ન્યાયચક્ર - 9 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 9

        આપણે આગળના ભાગમાં જોયું કે રૂડો વણઝારો ભોળાને પોતાની પાસે બોલાવી  અને ખજાનો બતાવે છે અને કહે છે કે આને સુરક્ષિત જગ્યા એ પહોંચાડવામાં મને તારી મદદની જરૂર છે. પછી રૂડો, ભોળો અને સિતારા ખજાનો લઈ નીકળે છે અને રાત પડતા સુધી એક વાવ આગળ પહોંચે છે. રૂડો ભોળાને વાવનો ઇતિહાસ કહે છે હવે આગળ........


       રૂડો વણઝારો ભોળાને કહે છે કે ચાલ હવે ફટાફટ બધો ખજાનો ગાડાંમાંથી ઉતારી અને વાવ માં લઇ જઇએ સમય નીકળી રહ્યો છે. વાવમાં લઈ જવાનો છે ખજાનો ? કેમ ભોળા એ ફરી સવાલ કર્યો. રૂડો થોડો ખિજાયો હવે ભોળા પર, તું સવાલ બહુ કરે છે જે કહું છું એ કર તેને બધું આપો આપ સમજાઈ જશે. ભોળા એ હવે રૂડા એ કીધું એમ કરવા માંડ્યું. બધો ખજાનો વાવમાં લઈ જવામાં આવ્યો.


       સર્પ પોતાની કહાની કહેતા કહેતા અચાનક વર્તમાનમાં આવે છે, તેની નજર ગુરુજી ઉપર પડી ઝેર હવે એનું કામ કરી રહ્યું છે. ગુરુજી હવે સુધ ખોવાના આરે છે. ગુરુજી બોલ્યા કેમ અટકી ગયો બોલવાનું ચાલુ રાખ હું સાંભળું છું. પછી શું થયું?


       બધો ખજાનો અંદર પહોંચી ગયા પછી સિતારા એ ફરી થી આકાશ સામે જોયું અને તારાઓ સામે જોઈ કહ્યું સમય થઈ ગયો છે હવે આ ખજાના ને એની જગ્યા એ પહોંચાડી દેવામાં આવે. રૂડા વણઝારા એ સિતારાની રજા લીધી અને તે વાવના એક સ્તંભની જોડે એક કંઇક વિચિત્ર ચિત્ર બન્યું હતું ત્યાં જઈને પોતાનો પંજો સિંદૂર થી રંગી ને તે ચિત્ર ઉપર મૂક્યો તો અચાનક બે પથ્થર ખુલી ગયા અને રસ્તા જેવી જગ્યા થઈ ગઈ જાણે કોઈ ભોંયરું હોય એવું. પછી અમે પણ ત્યાં ગયા તો જોયું કે એ એક ગુપ્ત ઓરડો હતો અને એમાં પહેલે થી ઘણું ધન પડ્યું હતું. 


       મારી તો આંખો અંજાઈ ગઈ આ બધું જોઈ. હું કંઈ પણ  પૂછું કે કહું એ પહેલાંજ રૂડા એ મને કહ્યું ચાલ ભોળા હવે આ બધું ધન અહી મૂકવામાં મને મદદ કર મે એમજ કર્યું અમે ધન અંદર મૂકી દીધું અને ફરી થી રૂડા એ જેમ દરવાજો ખોલ્યો હતો એમ બંધ કરી દીધો. સિતારા એ કહ્યું બધું યોગ્ય સમયે થઈ ગયું, અને રૂડા એ હાશ કહીને એક લાંબો શ્વાસ છોડ્યો.


       બધું પતાવી પછી રૂડા એ કહ્યું ચાલ ભોળા હવે થોડું જમી લે સવારથી તેં કંઈ નથી ખાધું.તમે પણ ભૂખ્યા જ છોને તમેય ક્યાં કંઈ ખાધું છે ભોળા એ કહ્યું. ના ના મારું મન નથી તું ખાઈ લે. પણ કેમ સવાર થી જોઈ રહ્યો છું તમે કંઇક ચિંતામાં લાગો છો વાત શું છે એતો કહો એવી કંઈ વાત છે જે તમારે મારાથી છૂપાવી પડે. એવું કંઈ નથી ભોળા તારા થી શું છુપાવવાનું, તારા જેવો મિત્રતો કિસ્મત વાળા ને જ મળે, તે જે મારા માટે કર્યું છે એ કોઈ ના કરી શકે. હું એકજ નહિ મારો આંખો કબીલો હંમેશા તારો ઋણી રહેશે મિત્ર, રૂડા એ ભોળા ના ખભા પર હાથ મૂકી કહ્યું. વાત કરતા કરતા કરતા આજે રૂડાની આંખમાં જળજળીયા આવી ગયા. 


       ભોળાને બધું બહુજ વિચિત્ર લાગી રહ્યું હતું. ખબર નહિ વાતાવરણ કેમ આટલું ભારે અને ગંભીર લાગે છે. ભોળા એ જ્યાત્યા થોડું ઘણું જેમ તેમ પેટમાં નાખ્યું પણ ગળેથી કોળિયો ઉતર તો જ નથી. જમીને ઊભો થઈ એણે કુંડમાં પાણી પીવા અવળો ફર્યો ત્યાજ ગળા ઉપર એક વાર થયો અને એનું માથું ધડથી અલગ થઈ ગયું ચારે તરફ લોહીના ફુવારા ઉડયા.ધડ તરફડી રહ્યું છે અને એક તરફ બુઝાતા દિવડા જેવી આંખો રૂડા સામે જોઇને હજારો સવાલ કરી રહી છે.


       રૂડો વણઝારો ચોધાર આંસુએ રડીને પશ્ચાતાપ કરી રહ્યો છે. ભોળાં નું પીડા થી લોહીમાં તરફડતું શરીર હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યું છે પણ આંખો હજુ રૂડા સામેજ છે અને સવાલ કરે છે, ફટ રે ભુંડા મિત્ર થઈ દગો કર્યો? કરી કરી ને પીઠ પાછળ ઘા કર્યો? મારી જ બનાવેલી તલવાર નો મારી પર વાર કર્યો કેમ મિત્ર કેમ? 


       રૂડા થી આ આંખો સહન નથી થતી એના હાથમાંથી તલવાર પડી ગઈ અને એ ત્યાજ ફસડાઈ પડ્યો અને વિલાપ કરવા લાગ્યો મને માફ  કરજે મારા મિત્ર મારા જેવો કાયર આ દુનિયામાં બીજો કોઈ નહિ હોય મેં મિત્રને છેતરી એની ઉપર વાર કર્યો અને એ પણ પીઠ પાછળ. રૂડા એ ભોળાનું માથું પોતાના હાથમાં લઈ અને એની આંખો બંધ કરી. 


       મિત્ર જો મારો જીવ આપીને કામ થતું હોત તો હું ક્યારેય તારો વાળ વાંકો ના થવા દેત પણ મિત્ર હું તારી જેમ બત્રીસ લક્ષણો પુરુષ નથી ને. ભોળા મને માફ કરજે હું મિત્ર તો નહિ પણ માણસ કહેવાને યોગ્ય પણ નથી, આ ધરતી મારા પાપનો બોજ કેમ ઝીલશે.


       રૂડો ચોધાર આંસુ એ રડી રહ્યો છે. સિતારા એની નજીક આવીને બોલ્યો, રૂડા વિલાપ બંધ કર અને આગળની વિધિ પતા, કામ પૂરું કર સમય વિતી રહ્યો છે. રૂડા એ વિલાપ કરતા કરતા ભોળા નું  માથું ધડ સાથે મૂક્યું. સિતારા એ તેની ઉપર કંઇક તંત્ર મંત્ર કર્યા . અબીલ ગુલાલ અને ફૂલો નાખી રૂડા ને કહ્યું કે અહી ખાડો કરીને એની લાશને અહીજ દાટી દે એટલે એની આત્મા અહીજ કેદ રહેશે અને એ સર્પ બની આ ધનની રક્ષા કરશે. આપડે કેટલા સ્વાર્થી બની ગયા છીએ કે એક ભોળા માણસનો આપડે જીવ લીધો અને મર્યા પછી પણ.....


       શોક ના કર રૂડા તે જે કંઈ કર્યું છે એ તારી લાલચ માટે નથી કર્યું પણ આખા કબીલા ની ભલાઈ માટે કર્યું છે એક સરદાર તરીકેની તેં ફરજ બજાવી છે ચાલ હવે આને અહી દાટી દે. અને રૂડા એ જ્યાં તમે પડ્યા છો ત્યાં પથ્થર નીચે મારી લાશ ને દાટી દીધી અને ત્યાર થી હું અહી અવગત આત્મા બની સર્પના રૂપમાં અહીં ભટક્યા કરું છું. જેટલું દર્દનાક મારું મોત હતું એથી વધારે દર્દનાક આ યોની માં હું કેદ થઈ આ ધન ની રક્ષા કરી રહ્યો છું.


ક્રમશઃ
 

        

       

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Udita Amlani

Udita Amlani 12 માસ પહેલા

M shah

M shah 1 વર્ષ પહેલા

Pandya Ravi

Pandya Ravi માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Meera Soneji

Meera Soneji માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા