રુદ્રની રુહી... - ભાગ - 8 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ - 8

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 8

એક શાનદાર રૂમ જેને હોસ્પિટલના રૂમમાં ફેરવવામાં આવ્યો છે.જેમા રુહી સુતી છે.ડોક્ટર નર્સની સામે જોઇને માથું નકારમાં હલાવે છે.

"સિસ્ટર,તમે આમની જોડે ચોવીસ કલાક રહેશો."

ડોક્ટર તે રૂમમાંથી બહાર નિકળે છે.તે અન્ય એક રૂમમાં જાય છે.તે રૂમમાં એક પુરુષ બેસેલો છે જે થોડો ચિંતામાં જણાય છે.

"રુદ્ર તે સ્ત્રી તો કોમામાં છે."

"કોમામાં છે એટલે?"

"એટલે એક પ્રકારે બેભાન છે;પણ તેને ભાન ક્યારે આવશે તે કોઇને ખબર નથી.એક દિવસ,બે દિવસ કે એક વર્ષ પણ થઇ શકે છે."

"ઓહ માય ગોડ,એટલે ત્યાં સુધી મારે મારા ઘરમાં બે સ્ત્રીઓને સહન કરવાની?પણ શું થાય કાકાને વચન આપ્યું છે."

રુદ્રને યાદ આવે  છે.જે વખતે મહાપુજા સમાપ્ત થઇ હતી.તે વખતે રુદ્ર પણે બીજા લોકોની જેમ ડુબકી લગાવી રહ્યો હતો.પંડિતજી મંત્રોચ્ચાર કરાવીને રુદ્રની પુજા પુરી કરાવી રહ્યા છે.જેવી રુદ્ર અંતિમ ડુબકી લગાવી રહ્યો છે.તેવું જ એક ધસમસતો પ્રવાહ આવે છે.

રુહી આવીને રુદ્રને અથડાય છે અને રુદ્ર અને રુહી પાણીમાં પડે છે.રુદ્ર રુહીને પકડીલે છે.રુદ્ર રુહીને લઇને બહાર આવે છે.રુદ્ર જોવે છે કે તે સ્ત્રી બેભાન છે.તેના માથાંમાંથી લોહી નિકળે છે.પંડિતજી અને  રુદ્રના જુના વફાદાર નોકર હરિરામ કાકા જે ત્યાં હાજર છે તે પણ આવે છે.

"રુદ્ર બાબા શું થયું અને આ સ્ત્રી કોણ છે?"

રુદ્ર તેમને બધી વાત કરે છે.
"બાબા આ સ્ત્રીના શ્વાસ ચાલે છે.જીવે છે તે.લાગે છે કે ગંગામાં ડુબકી લગાવતા ડુબી ગઇ હશે."
રુદ્ર તેના પેટ પર દબાણ આપીને તેના પેટમાં ગયેલ પાણી કાઢે છે.

"કાકા જલ્દી જીપ કાઢો આને મારા મિત્રની ક્લીનીક પર લઇ જઇએ."
રુદ્ર તેને તેના બે હાથમાં ઉંચકીને તેને પોતાની જીપમાં સુવાડે છે.હરિરામકાકા તેની પાસે પાછળ બેસે છે.રુદ્ર જીપ ભગાવી મારે છે.તેના મિત્રની ક્લીનીક પર લઇ જાય છે.

"ડૉ.સુદેશ." રુદ્ર રુહીને પોતાના હાથમાં ઉચકીને અંદર લઇ જાય છે.તે તેમના મિત્રને બધી વાત કરે છે.ડૉ.સુદેશ ટ્રીટમેન્ટ શરૂ કરે છે.

"રુદ્ર આ સ્ત્રીની હાલત ગંભીર છે અને બીજું કે આ પોલીસકેસ છે.પોલીસ બોલાવવી પડશે."

"હા તો એ.સી.પી સાહેબને ફોન કરું છું."

"રુદ્ર સાંભળ તે કહ્યું તેમ આ સ્ત્રીના કોઇ સગા સંબંધી હાજર નથી.તેની કોઇ સંભાળ લેવાવાળુંના હોય તો તેની હાલત ખરાબ થશે.બીજું તે સુંદરતાની હદથી પણ વધારે સુંદર છે.આ જ કારણે તેની ઇજ્જત અને તે પોતે પણ ખતરામાં આવી શકે છે."

"તો શું કરું મારા ઘરે લઇ જઉં?" રુદ્ર અકળાય છે.

"હા આ તો બેસ્ટ આઇડિયા છે."

"ના ભાઇ ના, આવા તો કેટલાય લોકો આવતા હોય છે આવી રીતે.તો શું બધાને ઘરે લઇ જઉં.ના હું તો અાને કોઇ સરકારી હોસ્પિટલમાં એડમીટ કરાવી દઇશ."

"રુદ્રબાબા,માફ કરજો પણ મારું એવું માનવું છે કે આ સ્ત્રીને આપણે આપણા ઘરે લઇ જઇએ." હરિરામ કાકા

"કાકા,હું સ્ત્રીઓને નફરત કરું છું.અા અજાણ સ્ત્રી આપણે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરીશું તો કદાચ તેને તેના પરિવાર વાળા શોધી લે."

"બેટા.મને એવું લાગે છે કે પુજા કરતી વખતે તે ડુબી ગઇ હોય અને તણાઇને અહીં આવી ગઇ હોય.તેને આપણે ઘરે લઇ જઇએ.તમે તમારા એ.સી.પી મિત્રને જણાવી રાખજો આના વીશે અગર કોઇ તપાસ કરતું આવે તો તેને આપણે સોંપી દઇશું."

"રુદ્ર સરકારી હોસ્પિટલમાં આમપણ તેને આટલો લાંબો સમય કોઇ નહીં રાખે;અને સરકારી હોસ્પિટલ ફુલ છે."ડોક્ટર.

હરિરામકાકા રુદ્રને સાઇડમાં લઇ જાય છે.

" બાબા,આપનમા દુશ્મનોએ અગર આ સ્ત્રીને આપણી જોડે જોઇ લીધી હશેને તો તેને નહીં છોડે.

મારું મન નથી માનતું કે આ સ્ત્રીને આપણે એકલા છોડીએ.ભગવાનનો ઇશારો છે કે તેને આપણે આપણી સાથે લઇ જઇએ.બની શકે તેના પગલાં આપણા માટે શુભ હોય.બની શકે કાકાસાહેબ સાથેની દુશ્મનીનો અંત આવે.

મે આજ સુધી તમારી જોડે કશુંજ નથી માંગ્યું.આજે માંગું છું.આ દિકરીને આમ એકલી ના છોડો રુદ્રબાબા તેનો હાથ પકડી લો.તેને લાવી દો આપણા ઘરમાં."હરિરામ કાકા બે હાથ જોડે છે.

હરિરામકાકા વર્ષોથી રુદ્રના પરિવારની નીસ્વાર્થ ભાવે સેવા કરે છે.તેમનો પુરો પરિવાર ગામ છે જેને તેઓ માત્ર એક કે બે વાર મહિનામાં મળે છે.રુદ્ર પણ તેમનું અને તેમના પરિવારનું ખુબ જ ધ્યાન રાખે છે.તેમને પૈસેટકે કોઇ તકલીફના થાય તે પણ રુદ્ર જોવે છે.

હરિરામકાકાના જોડેલા બે હાથ રુદ્ર પર કામ કરી જાય છે.તે માંથુ હકારમાં હલાવે છે.અને બીજી ક્ષણે ઘરમાં રહેલો શાનદાર બેડરૂમ રુહીના રૂમ તરીકે સજી જાય છે.જેમા હોસ્પિટલના રૂમમાં હોય તેવા બધાં જ સાધનો અને એક ચોવીસ કલાકની નર્સ પણ હાજર થઇ જાય છે.વર્ષોથી જે ઘરમાં સ્ત્રીનું નામ લેવું પણ મનાઇ છે ;ત્યાં બે સ્ત્રીઓ દાખલ થાય છે.

રુદ્ર યાદોંમાંથી પાછો આવે છે.

"થેંક યુ ડોક્ટર, કઇ હશે તો તમને ફોન કરીશ."
રુદ્રને તે વિદ્વાન જ્યોતિષની વાત યાદ આવે છે.
"જલ્દી જ જીવનમાં ખુશીઓ દસ્તક દેશે.આ ખુશી નહીં મુસીબત છે.જ્યાં સુધી તેને ભાન નહીં અાવે ત્યાં સુધી તેને સહન કરવી પડશે.ભાન આવ્યા પછી પણ તેની યાદશક્તિ જતી રહી હશે તો?" રુદ્ર આ વીચારથી ડરી જાય છે.

તેટલાંમાં નર્સ આવે છે.તે રુદ્રને રુહી પાસે બેસવા કહે છર કેમકે તેને જમવા જવું છે.શરૂ થાય છે રુદ્રની રુહી સુધીની સફર.રુદ્ર એક બુક લઇને રુહી પાસે બેસે છે.તેના ચહેરા પર અણગમો સાફ દેખાય છે.

અચાનક બારીમાંથી જોરદાર પવન આવે છે.રુહીના ખુલ્લા વાળ તેના ચહેરા પર આવી જાય છે.રુદ્ર તેના વાળ પાછળ લઇ જઇને બાંધે છે.તેના સિલ્કીવાળમાં હાથ ફેરવતા જ જાણે કે તેના શરીરમાં ઝણઝણાટી થાય છે.

"આ શું થાય છે મને?"
તેટલામાં નર્સ આવે છે અને રુદ્ર ત્યાંથી જતો રહે છે.

અહીં મુંબઈમાં અાદિત્ય દુકાનથી આવીને કપડાં બદલે છે.
"રુહી ચા લાવ." અજાણતા જ તેનાથી બોલાઇ જાય છે;પછી તેને ધ્યાન આવે છે કે રુહી તો નથી.
"મમ્મી ચા લાવ."

આદિત્યના મમ્મી ચા લાવે છે.
"આરુહની હાલત નથી જોવાતી.પહેલાતો રડી પણ લેતો હવે તો રડતો પણ નથી.ના ટીવી જોવું,ના દોસ્તો સાથે રમવું,ના મોબાઇલ જોવો કે ભણવાનું પણ નહીં. બસ ગુમસુમ બેસી રહે છે.તેને ક્યાંક ભાર લઇજા તો તેને સારું લાગે."

આદિત્ય આરુહને જુહુ ચોપાટી પર લઇ જાય છે.ખુલ્લા આકાશની નીચે અને સમુદ્ર પાસે તેને સારું લાગે છે.પણ પાણીને જોતા જ તેને તેની મમ્મી યાદ અાવે છે.

"પપ્પા મમ્મી કેમ આપણને છોડીને જતી રહી?ફીયા કહેતા હતાં કે મમ્મીએ આત્મહત્યા કરી છે?પપ્પા તે વાત સાચી છે?"

"બેટા સાચું ખોટું તારી મમ્મીની સાથે જ જતું રહ્યું. તેની પાછળ આપણે તો જીવન જીવવાનું ના છોડી શકીએને.હા તારી ફીયા કહે છે તેમા મને કઇંક તો સાચું લાગે છે;પણ આમ ગુમસુમ બેસી રહેવાથી,ભણવાનું અને રમવાનું છોડી દેવાથી મમ્મીતો પાછી નહીં આવે ને."
"મને દરેક વાતે મમ્મી યાદ આવે છે."
"આરુહ મે તારા માટે મ્યુઝિક અને ડ્રોઇંગના ક્લાસ નક્કી કર્યા છે.તારું મન હળવું થશે.એ સિવાય તને કઇ પણ જોઇએ તો તું મને તારા આ બ્રાન્ડ ન્યુ ફોનથી ફોન કરી દેજે." આદિત્ય આરુહને નવો લેટેસ્ટ બ્રાન્ડેડ ફોન આપે છે.જે જોઇને આરુહ ખુશ થઇ જાય છે.
લગભગ એક મહિનો વીતી જાય છે.આરુહ પહેલાની જેમ નોર્મલ થઇ ગયો છે.
આદિત્ય અને તેના માતાપિતા રાત્રે જમીને બહાર બેસેલા છે.

"આદિત્ય તે જે રીતે આરુહને સંભાળી લીધો તે સારું કર્યુ,પણ મને લાગે છે કે તારે હજી એક વાર હરિદ્વારમાં તપાસ કરાવવી જોઇએ.કોઇ હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને.મને લાગે છે કે આ અકસ્માત હતો આત્મહત્યા નહીં." આદિત્યના પિતા આશંકા વ્યક્ત કરે છે.

"પપ્પા મે મારાથી બનતી બધી જ તપાસ કરાવી પણ રુહીના કોઇ સમાચાર નથી.અને અદિતિની વાત મને સાચી લાગે છે.હવે કોઇ મતલબ નથી આ વાતનો.રુહી હવે ના મળે."

"એ આદિત્ય રુહીને પેલી વાતની ખબર તો નહતી પડી ગઇને?" આદિત્યના મમ્મી આશંકા વ્યક્ત કરે છે.

"આદિત્ય એટલે હજી પણ તું?" આદિત્યના પપ્પાને આધાત લાગે છે અને ગુસ્સો આવે છે.
"ના ના એવું હોય તો તે મારી જોડે ઝગડે આમ શાંતના  હોય."

શું સત્ય વાત આદિત્ય રુહીથી છુપાવી રહ્યો હતો?

શું રુહીને ભાન આવશે કે રુદ્ર તેને હોસ્પિટલ મુકી આવશે?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Dharamshibhai Donda

Dharamshibhai Donda 7 માસ પહેલા

Bhimji

Bhimji 7 માસ પહેલા

Appy Shingala

Appy Shingala 7 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Minal Sevak

Minal Sevak 8 માસ પહેલા