રુદ્રની રુહી... - ભાગ -20 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ -20

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -20

રુહીની આંખમાંથી આંસુનું ટીપું પડે તે પહેલા જ તેણે તેને લુછી નાખ્યું અને બોલી.
"રુદ્ર મને તમારો મોબાઇલ આપશો?" રુહીએ કહ્યું.

રુદ્રએ તેનો મોબાઇલ રુહીને આપ્યો, રુહીએ તે મેસેજીસ ઓપન કર્યા અને તેણે તેમા વોઇસ મેસેજ દ્રારા  રિપ્લાય આપ્યો એકદમ સ્વસ્થ રીતે અને મક્કમ મને.

" કોન્ગ્રેચ્યુલેશનસ રુચિ,તારી અને આદિત્યની સગાઇ માટે.હું રુહી ,મારો અવાજ યાદ છે ને આપણે એક  કે  બે  વખત  પાર્ટીમાં મળ્યા  હતાં.ત્યારે મને તે નહતી  ખબર કે તું આદિત્યના જીવનમાં  બીજી સ્ત્રી છો,' બહારવાળી'.આદિત્ય અને તારા પ્રેમીપ્રેમિકા તરીકેના સંબંધ ખુબ જ સરસ અને સરળ રહ્યા હશે આજસુધી પણ જોઇએ કે પતિપત્ની તરીકેના સંબંધ કેવીરીતે નિભાવો છો?

તારા આદિત્ય ,હા બરાબર સાંભળ્યું તારા આદિત્યના જીવનમાં પાછા આવવાનો મારો કોઇ જ ઇરાદો નથી,પણ તેનો મતલબ એ નથી કે હું તેને તલાક આપી દઉં.હું ઇચ્છું છું કે તું તેના જીવનમાં હંમેશાં બીજી સ્ત્રી એટલેકે  બહારવાળી જ બનીને રહે.

આ વાત સાબિત કરવા,તને બહારવાળી સાબિત કરવા હું ત્યાં આવીને મારા જીવતા હોવાના પુરાવા જરૂર આપીશ.મને નબળી કે ડરપોક સમજવાની ભુલના કરતી,આ એક નવી રુહીએ જન્મ લીધો છે જે ખુબ જ સ્માર્ટ ,પ્રેક્ટીકલ અને બહાદુર રુહી છે.

તારી જાણ માટે કહી દઉં કે મને બંદૂક ચલાવતા પણ આવડી ગઇ છે.કાલે જ એક તાકતવર પુરુષને ગોળી મારી અને ખુબ માર માર્યો,એટલે ડરાવતી નથી તને.આ તો ખાલી કીધું કે અગર તે મારા આરુહ કે મમ્મીજી-પપ્પાજીને કઇપણ તકલીફ પહોંચાડીને તો......

તું કર આદિત્ય સાથે લગ્ન જેટલા જલ્દી થઇ શકે તેટલાં  ,પછી જો હું આવું તારા જીવનમાં ધમાલ મચાવવા અને પેલી અદિતિ જેણે આ બધાં મેસેજ કરાવ્યા તારી જોડે તેને પણ આ મેસેજ સંભળાવજે.તેને કહેજે કે હિસાબ તો તેની પણ સાથે ઘણાબધા બરાબર કરવાના છે મારે.

મને ખબર છે કે તે મારા દિકરાને ભોળવ્યો હશે તારી વાતમાં અથવા તો ડરાવ્યો હશે.ફાઇનલી તેને આદિત્યના જીવનમાંથી દુર કરી બોર્ડીંગ સ્કુલમાં મોકલ્યો.સારું થયું તેને જીવનમાં નવા સબક શીખવા મળશે.બાકી તો તેને હું જલ્દી જ મારી પાસે લઇ જઇશ.સી યુ સુન સ્વિટી.બાય..." રુહીના અવાજમાં એક અદભૂત આત્મવિશ્વાસ ઝલકતો હતો જ્યારે તેણે આ મેસેજ રેકોર્ડ કર્યો.

અભીષેક અને રુદ્રની આંખો પહોળી થઇ ગઇ તેનો આત્મવિશ્વાસ જોઇને તે બન્નએ તાળીઓ પાડીને તેની હિંમત વધારી.રુહી પણ પોતાના આત્મવિશ્વાસથી ખુશ થઇ.આજે તેને તેની  જાત પર ગર્વ થયો.

" જોરદાર રુહી,તમે ખરેખર બહાદુર સ્ત્રી છો.તમે બરાબર જવાબ આપ્યો."અભીષેકે કહ્યું.

" ખરેખર ગઇકાલે શોર્યને પણ તમે બરાબર પાઠ ભણાવ્યો.હવે તે ફરીથી હિંમત નહી કરે કોઇ સ્ત્રી સાથે ખરાબ વર્તન કરવાની."રુદ્રએ કહ્યું.

" થેંકયુ રુદ્ર તમારી આપેલી ટ્રેનીંગ અને હિંમતના કારણે આ શક્ય બન્યું અને થેંકયુ અભીષેક તમારી વાતોએ મારામાં આત્મવિશ્વાસ જગાડ્યો.હવે મને દુખ આપવાવાળા બધાને હું દુખનો મતલબ સમજાવીશ."રુહી મક્કમ ઇરાદા સાથે બોલી.

"રુહી પછી તમે તૈયાર થઇ જાઓ આપણે શોર્યના વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન જવાનું  છે."રુદ્રએ કહ્યું.

"ના રુદ્ર, તમને  શું  લાગે છે કે આપણે ફરિયાદ નોંધાવીશું કોઇપણ સાબિતી કે સાક્ષી વગર અને તે પકડાઇ જશે.રુદ્ર શોર્યને તો સબક આપણે આપણી રીતે શીખવાડીશું.

રુદ્ર તમે મારા પર ઘણા ઉપકાર કર્યા છે,હવે મારો વારો. તક મળતા હું તે બધાંનો બદલો એકસાથે જ ચુકાવીશ.કાકાસાહેબ નામની મુશ્કેલીમાથી હું તમને મુક્ત કરાવીશ." રુહીએ રુદ્રની આંખોમાં જોતા  કહ્યું.

"રુહી,મારા ફોરેન ડેલિગેટ્સ આવવાના છે.તો કદાચ થોડા  દિવસ હું વ્યસ્ત રહીશ.તે લોકોને હું હોટેલમાં ઉતારો આપવાનો છું કદાચ મારે પણ તેમની સાથે ત્યાં રોકાવું પડે.તો થોડા દિવસ તમારે તમારું અને ઘરનું ધ્યાન રાખવાનું છે.અભીષેક તો છે જ હરિરામ કાકા પણ આવી જશે કાલે.

અભીષેક તું રુહીને હોસ્પિટલ લઇ જઇને તને જરૂરી લાગે તે ટેસ્ટ અને સારવાર કરાવી દેજે અને રુહી આ તમારા માટે ફોન તેમાં જરૂરી તેવા નંબર સેવ કરેલા છે તો તમારો પણ સમય જશે અને જરૂર હોય ત્યારે તમે ફોન કરી શકો."રુદ્ર  બ્રાન્ડ ન્યૂ મોબાઇલ રુહીને આપતા બોલ્યો.

રુહી આભારવશ થઇ તેની સામે જોઇ રહી હતી.

*             *              *

રુચિ  અને  આદિત્ય આરુહને મુકવા બોર્ડીંગ સ્કુલ પહોંચી ગયાં.એડમિશન પ્રોસેસ પતાવીને તેને તેના રૂમમાં મુક્યો.તેના માટે આદિત્યએ સ્પેશિયલ સગવડો વાળો રૂમ લીધો હતો.આમ આ બોર્ડીંગ સ્કુલમાં બાકીના બધાં છોકરાઓ એકસાથે કોમન રૂમમાં રહેતા હતાં પણ આ બોર્ડીંગ સ્કુલમાં સ્પેશિયલ રૂમની પણ વ્યવસ્થા હતી જેમા એક રૂમમાં બે જ છોકરાઓ રહે.

આદિત્ય અને આરુહ એકબીજાને ગળે મલીને છુટા પડ્યાં.આદિત્યએ આરુહના સારા ભણતર માટે બેસ્ટ વ્યવસ્થા કરી હતી જેમકે લેપટોપ,મોબાઇલ,તેની ગમતી એક્સટ્રા એક્ટીવીટીમાં તેનું એડમિશન અને ઘણુંબધું.આદિત્યએ પૈસા ખર્ચવામાં કોઇજ કચાશ નહતી રાખી.અંતે આરુહને તેના આ નવા સફર પર મુકીને આદિત્ય અને રુચિ ત્યાંથી નિકળી ગય‍ાં.

તેમના ગયા પછી આરુહે તેનો મોબાઇલ લીધો.તેણે તે દિવસે રુહી સાથે વાત કરતી વખતે તે નંબર યાદ કરી લીધો હતો જે તેણે સેવ કર્યો હતો.તેણે રુદ્રનો નંબર ડાયલ કર્યો.

તેને યાદ આવ્યો સગાઇના આગલા દિવસનો તેનો અને રુચિનો સંવાદ.

આરુહ સગાઇના દિવસે નાખુશ હતો તેણે ઘરમાં  રુહી વીશે જણાવવાની કોશીશ કરી જે રુચિના ધ્યાનમાં આવી.રુચિ તેને મળવા તેના રૂમમાં આવી.
"આંટી,તમારી બધી વાત મે માની પણ એકવાર મને દાદાદાદીને કહેવા દો ને કે મમ્મી જીવે છે.તે કદાચ કોઇ ડેન્જરમાં હોય."આરુહે જીદ કરતા કહ્યું.

"એય અત્યાર સુધી મે બહુ પ્રેમથી વાત કરી,પણ હવે નહીં.ખબરદાર જો કોઇને પણ કહ્યું ને તો બોર્ડીંગ સ્કુલમાંથી સીધો કોઇ અજાણ્યા શહેરના ફુટપાથ પર આંધળો કે લંગડો બનીને ભીખ માંગતો હોઇશ.

કાલે સગાઈ છે તો ખુશ રહેવાની કોશીશ કરજે,ના રહી શકે ખુશ તો એકટીંગ કરજે,પણ ચુપ રહેજે." આટલું બોલી રુચિ જતી રહી.

આરુહ તે દિવસની યાદમાંથી પાછો આવ્યો.
"મમ્મીમને લાગે છે કે આ રુચિ આંટીના કારણે જ તું મુશ્કેલીમાં છો.તેમણે મને ડરાવ્યો હતો એટલે હું ચુપ હતો,પણ હવે અહીં મને કોઇ ડરાવવાવાળુ નથી.મને વિશ્વાસ છે કે તમે પાછા આવશો અને આપણે પહેલાની જેમ રહીશું આ રુચિ આંટી નહીં તમે મારા મમ્મી હતા અને રહેશો." આરુહે નિશ્ચય કર્યો.
તેણે રુદ્રનો નંબર ડાયલ કર્યો.રુદ્રએ ફોન ઉપાડ્યો.
"હેલો રુદ્ર સ્પિકીંગ."રુદ્ર બોલ્યો.

"હેલો અંકલ,હું આરુહ બોલું છું.મારે મારી મમ્મી રુહી અાદિત્ય શેઠ સાથે વાત કરવી છે."આરુહ બોલ્યો.

"શું તું રુહીનો દિકરો આરુહ બોલે છે?"રુદ્રને તેના કાન પર વિશ્વાસ નથી  થતો.
"હા,મને મારી મમ્મી સાથે વાત કરવી છે."આરુહના અવાજમાંથી ઉદાસી ઝલકતી હતી.
"સોરી બેટા,હું ઓફિસ આવેલો છું અને તારી મમ્મી મારા ઘરે છે.આ તારો જ નંબર છે?"રુદ્રએ પુછ્યું.
"હા,અંકલ તમે ઘરે જાઓ ત્યારે મમ્મીને મેસેજ આપજોને કે હું અહીં મહાબળેશ્વરની બોર્ડીંગ સ્કુલ‍માં આવ્યો છું.હું તેને મીસ કરું છું."આરુહે કહ્યું.

"પાક્કુ બેટા હું તને તારી મમ્મી સાથે વાત પણ કરાવીશ અને તને તારી મમ્મી સાથે મળાવીશ પણ."રુદ્રએ આરુહને પ્રોમિસ આપ્યું.

"અંકલ મારી મમ્મી ઠીક તો છેને?" આરુહે પુછ્યું.

"હા બેટા, તે ઠીક છે પણ તે હજી ખુબ જ વીક છે.તેથી તે તારી પાસે ના આવી શકી."રુદ્રએ રુહીની સાઇડ લેતા કહ્યું.

"ઓ.કે અંકલ હું રાહ જોઇશ પ્રોમિસ ના તોડતા."આટલું કહીને આરુહે ફોન મુકી દીધો.

"આ અંકલ મને સારા લાગ્યા,તે મને મારી મમ્મી જોડે મળાવશે.મમ્મી આપણે બધાં  ફરીથી સાથે હોઇશું વાઉ."તે ખુશીથી ઉછળ્યો.

અહીં રુદ્ર આરુહના ફોનથી ખુબ જ ઉત્સાહિત હતો.સાંજે તે ઘરે ગયો.રુહીએ દરવાજો ખોલ્યો તે રુહીની સાથે અંદર ગયો.તે તેને બધું જણાવવા જ જતો હતો ત્યાં ફરીથી ઘરનો બેલ વાગ્યો.રુહીએ ફરીથી દરવાજો ખોલ્યો.સામે કાકાસાહેબ,કાકીમાઁ અને શોર્ય ઊભા હતા,પાછળ થોડો સામાન અને થોડા લોકો ઊભા હતા.રુદ્ર પણ ઊભો થઇને ત્યાં આવ્યો.

"નમસ્તે વહુ બેટા."કાકાસાહેબ ખંધુ હસ્યા.

શું રુહીના મેસેજથી રુચિ ડરી જશે? આરુહ રુહી સુધી પહોંચીને રુહી અને આદિત્યને ફરી એકસાથે કરી શકશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Gadhvi Aaspar

Gadhvi Aaspar 1 માસ પહેલા

Mp Mpnanda

Mp Mpnanda 7 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા