રુદ્રની રુહી... - ભાગ-42 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-42

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -42

"આદિત્યકુમાર ,આવો ...બેસોને.તમે ચિંતા ના કરો મે આ ન્યુઝપેપર વાળાને ખખડાવ્યો તે માફીપત્ર કાલે તેના પેપરમાં છાપી દેશે.આ ન્યુઝ સાવ ખોટા છે."હેત ગજરાલ પોતાના ભાવિ જમાઇને જાણે મનાવવાની કે તેનો ગુસ્સો શ‍ાંત કરવાની કોશીશ કરતા હતા.પોતાની દિકરીની ભુલ છુપાવવાનો પ્રયાસ કરતા હતા.

" રુચિ,ક્ય‍ાં છે?"આદિત્ય માત્ર આટલું બોલ્યો.

"ઉપર તેના રૂમમાં ઊંઘી રહી છે."રુચિના મમ્મીએ કહ્યું.

"આટલી મોટી વાત થઇ ગઇ અને મેડમ શાંતિથી ઊંઘે છે?"આદિત્ય ગુસ્સામાં આટલું કહીને રુચિના રૂમ તરફ ગયો.તેણે રુચિના રૂમનો દરવાજો ખોલ્યો.અહીં રુચિ ઊંધી પડીને શોર્ય વિશે વિચારી રહી હતી.તેને ખબર નહતી પડી રહી કે શું છે જે તેને શોર્ય તરફ ખેંચી રહ્યું છે?તે તો આદિત્યને જ ઝંખતીહતી વર્ષોથી અને હવે આદિત્ય તેને મળી રહ્યો છે તો તેનું મન કેમ શોર્ય વિશે જ વિચાર્યા કરતું હતું.કેમ શોર્યનો તે બેફિકરો અંદાજ,તેનું પોતાને ઇગ્નોર કરવું ,તેનું પોતાને આટલું માન આપવું અને તે રાત્રે તે ઇચ્છતો તો કઇપણ કરી શકતો પોતાની સાથે છતાપણ તેણે તેનું માન જાળવ્યું.આ બધું વિચારીને તે મનોમન ખુશ થઇને હસી રહી હતી તેની આંખો બંધ હતી.

તેટલાંમાં ગુસ્સામાં ધુંઆપુંઆ થતો આદિત્ય રૂમમાં આવ્યો.

"રુચિ.." આદિત્ય ગુસ્સામાં બરાડ્યો.

રુચિ તેની સ્વપનસૃષ્ટીમાંથી બહાર આવી ગઇ અચાનક અને ઊભી થઈ.

"શું છે આદિત્ય?રાડો કેમ પાડે છે?"રુચિ બગડી.

જવાબમાં આદિત્યે તે ન્યુઝપેપર તેના મોં પર ફેંક્યુ.

"આ છે.જો અને કહે મને આ બધું શું છે?"આદિત્ય હજી ગુસ્સામાં જ હતો.

રુચિએ તે ન્યુઝપેપરના આર્ટિકલને ધ્યાનથી વાંચ્યું,ન્યુઝ વાંચીને તે ન્યુઝપેપર પર અને જર્નાલિસ્ટ પર તેને ગુસ્સો આવ્યો પણ નીચે પોતાના અને શોર્યનો ફોટો જોઇને તે ક્ષણ યાદ આવતા તેના ચહેરા પર મીઠું હાસ્ય આવ્યું.

"તને હસવું કેમ આવે છે?સવારથી મારા અને તારા પરિવારની ઇજ્જત દાવ પર લાગી ગઇ.આ તો તારા પપ્પાની પહોંચના કારણે તે વાત થાળે પડી ગઇ પણ નામ તો ઉછળ્યુંને આપણા બન્નેનું.આ કોણ છે?"આદિત્યએ પુછ્યું.
રુચિ થોડીક ડરી ગઇ પણ પછી મક્કમતાથી બોલી.

"આ શોર્ય છે.શોર્ય સિંહ નામ છે તેમનું.મારા દોસ્ત છે."રુચિ બોલી.

"કોણ શોર્ય હું તો તારા આવા કોઇ દોસ્તને નથી જાણતો અચાનક આ નવો દોસ્ત ક્યાંથી આવ્યો?"આદિત્યને આશ્ચર્ય થયું.

"શોર્ય સિંહ રુદ્રાક્ષ સિંહના પિતરાઇ ભાઇ છે.એ જ રુદ્રાક્ષ સિંહ જેની પાસે રુહી છે અત્યારે.એ જ રુદ્રાક્ષ સિંહ જેના સપોર્ટથી તેને નવી પાંખો મળી છે.તને ખબર છે તારા અને મારા સગાઇના ન્યુઝ તેને મળ્યાં ત્યારે તેણે મને અને અદિતિને કેવી ધમકાવી હતી કહ્યું હતું કે મને બંદૂક ચલાવતા આવડે છે.

હું તે કઇ રીતે ભુલી શકું કે તેના જ કારણે મારે તારાથી દુર રહેવું પડ્યું આટલા વર્ષો."આટલું કહી ભાવુક થઇને રુચિ આદિત્યને ગળે લાગી અને આદિત્ય પિગળી ગયો તેણે તેને કીસ કરી.
"હમ્મ,તો તે શોર્ય સિંહ તારી મદદ કરશે?"આદિત્યે પુછ્યું.

"હા રુહી અને રુદ્ર સાથે તેને પણ બદલો લેવાનો છે.તેની મદદ વળે આપણે રુહી સાથે બદલો લઇ શકીશું."રુચિ બોલી.

"હમ્મ,બરાબર છે તો તું,હું ,અદિતિ અને શોર્ય એક જ ટીમ બનીને કામ કરીએ તો.મારે તે શોર્ય સિંહ સાથે વાત કરવી છે."આદિત્ય બોલ્યો.

"હા પછી કરાવીશ હવે આટલો ગુસ્સો કર્યોને તે તો હું નારાજ છું તારાથી મને મનાવવી પડશે."રુચિ તેની સામે હસતા બોલી.

"ઓહ અચ્છા.મનવવા પડશે મેડમને એમ?"આટલું કહીને આદિત્યે તેને પોતાની પાસે ખેંચી લીધી.

* * *

રુહી પુરી રાત ઊંઘીના શકી તેની સામે પોતાના જ જીવનની ફિલ્મ ચાલી રહી હતી.રુદ્રના પોતાના જીવનમાં આવ્યાં પછી તેના જીવનમાં આવેલા બદલાવ વિશે,રુદ્રના નિસ્વાર્થ અને ઉંડાણ ભર્યા પ્રેમ વિશે તે વિચારીને પુરી રાત જાગતી રહી.સવારે ચાર વાગ્યાની આસપાસ તે ઊભી થઇ અને પોતાના રૂમ એટલે કે રુદ્રના રૂમમાં આવી.રુદ્ર પલંગ પર શાંતિથી ઊંઘી રહ્યો હતો.

રુહી તેને જોઇ રહી હતી તેણે વિચાર્યું,

"હજી જે મને માત્ર થોડા મહિનાઓ પહેલા મળ્યા છે તે મને આટલો પ્રેમ કરે છે.તે મારું માન જાળવે છે,મારું સન્માન કરે છે.જેમના આવવાથી મારા જીવનમાં ,મારી અંદર એક અદભુત આત્મવિશ્વાસ જાગ્યો છે.

શું હું પણ તેમને પ્રેમ કરું છું?ખબર નથી પડતી મને કે આ લાગણીને શું નામ આપું.રુદ્ર ,દિવસની શરૂઆત આ નામથી થાય છે અને સાંજ પણ આ જ નામથી આથમે છે.જેમની હાજરી મને સુરક્ષિત અને મજબુત હોવાનો અહેસાસ કરાવે છે."

રુહી ધીમેધીમે ચાલતા ચાલતા રુદ્રની પાસે આવી. શાંતિથી ઊંઘી રહેલા રુદ્રને જોયા જ કર્યું ક્યાંય સુધી.ઊંઘમાં રુદ્રનો ચહેરો એટલો જ ચમકતો હતો,કોઈ સુંદર સપનું જોઇ રહ્યો હોય તેમ તેના ચહેરા પર સ્માઇલ હતી.જે જોઇને રુહીને હસવું આવ્યું.ધસધસાટ ઊંઘી રહેલા રુદ્રનો હાથ પકડીને રુહી પલંગમાં તેની બાજુમાં બેસી.તેનો હાથ પકડતા જ તેને વિજળીનો ઝટકો લાગ્યો.

એક અલગ જ લાગણી અનુભવાઇ તેને.તેણે પોતાની આંખો બંધ કરી.
"હા,આ લાગણી કદાચ પ્રેમ જ છે." આમ જ આંખો બંધ કરીને રુદ્રનો હાથ પકડીને પુરી રાત ઊંઘીના શકેલી રુહી ત્યાં બેઠા બેઠા સુઇ ગઇ.સવારે છ વાગ્યે ઉઠીને પુજાપાઠ,યોગા કરવા વાળી રુહી અને બધાં માટે બ્રેકફાસ્ટ બનાવતી રુહી આજે સાડા આઠ વાગ્યે પણ એમ જ રુદ્રનો હાથ પકડીને ધસધસાટ ઊંઘી રહી હતી.

રુદ્ર પડખું ફરવા ગયો ત્યારે તેને પોતાનો હાથ કોઇએ પકડેલો હતો તેવો અહેસાસ થયો.આંખો ખોલીને જોયું તો તેની બાજુમાં પલંગ પર બેઠા બેઠા રુહી ઊંઘી રહી હતી અને પોતાનો હાથ કચકચાવીને પકડેલો હતો.રુદ્ર ધીમેથી ઊભો થયો.
પોતાનો હાથ છોડાવ્યો.તેને સરખી રીતે સુવાડવા ગયો ત્યાં રુહી ઊઠી ગઇ.

"રુદ્ર,તમે ઊઠી ગયા.તમને ખબર છે કે હું પુરી રાત ઊંઘી ના શકી."રુહી ઊભી થતાં બોલી.

"કેમ?"રુદ્ર.

"પુરી રાત તમારા વિશે જ વિચાર્યા કર્યું કે તમને શું જવાબ આપું."રુહી બારી પાસે જઇને ઊભી રહી.

"અચ્છા,તો શું જવાબ મળ્યો તમને પુરી રાત જાગીને?"રુદ્ર તેની પાછળ જઇને ઊભો રહ્યો.

જવાબ આપવાની જગ્યાએ રુહી રુદ્ર તરફ ફરી અને રુદ્રની છાતીમાં પોતાનું મોઢું છુપાવી દીધું.

"જુઓ,જેમ હું કહું ને તમે જ કરવાનું...મને અામ જ પ્રેમ કરતા રહેવાનું ધરડા થાઓ તો પણ...હું આટલી સુંદર ના પણ રહું તો પણ....હું સરખી રીતે ચાલીના શકું તો પણ....મને ખુબ જ ગુસ્સો આવે છે તો હું ગુસ્સો કરું ને તો સાંભળી લેવાનું....હું બહુ જ સંવેદનશીલ છું....તો મને બહુ રડવું આવે છે...આરુહને જલ્દી જ આપણી પાસે લઇ આવવાનો....આરુહ પછી મને એક દિકરી જોઇતી હતી પણ મારી તે ઇચ્છા પુરી ના થઇ અને આરુહની પણ આ લગ્ન માટે પરવાનગી લેવાની....ઓ.કે?"રુહી ખુબ જ શરમાઇ ગઇ હતી અને રુદ્રની છાતીમાં માથું કસીને છુપાવી દીધું.

"હેં.."રુદ્ર કઇ જ સમજી નહતો શકતો.

"બુધ્ધુ..."રુહીએ રુદ્ર સામે જોઇને સ્માઇલ આપ્યું અને સ્નાન કરવા માટે બાથરૂમમાં જતી રહી.રુદ્રએ રુહીના એક એક શબ્દોનો અર્થ ઉંડાણમાં ઉતારી લીધો.તે ખુશીથી ઉછળી પડ્યો.

સ્નાન કરીને બહાર આવેલી રુહી તૈયાર થઇ રહી હતી.બ્લુ કલરની બાંધણીની સાડીમાં તે સુંદર લાગી રહી હતી.તેના લાંબા વાળ ખુલ્લા હતા તેમાંથી પાણી ટપકી રહ્યું હતું.રુદ્ર પાછળથી આવીને તેની કમર ફરતે હાથ વિંટાળી દીધાં.

"એટલે તમારો જવાબ.."રુદ્ર બોલતા અટકી ગયો.

"ઓહ રુદ્ર હજી કેટલું વિગતમાં સમજાવું કે મારો જવાબ શું છે?"આટલું કહીને રુહીએ પોતાના બે હાથમાં પોતાનું મોઢું છુપાવી દીધું.રુદ્રએ તેને પોતાના તરફ ફેરવી તેના ચહેરા પરથી તેના હાથ હટાવ્યા.
"આઇ લવ યુ રુહી...સુન ટુ બી મીસીસ રુહી રુદ્રાક્ષ સિંહ.."રુદ્ર આટલું કહીને તેણે ગળે લગાવી દીધી.

રુહી પોતાને તેનાથી દુર કરીતે રૂમમાંથી બહાર જતી હતી અને પાછી ફરી રુદ્રના કાન પાસે આવી અને બોલી.

"આઇ લવ યુ ટુ રુદ્રાક્ષ સિંહ.."જવાબ સાંભળવા રુહી રોકાઇ નહીં..રુદ્ર માટે આજે ખુબ જ મોટો દિવસ હતો તે ખુબ જ ખુશ હતો.

* * *

શોર્યે પોતાના મોબાઇલની એક એપમાં આજનું મુંબઇનું તે ન્યુઝ પેપર જોયું.બીજા પાનાં પર પોતે આપેલા ન્યુઝ વાંચીને તેને જીતની લાગણી થઇ.સાથે સાથે આદિત્યના મનમાં રુચિ માટે શંકા ભરીને બીજો સ્ટેપ પણ તેણે પાર કરી દીધું હતું પોતાના પ્લાનનું.

તેટલાંમાં તેને રુચિનો ફોન આવ્યો.

"એસ એક્સપેક્ટેડ રુચિનો ફોન આવી ગયો."

"હાય રુચિજી બોલો."શોર્યે તેની સાથે ખુબ જ અલગ રીતે વાત કરી.

"શોર્યજી,આદિત્ય આવ્યો છે.તેમને મે અાપણા પ્લાન વિશે જણાવ્યું."આટલું કહીને રુચિએ આદિત્ય સાથે તેની અત્યારે થયેલી વાત કહી.

"શોર્યજી,આદિત્ય તમને મળવા માંગે છે."રુચિ બોલી.

આ વાત સાંભળીને શોર્યને ડર લાગ્યો કેમ કે અગર આદિત્ય તેને મળ્યો તો તે તેને તુરંત જ ઓળખી જશે અને તેનો આગળનો પ્લાન ફેઇલ થશે.

"સોરી રુચિજી,પણ હું મળવા હવે નહીં આવી શકું પણ હું ફોન પર વાત કરી શકીશ."શોર્યે ગભરાઇને કહ્યું.

અહીં આ જ સમાચાર કાકાસાહેબ પણ પોતાના મોબાઇલમાં વાંચી રહ્યા હતા.આ વાંચીને તેમના ચહેરા પર એક શેતાની સ્માઇલ આવ્યું.

"હેરી અને સેન્ડી હવે તો મારી વાત પર વિશ્વાસ કરશે.આ રુદ્ર અને તેની રુહીને હવે શાંતિ નહીં મળે.હા હા હા."કાકાસાહેબ પોતાની મુંછોને મરોડતા હસ્યા.

શું થશે જ્યારે આ સમાચાર રુહી વાંચશે?આદિત્ય,રુચિ,શોર્ય અને અદિતિ એક ટીમ થઇને રુદ્ર અને રુહી વિરુદ્ધ થઇજશે?આરુહની રુદ્ર અને રુહીના લગ્ન પર શું પ્રતિક્રિયા હશે?
જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Amita patel

Amita patel 4 અઠવાડિયા પહેલા

Sweety Jansari

Sweety Jansari 2 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા