ન્યાયચક્ર - 10 - છેલ્લો ભાગ Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 10 - છેલ્લો ભાગ

       આગળના ભાગમાં આપણે જોયું કે રૂડો વણઝારો ભોળાને છેતરીને વાવમાં ધન મૂકવા લઈ જાય છે અને સિતારા ના કહેવાથી તેને મારીને ત્યાજ દાટી દે છે જેથી એ અવગત  આત્મા બની ત્યાં જ કેદ રહી હમેશાં ધન ની રક્ષા કરે. હવે આગળ......


       ગુરુજીના આશ્ચર્ય નો પાર ના રહ્યો. એક મિત્ર એજ મિત્રને છેતરી એનો જીવ લીધો. તો શું પછી એ ક્યારેય આ ધન લેવા ના આવ્યો? અને તારે આમ કેટલા સમય સુધી આ ધનની રક્ષા કરવાની હતી એની કોઈ અવધિ નતી? ગુરુજીએ સર્પને પૂછ્યું. રૂડા એ પણ સિતારાને આજ સવાલ કર્યો હતો કે હું ક્યાં સુધી આ યોની મા તડપતો રહીશ. તો સિતારા એ શું જવાબ આપ્યો હતો મને કહે ગુરુજી જાણવા અધીરા બની ગયા હતા. જ્યાં સુધી આ ધન રૂડો કે એના વંશજો લઈ ના જાય ત્યાં સુધી મારે આ ધન ની રક્ષા માટે અહી અવગત બની રહેવું પડશે એવું કહ્યું હતું. ભોળા એ જવાબ આપ્યો.


       તો શું ભોળો ક્યારેય ફરી અહી આ ધન ને લેવા આવ્યોજ નથી. ના એ ક્યાં થી આવે? કેમ શું થયું? ગુરુજી અને સર્પ વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે. ગુરુજી બધું જાણવા ઉત્સુક થઈ ગયા છે.


       અહીં થી ગયા પછી થોડા જ સમય બાદ કબીલા ઉપર લૂંટારાઓ એ હુમલો કર્યો અને કબીલાના માણસોને મારી કબીલા માં આગ લગાડી દીધી અને કબીલા ની રક્ષા કરતા રૂડા વણઝારાને મારી નાખ્યો. રૂડો કમોતે મારી ગયો? ગુરુજીએ કહ્યું. જેવું કર્મ કરો એવું પામો. રૂડા એ તારી સાથે દગો કર્યો અને કુદરતે એને એની સજા આપી. પણ તને આ બધી કેમ ખબર પડી? એના વંશજો આવ્યા હતા જે બચી ગયા હતા  એમની વાત ઉપરથી.


       વણઝારા ઓ પોતાના ધન જ્યાં દાટે તેના રહસ્યો પોતાના ચોપડામાં એમની ભાષામાં લખે પણ રૂડો આવું કંઈ કરે એ પહેલાંજ એનું મૃત્યુ થઈ ગયું. અને એના વંશજોને અહી થી કશુજ ના મળ્યું એ લોકો ખાલી હાથે ગયા અને હું હંમેશને માટે અહીં કેદ થઈ ગયો મારા મોક્ષનો એક માત્ર રસ્તો પણ બંધ થઈ ગયો. સર્પે લાંબો નીશાસો નાખ્યો.


       તારી સાથે બહુ ખોટું થયું ભોળા ગુરુજી બોલ્યા. ગુરુજીના મોઢાથી પોતાનું નામ સાંભળી સર્પની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ગુરુજીએ વાત આગળ વધારતા કહ્યું કે આ બધીજ વાતમાં મને એ ના સમજાયું કે હું તો અહી માત્ર પાણી પીવા આવ્યો હતો ધન ની શોધમાં નહિ તો તેં મને શું કામ દંશ દીધો?


       ગુરુજીનો પ્રશ્ન સાંભળતાજ સર્પ ની આંખમાં ફરી લોહી ધસી આવ્યું, એ ગુસ્સાથી લાલ થઈને બોલ્યો કેમ હજી કંઈ યાદ ના આવ્યું? શું ગુરુજીએ પૂછ્યું. મને દગો કરી છેતરીને મારી નાખી અહી મારી આત્માને કેદ કરનાર તમે તો છો.....
સર્પના શબ્દો સાંભળતાજ ગુરુજીના પગ નીચેથી જમીન ખસી ગઈ જાણે બ્રહ્માંડ હાલક ડોલક થવા લાગ્યું. તને મારનાર હું? હાસ્તો તમેજ તો પૂર્વ જન્મ મા રૂડો વણઝારો હતા. તમે  ના જાણે કેટલાય જન્મ લીધા પણ હું અહી અવગત બની ભટકતો રહ્યો. 


       ગુરુજીએ તરત આંખો બંધ કરી પોતાની કુંડળીઓ જાગૃત કરી અને યોગ શક્તિ થી પોતાના પૂર્વ જન્મ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તો એમને આખરે સત્ય દેખાયું. સર્પ સાચું કહી રહ્યો હતો સદીઓ પહેલાં એજ રૂડો વણઝારો હતા. એમની વ્યથાનો પાર ના રહ્યો. થોડા સમય પહેલા જે પોતાને પવિત્ર અને કરુણા ની મૂર્તિ સમજતા હતા તે ગુરુજી હવે હત્યારા અને વિશ્વાસઘાતી હતા. 


       ગુરુજીના પશ્ચાતાપ નો પર નથી હવે ઝેર તેમને વધુ અસર કરી રહ્યું છે. એમણે બે હાથ જોડી સર્પ ની માફી માંગતા કહ્યું ભોળા મને માફ કરિદે હું તારો ગુનેગાર છું, મે તને બહુ પીડા આપી છે. તને નર્કની યાતના ભોગવવા મેં મજબૂર કર્યો છે. મિત્ર મે તારી પીઠમાં છુરો ભોંક્યો કોઈ આટલું સ્વાર્થી કેવી રીતે બની શકે.


       ગુરુજીના મોઢાથી મિત્ર શબ્દ સાંભળતાજ સર્પનો ગુસ્સો શમી ગયો. એણે કહ્યું હવે મારું કર્તવ્ય પૂરું થયું અને બદલો પણ તમારું ધન તમને સોંપુ છું. હવે મારી મુક્તિનો સમય આવી ગયો છે રજા આપો. ગુરુજીએ કહ્યું હું મારા જિંદગીભરના જપ, તપ અને બધાજ સારા કાર્યોનું ફળ તને આપુ છું જા તારો મોક્ષ થાઓ અને એમણે કુંડમાં થી અંજલિમાં જળ લઈ મંત્રો ભણી સર્પ ઉપર નાંખ્યું. સર્પ હવે ફરીથી ભોળો બની ગયો અને અનેકો તારાઓના તેજ જેવા તેજ થી એનું શરીર ચમકવા લાગ્યું. હવે તે એક સુદ્ધ આત્મા બની ગયો તેણે ગુરુજીને હાથ જોડી નમન કર્યા અને પ્રકાશ બની આકાશ તરફ ચાલ્યો ગયો.


       ગુરુજીને વાવમાં ગયે ઘણો સમય થઈ ગયો હતો હવે યુવાન સંન્યાસી નો જીવ મુંઝાવા લાગ્યો હતો એ ક્યારનો વિચારતો હતો કે અંદર જઈને જોવું પણ ગુરુજીની આજ્ઞા હતીકે હું આવું પછીજ તારે અંદર જવું એટલે તે રોકાઈ જતો. આખરે હવે તેને કંઇક અમંગળ ના એંધાણ વર્તાવા લાગ્યા તે દોડીને અંદર આવ્યો તો જોયું કે ગુરુજી બેસુધ થઈ જમીન પર પડ્યા છે. આ દૃશ્ય જોતાજ એ ગભરાઈ ગયો.


       ગુરુજી આંખો ખોલો આપને શું થયું. આ બધું શું થઈ ગયું? એ વિલાપ કરી રહ્યો છે. ગુરુજીએ ભારે મહેનત કરી  આંખ ઊંચી કરી અને કહ્યું શોક ન કર ભગીરથ આ બધું ન્યાયચક્ર નો જ એક ભાગ છે અને સન્યાસીઓને શોક શોભા ના આપે. પણ ગુરુજી આ બધું.....જો મારી પાસે હવે વધારે સમય નથી માટે મારી વાત સાંભળ ગુરુજીએ વચ્ચેજ ભગીરથ ને અટકાવીને કહ્યું.


     અહી જ્યાં હું પડ્યો છું ત્યાં નીચે સદીઓ પહેલા એક ભોળા વ્યક્તિને છળ થી મારીને દાટી દીધો છે એના શવ ને કાઢીને એનો વિધિવત અગ્નિ સંસ્કાર કરજે અને સામે દીવાલ પર જે વિચિત્ર ચિહ્ન બનેલું છે તેની ઉપર સિંદૂર વાળા હાથે પંજો મુકતા એ પથ્થર ખસી જશે તેમાં એક ઓરડો છે જેમાં ખુબજ ધન છે એ કાઢી ને એનો જનહિત માટે ઉપયોગ કરજે. હંમેશા બધાને સારા કર્મો કરવા પ્રેરિત કરજે. તારું હંમેશા શુભ થાઓ કહી ગુરુજીએ ભગીરથના ખોળામાં છેલ્લા શ્વાસ લીધા.


સમાપ્ત....


       આપ સૌ વાચકોએ મારી લઘુનવલ ન્યાયચક્ર ને પ્રેમથી સ્વીકારી અને રસપૂર્વક વાંચી એ બદલ આપ સૌનો હૃદયના ઊંડાણ થી ધન્યવાદ...🙏

       બહુજ જલદી હવે એક બીજી હિન્દી લઘુનવલ विष कन्या સાથે ફરી આપ સમક્ષ હાજર થઈશ.....

       

રેટ કરો અને રિવ્યુ આપો

Amrutbhai makwana

Amrutbhai makwana 5 માસ પહેલા

Mahesh Rathod

Mahesh Rathod 7 માસ પહેલા

Bijal

Bijal 7 માસ પહેલા

આકાશ

આકાશ 8 માસ પહેલા

Sudhirbhai Patel

Sudhirbhai Patel 10 માસ પહેલા