રુદ્રની રુહી... - ભાગ-41 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-41

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -41

રિતુ રુહીને તેના રૂમમાં લઇ આવી.તે કેક ખરાબ થઇ તેના માટે અભિષેક પર હજી ગુસ્સે હતી.

" આ અભિષેકને આટલી પણ ખબરના પડે કેટલી મહેનત કરી હતી બધી જ પાણીમાં ગઇ અને સેલિબ્રેશનનો મુડ પણ ખરાબ થઇ ગયો.આમ તો ભુલ મારી પણ છે મે મીઠું નાખ્યું તો મને પણ આઇડીયા ના આવ્યો.સૌથી વધારે તારી ભુલ છે કે તે બન્નેના ડબ્બા એકસરખા કેમ રાખ્યા ?" રિતુ બોલ્યે જતી હતી બાજુમાં સુતેલી રુહી રુદ્રના વિચારોમાં ગુમ હતી.આજે જે પણ બન્યું કે બનવા જઇ રહ્યું હતું તેણે તેનો પ્રતિકાર કેમ ના કર્યા ? શું તે પણ રુદ્રને પ્રેમ કરતી હતી? રુદ્રના લગ્નના પ્રસ્તાવનો શું જવાબ આપવો તે પણ તેને સમજી નહતી શકતી.અચાનક બોલબોલ કરી રહેલી રિતુનું ધ્યાન રુહી પર ગયું તેણે જોયું કે રુહી તો કોઇ વિચારોમાં ખોવાયેલી હતી.

"આ લો,હું અહીં બડબડ કરું છું અને આ મેડમ કોઇ વિચારોમાં ગુમ છે.રુહી.....ઓ રુહી..."રિતુ તેને હચમચાવતા બોલી.

"હા હં ,શું રુદ્ર ના શું ?"રુહી બધવાઇ ગઇ.

"રુદ્ર આ કેકની વાતમાં રુદ્ર ક્યાંથી ‍અાવ્યા? એક મીનીટ રુદ્ર !?રુહી આમજો તો વાત શું છે? કેમ આમ ખોવાયેલી છે?"રિતુએ તેનો હાથ પકડીને પોતાની બાજુ ફેરવી રુહીની આંખો ઝુકેલી હતી.

"ઓય હોય હોય,મારી રુહી મારી સામે શરમાઇ રહી છે.નક્કી કઇંક ગડબડ છે વાત શું છે?બોલ તને આપણી દોસ્તીના સમ."રિતુએ પુછ્યું.રુહીએ તેની સામે જોયું

"રિતુ,રુદ્ર....તેમણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તેમણે મને આઇ લવ યુ પણ કીધું.અત્યારે તમે આવ્યાં તે પહેલા જ તેમણે મને પ્રપોઝ કર્યું તે મારી નજીકઆવી રહ્યા હતા અને હું કઇ પણ પ્રતિકાર કર્યા વગર ઊભી હતી."રુહી આટલું બોલીને નીચે જોઇ ગઇ તેને લાગ્યું કે જેમ આદિત્ય વખતે રિતુ ગુસ્સે થઇ હતી તેમ આ વખતે પણ તેના પર ગુસ્સો કરશે.તેણે રુદ્રે કહેલી બધી જ વાત કહી.

રિતુએ રુહીના ધાર્યા કરતા અલગ જ પ્રતિભાવ આપ્યો.તે ચીસ પાડીને રુહીને વળગી પડી.
"સ્ટુપીડ, મારી પાસે બેસીને ટાઇમ વેસ્ટ ના કર.જા રૂમમાં અને જઇને તેને ગળે લગાવ અને કહીદે આઇ લવ યુ ટુ.હા પાડી દે લગ્નની અને તેના ઇરાદા કેટલા સારા છે.કાશ કે આ રુદ્ર તને પહેલા મળ્યા હોત તો હું તારા અને તેમના લગ્ન કરાવી દેત.હવે જઇને તે તારા જીવનમાં સાચો જીવનસાથીમેળવ્યો છે રુહી.હવે સમય ના વેડફીશ.આદિત્ય આમ પણ તારા માટે આગળ જતા ઘણીબધી મુશ્કેલી ઊભી કરવાનો છે તેમા રુદ્રનો સાથ હશે તો તું મજબુતીથી તેનો સામનો કરી શકીશ."રિતુ ઉત્સાહિત થઇને બોલી.

"જા હવે જઇને જવાબ આપ તેને."રિતુ બોલી

"ના અત્યારે નહી કાલે સવારે મારો જવાબ આપીશ તેમને.ગુડ નાઇટ."રુહી આટલું કહીને પડખું ફરીને સુઇ ગઇ.તે રુદ્ર વિશે જ વિચારી રહી હતી અને મનમાં જ હસી રહી હતી.

* * *

શ્યામ ત્રિવેદી અને તેમના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.સમાચાર હતા જ એટલા આઘાતજનક.

સેકન્ડ પેજના ગોસીપ કોલમમાં તેમના દિકરીની પર્સનલ લાઇફ પુરા શહેરમાં મજાક બની ગઇ હતી.

સમાચારની હેડલાઇન્સ હતી.

"શહેરના જાણીતા જ્વેલરી શોરૂમના માલિક આદિત્ય શેઠની પર્સનલ લાઇફ કોઇ ફિલ્મથી કમ નથી.
તેમની પત્ની આત્મહત્યા કરવાનું નાટક કરીને હરિદ્વારમાં કોઇ પારકા પુરુષ સાથે વસી ગઇ છે અને તેમની થવાવાળી પત્ની રુચિ ગજરાલ જાણીતા ડાયમંડ કીંગ હેત ગજરાલની સુપુત્રી તેના નવા બોયફ્રેન્ડ સાથે ક્લબમાં ડ્રિન્ક કરીને પાર્ટી કરતા જોવા મળ્યા અને પછી હોટેલના રૂમમાં."

નીચે રુહીનો રુદ્ર સાથે ફોટો હતો જેમા રુદ્રનો ચહેરો સાફ નહતો દેખાતો અને બાજુમાં રુચિનો ફોટો હતો જેમા શોર્યનો ફોટો સાફ નહતો દેખાતો.

શોર્ય ખુબ જ સ્માર્ટ ગેમ રમી ગયો પોતાનો ચહેરો દેખાડ્યા વગર તેણે રુચિ અને રુહીના જીવનમાં તોફાન લાવી દીધું.અહીં શ્યામ ત્રિવેદીની હાલત ખુબ જ ખરાબ થઇ તે સોફા પર બેસી ગયા.પોતાની વર્ષોથી કમાયેલી ઇજ્જત આજે જાણે દાવ પર લાગી ગઇ અને તેના પર કિચડ ઉછળી ગયું.રુહીની મમ્મી અને રુહીના ભાઇની પણ આ સમાચાર વાંચીને હાલત ખરાબ થઇ.

"નક્કી આ બધું આદિત્યનું કે તેની પેલી ચાલાક બહેન અદિતિનું કામ છે.શ્યામ ચલો આપણી ટ્રેનનો સમય થઇગયો છે.મને મારી દિકરીને મળવું છે તે જીવતી છે જાણીને હવે હું તેનાથી દુર નહીં રહી શકું."રાધિકા ત્રિવેદીએ ખુબ જ મક્કમતા પુર્વક પોતાની દિકરીનો પક્ષ લઇને કહ્યું.પોતાના પતિ અને દિકરાનો હાથ પકડીને ઘરની બહાર નિકળ્યા,ઘરને તાળું માર્યું.આજુબાજુ ગુસપુસ કરતા પાડોશીઓની કોઇપણ પરવા કર્યા વગર તે આગળ વધીને ટેક્સીમાં બેસીને રેલ્વે સ્ટેશન તરફ આગળ વધ્યા.

ટ્રેનમાં બેસીને તેમણે સમય જોયો.

"રુહી,મારી દિકરી બહુ સહન કર્યું તે હવે તારી માઁ આવે છે તારો મજબુત સહારો બનીને બસ આડત્રીસ કલાક અને ૩૦ મીનીટનો સમય છે અને તારી માઁ તારી સાથે ઊભી હશે."રાધિકા ત્રિવેદી મનોમન બોલ્યો આ વખતે તેમણે નક્કી કર્યું હતું કે પોતાની દિકરીનો સાથ ગમે તે ભોગે આપશે.

અહીં અાજ ટ્રેનમાં બીજા કોચમાં કિરન પણ બેસેલી હતી.તે પણ તે જ નિર્ધારિત કરીને બેસી હતી કે તે રુહીનો સાથ આપશે અને આદિત્યને બરાબરનો પાઠ ભણાવશે.

અહીં આદિત્યના ઘરમાં ભુકંપ આવેલો હતો આ સમાચાર વાંચીને તેમના ઘરનો ફોન સતત રણકતો હતો.જેને જવાબ આપી આપીને પિયુષભાઇ અને દેવકીબેન કંટાળી ગયા હતા.આદિત્ય ગુસ્સામાં ધુંઆપુઆ થતાં અહીંથી ત્યાં આંટા મારી રહ્યો હતો.અદિતિ તેના પુરા સાસરીવાળા સાથે આવેલી હતી.

" મારા આદિત્યના નસીબમાં સારી પત્ની જ નથી લખી.પેલા રુહી અને હવે રુચિ બન્ને આવી જનિકળી.પુરા સમાજમાં અને શહેરમાંબદનામ થઇ ગયા."કેતકીબેન બોલ્યા.

આદિત્યને ગઇકાલે અજાણ્યા શખ્શ સાથે થયેલી મુલાકાત યાદ આવી...જેણે તેને અનહદ ગુસ્સો દેવડાવ્યો હતો.

શોર્ય રોડ ક્રોસ કરીને આદિત્ય જ્વેલર્સમાં પ્રવેશ્યો.તેણે થોડો ટાઇમપાસ કર્યો અને તુરંત જ કેબિનમાં બેસેલા આદિત્યને મળવા સ્ટાફને વિનંતી કરી તેમને કહ્યું કે એક ખુબ જ અગત્યની વાત કરવી હતી તેને તેમના શેઠ સાથે.

આદિત્યે તેને મળવાની પરમીશન આપતા તે તેની કેબીનમાં પ્રવેશ્યો.તેણે આંખો પર સનગ્લાસ અને મોઢે માસ્ક પહેર્યો હતો.

"નમસ્કાર આદિત્ય શેઠ."શોર્ય બોલ્યો.તેનું ધ્યાન કામમાં વ્યસ્ત આદિત્ય પર પડી અને તેણે વિચાર્યું,
" હમ્મ તો આ છે રુહીનો પતિ."

"જી બોલો,આપે જણાવ્યું કે કઇંક અગત્યની વાત જણાવવી હતી આપને.આપનું નામ?"આદિત્ય બોલ્યો.

"જી આપ મારા નામમાં ના પડશો,મારી પાસે જે મહત્વની માહિતી છે તે સાંભળો મારે એક જગ્યાએ પહોંચવાનું છે.મારી પાસે માત્ર પંદર મીનીટ છે."શોર્ય બોલ્યો.
"જી બોલો."આદિત્ય

"જી આપની પત્ની રુહી હરિદ્વારમાં છે.કદાચ આપને ખબર નહીં હોય કે તે રુદ્રાક્ષ સિંહની પત્ની બની ચુકી છે.તેણે છુપાઇને રુદ્રાક્ષ સિંહ સાથે લગ્ન કરી લીધાં છે અને એક જ બેડરૂમમાં પતિ પત્ની તરીકે રહે છે."

આ વાત સાંભળીને આદિત્યને ખુબ જ ગુસ્સો આવ્યો.

"મારી વાત પુરી નથી થઇ મિ.શેઠ.હવે વાત કરીએ તમારી થવાવાળી પત્ની રુચિ ગજરાલ વિશે.તમારી થવાવાળી પત્ની તમને કદાચ ખબર નહીં હોય પણતમારી પત્નીતો હવે તમારી પાસે કદાચ ક્યારેય પાછી નહીં આવે પણ વાત રહી તમારી થવાવાળી પત્ની વિશે તો તે પણ તમારાથી દુર થઇ રહી છે.બે દિવસથી એક અજાણ્યા હેન્ડસમ પુરુષ સાથે તેની સાંજ અને રાત વીતી રહી છે."શોર્યનું આટલું બોલતા જ આદિત્ય ગુસ્સે થઇને તેનો કોલર પકડ્યો.

"શાંત,મિ.શેઠ આ જુવો સાબિતી."શોર્યે પોતે જ કોઇકની જોડે ખેંચાવેલા ફોટા આદિત્યને બતાવ્યા જેમા તેનો પોતાનો ચહેરો સાફ નથી દેખાતો પણ રુચિ તેની નજીક હતી તે સાફ દેખાતા હતા.તેના ચહેરાના ભાવ સાફ કહી જતા હતા કે તે ફોટામાનો પુરુષ તેનો મિત્ર નહીં પણ કઇંક વધારે જ હતો.

આદિત્યે આ બધા ફોટા ફાડીને ફેંકયા.

"જુવો મિસ્ટર,તમારી વાત અને આ ફોટા પર મને વિશ્વાસ નથી ગેટ લોસ્ટ આવા ફોટા તો આજકાલ ખુબ સરળતાથી ફોટોશોપ કરીને બનાવી શકાય છે.મને મારી રુચિ પર પુરો વિશ્વાસ છે."આટલું કહીને આદિત્યે શોર્યને ધક્કો માર્યો.

"આ ધક્કો અને અપમાન તમને ભારે પડશે મિ.આદિત્ય શેઠ ગુડબાય."આટલું કહી શોર્ય મનોમન ખુશ થતો થતો નિકળી ગયો તેનો પ્લાન સકસેસફુલ હતો આદિત્યના મનમાં શંકાનું બિજ રોપી દીધું હતું તેણે.

અત્યારે આદિત્ય તે યાદમાંથી પાછો બહાર આવ્યો તેણે વિચાર્યું,

"હોયના હોય આ તે જ માણસનું કામ છે પણ શું તેની વાત સાચી હશે?રુચિ ખરેખર કોઇના?"આદિત્યે રુચિને મળવાનું નક્કી કર્યું.

અહીં આ બધાંથી અજાણ રુચિ શાંતિથી ઊંઘી રહી હતી પણ આ સમાચારે હેત ગજરાલના ઘર અને બિઝનેસમાં હલચલ મચાવી દીધી હતી.તેમણે તે ન્યુઝપેપરના તંત્રીને ફોન કરીનવ ધમકાવ્યા પોતાના તમામ સોર્સીસ લગાવીને તેમણે કાલના ન્યુઝપેપરમાં માફી પત્ર લખવાની વાત તે તંત્રીસુધી પહોંચાડી દીધી.

"રુચિના મમ્મી,ક્યાં છે તમારી લાડલી?કીટી પાર્ટી અને શોપિંગમાંથી સમય કાઢી થોડું દિકરી પર પણ ધ્યાન આપો.આજે તો મે વાત સંભાળી લીધી છે.આપણી ઇજ્જતના ધજાગરા ઉડતા બચાવી લીધાં હતાં પણ આદિત્ય આ જાણ્યા પછી શું કરશે તે મને નથી ખબર હું મારા મિત્ર પિયુષને શું મોઢું બતાવીશ."હેત ગજરાલ ગુસ્સામાં ધુંઆપુંઆ થતાં બોલ્યા.

તેટલાંમાં જ તેમની સામે આદિત્ય આવીને ઊભો રહ્યો.

શું જવાબ આપશે રુહી રુદ્રને? આદિત્ય અને રુચિના સંબંધનું શું ભવિષ્ય આદિત્ય નક્કી કરશે?કેવી રહેશે રુહીની તેના માતાપિતા સાથે મુલાકાત?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Amita patel

Amita patel 4 અઠવાડિયા પહેલા

Laxmi

Laxmi 2 માસ પહેલા

maya shelat

maya shelat 3 માસ પહેલા

Gadhvi Aaspar

Gadhvi Aaspar 8 માસ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા