"જીવનનો શ્વાસ છે સંગીત,
જીવનનો પ્રાણ છે સંગીત,
જીવનનો પ્રથમ પ્રેમ છે સંગીત..."
હા મિત્રો આવુ જ કઈક હતુ નિનાંદનાં જીવનમાં. નિનાદ માટે સંગીત એ ઓક્સિજન સમાન હતુ.પણ જિંદગીમાં એક વળાંક એવો આવ્યો કે નિનાદને સંગીત છોડવું પડ્યુ.
નિનાંદને સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ હોવાને કારણે નિનાંદ જ્યારે સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એને એની જ સ્કુલમાં સંગીત ક્લાસમાં તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
નિનાંદ સુરત સ્થિત જીવનભારતી સ્કુલમાં અભ્યાસ કરતો અને ત્યાં જ ચાલતા સંગીત ક્લાસમાં એ સંગીતની તાલીમ પણ લેતો.
નિનાંદને ગાવાની જોડે તબલા અને હાર્મોનિયમ વગાડવું ખૂબ જ ગમતુ.એ જ્યારે પણ ગાવા બેસે ત્યારે હાર્મોનિયમ એની જાતે વગાડે.
એક સાંજે સ્કુલમાં સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખ્યો હતો.જેમાં નીનાંદે પણ ભાગ લીધો હતો.
વરસાદી માહોલ હતો અને જોડે સંગીતનો જમાવડો હતો એટલે સંગીત પ્રેમીઓ માટે આ વાત કોઈ અવસર થી ઓછી ન હતી.
સંગીત સંધ્યામાં નિનાંદે એક વરસાદી ગીત ગાયું કેમ કે સંગીત સંધ્યાની થિમ વરસાદ જ હતી.નિનાંદે સેમી ક્લાસિકલ ગીત ગાઈને બધાને મંત્ર મુગ્ધ કરી નાંખ્યા.
"હસતોને રમતો ,આવ્યો મેહુલિયો,
આવ્યો અષાઢી મેહુલિયો..ઓ...ઓ..
આવ્યો અષાઢી મેહુલિયો.....
ઝરમર ઝરમર ઝરમર વરસે મેહુલિયો..ઓ..ઓ
આવ્યો અષાઢી મેહુલિયો....
આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
નિનાંદનો અવાજ સાંભળી બધાને ખૂબ જ ખુશી થઈ હતી.પણ એક જ વ્યક્તિ હતો જે નિનાંદથી જલતો હતો.કેમ કે નિનાંદ હંમેશા એનાથી આગળ રહે એ યે જોઈ શકતો ન હતો.એટલે નિનાંદ હરાવવા માટે એને એક કાવતરું રચ્યું હતુ.એની ગર્લફ્રેન્ડ જોડે મળીને નિનાંદને હરાવવાનું નક્કી કર્યું હતુ.
એની ગર્લ ફ્રેન્ડનું નામ હતુ રોઝી અને એનું નામ હતુ ભવ્ય.બધા જોડે જ એક જ ક્લાસમાં સંગીત શીખતા હતાં.
એક મહિના પછી ગાંધી સ્મુતિમાં સુગમ સંગીતની કોમ્પિટિશન થવાની હતી.જયાં કલાસમાંથી રોઝી અને ભવ્ય પણ જવાના હોય છે.ભવ્યનાં કહેવાથી રોઝી એ સમયે નિનાંદ જોડે મીઠી મીઠી વાતો કરે છે અને કહે છે ,
નિનાંદ તુ મારો બોય ફ્રેન્ડ બનીશ.ભવ્ય તો કઈ સારો છોકરો નથી.એને ક્યારેય મારા પ્રેમને સમજ્યો જ નથી.નિનાંદ હુ જાણુ છું કે તુ મને પ્રેમ કરે છે .પણ ભવ્યને કારણે તેં મને ક્યારેય કહ્યુ નથી. પણ મને આજે તારા પ્રેમનો અહેસાસ થઈ ગયો છે.શુ તુ મારો બોય ફ્રેન્ડ બનીશ?
નિનાંદ એને હા કહે છે.
એક દિવસ રોઝી નિનાંદને શરબત પીવડાવે છે.શરબત પીવાથી નિનાંદનો અવાજ જતો રહે છે.
આ બધુ રોઝીએ ભવ્યનાં કહેવાથી કર્યું હતુ.ભવ્ય અને રોઝીએ શરબતની અંદર સિંદૂર મિલાવ્યુ હતુ.જેને કારણે નિનાંદની અવાજ જતી રહી હતી.
નિનાંદ રોઝી અને ભવ્યને ઘણુ બધુ કહેવા ચાહતો હતો પણ અવાજ જતો રહેવાને કારણે એ કાઈ જ ન કરી શક્યો.
પણ આને કારણે નિનાંદે સંગીત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
ઘણી બધી દવા અને દુઆને કારણે નિનાંદનો અવાજ પાછો આવી જાય છે.પણ એ સંગીત તરફ ધ્યાન નથી આપતો.
એજ સમયે એની બેસ્ટ ફ્રેન્ડ સાંઝ આવે છે અને નિનાંદને ફરી પાછું ગાવાનું શરૂ કરવા માટે કહે છે.
નિનાંદ સાંઝને એની જોડે જે પણ કાઈ બન્યુ એ બધુ જ જણાવે છે.
એટલે સાંઝ નિનાંદને ભવ્ય અને રોઝીને સબક શીખવાડવા માટે કહે છે.
સાંઝ આ બધી વાતો સંગીત ક્લાસનાં સરને કહે છે.
સાંઝ સાંભળ 15 દિવસ પછી નર્મદ લાઈબ્રેરીમાં કોમ્પિટિશન થવાની છે એમાં નિનાંદનું ફોર્મ ભરવાનું છે.પણ કોઈને ખબર ન પડવી જોઈએ કે નિનાંદે આમાં ભાગ લીધો છે.નિનાંદને ક્હેજે એ ઘરેથી જ પ્રેક્ટિસ કરે.
જે દિવસની સાંઝ, સર અને નિનાંદ રાહ જોઈ રહ્યાં હતા એ દિવસ આવી ગયો હતો.
સ્ટેજ પર નિનાંદનું નામ સાંભળીને રોઝી અને ભવ્ય ચોંકી ગયા હતાં.
સ્ટેજ પર આવીને નિનાંદે રોઝી અને ભવ્યએ જે પણ કઈ કર્યું હતુ એ બધુ જ બધાને જણાવી દીધું.
આ સાંભળીને ભવ્ય અને રોઝીને કોમ્પિટિશનમાંથી કાઢી મુકવામાં આવ્યાં અને આવુ કરવા બદલ બંનેની સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી.
સંગીત પ્રેમી નિનાંદે હોલમાં એવો તાલ જમાવ્યો કે બધા જ ઝૂમી ઉઠ્યા.
આ કોમ્પિટિશનમાં નિનાંદનો પહેલો નંબર આવ્યો.
બીજી બાજુ નિનાંદે સાંઝને પ્રપોઝ કર્યું અને સાંઝે એ પ્રપોઝલનો સ્વીકાર કર્યો. એટલે બંને જણાએ સ્ટેજ પર સાથે સોંગ ગાયું,
"पतझड सावन, बसंत बहार,
एक बरस के मौसम चार,
मौसम चार, मौसम चार,
पाँचवा मौसम प्यार का,
इन्जार.....
पतझड सावन, बसंत बहार....."
ગીત સાંભળી ફરી પાછો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
રાજેશ્વરી