ન્યાયચક્ર - 8 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 8

       આગળના ભાગમાં આપણે જોયું કે ભોળો અને રૂડા વણઝારા ની મિત્રતા ખુબ ઘાઢ થઈ ગઈ છે અને તેમનો વ્યાપાર પણ છેક અરબના દેશ સુધી વ્યાપ્યો છે. એક દિવસ રૂડો વણઝારો ભોળાને લઈને સિતારા પાસે જાય છે એ કોઈ ગ્રહ નક્ષત્ર ની ચાલ જોઈ રાત્રે 3 વાગે કામ પતાવાનું કહે છે . રૂડો વણઝારો અને ભોળો તેના ઉતારે જાય છે જ્યાં બંને એક પટારો ખોલે છે અને જે દૃશ્ય દેખાય છે તે જોઈને ભોળા ની આંખો ફાટી જાય છે હવે આગળ........


       પટારો ખૂલતાં જ ભોળાની આંખો હીરા, મોતી, માણેક, અને ચમકતી સોના મહોરો ની ચમકથી અંજાઈ ગઈ. એનું મોઢું ખુલ્લું જ રહી ગયું. એના થી બોલાઈ ગયું આટલું બધું ધન? આ કોનું છે? અહીં કેમ છે? શાંત થા ભોળા ધીરે બોલ કોઈ સાંભળી જશે . ભોળા ના મોઢા પર પોતાનો હાથ મુકતા રૂડા વણઝારા એ કીધું. પણ...પણ..ચૂપ ભોળા ફરી રૂડા એ ભોળાને ચૂપ કરાવ્યો.


       ધીરે થી વાતાવરણ હળવું કરતા રૂડા વણઝારા એ કહ્યું જો ભોળા આ સંપત્તિ આખા મારા કબીલાની છે પણ એને સાચવવાની જવાબદારી મારી છે. અહી બધા લોકો ભેગા મળીને કામ કરે છે અને હું તે બનાવેલા શસ્ત્રો અને બીજી વસ્તુઓને વેચું છું અને તેમને મહેનતાણું આપુ છું, એમનું ભરણ, પોષણ, અને રક્ષણની જવાબદારી કબીલાના સરદાર હોવાના નાતે મારી છે. રાજા મહારાજાઓ પાસે થી મળેલા ધન ને હું દરેકને એમની મહેનત પ્રમાણે આપી બાકી વધેલા ધન ને એકત્રિત કરીને સાચવીને રાખું છું. કારણ કે બધા દિવસો સરખા નથી હોતા એમ બધા વરસ પણ સરખા નથી હોતા. વારે ઘડીયે દુકાળ કે કુદરતી આફતો આવતી હોય છે આ ધન એવા સમયે માટે છે.


       કબીલાના સરદારની જવાબદારી માત્ર રાજ કરવાની અને વસ્તુ ઓ ને લે વેચ કરવાની નથી, પણ દુકાળ કે અનાવૃષ્ટિ માં પણ કબિલાનું ભરણ પોષણ સારી રીતે થાય એ જોવાની પણ છે.પેઢીઓ થી મારા વડવાઓ આ કામ કરતા આવ્યા છે અને હવે મારી જવાબદારી છે કે હું પણ એમના પગલેજ ચાલુ. માટે આ ધનનો સંચય કરી એને યોગ્ય સમય સુધી સંઘરી રાખવાની જવાબદારી મારી છે.


       ભોળો વિષ્મૈતા થી બધું સાંભળી રહ્યો છે. એના મનમાં કઈંક ગડમથલ ચાલી રહી હતી એ સ્પષ્ટ પણે રૂડો સમજી રહ્યો હતો. એણે પોતાની વાત પૂરી કરી ભોળાને કહ્યું બોલ શું પૂછવા માંગે છે ભોળા. આજ પહેલા તમે આ વાત ક્યારેય નથી કરી તો આજે....અને તમે કબીલાના દરેક માણસથી આ વાત અને ધન છૂપાવીને રાખ્યા છે તો હું તો બહારનો છું મારી સામે આ રાઝ ને ઉજાગર કરવાનુ કારણ મને સમજાતું નથી.


       ભોળા તું બહારનો નથી મારો પરમ મિત્ર છે અને તે હંમેશા આ કબિલાનિ ભલાઈ માટે કામ કર્યું છે. આ આટલા બધા ધનમાં તારી મહેનત અને આવડતનો બહુ મોટો ભાગ છે. અને મને મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ તારી ઉપર છે ભોળા. ભોળો રૂડા વણઝારાના મોઢાથી આ શબ્દો સાંભળીને ગદ ગદ થઈ ગયો અને રૂડાને ગળે લગાવી લીધો. 


       રૂડા એ પણ ભોળાની પીઠ થપથપાવી અને કહ્યું, જો આ ધન એ કબીલા ની ધરોહર છે માટે આ રાઝ ને કોઈની સામે ખોલતો નહિ ક્યારેય પણ આને સાચવવાની જેટલી જવાબદારી મારી છે એથી વધારે તારી છે. મારી હું સમજ્યો નહિ? સમજાવીશ બધુજ. પણ સંભાળ આજે રાત્રે આ ધન ને આપણે સુરક્ષિત જગ્યા એ પહોંચાડવાનું છે અને એ કામ હું તારી મદદ વગર નહિ કરી શકું માટે તારે મારી મદદ કરવી પડશે. બોલ કરીશ ને  રૂડા એ ભોળાને કહ્યું અને ભોળા એ તરતજ જવાબ આપ્યો હા કરીશ.


       તો શું સિતારા આના વિશેજ વાત જ કરી રહ્યો હતો? હા ભોળા કબીલાની એક પરંપરા છે કે ધન ને સુરક્ષિત જગ્યા એ એના નક્કી સમયેજ પહોંચાડવામાં આવે છે.સિતારા એ ગ્રહ નક્ષત્ર ની સ્થિતિ જોઈને રાત્રે ત્રણ વાગ્યા નો સમય નક્કી કર્યો છે એટલે આપણે અત્યારેજ અહી થી આને લઈને નીકળવું પડશે. પણ આપણે જવાનું છે ક્યાં? એ બધુજ તને ખબર પડી જશે અત્યારે સમય ઓછો છે એટલે આ બધું ધન કોથળાઓ માં ભરી ઉપર નાના હથિયાર મૂકી દઈએ એટલે બધાને લાગે  કે આપણે હથિયાર આપવા જઈ રહ્યા છીએ.


        મેં એમજ કર્યું જેમ રૂડા વણઝારા  એ કહ્યું. અમે ધન ના કોથળાને ગડાઓમાં ભરી નીકળ્યા થોડે દૂર સિતારા ઊભો હતો એ પણ સાથે આવવા માટે અમારી સાથે ગાડામાં બેસી ગયો. આખો દિવસ અમે ક્યાંય રોકાયા વગર ગામ ના ગામ પસાર કરતા જંગલ માં આવી ગયા હતા. મે સહજ રૂડાને પૂછ્યું શું આપણે આ ધન કોઈ રાજાને સાચવવા આપીશું. ના  રૂડા એ એકજ શબ્દમાં જવાબ આપ્યો. હું જોઈ રહ્યો હતો કે દિવસ આથમવાની સાથે સાથે રૂડાના મોઢા પરનું તેજ પણ આથમી રહ્યું હતું એ જાણે કોઈ ઊંડા વિષાદ માં ગરકાવ થઈ રહ્યો હતો. 


        મે વારંવાર પૂછવાની કોશિશ કરી પણ એણે મને કહ્યું કે સફરનો થાક છે બીજું કંઈ નઈ. લગભગ આખો દિવસ અને અડધી રાત સુધી અમે ક્યાંય રોકાયા વગર સફર ચાલુજ રાખી. ત્રણ ગાડાં ભરીને ધન વળી અમે ત્રણજ વ્યક્તિઓ, રસ્તામાં અને જંગલમાં ચોર લૂંટારાઓ નો ડર પણ હતો એટલે અમે સતત સફર ચાલુ રાખી. આખરે રાત્રીના બાર વાગ્યાની આસપાસ અમે અહીં પહોંચ્યા. જગ્યા જોતાજ મે કહ્યું આતો એક જૂની અવાવરી વાવ છે અહી આટલા અંધારામાં કેમ કરીને પાણી પીવા ઉતરિશું?


       રૂડો વણઝારો અને સિતારા બંને ગાડાંમાંથી  ઉતર્યા હું  ય ઊતર્યો. રૂડા એ કહ્યું આપણે અહીં પાણી પીવા નથી રોકાયા. આ વાવ મારા દાદાએ બનાવડાવી હતી જેથી જંગલમાં આવતા જતા લોકો અને પશુ પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે. આ વાવ મારા દાદા એ માત્ર એકજ રાતમાં બનાવી હતી ભોળા.  એક રાતમાં આવડી મોટી વાવ?  મે નવાઈ થી કહ્યું આ શક્યજ નથી. હા આ વાત સાચી છે મારા દાદા એ એક જીન ને પોતાના વશમાં કર્યો હતો અને એની પાસે એમણે આ વાવ એકજ રાતમાં બનાવડાવી હતી. મારી નવાઈનો પારના રહ્યો જીન ને વશમાં કર્યો હતો? હા ભોળા.


       તુજ વિચાર અહી થી જોજનો દુર સુધી ક્યાંય આવા પથ્થર મળતા નથી તો આ પથ્થર અહી કેવી રીતે આવે?અને જો આ વાવ માણસો બનાવે તો બે પેઢીઓ નીકળી જાય . મારા દાદાએ શરૂ કરેલું કામ હજી હુ પણ કરાવતો હોત. રૂડા એ કહ્યું. મને એની વાતમાં તથ્ય લાગ્યું. તો પછી એ જીન હવે ક્યાં છે? હું જાણવા આતુર હતો. મારા દાદા શિવાય એને કોઈ વશ કરી ને રાખી શકે તેમ ન હતું. એ જીન પાસે મારા દાદાએ ઘણા લોકહિતના કામ કરવેલા માત્ર આ એકજ વાવ નહિ આવી ઘણી વાવ અને કૂવા બનાવડાવ્યા હતા. એ જીન અમારા કબીલા ની રક્ષા પણ કરતો. પણ જ્યારે મારાં દાદાના જીવન નો છેલ્લો સમય આવ્યો ત્યારે એમણે એ જીન ને મુક્ત કરી દીધો. 


       તો આપણે અહી શું કરવાનુ છે? ભોળા એ પણ તને ખબર પડશે બસ થોડી ધીરજ રાખ.......


ક્રમશઃ

રેટ કરો અને રિવ્યુ આપો

Rajendra Patel

Rajendra Patel 11 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Shree Giriraj Poly Plast. C.T. M.

Shree Giriraj Poly Plast. C.T. M. 12 માસ પહેલા

Urvashi Trivedi

Urvashi Trivedi માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Rakesh Shukla

Rakesh Shukla 1 વર્ષ પહેલા