રુદ્રની રુહી... - ભાગ-12 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ-12

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને  કહાની.ભાગ - 12


કાકાસાહેબ અત્યંત ગુસ્સે થયા.શોર્યે તેમને શાંત કરવાની કોશીશ પણ કરી.કાકાસાહબે કીધું.
"રુદ્ર તેની પત્નીને જીવથી પણ વધારે સાંચવશે."

" પણ પપ્પા બની શકે કે રુદ્રભાઇ સાચું બોલ્યા હોય.તે સ્ત્રી તેમની પત્નીના પણ હોય."શોર્યે શાંત થઈને વિચાર્યું.

" તે સ્ત્રી રુદ્રની પત્ની હોય કે ના હોય, તે સ્ત્રી જ હવે તેને પરેશાન કરવામાં આપણી મદદ કરશે."

"પપ્પા દસ દિવસ પછી પેલા ફોરેન ડેલિગેટ્સ આવશે;રુદ્રભાઇ તે ડિલ સાઇન કરી લેશે તો આપણે તેમને બરબાદ નહીં કરી શકીએ."

" રુદ્ર સ્ત્રીઓને નફરત કરતો હતો તો બની શકે કે તે સ્ત્રી તેની પત્ની ના હોય.તેણે તે વખતે સાચું કીધું હોય;પણ હવે તે સ્ત્રીની મદદ વળે જ આપણે તેને બરબાદ કરીશું."કાકાસાહેબ તેમની મુંછોને તાવ દઇને હસ્યા.
"હા પપ્પા રુદ્રભાઇએ તમારા કપાળ પર ગન મુકી હતીને; તો હવે તેમને તેમનું પરિણામ ભોગવ્યે જ છુટકો."

"હા,તે રુદ્ર તેની તમામ સંપત્તિ તેના હાથેથી મને સોંપશે અને આજીવન મારો ગુલામ બનીને રહેશે.જોઇ લેજે શોર્ય."

કાકાસાહેબ અને શોર્યના અટ્ટહાસ્યથી પુરી હવેલી ગુંજી ઉઠી.કાકાસાહેબ નિશ્ચિત હતા પણ શોર્યના મગજમા કોઇક બીજું જ ષડયંત્ર આકાર લઇ રહ્યું હતું.

*             *               *

એક સવારે જ્યારે રુહી તેના રૂમમાં શાંતિથી ઊંઘી રહી હતી;ત્યારે ચોરપગલે કોઇ તેના રૂમમાં દાખલ થયું.તે વ્યક્તિની રુહીની નજીક જતાં જ રુહી ભડકીને જાગી ગઇ.તે વ્યક્તિ રુદ્ર હતી.

" રુદ્રજી તમે આમ અચાનક!,મને તો ડરાવી જ દીધી."

"રુહી હું બજાર ગયો હતો; તો તમારા માટે કપડાં લાવ્યો હતો."

"હા પણ સાવ આવી રીતે કોઇ સ્ત્રીના રૂમમાં અવાય? તમને મેર્નસ નથી?"

"ના નથી,બિલકુલ નથી.શું કરું આજ સુધી મારા ઘરમાં કોઇ સ્ત્રી નહતી અને આમપણ હું સ્ત્રીઓને નફરત કરું છું.માનીલો રુહી કે હું ઘરમાં ના હોઉં અને અચાનક આમ કોઇ તમારા રૂમમાં આવીને તમને ફરીથી કિડનેપ કરવાની કોશીશ કરે તો તમે તમારું રક્ષણ કઇ રીતે કરશો?"

" એવી કેવીરીતે કોઇપણ મારા રૂમમાં આવી જાય;તમારા ઘરમાં સિક્યુરિટી નથી?"

"ના મારા ઘરમાં કાકાસાહેબના ઘર કે ગોડાઉનની જેમ માણસો કે સિક્યુરિટી નથી.અહીં તમારે તમારું રક્ષણ જાતે જ કરવું પડશે." રુહી આશ્ચર્યથી રુદ્ર સામે જોતી રહી ગઇ.

" પણ મને તો એવું બધું કશું જ નથી આવડતું."

"  રુહી તમારે સ્વરક્ષણ કરતા શીખવું પડશે.આમપણ તમે કહેતા હતાં ને કે તમે તમારા પગ પર ઉભા રહેવું હતું.તો એના માટે પણ તમારે સ્વરક્ષણ કરતાથો શીખવું જ પડશે.કોઇ તમારા પર હુમલો કરે તો સામે વળતો હુમલો કરતા પણ શીખવું પડશે.કેમ કે હું પુરા દિવસ તમારી રક્ષા કરવા તમારી આસપાસ ના રહી શકું."

"પણ કેવી રીતે?"

"રુહી કાલથી તમારી બંદૂક ચલાવવાની,કરાટેની અને તલવાર ચલાવવાની તાલીમ શરૂ થશે.તમારે સવારે યોગ અને કસરત કરીને તમારું  મન અને શરીર મજબુત બનાવવાનું રહેશે.રુહી આ થેલીઓમાં મે તેના માટેનાં  સ્પેશિયલ કપડાં પણ મુક્યાં હતાં જોઇ લેજો."

"રુદ્રજી શું હું તમને માત્ર રુદ્ર કહી શકું?" રુદ્રે માંથુ હકારમાં હલાવી તેને હા પાડી.

"રુદ્ર મારી એક વિનંતી હતી.શું તમે મને ધોડેસવારી શીખવશો? મેં જોયું કે તમારા તબેલામાં ગાયોની સાથે બે ઘોડા પણ હતાં.મારું ખુબ મન હતું નાનપણથી કે હું ઘોડો ચલાવું.પ્લીઝ."

રુહીઐ રુદ્ર સામે બે હાથ જોડ્યા.રુદ્રે હસીને હા પાડી.

"ફ્રેશ થઇને નીચે આવો.બ્રેકફાસ્ટ કરી લઇએ."

ગઇકાલ સુધી જે એકબીજાને નાપસંદ કરતા હતાં.તે હવે ધીમેધીમે એક અજાણ બંધંનથી બંધાઇ રહ્યા હતાં.રુહી પણ આદિત્ય અને આરુહની યાદોં અને દુખમાંથી બહાર આવી રહી હતી.

રુહી ફ્રેશ થઇને ડાઇનીંગ ટેબલ પર આવી.
"રુહી કાકાસાહેબ વાળો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી કોઇ તમને પુછે કે તમે કોણ? તો શું કહેશો."

" શું કહું?" રુહીએ રુદ્રની સામે જોયું મોટી મોટી આંખો નચાવતા.

"એ જ કે તમે રુહી રુદ્રાક્ષ સીંહ છો એટલે કે રુદ્રાક્ષ સીંહના પત્ની."

રુહી આધાત સાથે રુદ્રની સામે જોતી જ રહી ગઇ.તેણે માથું માંડ માંડ હા માં હલાવ્યું.

*              *              *
આદિત્યએ તેમના જુના નોકરાણીને તેના રૂમમાં બોલાવીને રુહી વીશે અને તેને આવતાં એટેક વીશે પુછ્યું.

"હા સાહેબ,સાવ સાચી વાત.બેનને આવતા હતાં તેવા એટેક અને મને લાગે છે કે ડુબકી લગાવતી વખતે પણ તેમને તેવો જ એટેક આવ્યો હશે.મે આ વાત તેમના માતાપિતાને પણ કહી હતી;પણ તે ચુપ રહ્યા અને મને પણ ચુપ રહેવા કહ્યું હતું.રુહીબેન તો તેમના પિતા પાસે ઇલાજ પણ કરાવવા ગયાં હતાં.બેનના પિતાએ તો તેમની વાત જ નહતી સાંભળી."

આદિત્ય તેમના જુના નોકરાણીની વાત સાંભળીને આધાત પામ્યો.તેણે તેમને આ વાત તેમના બે સુધી રાખવા કહ્યું.

"રુહી નિર્દોષ હતી.તે બિચારી મને બોલતી હતી.તેની હયાતીની વાત મારે મમ્મી પપ્પાને  અને આરુહને કરવી જોઇએ?કે છુપાવવી જોઇએ?શું મારે તેને હરિદ્વારમાંથી લઇ આવવી જોઇએ?

પણ આદિત્યને રુચિની વાત યાદ આવતા જ તેણે વિચાર બદલ્યો.

"ના રુચિએ જે ધમકી આપી હતી.જો તેણે તે પ્રમાણે કર્યું તો હું કોઇને મોંઢુ નહીં બતાવી શકું."

આદિત્ય સમજી ગયો હતો કે રુચિ અને રુહીની વચ્ચે કેટલો તફાવત હતો.એક સ્ત્રી તેને આબાદ કરવા પ્રયત્ન કરતી હતી અને બીજી બરબાદ કરવા અગર તેનું ધાર્યું ના કર્યું તો.એકનો પ્રેમ નિસ્વાર્થ અને બીજીનો સ્વાર્થથી ભરપુર.તેને રુહીના નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગની કિંમત મનોમન સમજાઇ ગઇ હતી.જે તે કદાચ બહારથી સ્વિકારી નહતો શકતો.

તેટલાંમાં જ તેને તેના નામની બુમો સંભળાઇ.તે દોડતો દોડતો નીચે ગયો અને સામેનું દ્રશ્ય જોઇને આધાત પામ્યો.સામે રુચિ ઊભી હતી એક રહસ્યમય હાસ્ય સાથે.બાજુમાં ઊભેલા કેતકીબેન અને પિયુષભાઇ ચિંતિત દેખાયા.

" બેટા આદિત્ય,રુચિએ જે વાત કહી તે ખુબ જ આઘાતજનક હતી.સાચો જવાબ હવે તું જ આપી શકીશ."

"શું વાત હતી? મને પણ કહો.તમે બન્ને કેમ ચિંતામાં લાગ્ય‍ાં મને?"

" આદિત્ય જે વાત સત્ય હતી તે મે તારા માતાપિતાને જણાવી દીધી.એ જે કે કેવીરીતે તારા અને રુહીના લગ્ન  પછી પણ આપણો સંબંધ એવો જ રહ્યો હતો.બહારગામની તારી કામની ટ્રીપમાં કેવીરીતે આપણે સાથે રહેતા અને હરતા ફરતાં અને તેનું પરિણામ આવ્યું આપણા બાળક રૂપે મારા ઉદરમાં.આઇ એમ પ્રેગન્નટ આદિત્ય."

રુચિની વાતથી આદિત્ય  ખુબ જ આધાત પામ્યો.તેના આઘાતમાં વધારો ત્યારે થયો જ્યારે પિયુષભાઇએ તેને બે તસતસતા લાફા જડી દીધાં.રુચિ મનોમન ખુશ થઇ ગઇ.

"તે બિચારી છોકરી રુહી તારા માટે વ્રત કરતી,તને પ્રેમ કરતી,બાધા રાખતી અને મુળ તને કેટલો પ્રેમ કરતી હતી.તારા પર અતુટ વિશ્વાસ હતો તેને.તારો દિકરો તેને પણ પોતાના પિતા પર વિશ્વાસ હતો.તે બન્નેનો વિશ્વાસ તોડી નાખ્યો.મને લાગે છે કે હું તે બન્નેનો ગુનેગાર થઇ ગયો."

પિયુષભાઇ જે અત્યાર સુધી ગુસ્સામાં હતા તે આટલું બોલતા રડી પડ્યાં.

"અંકલ,સંભાળો પ્લીઝ હું પણ તો તમારી દિકરી જેવી જ હતી એવું તમે જ કહેતા હતાં.તો શું હવે મને ન્યાય નહીં અપાવો.આદિત્યએ મને પણ લગ્નનું વચન આપ્યું હતું જે તેણે ના પાળ્યું.રુહીને પરણી ગયો.આટલી સુંદર અને સંસ્કારી પત્ની મળી હતી તેને તો પણ મારી સાથે ખોટા વચનો આપીને પ્રેમસંબંધ ચાલું રાખ્યો અને હવે હું તેના બાળકની માઁ બનવાની છું તો મારા માટે પણ મરવા સિવાય શું રસ્તો બચ્યો?"

પિયુષભાઇ અને કેતકીબેને આઘાત સાથે રુચિ સામે જોયું.જ્યારે સૌથી વધારે ધક્કો તો આદિત્યને રુચિની વાતથી લાગ્યો.બારણા પાછળ સંતાયેલા આરુહને ધીમેધીમે સમજાઇ ગયું હતું  કે તે દિવસે પેલા જ્યોતિષે કરેલી ભવિષ્યવાણીનો શું અર્થ હતો.

બારણા પાછળ સંતાયેલા આરુહ અને રુચિની નજર મળી અને રુચિના મનમાં એક બીજું ષડયંત્ર આવ્યું.

શું આરુહ રુચિના ષડયંત્રથી બચશે?
રુહી પોતાના પગ પર ઊભા રહેવાનો નિર્ણય અમલમાં મુકી શકી હશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

sandip dudani

sandip dudani 6 માસ પહેલા

Urmila Patel

Urmila Patel 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા