ન્યાયચક્ર - 2 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 2

   આગળના ભાગમાં આપણે જોયું કે, એક નગરશેઠ તેમના નગરજનો સાથે નગરથી થોડે દુર વગડામાં રહેતા એક સિદ્ધ પુરુષ જેમને સૌ ગુરુજી થી ઓળખે છે તેમને મળવા જાય છે . હવે આગળ.

   ગુરુજી જમીન ઉપર પડેલા ભેટ સોગદના થાળ ઉપર નજર કરે છે. તો કોઈક થાળમાં મીઠાઈ, તો કોઈ થાળમાં ફળો, તો કોઈ થાળમાં ગુરુજી માટેના રેશમી  કિંમતી  ભગવા વસ્ત્રો તો વળી કોઈક થાળમાં ગુરુજી માટે પગમાં પહેરવાની ચાખડીઓ છે. આ બધું જોઈ ગુરુજીના હોઠ ઉપર મંદ મંદ મુસ્કાન આવી જાય છે. તેઓ બધાની તરફ નજર કરતા કહે છે  કે, હું આપ સૌના આ પ્રેમભાવ થી ખુબ પ્રસન્ન છું પણ હું તો સાધુ સન્યાસી છું મારે આ બધી કિંમતી વસ્તુઓ ની શી જરૂર છે? ગુરુજી આ બધી આપને ઉપયોગમાં આવે તેવીજ વસ્તુઓ છે જો આપ આ વસ્તુ ઓ નો સ્વીકાર કરશો તો  આપની અમારી ઉપર બહુ કૃપા થશે નગર શેઠ બોલ્યા સાથે નગર જનો એ પણ હા ગુરુજી કહી ને નગર શેઠ ની વાત મા સૂર પુરાવ્યો. ગુરુજીએ બધાના મુખપર એક અહોભાવ જોયો તેમને તેમના યુવાન સેવકને કહ્યું ભગીરથ આ ફળનો થાળ આપણી કુટિરમાં લઈ જા અને સેવક યુવાને તેમ કર્યું. ગુરુજીએ સર્વ નગર જનો અને નગર શેઠ ને કહ્યું કે આપના સૌના કહેવાથી મારા કામમાં આવે એવું જે હતું એ મે સ્વીકારી લીધું છે હવે આ બાકી વસ્તુઓ માંથી કંઇજ મારા કામનું નથી માટે એને જરૂરતમંદ લોકો ને આપજો એવો મારો અનુરોધ છે આપને. ગુરુજી ની વાતને સૌએ માન્ય રાખી.
વારા ફરતી સૌએ ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા અને આશિર્વાદ લઈ ત્યાંથી નગર તરફ પાછા ફર્યા.

     ગુરુજી વૃક્ષ નીચે શાંત ચિત્તે બેઠા છે. લાગે છે એમના મનમાં કઈંક વાત છે. વર્ષોના સહવાસ થી  યુવાન સેવક ગુરુજીના ચહેરાના હાવ ભાવને સ્પષ્ટ પણે સમજી શકતો. એને વિચાર થયો કે પૂછી લઉં પણ તેમ કરવું યોગ્ય હશે કે નહિ એમ વિચારી રોકાઈ ગયો. ઘણી વાર થઈ પણ ગુરુજી હજુ એમજ શાંત બેઠા છે. હવે સેવક યુવાન થી ના રહેવાયું તેણે  વિનમ્રતા પૂર્વક પૂછ્યુ ગુરુજી આપ શું વિચારી રહ્યા છો, કોઈ વાત છે? ગુરુજીએ સેવક સામે જોઈ ઊંડો શ્વાસ લઈ ને છોડ્યો અને ધીરે થી બોલ્યા, ભગીરથ હવે આ જગ્યા સાથે આપણી લેણ દેણ પૂરી થઈ, અહીં આપણા અંજળ પાણી હવે પૂરા થયા હવે આપણે અહીં થી પ્રયાણ કરવું જોઈએ. આ સાંભળતાજ સેવક યુવાન ના હૃદયને ધક્કો લાગ્યો એણે પળવાર પણ રાહ જોયા વગર આશ્ચર્ય થી ગુરુજીને પૂછ્યું , આમ અચાનક જ આપ આવું કેમ કહો છો? કોઈ કારણ ગુરુજી? ગુરુજીએ સેવક સામે નજર કરી એની આંખોમાં નાના બાળક જેવી જીજ્ઞાશા દેખાઈ રહી હતી, એ જવાબ અને કારણ બંને જાણવા અધીરો બની ગાયો હતો. કારણકે અહીંના લોકોનો સ્નેહ  આપડા માટે વધી ગયો છે ગુરુજીએ ગંભીરતા થી જવાબ આપ્યો. સેવક યુવાન ને બહુજ નવાઈ લાગી સ્નેહ વધી ગયો છે એમાં ખોટું શું છે તો આ જગ્યા છોડી ને જવું પડે? તેણે ગુરુજીને કહ્યું ગુરુજી અહીંના લોકો ને આપના માટે ઘણો સ્નેહ, આદર અને આપના માં અપાર શ્રદ્ધા છે. તેઓ તમારા દર્શનમાં જીવનની ધન્યતા સમજે છે, તમારા વચનોને પરમ સત્ય માને છે, આપને પોતાના જીવનના તારણહાર સમજે છે, તમારા શબ્દો એમના માટે બ્રહ્મવાક્ય છે અને તમે આવા ભક્તોને છોડી ને અહીં થી જવાની વાત કરો છો? યુવાન સેવકનું મન મસ્તિષ્ક વિસ્મય થી ભરાઈ ગયું છે.ગુરુજી તેના મગજ માં ચાલતી ગડમથલ ને એના શબ્દો અને એના ચહેરાના હાભાવથી સ્પષ્ટ સમજી રહ્યા છે. ગુરુજી મૌન થઈ ને સામે ના વૃક્ષ ઉપર નજર કરી બેઠા છે. સેવક યુવાન થી ગુરુજી નું મૌન સહન નથી થઈ રહ્યું. એક અજાણી બેચેની તેને ચારે તરફ થી ઘેરી વળી છે. તેણે થોડી વાર રાહ જોઈ પણ ગુરુજી હજુ મૌન છે હવે તે વધારે રાહ જોઈ શકે તેમ નથી તે ગુરુજીની નજીક ગયો અને તેમના ચરણોમાં બેસીને તેમની આંખો અને તેમના ચહેરા ને જોઈ ફરી બોલ્યો ગુરુજી તમે આટલા પ્રેમાળ અને શ્રદ્ધાળુ લોકોને આમ અચાનક છોડીને જવાની વાત કેમ કરો છો? શું થયું એ તો કહો.

   ગુરુજીએ  એક લાંબો શ્વાસ ભરી ને છોડ્યો અને સેવક સામે નજર કરી કહ્યું, ભગીરથ આ લોકોના મનમાં મારા માટે શ્રદ્ધા અને સ્નેહ વધતા જાય છે એ બહુ ગંભીર ચિંતાનો વિષય છે. કારણકે, તેમની શ્રદ્ધા અને સ્નેહ જ ફક્ત નથી વધી રહ્યા સાથે સાથે વધી રહી છે તેમની મારા તરફની અપેક્ષાઓ. અને આ લોકોની વધતી જતી અપેક્ષા એ આપડા માટે ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ કરી શકે છે. યુવાન સેવકને હજુ ગુરુજીની વાતમાં કંઈ સમજણ નથી પડી રહી.ફરી થી ગુરુજી એ એક લાંબો શ્વાસ લઈ ને છોડ્યો અને આગળ બોલવાનુ ચાલુ કર્યું. આ લોકોનો સ્નેહ, આદર અને શ્રદ્ધા મારામાં ત્યાં સુધીજ રહેશે જ્યાં સુધી હું એમની અપેક્ષાઓ ઉપર ખરો ઊતરીશ. જે દિવસે એમને લાગશે કે હવે ગુરુજીના આશીર્વાદ માં હવે પ્રભાવ નથી રહ્યો અને અમારા પ્રશ્નો નું નિવારણ નથી આવી રહ્યું તે દિવસે મને ભગવાન સમાન માનનાર આ લોકો મને માણસ પણ નહિ રહેવા દે. આ સંસાર છે અહી કોઈ કોઈને અમસ્તુંજ કંઈ નથી આપતું. આજે મને માથાનો મુંગટ બનાવીને માથે ચડાવવા વાળા આ લોકો ને મને પગની મોજડી બનવતાય વાર નહિ લાગે માટે હવે અહી થી આપણે પ્રયણ કરવું એ જ યોગ્ય છે.......


ક્રમશઃ .....

રેટ કરો અને રિવ્યુ આપો

Rajendra Patel

Rajendra Patel 11 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Udita Amlani

Udita Amlani 12 માસ પહેલા

Batuk Patel

Batuk Patel 1 વર્ષ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા