રુદ્રની રુહી... - ભાગ -10 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ -10

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 10


" રુદ્રાક્ષજી શું થયું ?કેમ આમ ગુસ્સાથી બુમો પાડો છો?મે શું કર્યું ? રુહી

"રુહી તમે ખોટું બોલ્યા."રુદ્ર

" શું ખોટું  બોલી?"રુહી

" એ જ કે તમે આત્મહત્યા કરી હતી.તમે ખોટું કહ્યું કે તમારી તબિયત બગડી અને તમે ડુબી ગયાં.તમારા ભાનમાં આવ્યા પછી મે તપાસ કરાવી તમારો પરિવાર ખુબ જ સજ્જન અને સારો છે.

મે એ પણ જાણ્યું કે તમે મધ્યમ વર્ગના પરિવારમાંથી છો.આટલા મોટા ઘરમાં તમારા લગ્ન થયાં  છે છતા તમારા  પરિવાર જોડેથી કોઇ આશા નથી રાખી.તમને ખુબ માન આપે છે બધ‍ાં,ખુબ પ્રેમ કરે છે તમને.

ઘરમાં માન અને પૈસા મળે છે છતાપણ તમે આત્મહત્યા જેવું નિમ્ન કક્ષાનું કામ કર્યું.તમારા બદનસીબે તમે બચી ગયાં.આત્મહત્યાનું કારણ તો તમે જ જાણો.

તમારો એક નાનો દિકરો પણ છે.તમને તેનો પણ વિચારના આવ્યો.જેને તમે જન્મ આપ્યો તેને અને તેની જવાબદારીને આમ જ રઝળતી મુકીને મરવા ઉપડ્યા.તમને કદાચ ખબર નહીં હોય કે માતા વગરનું જીવન કેવું હોય છે;મને પુછો.

આત્મહત્યા કરવી એ મહાપાપ છે.કાયરોનું કામ;અને મને આત્મહત્યા કરવાવાળા અને કાયરોથી નફરત છે."

રુહીને રુદ્રાક્ષની વાતોમાં આદિત્ય દેખાઇ રહ્યો છે.પોતાના વીશે કશું જ વગર જાણ્યે બોલી રહેલા રુદ્રાક્ષ પર રુહીને સખત ગુસ્સો આવે છે.તેના મગજમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટે છે.

" બસ!!" તેનો જોરદાર અવાજ રુદ્રાક્ષને ચુપ કરી દે છે.

"બહુ બોલ્યા તમે એ પણ મારા વીશે કશું જ જાણ્યા વગર.તમે આટલું જ જાણો છો.મારા વીશે.તમને મારા વીશે કઇપણ બોલવાનો કઇં જ અધિકાર નથી;અને તમે મનર નફરત કરો કે ના કરો મને કોઇ જ ફરક નથી પડતો."રુહી

"સાચે!હું તમારા વીશે કઇ જાણવા માંગતો પણ નથી.આમપણ મારો સ્ત્રીઓ વીશેનો જે અભીપ્રાય હતો તે બરાબર હતો."રુદ્ર

" તમારો અભીપ્રાય રાખો તમારી પાસે હું તમારી કોઇ વાત સાંભળવા નથી માંગતી,અને હું અહીં એક મીનીટ પણ ઊભી રહેવા નથી માંગતી.તમે માનો કે ના માનો મને તે વખતે એટેક આવ્યો હતો જ્યારે હું છેલ્લી ડુબકી લગાવી રહી હતી.જેમાં હું હાથપગ નથી હલાવી શકતી કે મારા મોંઢામાંથી અવાજ પણ નથી નિકળતો." રુહી

"વાહ સરસ અભિનય! બેસ્ટ એકટરનો એવોર્ડ મળવો જોઇએ તમને.બટ યુ નો વોટ.ગેટ આઉટ ઓફ માય હાઉસ." રુદ્રનો અવાજ થોડો મોટો થાય છે.

"હા હા હું પણ આ ઘરમાં એક મીનીટ ઊભી રહેવા નથી માંગતી.મને બચાવી અને મારો ઇલાજ કરાવવા બદલ તમારો આભાર."રુહી પણ ગુસ્સામાં ત્યાંથી નિકળી જાય છે.રુદ્ર હજી પણ ગુસ્સામાં છે.રુહીની આંખમાં આંસુ છે.તે રુદ્રાક્ષની હવેલીમાંથી બહાર નિકળે છે.ફરી ક્યારેય અહીં પગ નહીં મુકવાનો નિશ્ચય કરીને.
રુહી વિચારે છે.
" આ રુદ્રાક્ષ સીંહ વિચારે છે શું પોતાની જાતને?કોઇની પણ તકલીફ કે પરિસ્થિતિ જાણ્યા વગર તે કઇરીતે મારા પર આવો આરોપ લગાવી શકે?મારો જીવ બચાવ્યો એનો મતલબ એ થોડી છે કે તે મને ગમેતે કહી શકે.

ખેર હવે આદિત્યને પણ મારી કિંમત સમજાઇ ગઇ હશે.બસ હવે જલ્દી જ હું મારા આરુહને મળવા માંગુ છું.હું તેને કહેવા માંગુ છું કે મે આત્મહત્યા નથી કરી.પણ શું ત્યાં પણ બધાં  એમ જ માનતા હશે?

આ જરૂર અદિતિબેનનું કામ હોવું  જોઇએ અને મમ્મીજીએ તેમા સુર પુરાવ્યો હશે;પણ શું આદિત્યે પણ તેમનો વિશ્વાસ કર્યો હશે.

મારા આ એટેક વીશે અમારા જુનાકામવાળા આંટી જાણતા હતાં તેમણે બધાંને કીધું  જ હતું.બસ એક વાર હું ત્યાં પહોંચી જઉં તો બધાને સમજાવી દઇશ.આરુહ ને હવે મારી સાચી કિંમત સમજાઇ હશે કે મમ્મી વગર કેવું  અઘરું પડે છે.

તે રેલ્વે સ્ટેશન તરફ જવાનો રસ્તો પુછે છે એક માણસને તેની પાસે રૂપિયા નથી એટલે તે ચાલવાનું શરૂ કરે છે.તેટલાંમાં એક માણસ તેમની પાસે આવે છે.

"બેન તમારે રેલ્વે સ્ટેશન જવાનું છે?"

"હા પણ કેમ?" રુહી
"હું મારા બહેન અને બનેવીને મુકવા રેલ્વેસ્ટેશન જતો હતો તમને પણ ઉતારી દઇશ.બેસી જાઓ ચિંતા ના કરો."

" ના ભાઇ ધન્યવાદ પણ હું જતી રહીશ."

તે માણસો તેને બેભાન કરીને પોતાની ગાડીમાં બેસાડીને લઇ જાય છે.

*        *            *
આદિત્ય બેડ પરથી ઉભો થાય છે.તે લીંબુનું શરબત પીવે છે.તે રુચીને પોતાની તરફ ખેંચે છે.તેને ગળે લગાવે છે અને તેના ગાલ પર કીસ કરે છે.

"આ પણ તો મારું જ ઘર છે.નથી જવું મારે ઘરે."

" આદિ,હવે તો રુહી મરી ગઇને.તારી મમ્મીને સમજાયને કે આપણા લગ્ન માટે માની જાય."

"સ્વીટહાર્ટ,હું તો તે વખતે પણ તારી સાથે લગ્ન કરવા માંગતો હતો,પણ તારે તારી કેરીયર અને ફીગરના કારણે લગ્ન નહતા કરવા.તો મે રુહી સાથે લગ્ન કરી લીધાં." આદિત્ય

"હા તો તારે લગ્ન પછી તરત જ બાળક જોઇતું હતું.બાપ બનવાના અભરખા હતાં.બની ગયોને બાપ હવે તો.હું પણ મારી કંપનીને ટોચ પર લઇ ગઇ છું.ચાલને લગ્ન કરી લઇએ."રુચી.

"હવે શક્ય નથી.આરુહ મોટો થઇ ગયો છે.તેના માટે તને સ્વિકારવી શક્ય નથી.તે રુહીનું સ્થાન તને નહીં આપી શકે.તેને દુખી હું નહીં જોઇ શકું."

"એય આદિત્ય તારી હિંમત કઇ રીતે થઇ મને ના પાડવાની.સાંભળ અગર તે મારી સાથે જલ્દી જ લગ્નના કર્યાને તો હું તને એવો બદનામ કરીશને કે તું પુરા મુંબઈમાં મોં બતાવવા લાયક નહીં  રહે."રુચી

"ધમકી આપે છે મને?" આદિત્ય ગુસ્સે થાય છે.

"હા ધમકી જ સમજ મે તને મારા જીવનના દસ વર્ષ  આપ્યા છે.તે પણ લગ્ન કર્યા વગર. હવે તું ફરી ના શકે આમ." રુચી તેની મોટી મોટી પણ સુંદર આંખોથી તેને ડરાવે છે.

રુચી ગજરાલ,બિઝનેસમેન હેત ગજરાલની એકમાત્ર દિકરી.હેત ગજરાલ ડાયમંડના વેપારી અને આદિત્યના પિતાના  ખાસ મિત્ર અને આદિત્ય અને રુચી પણ ખાસ મિત્રો બની જાય છે જે આગળ જતા પ્રેમમાં પરીણમે છે.

આદિત્ય અને રુચીના ઘરનું વાતાવરણ તદ્દન અલગ હોય છે.રુચી એક મુક્ત વાતાવરણમાં ઉછરી છે.તેને મોટા થઇને પોતાના પિતાના બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવો હતો..

જ્યારે આદિત્ય તેના પિતાનો બિઝનેસ એટલે કે શો રૂમ સંભાળવા માંગતો હોય છે.આદિત્યના માતાપિતા એક ઘરરખ્ખુ પુત્રવધુ ઇચ્છતા હતાં.

રુચીનો સ્વભાવ સારી રીતે ઓળખતા કેતકીબેને તેને  પુત્રવધુ તરીકે સ્વિકારવાની મનાઇ ફરમાવી દે છે.રુચીની આદતો તે સારી રીતે જાણતા હતાં.તેવામાં જ આદિત્યને તેના મિત્રો દ્રારા જાણવા મળે છે કે રુહી નામની તેમના ક્લાસમેટ તેને પસંદ કરે છે.

આદિત્ય આ વાત રુચીને કરે છે.રુચી જ તેને રુહી સાથે લગ્ન કરવાનો આઇડિયા આપે છે.આદિત્યએ તને આપેલા ગુલાબના સુકાયેલા ફુલ તેને જ પાછા આપી રુહીને ઇમ્પ્રેસ કરવાનો આઇડિયા આપે છે.

આદિત્યના પરિવાર વાળા રાજીખુશી રુહીને પોતાના ઘરની વહુ તરીકે સ્વિકારી લે છે.આદિત્ય પણ રુચી કરતા વધારે સુંદર પત્ની પામીને ખુશ છે પણ રુચીના મનમાં તો કઇંક અલગ જ વાત ચાલતી હોય છે.

*               *               *
રુહીને ઘરમાંથી  નિકાળીને રુદ્ર પણ ખુશ નથી.એક લાગણીનો સંબંધ બંધાઇ ગયો હતો તેનો રુહી સાથે.તેને ખુબ જ દુખ થઇ રહ્યું  છે.

"રુદ્રબાબા એક વાત કહું?" હરીરામકાકા

"બોલો કાકા." રુદ્ર.

"મને લાગે છે અનામીકા સાચું બોલતી હતી.તેના અવાજમાં સત્યનો રણકાર હતો.તેની પાસે રૂપિયા પણ નથી.એમાં તે શારીરિક રીતે નબળી છે.આ હાલતમાં તેને ઘરમાંથી નિકાળીને તમે સારું નથી કર્યું.ભગવાન ના કરે તેને કઇ થઇ ગયું તો તમે તમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકો."હરીરામકાકા.

રુદ્ર તેમની વાત સાંભળીને વિચારમાં પડી જાય છે.તેટલાંમાં રુદ્રને એક ફોન આવે છે સામે છેડેથી થતી વાત સાંભળીને તેના હાથમાંથી ફોન પડી જતા રહી જાય છે.

"કાકા સાહેબ." તે જોરથી ચિલ્લાવે છે.

શું તોફાન લાવશે રુચી આરુહના જીવનમાં?
રુદ્ર રુહીને બચાવી શકશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Nayana Bambhaniya

Nayana Bambhaniya 7 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Akshita

Akshita 7 માસ પહેલા