લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 48 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 48

સ્નેહાની બર્થડે માટે ખાસ ડિનર પાર્ટી હતી. જેમાં તેનું આખું ફેમિલી સામેલ હતું. આજે સ્નેહાની જિંદગીનો સૌથી ખુબસુરત દિવસ હતો. તેને જે વિચાર્યું હતું તેના કરતા પણ આજે આ દિવસ વધું યાદગાર બની ગયો. સ્નહાના પરિવારની સાથે શુંભમના મમ્મી-પપ્પા પણ હતા. બધાએ મળી ખુબ મસ્તી કરી ને પછી બધા ઘરે ગયા. શુંભમ અને તેના મમ્મી-પપ્પા આજની રાત સ્નેહાના ઘરે જ રહેવાના હતા. રાત થઈ ગઈ હતી. વાતો કરતા કરતા બધા પોતપોતાની જગ્યાએ સુઈ ગયા.

સ્નેહા ને શુંભમ ઉપર અગાશી પર ચાંદની રાતને નિહાળી રહયા હતા. મૌસમ વરસાદી હતો. પણ આજે જાણે વરસાદે વિરામ લીધો હતો ને ચાંદની રાત એકદમ ખીલેલ હતી. એકબીજાની બાહોમા બેસી બંને પ્રેમભરી વાતોએ ચડયા.

"કેટલું અજીબ છે ને આ બધું. એક અંજાન વ્યકિત સાથે જિંદગીભરનો સાથ કયારે બની જાય ખબર જ ના રહે." સ્નેહાએ શુંભમના ચહેરા સામે જોતા કહયું.

"જિંદગીમા એકબીજાના સાથ વગર આમેય કયા કંઈ છે. બસ હવે ખાલી ત્રણ મહીના પછી તો રોજ આપણે આમ જ સાથે બેસી વાતો કરી શકીશું. "

"આ ત્રણ મહિનાની સફર પણ કેટલી લાંબી લાગે છે. પળ પળ ના જાણે કેમ એવા વિચાર આવે છે કે કંઈક આપણે...." આગળ કંઈ બોલતા જ સ્નેહાના શબ્દો થંભી ગયા.

"તું જેવું વિચારે એવું કંઈ જ નહીં થાય. હું તારા હાથને તારો સાથ કયારે પણ નહીં છોડું. પછી ભલે પરિસ્થિતિ ગમે તેમ હોય હું હંમેશા તારી પાસે રહી." શુંભમે સ્નેહાના મનમા વિશ્વાસ જગાવતા કહયું.

"ને તમે છોડવા માંગશો તો પણ હું તમને હવે મારાથી દુર નહીં થવા દવ. કેમકે હવે મને તમારા પર પુરો અધિકાર છે." બંનેની વાતો રાતના અંધકારમા ચાંદનીના પ્રકાશ સાથે જામી રહી હતી.

મોડી રાત સુધી એમ જ વાતો ચાલતી રહી ને પછી બંને નીચે રૂમમાં આવી સુઈ ગયા. સવારે વહેલા જ શોપિંગ માટે જવાનું હતું એટલે સ્નેહા શુંભમની સાથે નિકળી ગઈ. આખા દિવસમા શોપિંગનું કામ પતાવી શુંભમ તેમના મમ્મી -પપ્પા સાથે અમદાવાદ ગયો ને ફરી તેના રૂટિન કામમા લાગી ગયા.

દિવસો જેમ ઓછા થતા જતા હતા તેમ તૈયારી વધતી જતી હતી. સ્નેહાની ઓફિસ હજું શરૂ હતી. તેને લગ્નના બે મહિના પહેલાં જ રજા મુકી હતી ને તેની રજામા હજું પંદર દિવસ બાકી હતા. આ શહેરની સાથે તેની હવે જોબ પણ છુટી જવાની હતી. જે ઓફિસમાં તેને આટલા વર્ષો વિતાવ્યા હતા તે ઓફિસની સાથે હવે થોડા સમયનો જ સાથ હતો.

સમય પાણી વેગે ભાગી રહયો હતો. પંદર દિવસ કયા પુરા થયા તેનો ખ્યાલ નહોતો રહયો. સ્નેહાએ તે ઓફિસને હંમેશા માટે છોડી દીધી ને લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ. આ એક મહિનો બંનેની મુલાકાત વગર પુરો થયો. હવે તો આમેય કોઈ મુલાકાત નહોતી થવાની. મહિના પુરા થયા ને હવે દિવસો ગણાવા લાગ્યા. દરેક પળ દરેક ક્ષણ તે લગ્નનો ઈતજાર થવા લાગ્યો.

વાતોનો સિલસિલો ફોન પર એમ જ ચાલતો રહેતો. હવે લગ્નના દિવસોની સાથે મુલાકાતની તડપ પણ વધતી જતી હતી. પાત્રીસ દિવસ બાકી હતા ને સ્નેહાનું કાઉન્ટ શરૂ થઈ ગયું. આ દિવસોમાં તેની ખુશી વધું ખીલતી જ્ઈ રહી હતી. લાગણીઓ પરિવારની સાથે સમય વિતાવવા કહેતી હતી. પળમાં જ એક પરિવાર છોડી બીજા પરિવાર સાથે જોડાઈ જવાનું હતું. પોતાના પરિવારથી દુર જવાનું દુઃખ થઈ રહયું હતું તો શુંભમ પાસે જલદી જવાની ઉતાવળ પણ હતી.

આ પ્રેમ તેની જિંદગીની ખુશી લઇ ને આવ્યો હતો. લગ્નની પત્રિકા છપાઈ ને ઘરે આવી ગઈ હતી. સંગાસંબંધીઓ ની યાદી તૈયાર થવા લાગી ને ઘરમાં ખુશીનો મહોલ વર્તાય રહયો હતો. બધી જ બાજું બસ આંનદ હતો. દિવસો વિતતા જ્ઈ રહયા હતા. લગ્નના હવે ખાલી વીસ દિવસ બાકી હતા. આખો દિવસ તૈયારીઓમાં વ્યસ્ત હોવાથી રાતે બંનેને વાતો કરવાનો સમય મળતો ને મોડી રાત સુધી બંને એકબીજા સાથે વાતોમાં જોડાઈ જતા.

"શુંભમ આ સમય ફરી કયારે નહીં આવે. આપણે હંમેશા સાથે હોવા છતા પણ આમ વાતો નહીં કરી શકયે. આ પંદર દિવસ આપણે જેટલી રાત જાગી વાતો કરી શકયે તે આપણી જિંદગીની અમુલ્ય ક્ષણ હશે."

"પંદર જ કેમ..?? હજું વીસ દિવસ બાકી છે." શુંભમે કહયું

"કેમકે બાકીના પાંચ દિવસ લગ્નની રસમ શરૂ થઈ જશેને આ પાંચ દિવસ હું મારા પરિવાર સાથે જીવવા માગું છું."

"એવું ના ચાલે આપણે પુરા વીસ દિવસ આમ જ વાતો કરીશું."

"આખી જિંદગી પછી મારે તમારી સાથે જ રહેવાનું છે. તો શું આ પાંચ દિવસ મારા પરિવાર સાથે રહેવાનો સમય ના મેળવું...??"

"તો અત્યારથી જ પરિવાર સાથે સમય વિતાવ ને. આમેય આપણે તો પછી સાથે જ છીએ."

"ઓ..!! વિચારી લો. તમે કહેતા હોય તો આપણે આજે છેલ્લી રાત પછી વાતો નહીં કરીએ."

"ઓકે. પણ મને વિશ્વાસ છે કે તું જ નહીં રહી શકે મારા વગર." શુંભમે મજાક કરતા કહયું.

"જોઇએ ચલો. કાલે પહેલો કોલ કોણ કરે છે. " સ્નેહાએ એક વિશ્વાસ સાથે ચેલેન્જ કરતા કહયું

"ઓકે. આજે વાત કરવી કે આજે પણ નહીં..?"

"હા તો મે કયાં ના કહી." મોડી રાત સુધી તેમની વાતો એમ જ ચાલતી રહી.

સવારે ઉઠતા જ સ્નેહાએ સીધો જ શુંભમને કોલ કર્યો. તેને જાણી જોઈને આ ચેલેન્જને તોડી કેમકે તે ખુદ વાતો કર્યા વગર રહી નહોતી શકતી. વાતો નો સિલસિલો બસ એમ જ ચાલતો રહયો. પંદર દિવસ બાકી હતા ત્યાં સપના પણ ઘરે આવી ગઈ. લગ્નનો મહોલ ખુશીનો હતો. બે દિવસ પછી લગ્ન લખવાના હતા તેની તૈયારીઓમાં આખો પરિવાર લાગી ગયો હતો. શુંભમના ઘરે પણ તૈયારી શરૂ જ હતી.

ધીમે ધીમે મહેમાનો આવવા લાગ્યા. સ્નેહાના ફુઈ, કાકા, દાદા બધા જ સ્નેહાના લગ્ન નિમિત્તે હવે આખો દિવસ સ્નેહાના ઘરે રહેતા. લગ્નની કંકોત્રી વહેંચવાની તૈયારી જ કરવાની બાકી હતી. અમુક ગામડે મોકલ્ય ગઈ હતી ને અહી લગ્ન લખ્યા પછી વહેંચવાની તૈયારી હતી.

લગ્ન લખવાનો એક જ દિવસ બાકી હતો ને કુટુંબમાં સમાચાર આવ્યા કે શુંભમના કાકાની છોકરીની સંગાઈ તુટી ગઈ છે. જે સ્નેહાના ફુઈના છોકરા સાથે કરી હતી. ઘરમાં મહોલ વિખેરાઈ ગયો હતો. કાલે તો લગ્ન લખવાના હતા ને આજે સવારે વહેલા આ સમાચાર બધાના ચહેરા પર રાતના બાર વાગી ગયા હતા. સવારથી જ બધા મિટિંગમા બેસી ગયા. શું કરવું કંઈ સમજાય નહોતું રહયું કોઈને.

સંબધ દુરનો હોય તો ફરક ના પડે. પણ સંબધ અંગતનો હતો એટલે બધા જ વિચારો વચ્ચે ખામોશ હતા. જે વાત શુંભમના ઘરે હતી તે જ વાત સ્નેહાના ઘરે હતી. આ સંબધ છોકરા છોકરીના જીદથી તૂટયો હતો. સમાજના નિયમો મુંજબ જોઈ કોઈ છોકરી કે છોકરાનો સંબધ તુટે તો તેનો દુર દુર સુધી તેના કોઈ પણ પરિવાર સાથે સંબધ રાખતા નથી. આ તો એકદમ નજીકના સંબધી છે.

શું થવાનું ને શું થઈ રહયું છે તે સ્નેહા સમજી નહોતી શકતી. આટલી બધી ખુશી વચ્ચે આ મહોલ તેના હસ્તા ચહેરાને ખામોશ કરી ગયો. એક ડર તેને રડવા મજબુર કરી રહયો હતો. પળમા જ આ સંબધ તુટી જશે કોઈ કારણ વગર તો તે શું કરશે..?? તે વિચારે જ તે વધારે રડે જતી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
જિંદગી જયારે વધારે ખુશ હોય છે ત્યારે તેમા દુઃખ આવે જ છે. આ તો લગ્નની ખુશી હતી ને તેમા પણ આટલી મોટી વાત... શું કોઈ બીજા સંબધને કારણે સ્નેહા અને શુંભમનો સંબધ પણ તુટી જશે..?? જો સંબધ તુટી જશે તો સ્નેહાનું શું થશે..?? શું તેનો પ્રેમ આટલો જલદી પુરો થઇ જશે..?? શું થશે હવે તેની આ પ્રેમ સફર જિંદગીમા તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"

રેટ કરો અને રિવ્યુ આપો

Swati

Swati 1 વર્ષ પહેલા

Vaishali

Vaishali 1 વર્ષ પહેલા

Keval

Keval 2 વર્ષ પહેલા

Daksha

Daksha 2 વર્ષ પહેલા

aarti mehta

aarti mehta 2 વર્ષ પહેલા