રુદ્રની રુહી... ભાગ -40 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... ભાગ -40

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -40

"બોલો રુહી,કરશોને લગ્ન મારી સાથે?"રુદ્રએ તે ગુલાબ રુહીને આપ્યું.

રુહીએ તે ગુલાબ લીધું અને તેણે આંખો બંધ કરી લીધી અને બોલી.

"રુદ્ર, શું કોઇ ખરેખર આટલો પ્રેમ કરી શકે ?આજ પહેલા મને પણ અાવો અહેસાસ ક્યારેય નથી થયો.આવો નિસ્વાર્થ પ્રેમ કોઇ કરી શકે?"રુહીએ તે ગુલાબને પોતાના બે હાથમાં સમાવી દીધું.ઠંડીના વાતાવરણમાં રુહીના કપાળે પરસેવો હતો.રુદ્ર ઉભો થયો તેના કપાળ પરથી પરસેવો લુછ્યો.

રુહીના ચહેરાને તેણે પકડ્યો અને પોતાના ચહેરાની નજીક લાવી દીધો.તે તેની નજીક જઇ રહ્યો  હતો.ત્યાં અચાનક બારણું જોરજોરથી ખખડાવ્યું .તે બન્ને અલગ થયા.રુદ્રને થોડો ગુસ્સો આવ્યો.

"રુહી...બારણું ખોલ."રિતુ બોલી.
"રુદ્ર..બારણું ખોલને."અભિષેક બોલ્યો.

રુહીએ બારણું ખોલ્યું.રિતુ અને અભિષેક અંદર આવ્યા.તેમના હાથમાં કેક હતી.રુદ્ર હજી નારાજ હતો.તેના અને રુહીના સુંદર સમયમાં ખલેલ પડતાં.

"રુહી,મે આ કેક બનાવી છે તારા માટે."રિતુ બોલી

"હેલો,મે ?એટલે મે શું મંજીરા વગાડ્યા?"અભિષેક બોલ્યો.

"એટલે મે અને અભિષેકે બનાવી.તારા જીવનની આ નવી કીર્તિ માટે.અમારા બેસ્ટ વીશીશ છે ,આ કેક કટ કરીને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ." રિતુ બોલી.રુહી ખુશ થઇને રિતુને ગળે લગાવે છે.

"એય,તને શું થયું છે કેમ આમ મોઢું ચઢાવીને ઊભો છે?ડિસ્ટર્બ કર્યા કે શું ?"અભિષેક રુદ્રને એકબાજુ લઇજઇને બોલ્યો.

"અગર હું કહું હા તો?"રુદ્ર બોલ્યો.

"ઓહ, સોરી તો તો પણ હવે ડિસ્ટર્બ થઇ ગયો છે તોરુહીની ખુશીમાં ખુશ થઇને આ કેક કટ કરીલે."અભિષેક બોલ્યો.

કેક ટેબલ પર મુકી રુહીએ કેક કટ કરી અને કેકનો ટુકડો રુદ્રને ખવડાવ્યો  સામે રુદ્રએ તે કેકનો ટુકડો રુહીને ખવડાવ્યો.તે બન્ને ગંભીર થઇને એકબીજાની સામે જોવા લાગ્યા.

"કેવી છે કેક?"રિતુએ ઉત્સાહિત થઇને પુછ્યું

રુદ્રએ કેકનો ટુકડો અભિષેક અને રિતુને ખવડાવ્યો.કેક ખાતા તે બન્ને પણ ગંભીર થઇ ગયા.

"આ બધી તારી ભુલ છે અભિષેક."રિતુ ગુસ્સે થઇને બોલી.

"અચ્છા,કેક સારી બની હોત તો ક્રેડિટ તમારી અને ખરાબ બનાવી તો મારી ભુલ."અભિષેક સામે ગુસ્સે થયો.

"ઓહ હેલો, કેક બનાવી મે હતી પણ બધી સામગ્રીઓતો તમે આપી હતીને આ રસોડાના જાણકાર તમે છો.હું તો મહેમાન છું અહીંની.તમારે બધો સામાન સરખી રીતે આપવો જોઇએને."રિતુ અભિષેક સાથે ઝગડવા લાગી.

"હા તો બુરુ ખાંડ અને મીઠાના ડબ્બા એકસરખા રાખે તો માણસ શું કરે?પહેલા આવું નહતું હવે રસોડામાં બધું બહુ કન્ફ્યુઝન વાળું થઇ ગયું છે."અભિષેકની વાતથી રુહી બગડી.

"એક મીનીટ અભિષેક,તમે કહેવા શું માંગો છો? આ બધું મે ગોઠવ્યું છે."રુહી બોલી. તે લોકો અંદર અંદર ઝગડવા લાગ્યા.
"અભિષેક,રુહી અને રિતુ શાંત થાઓ."રુદ્ર તેમને શાંત કરવામાં લાગ્યો.

"તું ચલને મારી સાથે રુહી."રિતુ રુહીને લઇને તેના રૂમમાં જતી રહી.અભિષેક પણ પોતાના રૂમમાં જતો રહ્યો.રુદ્ર ઊભો ઊભો જોતો રહી ગયો તે હજી સમજી નહતો શક્યો કે તેના જીવનની ક્ષણમાં આ શું થઇ રહ્યું  હતું.

તે રુહી સાથે વિતેલી ક્ષણને યાદ કરતો કરતો સુઇ ગયો.

*             *          *

અહીં આદિત્ય તેના ઘરે ડ્રોઇંગરૂમમાં ખુબ જ ગુસ્સામાં બેસેલો હતો.તેને ઓફિસમાં તે વ્યક્તિ સાથે થયેલી વાત યાદ કરીને ગુસ્સો આવી રહ્યો  હતો.

તેટલાંમાં તેમના ઘરનો બેલ વાગ્યો.રસોડામાંથી તેના મમ્મી આવ્યાં
"આ રસોડામાં કામકરતા કરતા હું આવી છું તું અહીં નવરો બેસેલો છે તો પણ દરવાજો નથી ખોલાતો તારાથી."કેતકીબેન બોલ્યા.તેમણે જઇને દરવાજો ખોલ્યો સામે ગુસ્સામાં ધુંઆપુઆ થતા રાધિકાબેન ઊભા હતા.તેમણે કેમ છો કેમ નહી કશુંજ પુછ્યા વગર અંદર આવીને સીધું આદિત્યને પુછી જ નાખ્યું.

"આદિત્યકુમાર,છટ કુમારા શાના.આદિત્ય રુહી જીવતી છે એ વાત તમને અમને જણાવવાની જરૂરત નથી લાગતી.તમે આવું કેવી રીતે કરી શકો?

અમે પળ પળ તડપીએ છીએ એના વગર અને તમને કઇ જ પડી નથી.હા તમને કેમ પડી હોય તમને તો તમારી નાનપણની બહેનપણી મળી ગઇ છે પત્ની તરીકે.આમપણ મારી રુહીમાં તો તમને લાખ અવગુણ દેખાતા હતા.વાતે વાતે તેને નીચે દેખાડવી,તેનો આત્મવિશ્વાસ તોડવો,તેને ગુડ ફોર નથીંગ માની લીધી હતી.
તમારી માતાજીને તો એવું લાગતું હતું કે રુહીને તો ઘર સંભાળતા આવડતું જ નથી અને તેમના વગર તો ઘર જાણે કે ચાલી જ ના શકે.દેખાય છે મારી રુહી વગરના તમારા ઘરમાં ફરક ,સાવ નિષ્પ્રાણ લાગે છે આ ઘર.

આરુહ તે પણ તમારી પેલી નખચડી વહુને નડી ગયો, મારા દસ વર્ષના નાનકડા દિકરાને તમે બોર્ડીંગ સ્કુલ મોકલી દીધો.પિયુષભાઇ તમને પણ જરૂર ના લાગી કે અમને જાણ કરો કે રુહી જીવતી છે.બાકી કેતકીબેન અને અદિતિ તરફથી તો મને કોઇ આશા જ નહતી.આમપણ તે બન્ને કઇખાસ રુહીને પસંદ કરતા હોય તેવું લાગતું નથી.

આદિત્ય બોલો જવાબ આપો મારા સવાલોના."રાધિકાબેન જોરથી બરાડીને વાત કરી રહ્યા  હતા.પિયુષભાઇ અને કેતકીબેનને એટલો જ મોટો આચંકો લાગ્યો હતો કે રુહી જીવતી હતી.

" આદિત્ય,રાધિકાબેન શું કહે છે રુહી જીવતી છે અને આ વાત તે અમારાથી છુપાવી?"પિયુષભાઇ પણ ગુસ્સા સાથે બોલ્યા.આદિત્યએ તેની મમ્મીને ઇશારો કર્યો પરિસ્થિતિ સંભાળવા.

"હા તો એ જે પણ હોય.આ તો કઇ તમારી રીત છે વાત કરવાની રાધિકાબેન.હેં શ્યામભાઇ તમે તેમને કઇ કહેતા કેમ નથી વાત કરવાની પણ કઇરીત હોયને.
?શાંતિથી પણ વાત થાય અને આ અમારું ઘર છે."કેતકીબેને પરિસ્થિતિ સંભાળવાની કોશીશ કરી

"રાધિકા,કેતકીબેનની વાત સાચી છે તું બેસ હું વાત કરું છું."આટલું કહીને શ્યામભાઇએ રાધિકાબેનને તેમની પાસે બેસાડીને પોતે આદિત્ય પાસે ગયા.

"આદિત્યભાઇ,મારા કેટલાક સવાલોના સાચા જવાબ આપશો?ભગવાનનો ફોટો સામે છે.તમે ખોટું નહીં બોલી શકો."શ્યામભાઇએ શાંતિથી પુછ્યું.

"હા પુછો."

"શું રુહી જીવતી છે?"શ્યામભાઇ

"હા."

"શું તેણે તમને એકપણ વાર ફોન કરીને તેને લઇ જવા માટે કહ્યું?"

"હા."આદિત્યને હવે પરસેવો વળી રહ્યો  હતો.

" રુહી જીવતી છે છતાપણ તમે રુચિ સાથે સગાઇ કરી કેમ? મને બહારથી જાણવા મળ્યું છે કે રુચિ તમારી નાનપણથી પ્રેમિકા રહી હતી તો તમે મારી રુહી સાથે લગ્ન કેમ કર્યા?લગ્ન માટે માંગુ લઇને તો તમે જ આવ્યાં  હતા.

રુહી જીવતી છે તે જાણવા હોવા છતા તમે રુચિ સાથે સગાઇ કરી તમે નહતા જાણતા કે એક પત્નીના હોવા છતા બીજા લગ્ન કરવા ગેરકાયદેસર છે?તમારે અને રુહીને જે પણ મતભેદ થયા હોય તમે અમને જણાવવાની ફરજ ના સમજી?તમને કદાચ અમારી દિકરી ભારે પડતી હશે પણ મને નથી પડતી મારી દિકરી ભારે.આરુહ તેને રુચિના કહેવાથી જ તમે બોર્ડીંગ સ્કુલ મોકલ્યોને?

આદિત્યભાઇ,એક વાત સાંભળી લો મારી દિકરી મારું અભિમાન,મારો ગર્વ અને મારું સન્માન છે.મને ગર્વ છે કે રુહી જેવી ડાહી,સંસ્કારી ,ઠરેલ અને સમજદાર દિકરીનો હું પિતા છું.

એક વાત કાનખોલીને સાંભળી લો.હું કાલે જ હરિદ્વાર જવા નિકળી રહ્યો  છું અને મારી રુહીને મારી સાથે લઇને જ આવીશ."શ્યામભાઇ શાંતિથી પણ મક્કમ અવાજે બોલ્યા.

આદિત્યે વિચાર્યું,

"હવે બરાબરનો ફસાઇ ગયો છે બેટા.કઇંક તો રસ્તો શોધ ક્યાંક આ શ્યામ ત્રિવેદી પોલીસ કમ્પલેઇન ના કરે"અચાનક તેને એક આઇડિયા આવ્યો.

"હા ખબર હતી મને કે રુહી જીવતી છે અને તેણે મને કહ્યું પણ હતું કે હું તેને લઇ જઉં પણ તેણે આત્મહત્યા કરવાની કોશીશ કરી હતી તે વાતથી લઇને હું ગુસ્સે થઇ ગયો અને ગુસ્સામાં બોલાઇ ગયું કે નહીં લઇ જઉં તને.

તો તો શું તેણે પછી એકપણ વાર સોરી કહીને મને મનાવવાની કોશીશ કરી?ના.તે તો ત્યાં તે રુદ્રાક્ષ સિંહ સાથે વસી ગઇ છે.ખબર છે તમને તેણે મને ડિવોર્સ પેપર્સ અને આરુહની કસ્ટડીના પેપર્સ મોકલ્યા હતા.

મે ના પાડીને સહી કરવાની તો મને ધમકી અાપી કે એ આદિત્ય તું.હા તમારી દિકરી ભુલી ગઇ કે પોતાના પતિ સાથે કઇ રીતે વાત થાય.મને કહે છે કે આદિત્ય તું ચુપચાપ સહી કર પેપર્સ પર નહીંતર મને બંદૂક ચલાવતા આવડે છે તને ગોળી મારી દઇશ.

વિશ્વાસ ના આવતો હોયને તો આ લો તમારી દિકરીનો નવો નંબર ફોન કરીને પુછી લો."આદિત્ય બોલ્યો.

"જે સત્ય છે તે એક દિવસ બહાર જરૂર આવશે અને જે પણ ખોટું કરે છે અગર તે તમે છો કે રુહી છે તેને સજા જરૂર મળશે.ચલો રાધીકા.આમપણ અમે કાલે જઇ જ રહ્યા છીએ રુહી પાસે હરિદ્વાર જલ્દી જ દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે."શ્યામભાઇ આટલું કહીને તેમની પત્ની સાથે નિકળી ગયા.

બીજા દિવસે સવારે નવ વાગે તેમની ટ્રેન હતી હરિદ્વાર જવાની.શ્યામભાઇ,રાધીકાબેન અને આરવ વહેલા ઊઠીને તૈયાર થઇ ગયા હતા.બેગ પેક કરી દીધી હતી.તેટલાંમાં જ ન્યુઝપેપર આવ્યું જે શ્યામભાઇએ હાથમાં લીધું.તેને હાથમાં લેતા જ તે પેપર તેમના  હાથમાંથી પડી ગયું.

ઘરના અન્ય સભ્યોએ પણ જ્યારે પેપર વાંચ્યું તો તેમને પણ આઘાત લાગ્યો.

શું ધમાકો કર્યો છે શોર્યે ? શોર્ય અને આદિત્ય વચ્ચે શું વાતચીત થઇ હશે?રુદ્રના પ્રસ્તાવનો રુહી સ્વિકાર કરશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhimji

Bhimji 7 માસ પહેલા

Jinal Vora

Jinal Vora 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Neepa

Neepa 8 માસ પહેલા