ન્યાયચક્ર - 3 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 3

આગળના ભાગમાં આપણે જોયું કે એક નગર શેઠ પોતાના નગર જનો સાથે નગરથી દૂર વગડામાં રહેતા ગુરુજીને કેટલીક ભેટ સોગાદ સાથે મળવા જાય છે. એમના ગયા પછી ગુરુજી પોતાના યુવાન સેવકને આ જગ્યા છોડી હવે બીજે પ્રયાણ કરવાનો સમય આવી ગયો છે તે સમજાવે છે....હવે આગળ.......


     યુવાન સેવકને ગુરુજીની વાતની ગંભીરતા હજુ સમજાતી નથી. તે ગુરુજી ને કહે છે આટલી સુંદર, શાંત અને એકાંત વાળી જગ્યા છોડીને આપડે ક્યાં જઈશું ગુરુજી, શું આપણને બીજે ક્યાંય આવી જગ્યા મળશે? ગુરુજી યુવાન સેવકના મન ના ભાવ ને કળી ગયા કે તેને અહીં આ જગ્યા સાથે લગાવ થઈ ગયો છે તે કહે છે ભગીરથ સાધુ તો ચલતા ભલા અને નદી વહેતી ભલી.  નદીમાં પડેલો પથ્થર હંમેશા પાણીના વહેણ સાથે ગબડતો રહે છે એટલે એને સેવાળ નથી લાગતી તેમજ સાધુ એ પણ હંમેશા ભ્રમણ કરતા રહેવું જોઈએ નહીતર મોહ માયા  રૂપી સેવાળ લાગતા બહું વાર ના લાગે. માટે આપણે કાલે સવારે પરોઢે અહીં થી પ્રયાણ કરીશું.


     હવે ગુરુજીની વાત યુવાન સેવકના ગળે ઉતરે છે અને તે ને હાથ જોડી જેવી આપની આજ્ઞા ગુરુજી કહી ત્યાંથી ચાલ્યો જાય છે અને ગુરુજી ત્યાજ વિશાળ વૃક્ષ નીચે ફરી થી ધ્યાન માં લીન થાય છે.


     છેલ્લી રાત વિતાવી વહેલી પરોઢે ગુરુજી અને યુવાન સેવક ત્યાં થી પ્રયાણ કરવાની તૈયારી કરે છે. યુવાન સેવક નું મન  વિષાદ થી ભરેલું છે. ગુરુજી જમીન પર થી ચપટી ધૂળ લઈ માથે લગાવી બે હાથ જોડતા બોલે છે હે ધરતીમાં આપે અમને આટલા  દિવસ અહી આસરો આપ્યો એ બદલ આપનો કોટી કોટી ધન્યવાદ. યુવાન સેવક પણ ધૂળ માથે ચદવી નમન કરે છે અને બંને સન્યાસી નીકળી પડે છે અજાણી મંજીલની યાત્રા પર.


     હજુ પણ યુવાન સેવકના મનમાં એકજ પ્રશ્ન છે કે આખરે જઈશું ક્યાં?. તે ચાલતા ચાલતા વારે ઘડીએ ગુરુજીના મુખ ઉપર નજર કરે છે તો એને શાંત અને નિશ્ચિંત ભાવ દેખાય છે. આખરે તે પૂછે છે ગુરુજી આપણે ક્યાં જઈ રહ્યા છી એ ગુરુજી સ્મિત સાથે જવાબ આપે છે જ્યાં પ્રારબ્ધ લઈ જશે ત્યાં, દુનિયા ઘણી મોટી છે જ્યાં આપડા અન્ન જળ લખ્યા હશે ત્યાં આપો આપ પહોંચી જઈશું  ચિંતા ના કર એમ પણ  નિયતિમાં શું લખ્યું છે એની ક્યાં કોઈને જાણ હોય છે એતો સમય આવેજ ખબર પડે. ગુરુજી આપના મનમાં જરા પણ દુઃખ નથી કે આપણે જે જગ્યા પર ઘણા સમયથી રહી રહ્યા હતા એને આમ અચાનકજ છોડીને જવાનું થઈ રહ્યું છે? ગુરુજી ચાલી રહ્યા છે એમના હાથમાં કમંડળ અને પગમાં કાષ્ટની ચાખડી માત્રજ છે અને અંગ ઉપર કહેવા પૂરતા ભગવા વસ્ત્રો. ગુરુજીએ ચાલતા ચાલતા યુવાન સેવક તરફ નજર કરી અને કહ્યું વિષાદ મોહ માંથી જન્મે છે અને આપણે સંન્યાસી ને કોઈ ચીજ વસ્તુ કે જગ્યા નો મોહ ન હોવો જોઈએ ભગીરથ. તો શું સન્યાસીઓ માં પ્રેમ નો ભાવ ના હોવો જોઈએ ગુરુજી? પ્રેમ , લગાવ, અને મોહ ત્રણે અલગ અલગ છે ભગીરથ ગુરુજીએ કહ્યું. શું તફાવત છે ગુરુજી કૃપા કરીને મને સમજાવો. પ્રેમ એ નિસ્વાર્થ હોય છે ત્યાં મેળવી લેવા જેવો ભાવ નથી હોતો પણ જ્યારે પ્રેમ માં મેળવવાનો પોતાનો અધિકાર ભાવ આવે છે ત્યારે એ લગાવ બની જાય છે અને તેને ખોવાનો સતત ભય રહ્યા કરે માટે તેમ ના થાય તેના માટે સારા  નરસા કરવામાં આવતા પ્રયત્નો એ મોહ છે.


     યુવાન સેવક શાંતિ પૂર્ણ ગંભીરતા થી ગુરુજીની વાત સાંભળી રહ્યો છે .ગુરુજીએ કહ્યું ભગીરથ તને હું એક વાર્તા કહું જે મારા ગુરુજીએ જ્યારે હું તેમનો સેવક હતો ત્યારે કહી હતી. ગુરુજી અને યુવાન સેવક વાર્તાલાપ કરતા કરતા આગળ વધી રહ્યા છે,સૂરજ માથે આવી ગયો છે.
    
     ત્રણ મિત્રો હતા તે જવાબદારીઓ થી કંટાળીને વિચારે છે આ સાંસારિક જીવન નો ત્યાગ કરી દૂર વનમાં જઈ તપસ્વી બની ઈશ્વરને પ્રાપ્ત કરીએ. તેઓ દૂર જંગલમાં જઈ પહોંચે છે ત્યાં એક વિશાળ વટ વૃક્ષ ને જોઈ વિચારે છે અહીં જ રોકાઈને તપસ્યા કરવી. તેઓ ત્યાં બેસે છે પછી તેઓના મનમાં વિચાર આવે છે કે આપણી તપસ્યાથી ભગવાન પ્રસન્ન થશે તો આપણે શું માંગી શું? એક કહે છે હુ ભગવાન પાસે આપણા રહેવાની વ્યવસ્થિત જગ્યા માંગી લઈશ. બીજો કહે છે કે હું આપણને ક્યારેય ખાવા પીવાની કોઈ તકલીફ ના પડે એવું વરદાન માંગીશ. ત્રીજો કહે છે કે હું આપણને ક્યારેય કોઈ જંગલી જાનવર કોઈ ઇજા ના પહોંચાડી શકે એવું વરદાન માંગીશ. વિશાળ વટવૃક્ષ આ ત્રણે ની વાત સંભાળે છે અને કહે છે, યુવાનો આપ પાછા ઘરે જાવ ના તો આપ તપસ્યા કરી શકશો ના તમને ઈશ્વરની પ્રાપ્તિ થશે. ત્રણે યુવાન ને બહુ નવાઈ લાગે છે કે આવું કેમ એ કારણ પૂછે છે તો વટવૃક્ષ કહે છે કે, તમે ઘર છોડ્યું છે પણ તમારી તૃષ્ણા હજુ યથાવત છે માટે નાતો તમે ઈશ્વર ને પ્રાપ્ત કરી શકશો ના સાંસારિક જીવન જીવી શકશો. જેણે તૃષ્ણા છોડી તેણે ઘર છોડવાની જરૂર નથી તે સંસારમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન જીવી શકે છે. કંઈ સમજાયું ભગીરથ? જી ગુરુજી કહીને યુવાન સેવકે ગુરુજીની વાતમાં હામી ભરી.


     સૂર્ય તાપી રહ્યો છે ગરમી અસહ્ય થઈ રહી છે ગુરુજી અને યુવાન સેવક નું ગળું તરસથી સુકાઈ રહ્યું છે. ત્યાજ વગડાની વચ્ચે તેમને એક બહુ જૂની વાવ દેખાય છે. તેઓ ને હાશ થાય છે.યુવાન સેવક કહે છે ગુરુજી હું વાવમાં જઈને કમંડળ માં આપના માટે જળ લઈ આવું છું. ગુરુજી કહે છે ના ભગીરથ આમ વગડાની વચ્ચે આ વાવજ એક માત્ર જળનો સ્ત્રોત છે કદાચ કોઈ જંગલી જાનવર જળ ની શોધમાં અંદર પહોંચી ગયું હોય તો તરો જીવ જોખમમાં મૂકાય એટલે પહેલા હું અંદર જઈશ પછી તું જજે. પણ ગુરુજી, પણ વણ કઈ નહિ ગુરુજીએ સેવકની વાત અધવચ્ચે કાપી અને તેઓ વાવના પગથિયાં ચડી અંદર ઉતારવા લાગ્યા. વાવ બહુ જૂની છે પણ આટલી કાળ ઝાળ ગરમી મા પણ અહી ઠંડક છે ગુરુજીને અહી પગ મુકતા જ  કંઇક અઝંપા નો આભાસ થયો તેમના મનમાં કંઇક મુંઝવણ થઇ પણ છતાં અજાણી જગ્યા છે એટલે આવું થાય છે એમ વિચારી તેઓ આગળ વધ્યા સામેજ સ્વચ્છ જળ થી ભરાયેલો કુંડ હતો ગુરુજી નીચે બેસીને બે હાથન નો ખોબો ભરી જળ પીવા જાય છે ત્યાજ એક કાળો મોટો સર્પ આવીને એમને એક નહિ બે નહિ પણ ત્રણ ત્રણ ડંખ મારે છે. તે જાણે ગુસ્સામાં હોય તેમ ફૂંફાડા મારી રહ્યો છે. ગુરુજીના મસ્તિષ્ક માં ઝાટકો વાગે છે, તેમના આંખે અંધારા આવી જાય છે અને તે ત્યાં જ ધળી પડે છે.


ક્રમશઃ.....     

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Udita Amlani

Udita Amlani 12 માસ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા

Vishwa

Vishwa 1 વર્ષ પહેલા

SENTA SARKAR

SENTA SARKAR 1 વર્ષ પહેલા