રુદ્રની રુહી... - ભાગ 13 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ 13

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને  કહાની.ભાગ - 13

"અંકલ શું હું આરુહને મળી શકું? હું તેના માટે ગિફ્ટ લાવી હતી."

રુચિ આરુહના રૂમમાં ગઇ અને હળવેથી દરવાજો બંધ કર્યો.

"આરુહ,હાય કેમ છે બેટા?" રુહી થઇ શકે તેટલું મિઠાશ તેના અવાજમાં ભેળવીને બોલી.

આરુહે તેને કઇ જવાબ આપવાની જગ્યાએ મોઢું નીચું કરી દીધું.

"આરુહ હું તારા માટે ગીફ્ટ લાવી હતી આ જો લેટેસ્ટ પ્લે સ્ટેશન." રુચિએ આરુહને ગીફ્ટ આપીજે તેણે સાઇડમાં મુકી દીધી.
"આરુહ જેમ તું જાણે છે એમ હું તારી નવી મોમ બનવાની છું.પણ હું જુના જમાનામા હતી તેવી સ્ટેપમોમ નથી;પણ તું મને અને હું તને આંખમાં કણાની જેમ ખુંચ્યા કરશું.આપણે બન્ને એકબીજાને તે રુહીની યાદ દેવડાવીશું.

એના કરતા આપણે બન્ને એકબીજાથી દુર રહીએ તે સારું.તો મે તારું એડમીશન મહાબળેશ્વરની બેસ્ટ બોર્ડીંગ સ્કુલમાં કરાવી દીધું.ત્યાં તને વી.વી.આઇ.પી ફેસેલીટી મળશે.એકદમ બેસ્ટ.

બાકી મને નડવાની કે આ લગ્ન રોકવાની નાકામયાબ કોશીશ ના કરતો.હવે તારી મમ્મી તો હું જ છું.આવતા અઠવાડિયામાં જસગાઇ હશે તેના બીજા જ દિવસે તું બોર્ડીંગ સ્કુલ જઇશ."

તેણે આરુહને ગળે લગાવીને તેને ગાલ પર પપ્પી કરી.

"બાય બચ્ચા."

આરુહના આંખમાં આંસુ આવ્યા જે તેણે લુછી નાખ્યા.તેને સામે રુહીનો ફોટો દેખાયો.તે તેની પાસે ગયો.

"મમ્મી,‍આ બધું તારા કારણે થયું.અગર તું આત્મહત્યા ના કરતી તો મારું જીવન પહેલાની જેમ જ સરળ રહેતું.આઇ હેટ યુ મોમ."

આદિત્ય જે આ બધી વાત છુપાઇને સાંભળી રહ્યો હતો તે સમજી ગયો કે તેમની લાઇફ પહેલા જેવી સરળ નહીં રહે.

*          *        *

રુદ્રના ઓફિસ ગયા બાદ રુહી ઘરમાં સાવ એકલી હતી.તે રુદ્રએ આપેલી તલવારબાજી,બંદૂક વીશે જાણકારી આપતી પુસ્તકો વાંચી રહી હતી.

અચાનક કોઇ ચોર પગલે આવ્યું.રુહી ખુરશી પર ઊંધી બાજુ મોઢું રાખી બેસેલી હતી.તે પુરુષે આવીને રુહીના મોઢાં પર હાથ મુક્યો.તે અભીષેક હતો.રુદ્રના ઘરમાં સ્ત્રીને જોઇને તેના આશ્ચર્યનો પાર નથી.તે કઇ સમજે વિચારે તે પહેલા જ રુહી જોરથી તેના પેટમાં ધક્કો મારીને દુર જતી રહી.

અભીષેકે રુહીને જોઇ પહેલી જ વાર અને જોતો જ રહી ગયો.આટલી અપાર સાદગીભરી સુંદરતા તેણે પહેલી વાર જોઇ હતી.તેના ફુલોથી પણ કોમળ હોઠ,દુધને શરમ અપાવે તેવો સફેદ રંગ.

"તમે કોણ છો?" અભીષેક માંડમાંડ આટલું બોલી શક્યો.રુહીને રુદ્રની વાત યાદ આવી.

"હું રુહી રુદ્રાક્ષ સીંહ,રુદ્રાક્ષ સીંહની પત્ની.રુદ્રની રુહી."તે આત્મવિશ્વાસ સાથે બોલી ગઇ.

"હરીરામકાકા,!?" અભીષેક હરીરામ કાકાને શોધતો હતો.

"નથી તે ઘરમાં નથી."અભીષેકે ફોન ખીસામાંથી બહાર કાઢ્યો જે રુહીએ ખેંચીને લઇ લીધો.

"મને ખબર છે કે તમે કાકાસાહેબના જ  માણસ છો.ખબરદાર જો મારા પતિ આવ્યા ત્યાંસુધી હલ્યા છો તો."રુહીએ ટેબલ પર ફ્રુટની ડીશમાં પડેલું ચપ્પુ લઇને તેના ગળે રાખી દીધું.રુહીએ અભીષેકને ખુરશી સાથે બાંધી દીધો અને તેના મોઢાં પર રુમાલ બાંધી દીધો.તે તેની સામે ચપ્પુ રાખીને રુદ્રની રાહ જોવા લાગી.

પુરા બે કલાક પછી રુદ્ર આવ્યો.તેણે જોયું કે રુહી એ કોઇ પુરુષને બાંધેલો હતો અને રુહીના હાથમાં ચપ્પુ હતું.તે ભાગીને ગયો પણ સામે અભીષેકને જોતા તે આઘાત પામ્યો.

તેણે અભીષેકને છોડાવ્યો પણ અભીષેક તેને ગળે લગાવવાની જગ્યાએ તેને મારવાનું શરૂ કર્યુ.રુહીની સમજમાં કઇ જ નહતું આવી રહ્યું.તેણે સાઇડમાં પડેલી એક લાકડી લઇને અભીષેકને પીઠ પર મારી.

અભીષેક જમીન પર પડી ગયો અને તે દર્દથી કણસવા લાગ્યો.

"મારા પતિને મારવાની હિંમત કઇ રીતે થઇ તમારી?"રુહીએ રુદ્રને આંખ મારતા કહ્યું.રુદ્રએ તેનું માંથુ કુટ્યુ.

"રુહી સ્ટોપ ઓવર એકટીંગ અને તમારા રૂમમાં જાઓ."

"અભીષેક તું પણ ચલ ઉપર તને બામ લગાવી દઉં.હું તને બધી જ વાત જણાવીશ.પહેલા ઉપર ચલ."

"ના કોઇ પણ હાલતમાં નહીં.આજથી આપણી દોસ્તી ખતમ.હું તો તમે સરપ્રાઇઝ આપવા આવ્યો હતો;પણ તે તો મને જ સરપ્રાઇઝ આપી.લગ્ન જેવી વાત મારાથી છુપાવી."

અભીષેક હજી જમીન પર જ પડ્યો હતો તે અંદર અને બહાર બન્નેના દર્દથી કણસતો હતો.રુદ્ર તેને હાથ પકડીને પરાણે ઉપર લઇ ગયો.

રુદ્રએ તેને તેના ગયાં પછીથી લઇને અત્યાર સુધી બનેલી બધી જ ઘટના કીધી.જે સાંભળી અભીષેક પણ નવાઇ પામ્યો.રુહીની હાલત પર તેને દયા આવી.
"રુદ્ર સોરી દોસ્ત." અભીષેકે રુદ્રને ગળે લગાવ્યો.ત્ય‍ાં તેને દરવાજા પાછળ ઊભેલી રુહી દેખાઇ.

"રુહીજી અંદર આવોને."
"અભીષેકજી આઇ એમ સોરી.હરીરામકાકા આવ્યા તેમણે મને બધું જણાવ્યુ.તેમણે કહ્યું કે તમે રુદ્રના દોસ્ત અને પરિવાર છો." રુહી શરમ અનુભવી રહી હતી.

"ના તમે બરાબર કર્યું.કાકાસાહેબ ખુબ જ ખતરનાક થઇ શકે.તે તમને રુદ્રના પત્ની સમજે છે તો તે તમને અને તમારા પરિવારને નુકશાન પહોંચાડી શકે છે."

રુહી હસી.અભીષેક આગળ આવ્યો.

"હાય હું ડોક્ટર અભીષેક.મુંબઇમાં મારું ક્લિનીક છે.રુહી તમે ખુબ જ સુંદર છો."અભીષેકે રુહીની સામે હાથ લંબાવ્યો.રુહી હસીને અભીષેકે સાથે હાથ મિલાવ્યો.રુદ્ર અભીષેક સામે જોઇ રહ્યો હતો.તેણે અભીષેકને આજસુધી ક્યારેય આ રીતે નહતો જોયો.રુહીનો હાથ અભીષેકના હાથમાં જોઇને રુદ્રને અણગમો થયો.

"રુહી તમે આરામ કરો ડિનર પર મળીએ." રુહી જતી રહી તેને જતા અભીષેક અને રુદ્ર ક્યાંય સુધી જોતા રહ્યા.

"યાર કેટલી સુંદર સ્ત્રી છે.તેનો અવાજ કેટલો મીઠો."

"મના લાગે  છે કે અભીષેક તને રુહી પસંદ આવી ગઇ ખુબ."

"હા પણ,મને એવું લાગે છે રુદ્ર કે તું પણ તેને પસંદ કરે છે."

"ના એક એવી સ્ત્રીને હું ક્યારેય પસંદના કરી શકું જે આત્મહત્યા જેવું કાયરોવાળું પગલું ઊઠાવી શકે."

"અને અગર હું સાબિત કરી દઉં કે તેણે આત્મહત્યા નથી કરી તો." અભીષેક તેના ખભા પર હાથ મુક્યો.

" તો તું જે કહે તેમ હું કરીશ."

"જોઇ લેજે દોસ્ત હું કઇપણ માંગી શકું."

"આપ્યું વચન તને.રુદ્રસીંહ તેનું આપેલું વચન જીવ આપીને પણ નીભાવે છે."રુદ્રે તેની મુંછોને મરોડતા એક ગર્વ સાથે કહ્યું.

અભીષેક તેની સામે હસ્યો.

*        *          *
આરુહ સાથે વાત કર્યા પછી રુચિ બહાર આવી.

"રુચિ બેટા,તારી આ હાલત જોયા બાદ અમે નક્કી કર્યું કે તારા અને આદિત્યના લગ્નમાં બહુ વાર ના કરવી જોઇએ.હું કાલે જ તારા પપ્પા સાથે વાત કરું છું." પિયુષભાઇના ચહેરા પર નીરાશા હતી.

" અંકલ તેની કોઇ જરૂર નથી.મે નક્કી કરી નાખ્યું છે આવતા અઠવાડિયામાં  સગાઇ અને તેના બીજા જ દિવસે આરુહ મહાબળેશ્વરની બોર્ડીંગ સ્કુલ જતો રહેશે અને આવતા મહિનાની પહેલી તારીખે અમારા લગ્ન એ સાવ સાદાઇથી.

તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી."

આદિત્ય તેના રૂમમાં જતો રહ્યો.રુચિ પણ તેની પાછળ પાછળ ગયો.રુચિનું અંદર આવતા જ આદિત્ય તેને ગળે મલ્યો.તે ખુબ જ ખુશ હતો.

" સ્વિટ હાર્ટ,થેંક યુ.મને બીજી વાર બાપ બનવવા માટે.આપણું બાળક મારું સપનું હતું કે આપણા લગ્ન થાય તું મારા બાળકની માઁ બને.તે આજે તે સપનુ પુરુ કર્યુ."

"બકવાસ બંધ કર આદિ ડાર્લિંગ,હું કોઇ માઁ નથી બનવાની.એ તો આપણા લગ્ન નિર્વિઘ્ને થઇ જાય તેના માટે ભજવેલું એક નાટક હતું.મારે માઁ જ બનવુ હતું તો હું પહેલા તારી સાથે લગ્ન ના કરી લેત."

આદિત્ય ખુબ જ શોક્ડ થઇ ગયો.

"આદિ ડાર્લિંગ,પેલી રુહી પાછી આવી જાય તે પહેલા આપણે લગ્ન કરી લઇએ.એક વાર આપણા લગ્ન થઇ જાય પછી તે પાછી આવે તો પણ વાંધો નહી.આ વાત અગર અત્યારે કોઇને ખબર પડી કે રુહી જીવતી છે તો આપણે ક્યારેય એક નહીં થઇ શકીએ."

"એના માટે આટલું બધું ખોટું બોલવાનું."આદિત્ય ખુબ જ નીરાશ થઇ ગયો.

દરવાજા પાછળથી આ વાત કોઇ સાંભળી રહ્યું હતું.જેને આ સાંભળીને ખુબ જ આઘાત લાગ્યો.

શું રુચિનો પ્લાન નિષ્ફળ જશે?.
કેવી રહેશે રુહીની ટ્રેનીંગ?
શું હશે અભીષેકની શરત ?શું અભીષેક અને રુહી સારા દોસ્ત બની શકશે?
જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Mp Mpnanda

Mp Mpnanda 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Minal Sevak

Minal Sevak 8 માસ પહેલા