મહી એક મલ્ટીનેશનલ કંપનીમાં એસ એ સેલ્સ રીપ્રેઝનટીવ તરીકે કામ કરતી હતી..
એને આખો દિવસ કસ્ટમર વચ્ચે મગજમારી કરવામાં અને કામકાજ માં વ્યસ્ત જતો..
હમેશા મહેનતુ ને કહ્યાંગરી એવી ધૂની છોકરી એના કામ ને 100 % ન્યાય આપતી..
કોઈ કસ્ટમર ને નિરાશ થયા વગર હેન્ડલ કરતી અને આખરે બધું કામકાજ ફાઇનલ કરતી મોટી કંપનીમાં એને ટાર્ગેટ વાળી જોબ પણ એના કામની ધગશમાં એ સમય પહેલા જ ટાર્ગેટ પૂરો કરી લેતી..
હવે એને કોઈ ખોટ નહોતી.. બધુજ હતું એની પાસે..પૈસા રૂતબો..અને હેવી લાઈફસ્ટાઈલ .
બસ એની લાઈફ માં ખાલી પ્રેમની જ કમી હતી.
કારણ કામની વ્યસ્તતામાં એને એ માટે સમય નહોતો મળ્યો.
રોજ રોજ સવારથી કામકાજ કરવામાં અને સાંજ બધો હિસાબ કરવામાં જતો અને થાક ના માર્યા વહેલા સુઈ જતી અને વહેલી જાગીને પછી ફરી એજ જોબ..
રવિવારે પણ કોઈ દિવસ કામ માટે જવું પડતું.
હવે થયું એવું કે..
ચાઇના થી કોરોનાના ભયથી ઘણા સ્ટુડન્ટ ભારત પરત આવી ગયા એમ મોહિત પણ આવ્યો એની જ સોસાયટીમાં એના ઘરની સામેના ત્રીજા ઘેર એનો પરિવાર રહેતો જેથી બન્ને ની બારી સામસામે જ રહેતી..
હવે, એ અમયે તો મહી કામમાં હોઈ એને એ ધ્યાને નહોતું કે એની બારી સામે એક ચાઈના થી આવેલ છોકરો એની જાતને કોરોન્ટાઈન કરીને બેસેલો છે કારણકે ત્યાં ચાઇનાના ડોકટરે એને ખાસ સૂચના આપેલી કે આ રોગ 14 દિવસે દેખા દે છે એટલે જાતે જ કોરોન્ટાઈન થવું..
આખરે, થોડા સમય બાદ ભારતમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા સરકાર ને હવે ભારત ના લોકોને બચાવવા પુરા દેશમાં લોકડાઉનનો કડક નિર્ણય લીધો..
એટલે મહી ને પણ કંપનીમાં રજાઓ મળી એન્ડ " વર્ક એટ હોમ " ની સ્ટાઇલ અપનાવી..
હવે એ એની બારી પાસે જ લેપટોપ લઈને બેસતી એટલે સામે કોરોન્ટાઈન થયેલ મોહિત બારીના કાચમાંથી મહીં ને જોયા કરતો..
શરૂશરૂમાં મહી ને ખ્યાલ નહોતો એ વિશે પણ જ્યારે એને બારીમાં વાવાઝોડું આવતા બંધ કરવા ગઇ ત્યારે એને કોઈ સામે કાચમાં જોઈ રહ્યું હોય એવો અહેસાસ થતો..
એટલે એણે ધારીને જોયું.. તો અંદર કાચમાંથી મોહિત તેને જોઈ રહ્યો હતો..
એને ધ્યાનથી ફરી આંખો ચોળીને જોયું.. એજ દ્રશ્ય સાફ થયું.. અને આ વખતે મોહિતે પણ મહીં સામે સ્માઈલ આપી..
અનાયાસે જ મહી થી પણ સ્માઈલ અપાય ગયી..
પછી એ રોજનો ક્રમ થયો.. બન્ને દિવસે ને સાંજે એકબીજાને જોયા કરતા શાબ્દિક વાત કોઈ નહોતી થયી પણ આંખો ઘણુંબધું કહી રહી હતી..
મોહિત ની ખૂબજ પ્રેમાળ આંખોમાંથી છલકતો પ્રેમ મહી ને મોહિત કરતો હતો..
એના નામ જેમ જ અદભુત..! મોહિત કરે એવી એની પર્સનાલીટી હતી..!
ભૂખરી આંખો માં એનો અવિરત લાગણીઓ નો પ્રવાહ સ્પષ્ટ દેખાતો હતો..
એ એકીટશે મહી ને જોયા કરતો ..
ઘણીવાર કંઈક આંખોથી ઈશારા કરીને પણ મહી ને એના દેખાવ માટે વખાણ કરતો હોય એવો ઈશારો કરતો.. અને મહી શરમાતી.. અને ચહેરો ખીલી ઉઠતો..
બન્ને એકબીજાને છેલા 13 દિવસથી આમને આમ જોયા કરતા એમના પ્રેમનો ઇઝહાર આંખોથી જ થયી ગયો હતો.. બસ 14 માં દિવસે એને કોરોન્ટાઈન લોકડાઉનમાંથી બહાર નીકળીને હવે મહી ને પ્રપોઝ કરવાનો જ હતો ..
આજે એ ખુશ હતો.. બસ આજે ચેકઅપ કરાવીને અંતે મહી પાસે જવાનું હતું..
સવારે જ રેડી થયીને બેસેલો હતો.. આજે મેડિકલ ટિમ આવી ગયી અને ટેસ્ટ કરાયો..
રિઝલ્ટ હવે સાંજે મળવાનું હતુ.
એટલે ત્યાં સુધી તો મહીં ને મળવાનું મુશ્કેલ લાગતા એ ફરી બારી પાસે આવીને બેસ્યો..
ઓહો.. 👌😍અવનીએ હાથ અને મુખ મુદ્રા વડે ઈશારા થી કહ્યું.
આજતો બોવ સ્માર્ટ લાગો છો ને..!😊
મોહિતે પણ ઈશારા વડે આભાર વ્યક્ત કર્યો..
અને પછી મળવા વિશે પણ કહ્યું સાંજે.. 6 વાગે નક્કી કરીને
હવે 5 વાગે એટલે હોસ્પિટલમાં થી ફોન આવે છે..
હેલો મિસ્ટર મોહિત..
મોહિત.. હા બોલો ડોકટર સાહેબ..શુ રિપોર્ટ આવ્યા છે મારા..?
ડૉકટર : દુઃખ સાથે કહેવું પડે છે કે.. તમને આજે "કોરોના" ના લક્ષણો દેખાય છે...
આપના ઘેર હવે સિલ મારવા અને કોરોન્ટાઈન કરવા ટિમ આવશે અને તમને આઈસોલેશન વોર્ડ માં ખસેડવામાં આવશે..
આખરે લોકડાઉનનો પ્રેમ આઈસોલેટ થયી ગયો..પણ મોહિતે હિંમત ન હારી..
મહીં ને છેલ્લીવાર બારીમાંથી અલવિદા કરીને એ ઈલાજ માટે ગયો..
મહિના ના અંતે રિકવરી થઇ ગયી..
શાયદ મહીં ના પ્રેમ અને બાકી રહેલી મુલાકાતના કારણે એણે હિંમત જાળવી અને આખરે " કોરોના વોરિયર્સ " સાબિત થયો અને અંતે લોકડાઉનનો પ્રેમ જીતી ગયો..
સ્વસ્થ થયા બાદ ફિલ્મી સ્ટાઇલ માં બારી માંથી જ મહી ને પ્રપોઝ કરીને બન્ને પરિવાર ની સંમતિથી પ્રેમ પર લગ્ન ની મહોર મારી..
ભાવના જાદવ..(ભાવુ)
કેવી લાગી વાર્તા કમેન્ટમાં જરૂર કહેજો..