જશે અને રુચિને જણાવી દેશે કે તેણે જ આદિત્યને રુચિ વિરુદ્ધ ભડકાવવાની કોશીશ કરી હતી અને પછી તેના પ્લાન પર પાણી ફરી વળશે.તેણે ડરતા ડરતા આદિત્ય સાથે વાત શરૂ કરી.સામે આદિત્યએ ફોન સ્પિકર પર રાખ્યો હતો.

"હેલો" શોર્ય બોલ્યો.

" શોર્યજી,હાય હું આદિત્ય રુચિનો ફિયોન્સે મને રુચિએ પુરી વાત જણાવી.હું પણ આમા તમારા બન્નેનો સાથ આપવા ઇચ્છું છું.રુહીની બરબાદી જોવા માંગુ છું.તે મારા પગે આવીને પડે,મારી માફી માંગે તેવું હું ઇચ્છું છું."આદિત્ય બોલ્યો.

શોર્યે વિચાર્યું,

"વાહ,આદિત્ય પણ જોડાઇ ગયો છે હવે મારો પ્લાન વધુ સરળ થઇ જશે."

"જી આ તો ખુબ જ સારી વાત છે.રુદ્ર સાથે અને રુહી સાથે મારે પણ હિસાબ બરાબર કરવાનો છે.એક ચાલ તો અમે ચાલી લીધી છે.રુહીના બેકબોન સમાન તેના માતાપિતાને તેની વિરુદ્ધ ભડકાવી દીધાં છે.જો તે લોકો રુહી વિરુદ્ધ થઇ જશે તો રુહીની હિંમત તુટી જશે." શોર્ય બોલ્યો.તેનો અવાજ સાંભળીને આદિત્ય વિચારમાં પડી ગયો.

"આ અવાજ એવું કેમ લાગે છે કે મે ક્યાંક સાંભળ્યો છે?"

"શોર્ય,આપણે ક્યાંક મળ્યાં છીએ? મને એવું લાગે છે કે મે તમારો અવાજ ક્યાંક સાંભળ્યો છે?"આદિત્ય બોલ્યો.આ સાંભળીને શોર્ય થોડો ડરી ગયો.

"કેવી વાત કરો છો? હું તો હરિદ્વારમાં રહું છું બની શકે કે તમે હરિદ્વારમાં આવ્યા હોય ત્યારે આપણે મળ્યા હોઇએ."શોર્યનો અવાજ કાંપતો હતો તે ખુબ જ ડરેલો હતો.

"હા બની શકે,પણ હવે નેક્સ્ટ શું ?"આદિત્ય બોલ્યો.

"ગાયઝ,મારી પાસે એક પ્લાન છે."રુચિ બોલી.

"આપણે રુહીને એ દરેક વ્યક્તિથી દુર કરી દઇશું જેનાથી તે લાગણીના તાતંણે જોડાયેલી છે.જેમ કે આરુહ,પિયુષઅંકલ,તેની બે ખાસ સહેલી અને રુદ્ર."રુચિ બોલી.

"વાહ,રુચિ જોરદાર પ્લાન અને શરૂઆત આપણે નંબર વન એટલે કે આરુહથી કરીએ.આ કામ આદિત્યજી તમને કરવું પડશે."શોર્ય બોલ્યો.

"હા ."આદિત્ય બોલી તો ગયો પણ તે જાણતો હતો કે આ કામ કેટલું અઘરું હતું કેમ કે તેણે આરુહની કસ્ટડી રુહીને સોંપી દીધી હતી.તે અવઢવમાં હતોકે આ વાત બધાને જણાવવી કે નહીં.

"શોર્ય,તમે શું કરી શકશો ત્યાં રહીને ?"રુચિએ પુછ્યું.

"હું અહીં રહીને ધમાકો કરીશ.રુદ્ર અને રુહીની ઇજ્જત પર કિચડ ઉછાળીશ,આજે ન્યુઝ પેપરમાં છપાયેલા સમાચાર રુદ્રના ફોરેન ડેલિગેટ્સને બતાવીશ આ સમાચાર વાંચીને તે રુદ્રની સાથે ડીલ કેન્સલ કરી નાખશે અને તે વાતની અસર રુદ્ર અને રુહી તથાં તેમના સંબંધ પર થશે."શોર્ય બોલ્યો.

"વાહ શોર્ય તમારો પ્લાન ખુબ જ સરસ છે."

રુચિ ફોન મુકી દીધો પાછળથી આ વાત સાંભળી રહેલા કાકાસાહેબ આવ્યાં તાલી વગાડતા.

"વાહ દિકરા વાહ,આટલો મોટો પ્લાન બનાવ્યો અને બાપને જણાવવું તે જરૂરી ના સમજ્યું?કોણ છે આ લોકો જેની સાથે મળીને તું રુદ્ર અને રુહી વિરુદ્ધ ષડયંત્ર બનાવી રહ્યો હતો?"કાકાસાહેબે કહ્યું.

"પપ્પા,આવો બેસો તમને જણાવું."શોર્યે તેમને બેસાડીને રુચિ સાથે થયેલી મુલાકાત અને અત્યારે થયેલી આદિત્ય અને રુચિ સાથે વાતચીત જણાવી.તેણે રુચિનો તેના પ્રત્યેનો ઝુકાવ અને તેનો ઓરીજીનલ પ્લાન ના જણાવ્યો.તે સિવાય તેણે બધું જ જણાવ્યું.

"અરે વાહ દિકરા,તે તો મારું કામ કરી દીધું.આ સમાચાર તો મને પણ આવ્યાં હતા.ચાલ આજે આ સમાચાર બપોરે જમવાના સમયે એક વાનગી તરીકે હેરી અને સેન્ડીને પીરસીએ અને આવતી કાલના હરિદ્વારના લોકલ ન્યુઝપેપરમાં લોકોને પીરસીએ."કાકાસાહેબ બોલ્યા.

"અરે વાહ પપ્પા આ વાત તો મારા ધ્યાનમાં જ ના આવી કે આ સમાચાર આપણે આવતીકાલના અહીંના ન્યુઝપેપરમાં પણ આપી શકીએ."શોર્ય આટલું કહીને ત્યાંથી જતો રહ્યો.કાકાસાહેબને આવનારા સમયમાં પોતાની જીત અને રુદ્રની હાર દેખાઇ રહી હતી.તેમના મનમાં એકબીજી વાત પણ આવી.તે મનોમન બોલ્યા,

"શોર્ય,મારો પ્લાન કઇંક અલગ છે અને તે ધમાકો છે.બ્લાસ્ટ થશે રુદ્ર અને રુહીના જીવનમાં આ પ્લાનથી."

* * *

રુહી રૂમમાંથી બહાર નિકળી રિતુ અને અભિષેક સામે જ બેસીને તેને જોઇ રહ્યા હતા.તે લોકો જે રીતે જોઇ રહ્યા હતા રુહીની સામે જ જોઇ રહ્યા હતા તે જોઇ રુહી સમજી ગઇ કે વહેલી સવારે રુહી રિતુના રૂમમાંથી જતી રહી તે વાત રિતુએ અભિષેકને જણાવી દીધી હતી.

"અભિષેક,તને ખબર છે કે મારા પલંગમાં તો કાંટા લાગેલા છે એટલે જ રુહી અડધી રાત્રે મારા રૂમમાંથી જતી રહી.કેમ રુહી મારી બાજુમાં ઊંઘના આવી? કે પછી કોઇના સાનિધ્યની આદત પડી ગઇ છે તને?રિતુએ ડાયરેક્ટ એટેક કરતા કહ્યું.રુહી શરમાઈ ગઇ સાથે ગુસ્સે પણ થઇ.

"અરે રુહી,ગુસ્સે ના થઇશ.રિતુએ મને બધું જ જણાવી દીધું."અભિષેક બોલ્યો.

"લાગે છે કોઇને આજે બહુ સરસ ઊંઘ આવી છે કે એ પણ યાદ ના આવ્યું કે સવારે તેના હાથના બ્રેકફાસ્ટ વગર લોકોનું શું થશે?એ તો સારું થયું કે હરિરામકાકાએ નાસ્તો બનાવી રાખ્યો.નહીંતર અમે તો ભુખ્યા જ રહી જાત."રિતુ રુહીને ચિઢવતા બોલી.

"બાય ઘ વે.વિ આર સોરી રુહી કાલે અમારી બેકાર કેકના કારણે તમારી મસ્ત રોમેન્ટિક મોમેન્ટ ખરાબ થઇ ગઇ.બાય ધ વે તમે જવાબ શું આપ્યો?"અભિષેક બોલ્યો.

રુહી ખુબ જ શરમાઇ રહી હતી અને સાથે સાથે રિતુ પર ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે બધી વાત અભિષેકને જણાવી દીધી.

"લે આ સ્પેશિયલ નાસ્તો અમે બન્નેએ મળીને બનાવ્યો છે.તું અને રુદ્ર તમારા રૂમમાં સાથે બેસીને કરો." રિતુ બોલી.

" ડોન્ટ વરી રુહી આ વખતે કેકની જેવી કોઇ જ ગડબડ નથી કરી."અભિષેક બોલ્યો અને રિતુએ નાસ્તાની ટ્રે રુહીના હાથમાં આપી.જે પુરી ઢાંકેલી હતી.તેમા અંદર શું હતું તે સિક્રેટ હતું.રુહી તે લઇને રૂમમાં જતી હતી ત્યાં રિતુએ તેનો હાથ પકડ્યો.

"એ રુહી તે કહ્યું નહી કે તે કીધું કે નહીં ?"રિતુએ પુછ્યું.

"શું સમજી નહીં ?"રુહી બોલી.

"એ જ કે તે રુદ્રને આઇ લવ યુ કીધું કે નહીં?" રિતુ બોલી.

"જા ને તું બહુ પરેશાન કરે છે."આટલું કહીને તે તેના રૂમમાં જતી રહી.

રુહી નાસ્તાની ટ્રે લઇને તેના રૂમમાં આવી રુદ્ર બેસીને કઇંક કામ કરી રહ્યો હતો અને ફોન પર કોઇકની સાથે વાત કરી રહ્યો હતો.રુહીને અંદર આવતા જોઇને તેણે ફોન મુક્યો.

"થેંક યુ સો મચ."તેણે ફોન મુકી દીધો.

"અરે રુહી..આ શું લાવ્યા?"

"નાસ્તો."તેણે બહાર અભિષેક અને રિતુ સાથે થયેલી વાત જણાવી.રુહીએ તે ટ્રે ટેબલ પર મુકી.

"ઓહો બહુ પરેશાન કર્યા તમને નહીં કોઇ વાંધો નહીં બન્નેને જોઇ લઇશું પછી.તમે અહીં તો આવો."આટલું કહીને રુદ્રએ રુહીને પોતાની તરફ ખેંચી રુહીનું બેલેન્સ બગડ્યું અને તે રુદ્રના ખોળામાં જઇને પડી.

રુદ્રએ પોતાની રુહીને ગળે લગાડી દીધી.તેના સુંવાળા ખુલ્લા વાળમાં પોતાની આંગળીઓ ફેરવી.રુદ્રના સ્પર્શથી રુહી પણ જાણે કે ખોવાઇ ગઇ.તેને અત્યંત શાંતિ મળી રહી હતી.ક્યાંય સુધી એમ જ રહ્યા પછી રુહીએ રુદ્રને નાસ્તાની ટ્રે તરફ ઇશારો કર્યો.રુદ્ર બોલ્યો,

"હા લાવો જોઇએ તો ખરા કે શું ખિચડી પકાવી છે બન્નેએ."રુદ્રએ ટ્રે ખોલી તેમા એક નાનકડી હાર્ટશેપની કેક હતી જેમાં રુદ્ર અને રુહી લખેલું હતું.સેન્ડવીચ અને આલુ પરાઠા દહીં સાથે.

"સેન્ડવીચ સાથે આલુ પરાઠા અને દહીં કેવું કોમ્બીનેશન છે?"રુહી બોલી.

"આલુ પરાઠા મારું ફેવરિટ છે."રુદ્ર બોલ્યો

"સેન્ડવીચ મારું ફેવરિટ ફુડ છે."રુહી બોલી તે બન્નેએ એકબીજાની સામે હસીને જોયું.

"ચલો રુહી આપણા પ્રેમના આ નવા સફરની શરૂઆત કેક કટ કરીને કરીએ."રુદ્ર બોલ્યો.

રુદ્ર અને રુહીએ કેક કટ કરી અને એકબીજાને ખવડાવી.
"વાઉ!!" તે બન્ને એકસાથે બોલ્યા.
"કેક ખુબ જ સ્વાદિષ્ટ છે એકદમ યમ્મી."રુદ્ર.

રુદ્રએ રુહીને પોતાની પાસે ખેંચી તેનો ચહેરો નજીક લાવ્યો.રુહીએ પોતાની આંખો બંધ કરી દીધી.રુદ્રએ રુહીના હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.બન્ને ક્યાંય સુધી એમ જ એકબીજાના પ્રેમભર્યા આશ્લેષમાં ખોવાયેલા રહ્યા.

થોડીવાર પછી..

"રુદ્ર,હું ઇચ્છું છું કે આ વાત આપણે આરુહને જણાવીએ."રુહી બોલી.

"હા રુહી તમે મારા મનની વાત બોલ્યા."આટલું કહીને આરુહને રુદ્રએ વિડિયો કોલ કર્યો.રુદ્ર ,રુહી અને આરુહ રોજ એકબીજા સાથે વાત કરતા હોવાના કારણે હવે રુદ્ર અને આરુહ મિત્રો બની ગયા હતાં.

"હાય રુદ્ર અંકલ,હાઉ આર યુ? બડી અત્યારે કોલ કેમ કર્યો મારા ચેસના ક્લાસ છે.એ તો સારું હતું કે હું મારા રૂમમાં આવ્યો હતો અત્યારે તો વાત થઇ શકી." આરુહ બોલ્યો.

"હા યાર સોરી,એક અગત્યની વાત પુછવાની હતી તને થોડીવાર વાત થશે?"રુદ્રએ પુછ્યું.

"હા પુછો અંકલ."આરુહ

" આરુહ,તું જાણે છે કે તારા પપ્પા હવે તારી મમ્મી સાથે નથી રહેવાના,તે રુચિ આંટી સાથે લગ્ન કરી રહ્યા છે.રાઇટ?" રુદ્ર અટક્યો.

"હા ખબર છે અંકલ."આરુહ થોડો ઉદાસ થઇ ગયો.

" તો તારી મમ્મી અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ.શું તું અમને પરમીશન આપીશ કે અમે લગ્ન કરીએ?જો તું જે પણ નિર્ણય લઇશ તે અમને મંજૂર રહેશે.

આરુહ, શું તું આરુહ આદિત્ય શેઠ માંથી આરુહ રુદ્રાક્ષ સિંહ બનીશ? તું મને તારા પિતા બનવાનો અમુલ્ય મોકો આપીશ.હું ખુબ જ ધન્ય માનીશ મારી જાતને અગર હું તારો પિતા બની શકીશ તો.આરુહ, હું ,તું અને તારી મમ્મી આપણે ત્રણેય એકસાથે રહીશું અહીં.બોલ શું જવાબ છે તારો?"રુદ્ર ભાવુક થઇને બોલ્યો

આરુહ આશ્ચર્ય પામ્યો રુદ્રઅંકલના આ પ્રસ્તાવને કારણે તેટલાંમાં તેને પાછળ તેના ડેડી આદિત્ય શેઠનો ફોન આવતો દેખાયો.

"અંકલ,ગીવ મી સમ ટાઇમ.હું તમને મારું ડીસીઝન રાત્રે કહીશ."આરુહ બોલ્યો તેણે ફોન કટ કરીને આદિત્યનો ફોન રીસીવ કર્યો.

શું કાકાસાહેબનો પ્લાન શોર્યના પ્લાનથી પણ ભારે નિકળશે?આદિત્ય આરુહને પોતાની વાતમાં લાવીને તેને રુહીની વિરુદ્ધ ભડકાવી શકશે?રુચિ શોર્ય તરફનો ઝુકાવ આદિત્યથી છુપાવી શકશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Sweety Jansari

Sweety Jansari 2 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Halimaibrahimjuneja

Halimaibrahimjuneja 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Appy Shingala

Appy Shingala 1 વર્ષ પહેલા