રુદ્રની રુહી... - ભાગ-25 (85) 1.9k 2.5k 5 રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -25" હા રાકેશ બોલ." સ્ક્રીન પર રાકેશનું નામ ફ્લેશ થતાં જોઇને રુચિએ ફોન ઉપાડ્યો."રાકેશ નહીં શોર્ય બોલું રુદ્રનો નાનો ભાઇ."શોર્ય બોલ્યો."કોણ???"રુચિએ પોતાનો ફોન ચેક કરતા કહ્યું."મેડમ,નંબર ચેકના કરો બરાબર જ છે.આ તો તમારો રાકેશ પકડાઇ ગયો છે મારા ભાઇ રુદ્ર અને ભાભી રુહીની જાસુસી કરતા અને હવે હું તેને આ ગુના માટે પોલીસમાં સોંપી દઇશ."શોર્યે પોતાના મગજમાં આવેલા પ્લાનને અમલમાં મુકતા કહ્યું.આ વાત સાંભળીને રુચિ ખુબ જ ડરી ગઇ કેમકે આ વાત પોલીસમાં જાય તો તેની ખુબ બદનામી થાય ,સાથે આદિત્ય તેનાથી નારાજ થાય તે અલગ.તે સિવાય બધાં જાણી જાય કે રુહી મરી નથી."જુઓ,મિ.શોર્ય આમ ગુસ્સે કેમ થાઓ છો?આપણે કઇંક લઇદઇને સમજી લઇને,પોલીસમાં જવાની શું જરૂર છે?"રુચિએ ધીમેથી કહ્યું.શોર્ય મનોમન ખુશ થયો કે તેનું તીર નિશાના પર લાગ્યું."ઓ મેડમ,રૂપિયાનું જોર ના બતાવો એ તો ઘણા છે મારી પાસે તમે વિચારી પણ નહીં શકો."શોર્ય."સોરી ...સોરી...જુઓ છેને રુહી મારી ફ્રેન્ડ છે અને તેનો પતિ આદિત્ય મારા નાનપણનો મિત્ર.તેની સાથે હરિદ્વારમાં દુર્ઘટના ઘટી.બધા કહેતા હતા કે તે મરી ગઇ પણ મારું મન ના માન્યું.એટલે મે તપાસ કરાવી."રુચિ તેનો બચાવ કરતા બોલી.."અચ્છા એવું?ઉલ્લુ કોને બનાવો છો મેડમ.આ તમારો પાળેલો પોપટ બધું બોલી ગયો.બધું જ હો."શોર્યે ઘસ્ફોટ કર્યો."ઓહ!!તો તમે બધું જાણી ગયા છો એમ ને?હા હું નફરત કરું છું રુહીને અને તેને બરબાદ કરવા માંગુ છું કેમકે હું આદિત્યને પામવા માંગુ છું."રુચિ ઉશ્કેરાટમાં બોલી."અરે વાહ!!તો તો આપણે બન્ને ફ્રેન્ડ્સ થયાં."શોર્યે કીધું."ફ્રેન્ડ્સ!!?"રુચિને આશ્ચર્ય થયું."હા રુચિજી,પેલું સાંભળ્યું છે તમે દુશ્મનના દુશ્મન દોસ્ત હોય છે.બદલો તો મારે પણ રુહી અને રુદ્ર સાથે લેવાનો છે.કેવું રહેશે અગર આપણે એક સાથે કામ કરીએ તો?"શોર્યે પ્રસ્તાવ મુક્યો.રુચિ વિચારમાં પડી,"આ માણસ ડેન્જર લાગે છે.મે ના પાડીને તે પોલીસ પાસે ગયો તો?એક વાર મળી લઉં કદાચ કામમાં લાગે ?""સારું શોર્ય તો આપણે મળીએ એકવાર પછી નક્કી કરીએ?"રુચિએ કહ્યું."હા તો તમે આવો છો અહીં કે હું આવું ત્યાં?" શોર્યે પુછ્યું."સોરી પણ હું નહી આવી શકું આવતા મહીને મારા લગ્ન છે મારા.તમે અહીં આવી મારી મહેમાનગતી માણો.રાકેશને ફોન આપો હું તમારી આવવા જવા અને રહેવાની વ્યવસ્થા કરું."રુચિ બોલી."સારું રુચિજી મળીએ અને આપણા દુશ્મનોના બાર વગાડીએ.લો તમારા જાસુસ સાથે વાત કરો."શોર્યે વાત પતાવીને રાકેશને ફોન આપ્યો.ફોન મુક્યો શોર્યે વિચાર્યું "વાહ, શું જેકપોટ હાથ લાગ્યો છે.એક કાંકરે બે પક્ષી મરશે.રુદ્ર અને રુહી."અહીં રુચિ પણ ફોન મુકીને બોલી."હે ભગવાન,શું મુસીબત ગળે પડી.ક્યાંક આ શોર્ય મારા ગળાનો ફંદોના બની જાય."* * *આરુહનો દિવસ ખુબજ સરસ રીતે શરૂ થયો અને ખતમ પણ.તેણે ફુટબોલ,મ્યુઝિક ,ડાન્સ,સ્વિમિંગ જેવી એકટીવીટીમા રસપુર્વક ભાગ લીધો.નવા નવા દોસ્ત બનાવ્યા.નવી લાઇફ તેને ધીમેધીમે માફક આવી રહી હતી.મમ્મીપપ્પાની યાદ આવતી હતી પણ મમ્મી સાથે થયેલી વાત તેને હિંમત આપતી હતી.તે જેટલી વાર મોન્ટુને જોતો તેટલી વાર તેના તરફ એક ખેંચાણ અનુભવતો,તેને લાગતું કે તે સાવ એકલો છે.ભલે તે દાદાગીરી કરે બધા પર પણ તેના કોઇ મિત્ર નહતા.તેની આગળપાછળ બધાં તેના ડરથી ફરતા કેમકે તે સ્કૂલના મુખ્ય ટ્રસ્ટીનો દિકરો હતો.જે ખુબ જ પાવરફુલ હતા.આરુહે તેને જોઈને નક્કી કર્યું કે તે મોન્ટુનો દોસ્ત બનીને જ રહેશે.તે સાંજે એકલો ગ્રાઉન્ડ પર ફુટબોલની પ્રેક્ટિસ કરતો હતો.આરુહને આઇડીયા આવ્યો."મોન્ટુભાઇ,વાઉ શું ફુટબોલ રમો છો તમે!!?જબરદસ્ત એકદમ.મને શીખવાડશો?" આરુહ બોલ્યો"હા તો રોજ નિયમિત પ્રેક્ટિસ કરું છું.ખુબ મહેનત કરું છું.એમ જ નથી બન્યો સ્કુલનો બેસ્ટ પ્લેયર."મોન્ટુએ ગર્વ લેતા કહ્યું."હા તો મારે પણ સેકન્ડ બેસ્ટ પ્લેયર બનવું છે.પ્લીઇઇઝ મને શીખવાડોને?"આરુહે હાથ જોડતા કહ્યું."જા જા મારે તેના સિવાય કઇ બીજું કામ નથી?હું નહીં શીખવાડુ તને.આરુહ પણ જિદ્દી હતો.તે મોન્ટુના પગે લટકી ગયો "એ ચલ હટ, શું કરે છે છોડ મારો પગ?"મોન્ટુ પગ છોડાવતાં બોલ્યો,પણ આરુહ જિદ્દી હતો તેણે પગ પકડી રાખ્યો "હું પગ નહીં છોડું પહેલાં તમે હા પાડો કે હું શીખવાડીશ તો જ હું પણ છોડી " આરુહ બોલ્યો."હા નહીં શીખવાડુ શું કરીશ?"મોન્ટુ બોલ્યો.આરુહે તેને બીજા હાથ વડે ગલીગલી કરવાની શરૂ કરી."એય આતંકવાદી,હા શીખવાડીશ હવે તો છોડ મને.""આ થઇને વાત."આરુહ મોન્ટુને ગળે લગાડતા બોલ્યો."પ્રોમિસ?"આરુહે હાથ આગળ કર્યો."હા બાપા હા પ્રોમિસ."મોન્ટુએ તેના હાથ પર પોતાનો હાથ મુક્યો.* * *રહીએ દરવાજો ખોલ્યો સામે ઊભેલી વ્યક્તિને જોઈ તેને તેની આંખો પર વિશ્વાસ ના થયો.તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી તે માંડ માંડ આટલું બોલી શકી ,"રિતુ!!!?""રુહી???!!"રિતુ પણ ધીમેથી આધાત સાથે બોલી.રિતુ રુહીને જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ.સમય જાણે થંભી ગયો !એક સમયની બેસ્ટ ફ્રેન્ડ્સ અને બે બહેન જેવી સખીઓ આજે અજાણ્યાની જેમ ઊભી હતી.તે એકબીજાની સામે અજાણ્યાની જેમ વિચારીને ઊભી રહી હતી કે શું બોલવું અને કોણ પહેલા બોલે?એટલામાં હેરી આવ્યો અને બોલ્યો," અરે રુહીભાભી મે કીધું હતુંને કે મારી સેક્રેટરી આવવાની છે આ તે જ છે રિતુ."રુહીએ પોતાના આંસુ લુછી કાઢ્યા.રુહીની અહીં હાજરી રિતુ માટે પણ એક કોયડો હતો. "અરે રિતુ,અંદર આવ અને બેસ હું તને બધાની ઓળખાણ કરાવું.આ છે રૂદ્ર અને આ તેમના પત્ની રુહી રુદ્રાક્ષ સિંહ.આ છે તેમના કાકાસાહેબ ,કાકીમાઁ અને શૌર્ય તેમનો નાનો ભાઇ.આ તેમનો ખાસ મિત્ર અભિષેક." સેન્ડીએ બધાનો પરિચય આપ્યો"હેલો."રિતુ માંડમાંડ બોલી"રિતુ, તને ખબર છે આ રુહી અને રૂદ્રના નવા નવા લગ્ન થયા છે.સાથે જ આ રુહી સુપર શેફ છે અને શી ઇઝ સો બ્યુટીફુલ.જો ને તેમની જોડી કેટલી લવલી છે નહીં?"સેન્ડી રુહીના વખાણ કરતા બોલી.સેન્ડી એ રિતુને બેસવા માટે કહ્યું ,રિતુની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ હતી તેણે રુહીના ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદુર જોયું. "એવું તો શું થયું હશે?કે રૂહી કે આદિત્યને છોડી રુદ્ર સાથે લગ્ન કર્યા? "રિતુએ વિચાર્યું."હેલો એવરીવન.નાઇસ મીટીંગ યુ ઓલ.સેન્ડીમેમ હું ખુબ જ ટાર્યડ છું મારે રેસ્ટ કરવો છે.હું જઇ શકું છું મારા રૂમમાં?"રિતુ બોલી,રિતુ અહીંથી છટકવા માંગતી હતી."રુહી,તમે રિતુને તેના રૂમ સુધી મૂકી આવશો?"રુદ્રએ પુછ્યું."હા જરૂરથી જેમ નહીં." રુહી બોલી. " ચાલો રિતુજી."રુહી બોલી.રુહી અને રિતુ એક સાથે નીકળ્યા અને પાછળ સામાન લઈને નોકર પણ ગયો.એકબીજાની સાથે અને જોડે ચાલતી રુહી અને રિતુ અજાણ્યાની જેમ ચાલી રહ્યા હતા.અંતે તે લોકો રિતુના રૂમમાં પહોંચ્યા ,નોકરે સામાન મૂકી દીધો અને તે જતો રહ્યો.રુહીએ રિતુ સામે જોઇને એકદમ ફોર્મલ થઇને પુછ્યું." રીતુજી,આ તમારો રૂમ છે.ચા ચાલશે કે કોફી ?"તે રિતુ સાથે સામેથી વાત કરવા નહતી માંગતી."મીસીસ.સિંહ,નો ફોર્માલીટી.હું ચા કે કોફી નથી પીતી.ઓન્લી ગ્રીન ટી.મારી માત્ર આદતો બદલાઇ છે ઘણીવાર તો માણસો જ પુરેપુરા બદલાઇ જતા હોય છે.હા હું હવે ઓઇલી અને સ્પાઇસી ફુડ નથી ખાતી.માત્ર ડાયેટ ફુડ જ ખાઉં છું.હા જતી વખતે દરવાજો બંધ કરતા જજો મીસીસ.સિંહ."રિતુએ કટાક્ષ કરતા કહ્યું.રુહીની આંખમાં પાણી આવી ગયા.તે ત્યાંથી નિકળી ગઇ.* * *અદિતિ રુચિની ધમકીથી ડરી ગઈ હતી.તેણે રુહીને હેરાન કરવા એક સજ્જડ પ્લાન બનાવ્યો હતો.જેનાથી તે રુહી વિશે બધું જ જાણી શકે.તે એક ફાઈવસ્ટાર હોટેલમાં કોઇની સામે બેસેલી હતી. શું રિતુ અને રુહી વચ્ચે અબોલા વધશે કે તેમની વચ્ચે અંતર ઘટશે?લગ્નના નાટકથી રુહી અને રુદ્ર નજીક આવી શકશે?જાણવા વાંચતા રહો. ‹ પાછળનું પ્રકરણ રુદ્રની રુહી... - ભાગ 24 › આગળનું પ્રકરણ રુદ્રની રુહી... - ભાગ-26 Download Our App રેટ કરો અને રિવ્યુ આપો રિવ્યુ મોકલો Vijay 3 દિવસ પહેલા Usha Patel 7 દિવસ પહેલા Ronak Patel 2 અઠવાડિયા પહેલા Vaishali 2 અઠવાડિયા પહેલા arpi 2 અઠવાડિયા પહેલા બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન कुछ भी Rinku shah અનુસરો નવલકથા Rinku shah દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ કુલ એપિસોડ્સ : 81 શેયર કરો કદાચ તમને ગમશે રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 1 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 2 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 3 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 4 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 5 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 6 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ- 7 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ - 8 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ -9 દ્વારા Rinku shah રુદ્રની રુહી... - ભાગ -10 દ્વારા Rinku shah